આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.
હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧
દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.
રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.
RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.
2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
સીબીએસઇના ૧૦મા અને ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓફલાઇન પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે એવી બૉર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષાનું ટાઇમ ટેબલ ૧૮ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.
સીબીએસઇ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ ઑબ્જેક્ટિવ ટાઇપની હશે અને તેનો સમયગાળો ૯૦ મિનિટનો રહેશે. શિયાળાનો સમય ધ્યાનમાં રાખતા પરીક્ષાઓ સવારે ૧૦.૩૦ને બદલે ૧૧.૩૦થી શરૂ થશે.
‘પ્રથમ સત્રની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. કોઇ પણ વિધાર્થીને પાસ, કમ્પાર્ટમેન્ટ કે એસેન્શિયલ રીપિટ કેટેગરીમાં મૂકવામાં નહીં આવે.
ફાઇનલ પરિણામ પ્રથમ અને દ્વિતિય સત્રના અંતે જાહેર કરાશે તેમ સીબીએસઇ એક્ઝામ કંટ્રોલર સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે. એ ઑબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ પ્રકારની હશે કે કેમ એ તે સમયની કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર આધાર રાખશે.
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પાસ થયેલા અને જેઇઇ મેઇન્સ તેમજ જેઇઇ એડવાન્સમાં સારો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ માટે જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. વગેરે જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ જાહેર કર્યું છે, જે નીચે મુજબ છે.
Joint Seat Allocation Authority has released the complete schedule for admissions to IITs, NITs, IIEST, IIITs and other GFTIs for the academic year 2021-22.
As per the schedule, the candidate registration/choice filling for academic programmes under JoSAA will begin from October 16, 2021 however the candidates who qualify AAT can fill their AAT-specific choices starting from October 22, 2021 after declaration of AAT result.
Candidate registration and choice filling for academic programmes under JoSAA 2021 (Auto/System Locking of Choices) will end on October 25, 2021. The first mock seat allocation will be released at 10 AM on October 22, 2021 and the second list will be released at the same time on October 24, 2021.
It is mandatory for the candidates to register through the official JoSAA 2021 online portal to be able to obtain seats to be allocated through JoSAA 2021 in any of the IITs, NITs, IIEST, IIITs (Triple-I-Ts) and Other-GFTIs. The academic programmes, along with the category-wise intake capacity, will be announced on the online portal https://josaa.nic.in.
A candidate chooses and applies to a series of academic programs in a certain order of preference.
Indian Institutes of Technology (IITs) offer several academic programmes for which admission is done on the basis of JEE (Advanced) 2021. National Institutes of Technology (NITs), Indian Institute of Engineering Science and Technology, Shibpur (IIEST), Indian Institutes of Information Technology (IIITs or Triple-I-Ts) and a few other technical Institutes funded fully or partially by Central or a State government [Other-GFTIs] (referred to as NIT+) offer academic programmes for which admission is done on the basis of JEE (Main) 2021.
The Joint Seat Allocation Authority (JoSAA) 2021 has been set up by the Ministry of Human Resources Development (MHRD).
ડિગ્રી ઈજનેરીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં પ્રથમવાર બાયોલોજી વિષય સાથે પાસ થયેલા ૮૭૬ વિદ્યાર્થીઓ સહિત ૨૮,૭૫૦ વિદ્યાર્થીઓને ગુજરાતની જુદી જુદી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ મળ્યો છે. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટને સ્પર્શતી કેટલીક હકીકતો જાણવા જેવી છે.
૪૮ કોલેજોની ૧૬ બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.
એસીપીસીના સીટ એલોટમેન્ટને અંતે સ્ટેટ ક્વોટાને મળતી કુલ બેઠકો પૈકી કુલ ૨૧,૫૪૩ બેઠકો ખાલી રહી છે.
ડિગ્રી ઈજનેરીમાં વિવિધ ૧૯ જેટલી બ્રાંચોમાં ૧૯ સરકારી અને ૧૧૪ ખાનગી સહિતની ૧૩૩ કોલેજોની ૬૭ હજારથી વધુ બેઠકોમાંથી મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતા પ્રવેશ સમિતિએ ભરવાની ૫૦૨૯૩ બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ૨૮૭૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.
આ વર્ષે મેરિટમાં કુલ ૩૪૬૧૬ વિદ્યાર્થીઓ હતા.જેમાંથી ૩૧૭૫૫ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગમાં ભાગ લીધો હતો.
તમામ બ્રાંચમાં કુલ મળીને ૯.૮૨ લાખથી વધુ ચોઈસ ભરાઈ હતી.
પ્રવેશ ફાળવણીમાં ૧૯ સરકારી કોલેજોની ૧૦૪૯૨ બેઠકોમાંથી ૯૪૦૮ બેઠકો માં પ્રવેશ થયો છે.
૧૧૪ ખાનગી કોલેજોની ૩૯૮૦૧ બેઠકોમાંથી ૧૯૩૪૨ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.
એઆઈસીટીઈના નવી ગાઈડલાઈન મુજબ સરકારે આ વર્ષે લાગુ કરેલા નવા નિયમો મુજબ ઈજનેરીની ૧૫ જેટલી બ્રાંચોમાં ધો.12માં બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશની છુટ અપાઈ છે ત્યારે મેરિટમાં સમાવિષ્ટ બી ગ્રુપના ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓમાંથી ૮૭૬ વિદ્યાર્થીને બાયોમેડિકલ સહિતની બ્રાંચોમાં પ્રવેશ મળ્યો છે.
પ્રથમ રાઉન્ડની ફાળવણી બાદ સરકારી કોલેજોની ૧૦૮૪ અને ખાનગી કોલેજોની ૨૦૪૫૯ બેઠકો ખાલી રહી છે.
પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ કમ્પ્યુટર બ્રાંચમાં ૧૦૮૧૦ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.
કમ્પ્યુટર બ્રાચ માટે ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીએ ચોઈસ ભરી હતી.
પ્રથમ રાઉન્ડમાં કુલ ૧૩૩ કોલેજોમાંથી માત્ર ૧૩ જ કોલેજોમાં ૧૦૦ ટકા સીટ એલોટમેન્ટ થયુ છે
૫૭ કોલેજોમાં ૫૦ ટકાથી વધુ સીટ એલોટમેન્ટ થયુ છે અને
એક કોલેજમાં એક પણ બેઠક પર પ્રવેશ ફાળવાયો નથી.
૭૬ કોલેજોમાં ૫૦ ટકાથી ઓછી બેઠકોમાં પ્રવેશ થયો છે.
૪૮ કોલેજોની ૧૬ બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.
ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમવાર વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુલક્ષીને કોલેજો,કોર્સીસ,બેઠકો,ફી સહિતની તમામ ઉપયોગી માહિતી સાથેની પુસ્તિકા તૈયાર કરાઈ છે.જેનું આજે શિક્ષણમંત્રી,ટેકનિકલ શિક્ષણ કમિશનર અને પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરી દ્વારા વિમોચન કરવામા આવ્યુ હતું.
ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ હાલમાં નીટ-2021ની પરીક્ષઆનું પરીણામ ક્યારે જાહેર થશે તેની રાહ જોઇને બેઠા છે. પરંતુ, કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પરીણામ આવે ત્યાં સુધી રાહ જોયા વગર તેમનો ભાવિ પ્લાન બનાવી દેતા હોય છે. જેમકે અંદાજિત સ્કોરના આધારે કઇ કઇ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળી શકે તેની વિગતો એક પેપર પર તારવી લઇને, તેની ફી, ઘરથી દૂર હોય તો હોસ્ટેલ કે રહેવાની અન્ય વ્યવસ્થા વગેરેથી પોતાની જાતને અપગ્રેડ કરતા હોય છે.
ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરી કરીને હાલમાં નીટના પરીણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે અહીં ભારતની ટોપ-20 મેડીકલ કોલેજોની યાદી રજૂ કરી છે. આ માહિતી એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નિવડશે કે જેમનો સ્કોર 575 પ્લસ આવી શકે તેમ છે અને જે વિદ્યાર્થીઓ ભારતની ટોપ કોલેજમાં અભ્યાસ કરવાનું સપનું ધરાવે છે.
ભારતની ટોપ-20 મેડીકલ કોલેજો
COLLEGES
STATE
RANK
All India Institute of Medical Sciences
Delhi
1
Post Graduate Institute of Medical Education and Research
Chandigarh
2
Christian Medical College
Tamil Nadu
3
National Institute of Mental Health & Neuro Sciences, Bangalore
Karnataka
4
Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences
Uttar Pradesh
5
Amrita Vishwa Vidyapeetham
Tamil Nadu
6
Banaras Hindu University
Uttar Pradesh
7
Jawaharlal Institute of Post Graduate Medical Education & Research
Pondicherry
8
King George`s Medical University
Uttar Pradesh
9
Kasturba Medical College, Manipal
Karnataka
10
Sree Chitra Tirunal Institute for Medical Sciences and Technology
Kerala
11
Institute of Liver and Biliary Sciences
Delhi
12
St. John’s Medical College
Karnataka
13
Sri Ramachandra Institute of Higher Education and Research
Tamil Nadu
14
Aligarh Muslim University
Uttar Pradesh
15
Madras Medical College & Government General Hospital, Chennai
Tamil Nadu
16
Maulana Azad Medical College
Delhi
17
Vardhman Mahavir Medical College & Safdarjung Hospital
આગામી રવિવાર તા.12મી સપ્ટેમ્બર 2021 છેલ્લા અઢી વર્ષથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમના માટે નિર્ણાયક દિવસ, નીટ-2021 પરીક્ષા રવિવારે બપોરે 2થી 5 દરમિયાન ભારતભરમાં તેમજ વિદેશોના પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ગુજરાતમાં અંદાજે 5500 મેડીકલ બેઠકો તેમજ 1200 જેટલી ડેન્ટલ કોલેજોમાં તદુપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે નીટ-2021નો સ્કોર ગણતરીમાં લેવામાં આવશે.
ગુજરાતના અંદાજે 75000 જેટલા વિદ્યાર્થીઓ નીટ-2021 પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ દ્વારા આપને નીટ પરીક્ષાની ઓ.એમ.આર. સીટ કેવી રીતે ભરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રેઝન્ટેશન ખુદ નીટ પરીક્ષાના સંચાલકોએ તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાની ઓ.એમ.આર.શીટ ભરવામાં ગફલત નહીં કરે તે માટે આ ઉપયોગી માહિતી બની રહેશે.
નીટ પરીક્ષાના પ્રશ્નોના ઉત્તરો જેમાં લખવાના હોય છે તેને OMR શીટ કહેવામાં આવે છે, આ શીટમાં વિદ્યાર્થીઓ પોતાની બેઝિક ઇન્ફર્મેશન ભરવામાં ગફલત કરે તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે
બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી શરૂ થતાં હાશકારો ટૂંક સમયમાં જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે
Jayesh Brahmbhatt 98253 44944
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના બે મહિના જેટલો સમય વીતી ગયા પછી બાયોલોજી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત થતા સુરતના 10 હજારથી વધુ અને ગુજરાતના 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતૂરતાનો અંત આવ્યો છે.
મળતી માહિતી મુજબ એડમિશન કમિટી પ્રોફેશનલ મેડીકલ પેરામેડીકલ કોર્સીસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ફર્સ્ટ ઇયર ફિઝિયોથેરાપી, બી.એસસી. નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપથી, ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી જેવા અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે પીન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા કે સાઇબર કાફે થકી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે, રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન પણ ઓનલાઇન ખરીદવાનો રહેશે. નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશનું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.13મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને
27મી સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી કરી શકાશે.
તા.29મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકાશે.
તા.14 સપ્ટેમ્બરથી તા.28મી સપ્ટેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટસ વેરિફિકેશન કરાવી શકાશે.
ગુજરાતમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હસ્તકની એન્જિનયરિંગ કોલેજો તેમજ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા હાથ ધરાયેલી એન્જિનયરિંગની પ્રવેશ પ્રક્રિયાનું સમયપત્રક બદલાયું છે.
નવા સમયપત્રક મુજબ હવે મોક રાઉન્ડમાં ચોઇશ ફિલિંગ તા.1લી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તા.5મી સપ્ટેમ્બર સુધી ચોઇશ ફિલિંગ પ્રક્રિયા કરી શકાશે. મોકરાઉન્ડનું પરીણામ 8મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.
પહેલા એક્ચ્યુઅલ રાઉન્ડ માટેનું ચોઇશ ફિલિંગ તા.9મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. પહેલા વાસ્તવિક રાઉન્ડનું પરીણામ એટલે કે પ્રવેશ યાદી તા.17મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
તા.21મી સપ્ટેમ્બર 2021થી કોલેજોમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે.
2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.
ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.
2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી
1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.
એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.
આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.