કમલ વિદ્યાલયના સંચાલકના જાતિય શોષણના પગલે ગઇકાલે સગીર બાળાના વાલીઓ સહિતના ટોળાંએ ચક્કાજામ કરી ટાયર્સ સળગાવ્યા બાદ ગણતરીની કલાકમાં જ સંચાલક બટુક ભટ્ટીની ધરપકડ કરાઇ છે, આ ધરપકડ સાથે જ ઉશ્કેરાયેલા સમાજનો રોષ પણ શાંત પડયો છે. આરોપી સંચાલકને સ્કૂલના ટ્રસ્ટ સાથે કંઇ જ લેવા દેવા નથી અને તેને આચરેલ કૃત્યને કારણે 700 જેટલા બાળકોનાં ભવિષ્ય ન બગડે તે દિશામાં તંત્ર એ કાર્યવાહી હાથ ધરી છે.
જેના ભાગ રૂપે વાલીઓ સાથે જિલ્લા કલેકટર કે. રાજેશ, એસ પી મહેન્દ્રકુમાર બગડીયા, શિક્ષણ અધિકારી હિતેશ ચૌધરી, પ્રાંત અધિકારી, આર બી અંગારી સહિતનાએ બેઠક યોજી હતી. જેમા શિક્ષણ કે શિક્ષકો’ સામે કોઇ ફરીયાદ ન હોવાનું જણાવી સલામતી સાથે શાળા શરૂ કરાય તો બાળકોને શાળાએ મોકલવા અને વર્ષ ન બગડે તે માટે તૈયારી દાખવી હતી. મુખ્ય ટ્રસ્ટીઓને શાળા સંચાલન સંભાળી શરૂ કરવા માટે તંત્રએ પ્રયાસ હાથ ધર્યો છે. અને ચાર પાંચ દિવસમાં શાળા નવા સંચાલક સાથે પુર્વરત કરી દેવામાં આવશે અને બાળકોનાં ભવિષ્યને અસર નહી પડે તેવી ખાત્રી તંત્રએ આપી છે.
ડિગ્રી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને કોઇપણ ગ્રેજ્યુએટ IAS, IPS પરીક્ષા આપી શકશે
Jayesh Brahmbhatt 98253 44944
એક સમય હતો જ્યારે યુવક યુવતિઓને અમિતાભ બચ્ચાન જેવા ફિલ્મસ્ટાર બનવાનો ભારે ક્રેઝ હતો અને એ માટે તેઓ ઘરબાર છોડીને મુંબઇ ભાગી જતા, એ પછી એવો સમય આવ્યો કે માબાપ અને બાળકો ઇચ્છતા કે તેઓ સચીન તેંડૂલકરની જેમ ક્રિકેટર બની જાય. હવે જમાનો એવો આવ્યો છે કે મોટા ભાગના મહત્વાકાંક્ષી યંગસ્ટર્સ અને તેમના પેરેન્ટસ એવું ઇચ્છતા હોય છે કે તેમના દિકરા દિકરી ઓ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપીને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. જેવા સનદી અધિકારી બને. આજકાલ સૌથી સ્ટેટસવાળી જોબ ગણાય છે સિવિલ સર્વિસીઝ.
જે યુવક યુવતિઓ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ કાયદેસરની ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
કોઇપણ ગ્રેજ્યુએટ (નિર્ધારીત ઉંમર) તેમજ હાલમાં ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓ સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષા (ફર્સ્ટ સ્ટેજ) આપી શકશે. પ્રીલીમનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ યુપીએસસી મેઇન્સ અને એ પછી પર્સનલ ઇન્ટરવ્યુ આપવાના રહે છે. સફળતાપૂર્વક આ ત્રણ સ્ટેજ પાર કરનાર ઉમેદવારોને ટ્રેનિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવે છે.
UPSC Civil Services Notification 2020: Important Dates
Event
Date
UPSC notification released on
12.02.2020
Application process commenced on
12.02.2020
Last date to submit application form
03.03.2020
UPSC Civil Service Preliminary exam
31.05.2020
આટલી પોસ્ટ પર નોકરી મળી શકે
(i) Indian Administrative Service.
(ii) Indian Foreign Service.
(iii) Indian Police Service.
(iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
(v) Indian Audit and Accounts Service, Group ‘A’.
(vi) Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’.
(vii) Indian Defence Accounts Service, Group ‘A’. (viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
(ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
(x) Indian Postal Service, Group ‘A’.
(xi) Indian Civil Accounts Service, Group ‘A’.
(xii) Indian Railway Traffic Service, Group ‘A’.
(xiii) Indian Railway Accounts Service, Group ‘A’.
(xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
(xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
(xvi) Indian Defence Estates Service, Group ‘A’.
(xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
The Union Public Service Commission (UPSC) has released the notification for the Civil Service examination 2020 on its official website today i.e. February 12, 2020.
The interested candidates can apply online for UPSC Civil Service Examination 2020 through the official portal of UPSC — upsc.gov.in. The last date to submit the online application for UPSC Civil Service Exam 2020 is March 3, 2020, till 6.00 pm.
UPSC will conduct the preliminary examination of the Civil Services Examination for recruitment to the various services and posts on May 31, 2020.
Eligibility Conditions
Nationality
Applicants should be a citizen of India to apply for the Indian Administrative Service, the Indian Foreign Service and the Indian Police Service.
For other services, applicants should be citizens of any of the following countries — A citizen of India, a subject of Nepal, a subject of Bhutan, a Tibetan refugee who moved to India before January 1, 1962.
A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam intending to permanently settle in India.
Age Limit
A candidate should have attained the age of 21 years and should not have attained the age of 32 years on August 1, 2020. Candidate should have been born not earlier than August 2, 1988, and not later than August 1, 1999.
Minimum Educational Qualifications
The candidate should possess a degree of any of Universities incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University Under Section-3 of the University Grants Commission Act, 1956, or possess an equivalent qualification.
Application Fee
Applicants need to pay an application fee of Rs 100. Female/SC/ST/Persons with Benchmark Disability Candidates are exempted from payment of the fee.
Candidates should note the following things while submitting UPSC Civil Services application form 2020:
One photo ID card (Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving Licence/Any other Photo ID Card issued by the State/Central Government)
Candidates need to provide the details of the photo ID card while filling up the application form.
The candidates need to upload a scanned copy of the photo ID whose details have been given in the online application by him/her.
The same photo ID Card will be used for all future references
Candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.
GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.
GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.
તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.
ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. રાજસ્થાનના ભાટીપ ગામના વરધારામ બીસનોઇ દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી ૧૫ લાખનો દારૂ છૂપાવી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી વિદેશી દારૂની ૫૮૩૨ બોટલ, જેની કિંમત ૧૫ લાખ, એક મોબાઇલ સહિત કુલ ૩૦,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.
બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.
બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.
બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.
મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.
જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના પ્રાગટ્ય દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, દિવ્ય ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખોડિયાર જયંતીના દિવસે યોજાયેલા અન્નકૂટ દર્શનનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મીઠાઈ અને ફરસાણ સહિત કુલ ૫૬ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.
પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.
ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.
સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.
ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.
દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.
હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.