CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 45 of 59 - CIA Live

March 24, 2020
mask.jpg
2min6540

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને

હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.

વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ

ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.

માસ્ક કોના માટે જરૂરી

  • જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
  • શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
  • કોરોનાના કન્ફર્મ દર્દી હોય
  • દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
  • જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
  • ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
  • સફાઇ કામદારો
  • મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો

સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું

વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ

આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે

હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.

વપરાયેલા માસ્કનો નિકાલ આ રીતે કરવો

March 20, 2020
CIA_Live_Logo_New2.jpg
12min41600

કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય લોકો ઘરમાં બંધ રહે તો પ્રયાસો સફળ નિવડે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

  • કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
  • અમદાવાદ 13
  • વડોદરા 6
  • ગાંધીનગર 4
  • સૂરત 4
  • રાજકોટ 1
  • કચ્છ 2

ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

Reported on 22 March 2020

ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 5 કેસો : કુલ 18 થયા

ગુજરાતમાં કોરોનાના આજે વધુ 5 કેસ પોઝીટીવ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 5 થવા પામી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નવા પાંચ કેસો પૈકી ત્રણ કેસ ગાંધીનગરના છે.

  • કયા શહેરોમાં કેટલા કેસ?
  • અમદાવાદ 07
  • સૂરત 03
  • વડોદરા 03
  • ગાંધીનગર 03
  • રાજકોટ 01
  • કચ્છ 01

કોરોના સૂરત ન્યુઝ :

તા.22મી માર્ચ 2020ને રવિવારે બપોરે 12 કલાકે સૂરતમાં કોરોનાનાના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાંથી કોરોના ટેસ્ટ માટે મોકલાયેલા વધુ 5 રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો વર્તાયો છે. સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 03 છે. 4 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાય રહી છે. જ્યારે 16 રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. સૂરતથી કુલ 23 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ અંગેની કાર્યવાહી અત્યાર હાથ ધરવામાં આવી છે.

22મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 341 થઇ

ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.

કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.

  • કોરોનાના કેસો છેલ્લા ત્રણ દિવસમાં
  • તા.18 માર્ચ 206 પોઝીટીવ કેસ, 13,486 સેમ્પલ ટેસ્ટ
  • તા.19 માર્ચ 271 પોઝીટીવ કેસ, 14,811 સેમ્પલ ટેસ્ટ
  • તા.20 માર્ચ 341 પોઝીટીવ કેસ, 16,109 સેમ્પલ ટેસ્ટ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલું સૂત્ર Do the Five જોવા જાણવા નીચેની લિંક ક્લીક કરો

https://twitter.com/i/status/1239612650239254528

કોરોના સામેની લડાઇ ‘જનતા કર્ફયુ’ ને સૂરતીઓનો સજ્જડ રિસ્પોન્સ, દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 327 થઇ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વ માટે વસતિથી ભરપૂર ભારત સમસ્યાઓથી ભરેલો દેશ મનાય છે, પણ આજે ભારતના નાગરીકોએ દર્શાવી દીધું કે આ દેશના નાગરીકો જ તેની મોટી તાકાત છે. વિશ્વમાં સૌથી વિકસિત, અમીર, ભણેલા-ગણેલા, અદ્યતન દેશો ગણાતા હતા ત્યાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં કોરોનાનું સ્ટેટસ સ્વયં એ વાતની અનૂભુતિ કરાવે છે કે ભારતના નાગરીકો જ ભારતની સૌથી મોટી તાકાત છે. આજે તા.22મી માર્ચ 2020ને રવિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જનતા કર્ફયુની હાકલ હતી અને લોકોએ આ હાકલને જે સજ્જડ રિસ્પોન્સ આપ્યો છે એ જોતા અનુભવ્યું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એક પરિવાર છે.

