CIA ALERT
18. May 2024
September 24, 20211min257

Related Articles



ડિગ્રી એન્જિનિયરિંગમાં 48 કોલેજોની 16 બ્રાન્ચની 5309 સીટોને એકેય વિદ્યાર્થીએ ચોઇશમાં ના લીધી : જાણો રસપ્રદ હકીકતો

Share On :
Print Friendly, PDF & Email

ડિગ્રી ઈજનેરીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં પ્રથમવાર બાયોલોજી વિષય સાથે પાસ થયેલા ૮૭૬ વિદ્યાર્થીઓ સહિત ૨૮,૭૫૦ વિદ્યાર્થીઓને ગુજરાતની જુદી જુદી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ મળ્યો છે. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટને સ્પર્શતી કેટલીક હકીકતો જાણવા જેવી છે.

ACPC : ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં સીટ એલોટમેન્ટ

  • ૪૮ કોલેજોની ૧૬ બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.
  • એસીપીસીના સીટ એલોટમેન્ટને અંતે સ્ટેટ ક્વોટાને મળતી કુલ બેઠકો પૈકી કુલ ૨૧,૫૪૩ બેઠકો ખાલી રહી છે.

ડિગ્રી ઈજનેરીમાં વિવિધ  ૧૯ જેટલી બ્રાંચોમાં ૧૯ સરકારી અને ૧૧૪ ખાનગી સહિતની ૧૩૩ કોલેજોની ૬૭ હજારથી વધુ બેઠકોમાંથી મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતા પ્રવેશ સમિતિએ ભરવાની ૫૦૨૯૩ બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ૨૮૭૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.

આ વર્ષે મેરિટમાં કુલ ૩૪૬૧૬ વિદ્યાર્થીઓ હતા.જેમાંથી ૩૧૭૫૫ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગમાં ભાગ લીધો હતો.

  • તમામ બ્રાંચમાં કુલ મળીને ૯.૮૨ લાખથી  વધુ ચોઈસ ભરાઈ હતી.
  • પ્રવેશ ફાળવણીમાં ૧૯ સરકારી કોલેજોની ૧૦૪૯૨ બેઠકોમાંથી ૯૪૦૮ બેઠકો માં પ્રવેશ થયો છે.
  • ૧૧૪ ખાનગી કોલેજોની ૩૯૮૦૧ બેઠકોમાંથી ૧૯૩૪૨ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

એઆઈસીટીઈના નવી ગાઈડલાઈન મુજબ સરકારે આ વર્ષે લાગુ કરેલા નવા નિયમો મુજબ ઈજનેરીની ૧૫ જેટલી બ્રાંચોમાં ધો.12માં બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશની છુટ અપાઈ છે ત્યારે મેરિટમાં સમાવિષ્ટ બી ગ્રુપના ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓમાંથી ૮૭૬ વિદ્યાર્થીને બાયોમેડિકલ સહિતની બ્રાંચોમાં પ્રવેશ મળ્યો છે.

  • પ્રથમ રાઉન્ડની ફાળવણી બાદ સરકારી કોલેજોની ૧૦૮૪ અને ખાનગી કોલેજોની ૨૦૪૫૯ બેઠકો ખાલી રહી છે.
  • પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ કમ્પ્યુટર બ્રાંચમાં ૧૦૮૧૦ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.
  • કમ્પ્યુટર બ્રાચ માટે ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીએ ચોઈસ ભરી હતી.
  • પ્રથમ રાઉન્ડમાં કુલ ૧૩૩ કોલેજોમાંથી માત્ર ૧૩ જ કોલેજોમાં ૧૦૦ ટકા સીટ એલોટમેન્ટ થયુ છે
  • ૫૭ કોલેજોમાં ૫૦ ટકાથી વધુ સીટ એલોટમેન્ટ થયુ છે અને
  • એક કોલેજમાં એક પણ બેઠક પર પ્રવેશ ફાળવાયો નથી.
  • ૭૬ કોલેજોમાં ૫૦ ટકાથી ઓછી બેઠકોમાં પ્રવેશ થયો છે.
  • ૪૮ કોલેજોની ૧૬  બ્રાંચોની ૫૩૦૯ બેઠકોમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ માટે ચોઈસ જ આપી ન હતી.

ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમવાર વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુલક્ષીને કોલેજો,કોર્સીસ,બેઠકો,ફી સહિતની તમામ ઉપયોગી માહિતી સાથેની  પુસ્તિકા તૈયાર કરાઈ છે.જેનું આજે શિક્ષણમંત્રી,ટેકનિકલ શિક્ષણ કમિશનર અને પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરી દ્વારા વિમોચન કરવામા આવ્યુ હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :