,
ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના
વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની
સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં
આવી છે.
25, 26 અને 27મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના
દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના
બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જ્યારે કચ્છ અને
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે. રાજ્યમાં ઉત્તર
ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ
માંડીને બેઠા છે. 26, 27 તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો
સાથે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર
ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.
27 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની
શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના
કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં આજે તથા 28મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.