જનતા કર્ફયુના પ્રારંભિક 2 કલાકમાં સૂરત અભૂતપૂર્વ સ્વયંભુ બંધ

વરાછા મેઇન રોડ સવારે 9 કલાકે

સૂરતમાં સૌથી ભરચક વિસ્તાર ગણાતા વરાછા રોડ પર તા.22મી માર્ચ 2020ને રવિવારે સવારે 9 કલાકે સૂરતના પત્રકાર ગૌતમ ધાંધલિયાએ લીધેલી તસ્વીર એ વાતની પ્રતીતિ કરાવે છે કે સૂરત કેટલું સજ્જડ જનતા કર્ફયુનું પાલન કરી રહ્યું છે

We the People of India : વિકસિત દેશોના નાગરીકો ન કરી શક્યા એ સ્વયં શિસ્ત આપણે સૌ એ અનુસરી

સૂરતની વાત કરીએ તો સૂરતના લોકોએ જનતા કર્ફયુને જે રિસપોન્સ આપ્યો છે કાબિલે તારીફ છે. કોરોનાના અટકાવી દેવા માટે આપણે સૌ સ્લો ડાઉન થયા, સોશ્યલ ડિસ્ટન્સીંગ કરી રહ્યા છે. ભલભલા વિકસિત દેશો આ કરી શક્યા ન હતા. ઇટલી, સ્પેન, ઇરાન જેવા દેશોમાં કોરોના મહામારીએ જે કેર વર્તાવ્યો એના પરથી ભારતે બોધપાઠ લીધો છે અને જે કેન્દ્ર અને રાજ્યની સરકારો જે પગલાં ભરી રહી છે એને સિટીઝન્સ ઓફ ઇન્ડિયાનો રિસપોન્સ મળી રહ્યો છે એ દાદ આપવાને લાયક છે.

ભારત વિશ્વ માટે પ્રેરણાદાયી

જનતા કર્ફયુને જે રિસ્પોન્સ આપણે સૌ આપી રહ્યા છે એ જોતા કોરોનાને ભારત પછડાટ આપશે જ એ નક્કી છે, કોરોનાથી કદાચ આટલા મોટા દેશને બહુ ઓછું નુકસાન થશે જો આ જ પ્રકારે સરકારના નિર્ણયોને આપણે રિસ્પોન્સ આપતા રહીશું. આજે ભારતીય નાગરીકોએ દેખાડી દીધું કે વિશ્વ માટે ભલે સમસ્યાઓનો દેશ ગણાતો હોય ભારત, ઓછા ભણેલા, બિનઅદ્યતન, નોનહાઇજેનિક જેવા વિશેષણો જેને અપાઇ રહ્યા હતા એ ભારતના નાગરીકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા કોરોના જેવી મહામારી માટે જે લડત ચલાવી રહ્યું છે એ સાચે જ વિશ્વભર માટે પ્રેરણાદાયી નિવડશે.

કોરોના સામેની પ્રારંભિક લડાઇ ભારત જીતી ચૂક્યું છે

આજે સ્પેન, ઇટલી, યુરોપ, અમેરીકા, કોરીયા વગેરે જેવા વિકસિત દેશો કે જ્યાં હાઇજેનિક સ્ટાન્ડર્ડ ભારતના પેરામિટર્સની સરખામણીમાં ઉંચો આંક ધરાવે છે ત્યાં કોરોનાએ જે ખુંવારી કરી છે તેની સરખામણીમાં ભારતમાં કોરોનાને માઇલેજ મળ્યું નથી. વિશ્વભરમાં એ વાતની નોંધ લેવાય રહી છે જે રીતે ભારતની છાપ છે, જેટલી ભારતની વસતિ ગીચતા છે એ જોતા કોરોના વાઇરસ ભારતમાં પગપેસારો કરીને મોટી મહામારી બની ચૂક્યો હશે. પરંતુ, પ્રાથમિક લડાઇ એટલે કે સ્ટેજ એક અને સ્ટેજ બેમાં કોરોના ભારતમાં કશું ઝાઝું નુકસાન કરી શક્યો નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે જે પગલાંઓ ભર્યા એ સમયસરના હોવા કરતા પાણી પહેલા પાળ સમાન બની રહ્યા છે. કોરોના સામેની પહેલા બે સ્ટેજની લડાઇ ભારત જીતી ચૂક્યું છે.

PM Modi એ જનતા કર્ફયુ પહેલા કરેલી ટ્વીટ

તા.22મી માર્ચે સવારે 8 કલાકે ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ

 રાજ્યપોઝિટિવ કેસડિસ્ચાર્જમૃત્યુ
1દિલ્હી2621
2હરિયાણા18
3કેરળ523
4રાજસ્થાન233
5તેલંગણા211
6ઉત્તર પ્રદેશ269
7લદ્દાખ13
8જમ્મુ-કાશ્મીર4
9પંજાબ131
10કર્ણાટક1911
11મહારાષ્ટ્ર641
12આંધ્રપ્રદેશ5
13ઉત્તરાખંડ3
14ઓડિશા2
15પ.બાંગાળ4
16છત્તિસગઢ1
17ગુજરાત14
18પુડ્ડુચેરી1
19ચંડીગઢ5
20મધ્યપ્રદેશ4
21હિમાચલ પ્રદેશ2
22તામિલનાડુ61
23આસામ1  
  327234

સૂરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ 25 માર્ચ સુધી લોકડાઉન

ગુજરાતમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતિનો સામનો કરવા અને તેની સમીક્ષા માટે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં એક બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિશ્વમાં જોવા મળેલા ટ્રેન્ડ પ્રમાણે કોરોના વાયરસનો વ્યાપ બીજા અને ત્રીજા સ્ટેજમાં વધારે હોય છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે 25 માર્ચ બુધવાર સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં ફક્ત જીવન જરૂરિયાતની એટલે કે ખાદ્ય સામગ્રી, મેડિકલ તથા આરોગ્યલક્ષી દુકાનો જ ખુલ્લી રહેશે.

ચાર મહાનગરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિણાયુ, પ્રોવિઝનલ સ્ટોર્સ તથા મેડિકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્ય લક્ષી સેવાઓ જ ચાલું રહેશે. આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ પણ ચાલું રહેશે.

શનિવારે રાત્રે 8 કલાકે : સુરતમાં 3 કેસ : 09 નો રિપોર્ટ પેન્ડીંગ

શનિવારે રાત્રે 8 વાગ્યે સૂરત શહેરમાં કોરોના અંગેના સ્ટેટસ રિપોર્ટ પર નજર કરીએ તો સૂરતમાં કુલ 03 કેસ પોઝીટીવ થવા સાથે 09 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 11 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ આવ્યા છે. સૂરતમાં મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર અંદાજે 55000 મુસાફરો હોમ કોરન્ટાઇનનું પાલન કરી રહ્યા છે.

72 કલાકમાં સૂરતમાં 120 બેડની કોરોના હોસ્પિટલ કાર્યાન્વિત થશે

સૂરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૂરત તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોના અંગેની પરિસ્થિતિ જો વકરે તો તેના માટે તૈયારીના ભાગરૂપે સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સંકુલમાં હાલમાં કાર્યાન્વિત થઇ રહેલા સ્ટેમસેલ સંકુલમાં કુલ 120 બેડની હોસ્પિટલ આગામી 72 કલાકમાં કાર્યરત કરી દેવા અંગેની તૈયારી આદરી દેવામાં આવી છે. આ કામનો શુભારંભ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ શ્રીફળ વધેરીને કરાવ્યો હતો.

જનતા કર્ફયુ માટે સૂરતના ધંધા-ઉદ્યોગ, સંસ્થા-સંગઠનો બધા જ તૈયાર

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મહાનગરપાલિકામાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગના આગેવાનો સાથે મહત્વની મિટીંગ મળી સુરત મહાનગરપાલિકા ખાતે આજે સવારે સાડા દસ કલાકે રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, મેયરશ્રી ડો. જગદીશ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નિરવ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, સુરતના કલેકટર રહી ચૂકેલા તેમજ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા ખાસ ડેપ્યુટ કરાયેલા શ્રી મહેન્દ્ર પટેલની આગેવાનીમાં ચેમ્બર તથા વિવિધ ઉદ્યોગ જગતના આગેવાનો સાથે મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કોરોના વાયરસની આપત્તી સામે વેપાર – ઉદ્યોગ માટે શુ કરી શકાય તે માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટીંગમાં

  • ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇ અને
  • ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયા તથા
  • એપીએમસી,
  • ક્રેડાઇ,
  • સુરત ડાયમંડ એસોસિએશન,
  • ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન,
  • ફોસ્ટા,
  • ફોગવા,
  • સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ એસોસિએશન,
  • કેમિકલ સેકટર,
  • વેડરોડ વિવર્સ એસોસિએશન,
  • પાંડેસરા વિવર્સ એસોસિએશન,
  • જવેલરી મેન્યુફેકચરીંગ એસોસિએશન અને
  • સચિન જીઆઇડીસીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

મંત્રીશ્રી, મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને શ્રી મહેન્દ્ર પટેલ દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી તેની ગંભીરતા વિશે સર્વેને વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ આગામી રર, ર૩ અને ર૪મી માર્ચ ર૦ર૦ સુધી ધંધો–રોજગારને બંધ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. સાથે જ કારીગરોના પગાર ન કાપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

તદુપરાંત રવિવાર, રર માર્ચ ર૦ર૦ના રોજ સર્વેને જનતા કફર્યુનુ પાલન કરવાનું જણાવવામાં આવ્યુ હતુ. મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ માર્ચ એન્ડીંગ હોવાથી ઉદ્યોગકારો અને વેપારીઓના જીએસટી, ઇન્કમટેક્ષ, વિવિધ પ્રકારના ટેક્ષો ઉપરાંત બેંકોના હપ્તા અને વ્યાજ વિગેરે બાબતમાં રાહત માટે જરૂરી રજૂઆત રાજય સરકાર અને કેન્દ્ર સરકારને કરવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. વિવિધ ક્ષેત્રના સર્વે ઉદ્યોગકારોએ તેમના એકમો તા. રર, ર૩ અને ર૪મી માર્ચ સુધી બંધ રાખવામાં આવશે તેમજ કારીગરોને કોઇ તકલીફ નહીં પડે તેની કાળજી રાખી તેઓને રૂપિયાની સવલત પણ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

એપીએમસીના પ્રમુખ શ્રી રમણ જાનીએ વર્તમાન પરિસ્થિતિમાં સરદાર માર્કેટમાં શાકભાજી અને ફળફળાદી માટેની તકલીફ નહીં પડે તેવી ખાતરી આપી હતી. સહરા દરવાજા ખાતે આવેલા કૃષી બજાર દ્વારા લોકોને ઘરબેઠા શાકભાજી અને કરીયાણું મળી રહે તે માટેની ફ્રી હોમ ડિલીવરીની સુવિધા કરવામાં આવી છે. એના માટે લેન્ડલાઇન નંબર (૦ર૬૧ – ર૪૯૦૧૭૦/૭૧) ઉપર ફોન કરી શકાશે. મિટીંગના અંતે સર્વે એસોસિએશનોના પ્રતિનિધીઓએ પોતપોતાના સભ્યોને ધંધો–રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

બપોરે દોઢ વાગ્યા સુધીના સમાચાર

તા.21મી માર્ચ 2020ના રોજ બપોરે દોઢ વાગ્યે મળેલી માહિત મુજબ સૂરત શહેરમાં કોરોના પોઝીટીવનો બીજા બે દર્દી મળી આવ્યા હોવાના બિનસત્તાવાર રિપોર્ટ મળ્યા છે.

કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત બાબુ નિવાસની શેરી નજીક રહેતા એક 67 વર્ષિય પ્રૌઢ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીની કોઇ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે.

આ વ્યક્તિ જયપુર અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને છેલ્લા ત્રણેક દિવસથી મહાવીર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, બાદમાં તેમને મેડીકલ રિપોર્ટ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

સૂરત મહાનગરપાલિકાએ સમગ્ર વિસ્તારને હોમ કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ એ વ્યક્તિ જયપુર-દિલ્હીથી આવ્યા હતા. સૂરત મહાનગરપાલિકાએ એ રહેવાસી જ્યાં રહેતા હતા એને સંપૂર્ણપણે લોકડાઉન કરીને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે.

અઠવાઝોન વિસ્તારના એક યુવકને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો

અઠવાઝોન વિસ્તારમાંથી 23 વર્ષિય એક યુવક કે જે તાજેતરમાં શ્રીલંકા અને દુબઇની ફોરેન ટ્રીપ હિસ્ટ્રી ધરાવે છે તેને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. એનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા છે

સૂરતમાં એક તરફ પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ આખા ગામને સલાહ આપતા સૂરતીઓ બેફિકરાઇથી ફરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. સૂરતમાં પાનના ગલ્લાઓ અને ગલીના નાકાઓ પર અડીંગો જમાવીને લોકો બેસી રહ્યા છે.

સૂરતમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : સી.આર. પાટીલ

નવસારીના સાંસદ અને સૂરતના નેતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સૂરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે સૂરતના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ્સને અમદાવાદ મોકલવા નહીં પડે. સૂરતમાં 24 કલાકમાં જ રિપોર્ટ આવતા થઇ જશે. સૂરત શહેર માટે આ સુવિધા ઉપયોગી થઇ પડશે.

ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 13 થયાના અહેવાલો

સત્તાવાર રીતે મળેલા સમાચારો મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 13 થઇ ગઇ છે. સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 08 હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે બપોરે સવા વાગ્યાના અરસામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 13 થઇ છે. રાજ્ય સરકાર તેમજ રાજ્યની તમામ હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે સજ્જ છે.

સૂરતમાં બિનઆવશ્યક સેવાના ધંધાકીય એકમો ટૂંક સમયમાં બંધ થશે, કરીયાણુ, શાકભાજી, ફ્રુટ અને દવાઓની દુકાનો ચાલુ રહેશે : Surat મ્યુનિસિપલ કમિશનર

ગુજરાતમાં 08 કેસ : અમદાવાદ-વડોદરામાં 3-3 : સૂરત રાજકોટમાં 1-1

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3, રાજકોટ અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા Vodadora તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

નિઝામપુરામાં રહેતા 52 વર્ષીય વ્યક્તિ 14 માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. ત્યારબાદ 19 માર્ચે તેઓ તપાસ માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા. કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માટે સેમ્પલ લેબમાં મોકલાયો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Surat : 50 હજારથી વધુ પેસેન્જરો સેલ્ફ કોરન્ટાઇન રહ્યાની SMC કમિશનરની ટ્વીટ

મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીએ આજે તા.21મી માર્ચે બપોરે બાર વાગ્યાના અરસામાં એક ટ્વટી કરીને જાણકારી આપી હતી કે તા.20મી માર્ચ 2020ના રોજ સૂરતમાં અંદાજે 50000થી વધુ વિદેશથી આવેલા પેસેન્જરો ઇન્ડોર એટલે કે પોતાના ઘરોમાં રહ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સીંગ કરવા બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.

ગુજરાત : ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી

ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ આવ્યાના પગલે સરકાર અને મનપા તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદની કંપનીને કોવિદ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.

રાજકોટમાં કોરોનાના એક દર્દીને પગલે ૨૫ હજાર લોકોનો સર્વે

જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળતાં આ વિસ્તારમાં ગુરુવારથી જ આરોગ્યની ટુકડીઓ ઉતારી દેવાઈ હતી. અહીં અંદાજે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ કામે લગાડાઈ છે અને ૨૫૦૦૦ જેટલા લોકો અહીં વસે છે, તેઓનો ઘરેઘરે જઈને આરોગ્ય સંબંધી સર્વે શરૂ કરાયો હતો. જે રહેવાસીઓને શંકાસ્પદ દર્દી તરીકે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, તેઓ માટે મ્યુનિ. કોર્પોરેશનના નવા રેઇન બસેરામાં તથા પથિકાશ્રમમાં ખાસ ક્વોરન્ટાઇન સેન્ટરો બનાવાયા છે. 

ક્વૉરન્ટાઈનમાં રહેનારાને મફત દૂધ અને દવા

ગુજરાતમાં કોરોનાના સાત પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરતા જણાવ્યું હતું કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે ૧૪ દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મનપા દ્વારા મફતમાં ઘરે પહોંચાડશે. મનપા કમિશનરે અપીલ કરી છે કે વિદેશથી આવેલા તમામ લોકોના પરિવારજનોએ આ સુવિધાનો લાભ લેવો.

અમદાવાદમાં પાનના ગલ્લા પર પ્રતિબંધ

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિસિપાલિટી સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે. મનપા સિવિક સેન્ટર્સે ૩૧ માર્ચ સુધી આ બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આજથી અમદાવાદના પાનના તમામ ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે.

૩૧ માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. ૫૦૦થી વધારીને રૂ. ૧૦૦૦ કરાશે અને દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી તેની અટક કરાશે. મનપાનો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે.

માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા

કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રની ૨૫ ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની ૩૫૫ જેટલી દવાઓની દુકાનોમાં તપાસ કરાઇ હતી, જે પૈકી અમદાવાદમાં ૩૦, સુરતમાં ૧૮, રાજકોટમાં ૧૫ અને વડોદરામાં ૧૦ દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનિટાઇઝર્સના કાળાબજાર થતા ધ્યાનમાં આવ્યા હતા. આ દુકાનોને તાત્કાલિક બંધ કરાવી શો કોઝ નોટિસ આપવામાં આવી હતી.

વરિષ્ઠ નાગરિકો, બાળકોએ ઘરમાં રહેવું: આરોગ્ય મંત્રાલય

કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા વરિષ્ઠ નાગરિકો અને દશ વર્ષથી ઓછી વયના બાળકોને ઘરની અંદર રહેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચન કર્યું હતું. માસ્ક, સેનિરાઈઝર્સ અને આરોગ્ય સંબંધીત સામગ્રી માટે વધુ પડતી કિંમત લેનાાઓ સામે પગલાં ભરવા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસિટીકલ્સ અને ક્ધઝયુમર અર્ફેસ મંત્રલાયને જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જાહેર સેવક/ સરકારી કર્મચારી/ તબીબી ક્ષેત્રના પ્રોફેસનલ્સ સિવાયના ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝન્સને ઘરમાં રહેવાનુંં સૂચવ કરવામાં આવ્યું છે.

દરમ્યાન વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ડી. રવિએ કહ્યું કે બુધવારે ઈરાનથી ૨૦૧ ભારતીઓને પાછા લાવવામાં આવ્યા હતા. એવિયેશન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુબિના અલીએ કહ્યું કે “૨૧મી માર્ચે એર ઈન્ડિયા રોમમાં જશે અને ત્યાં ફસાયેલા ભારતીયોને લઈને ૨૨મી માર્ચે પાછું ફરશે.’

દર્દીઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગજન શ્રેણી સિવાય અન્ય રેલટિકિટો પર ૨૦ માર્ચ મધ્યરાત્રિથી ક્ધસેશન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

March 12, 2020
gujrat-012.jpg
1min7540

સૌરાષ્ટ્રમાં ગુજકોટ હેઠળની પ્રથમ ફરિયાદ અમરેલીમાં થઇ છે. લેડી ડોનની છાપ ધરાવતી રાજકોટની સોનું ડાંગર સહિત નવ સામે ગુજટોક હેઠળ અમરેલીમાં ગુનો નોંધાયો છે.

અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં હત્યા, ખૂનનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મિલકતો પચાવી પાડવી, ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરી દહેશત ફેલાવવા સહિતના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ લેડી ડોન સોનું ડાંગર અને તેની ટોળકીના નવ શખસ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ હેઠળ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અમરેલી પોલીસવડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એલસીબીના અધિકારી દ્વારા સોનું ઉર્ફે સોનલ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર, રબારીકાના શિવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઇ વીછિંયા, દોલતીના શૈલેષ નાથાભાઇ  ચાંદુ, દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ, લુવારાના અશોક જૈતાભાઇ બોરીચા, બાલસીંગ જૈતાભાઇ બોરીચા, નાનીધારીના વનરાજ મંગળુભાઇ વાળા, સેંજળના નરેન્દ્ર ઉર્ફે નટુ સુરંગભાઇ ખુમાણ, ગૌત્તમ નાજકુભાઇ ખુમાણ સામે જીસીટીઓની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવવામાં આવ્યો હતો.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગુજકોટનો આ પ્રથમ ગુનો હોવાનું જણાવાઈ છે. અમદાવાદની હોટલમાંથી મહેફીલ માણતા પકડાયેલ સોનું ડાંગરનો મિત્ર શિવરાજ ઉર્ફે મુન્ના વીછિંયા સામે સાવરકુંડલા પોલીસમાં ગુના નોંધાયા હોવાથી ટ્રાન્સફર વોરન્ટના આધારે તેનો કબજો લેવાયો હતો. બાદમાં સોનું ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરીને પડકાર ફેંકયો હતો. પોલીસે સોનું ડાંગરને ઉદયપુરમાંથી ઝડપી લીધી હતી. તેની બાદમાં શિવરાજની પાસામાં અટકાયત કરવામાં આવી હતી. હવે તે બન્ને અને તેની ટોળકી સામે ગુજકોટ હેઠળ ગુનો નોંધાયો છે.

March 9, 2020
108.jpg
1min5330

૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે.

૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.

March 6, 2020
scam.png
1min6620

જૂનાગઢ પોલીસે ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે ડુપ્લીકેટ હોલ ટિકીટ (ફી રશીદ) છાપીને ડમી વિદ્યાર્થીઓને બેસાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

જૂનાગઢમાં ચાલતી ધો. ૧૨ની પરીક્ષાની ડુપ્લિકેટ રિસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી રિસીપ્ટ બનાવવાના સાધનો સાથે અન્ય 3ની ધરપકડ કરી હતી તેમ જ કુલ ૪૭ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસને માહિતી મળી હતી કે જૂનાગઢના ભવાનીનગર ખાતે રહેતો રાજેશ ડાયા ખાંટ નામનો વ્યક્તિ પોતાના ઘરે કેશોદના રણજિત ગઢવી તેમ જ પ્રવીણ સોલંકીએ સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ (ધો.૧૨)ના બનાવટી પ્રવેશપત્રો (હોલટિકીટ) છાપવાનું ગેરકાનૂની કામ કરી રહ્યો છે.

આ માહિતી મળતા એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ. તેમ જ હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે દરોડો પાડી પોલીસે સ્થળ પરથી ધો. ૧૨ની પરીક્ષાના વિદ્યાર્થીઓની અસલ રિસીપ્ટ તેમજ ઝેરોક્ષ વગેરે મળી આવી હતી. એસઓજીએ ડુપ્લિકેટ રિસીપ્ટ બનાવવા સાધનો વગેરે મળી કુલ રૂ. ૪૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૪૭ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે જૂનાગઢમાં ધોરણ ૧૨ની પરીક્ષાની બનાવટી રિસીપ્ટ બનાવવાનું કારસ્તાન ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.

આ કૌભાંડમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ડુપ્લિકેટ રિસીપ્ટના આધારે પાસ કરાવી દેવાના કૌભાંડની પણ આશંકા દર્શાવવામાં આવી હતી. શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવટી રિસીપ્ટના આધારે ડમી વિદ્યાર્થીને પરીક્ષામાં બેસાડવાનું કૌભાંડ પણ હોય શકે છે.

March 4, 2020
gseb-1280x720.jpg
1min4950

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ આજે ગુરુવાર તા.5મી માર્ચ 2020 થી શાંતિપૂર્ણ રીતે આરંભ થયો છે.

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૭.૫૩ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે પસંદ કરાયેલા મોટાભાગના સેન્ટર પૈકી ૫૯૭૩૩ પરીક્ષા ખંડ CCTVથી સજ્જ છે, જ્યારે જે સેન્ટર પર CCTVની સુવિધા નહીં હોય તેવા ૨૯૪ કેન્દ્ર પર ટેબલેટ દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવામાં આવી રહી છે.

આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં પ્રથમ ભાષા (મોટા ભાગે ગુજરાતી) અન્ય માધ્યમોને અનુરૂપ પરીક્ષા લેવામાં આવી હતી..

બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષા લેવામાં આવી રહી છે.

આમ, પ્રથમ દિવસે જ મહત્ત્વના પેપરો હોઈ વિદ્યાર્થી પૂરતી તૈયારી સાથે પરીક્ષા બેઠા હતા. પ્રથમ દિવસે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓનું ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યાના અહેવાલો રાજ્યભરમાંથી મળ્યા હતા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ ૧૭.૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ ૧૨ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અતિસંવેદનવાળી શાળાઓમાં સીસીટીવી કૅમેરા લગાડી ચોરી કરતા વિદ્યાર્થીઓ અને ચોરી કરાવતા શિક્ષકો ઉપર બાજનજર રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાંથી ૧૭૫ જેટલા કેદીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા આપવાના હોઈ રાજ્યની જેલો દ્વારા આ કેદીઓને પૂરતો બંદોબસ્ત ફાળવી પરીક્ષાઓ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.

દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમ જ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમ જ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મૂકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પણ મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

February 28, 2020
trains.jpg
1min5680

કચ્છના મુંબઇ તેમજ અન્ય રાજયોમાં સ્થાઇ થયેલા લોકો પણ ભુજ અવારનવાર આવતા હોય છે અને કચ્છમાં પણ પરપ્રાંતિય નોકરીયાત વર્ગ વધારે છે જે પોતાના વતન જવા માટે મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે.

કચ્છથી દોડતી તમામ ટ્રેન મોટાભાગે હાઉસફુલ રહે છે ત્યારે ભુજથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જતી ત્રણ દિવસ માટે આઠ ટ્રેનના રૂટ રદ્દ કરાયા છે. છતાંય સામખિયાળીથી લાકડિયા સુધીના ૧૫ કિ.મી.ના ડબલ ટ્રેક કરવાની કામગીરી માટે ત્રણ દિવસ સુધી આઠ ટ્રેન પ્રભાવિત કરાઇ છે.

અમુક ટ્રેન તો રદ્દ જ કરી દેવાઇ છે. તો સાતેક ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ દોડશે, તેવું રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

કચ્છના સામખિયાળીથી લાકડિયા સુધીના ડબલ ટ્રેકની કામગીરી કરવા માટે ત્રણ દિવસ સુધી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુકના રૂટ ટુંકાવાયા છે.

  • ૨૯ ફેબ્રુઆરીની દાદર-ભુજ, પાલનપુર-ભુજ અને ગાંધીધામ-પાલનપુર રદ્દ કરાઇ છે.
  • તા. ૨૯મીએ ગાંધીધામ-અમદાવાદ વચ્ચે પણ રદ્દ રહેશે.
  • તા. ૨૮ ફેબ્રુઆરી અને તા. ૨૯ ફેબ્રુઆરીના બાન્દ્રા ટર્મિનસ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે.
  • તા. ૨૮મી ફેબ્રુઆરીની બરેલી-ભુજ બરેલી દોડાવાશે જ નહીં.
  • ૨૯મીએ બરેલી એક્સપ્રેસ અમદાવાદ-ભુજ વચ્ચે રદ્દ રહેશે.
  • ૧ માર્ચના ભુજ બરેલી એકસપ્રેસ ભુજ-પાલનપુર વચ્ચે રદ્દ રહેશે.
  • ૨૮ અને ૨૯મીએ જોધપુર-ગાંધીધામ ટ્રેન રદ્દ કરાવાઇ હોવાની રેલવેની સત્તાવાર યાદી જણાવે છે.
February 28, 2020
bhavnagar.png
1min5140

ભાવનગર શહેરમાં ચકચાર મચાવનાર જ્વેલરી શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું અપહરણ કરી રૂપિયા એક કરોડની ખંડણી વસૂલવાના બનાવ અંગે આખરે ૨૫ દિવસ બાદ ફરિયાદ નોંધાવાતા પોલીસે આ બનાવની ગંભીરતા સમજી અપહરણ કરી ખંડણી ઉઘરાવનારા ચાર શખ્ાસો પૈકી ત્રણને ઝડપી લીધા હતા.

શહેરના વઘાવાડી રોડ પર આવેલા જ્વેલરી શોરૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશ ચણુંલાલ જોધવાણીનું ગત મહિને ચાર શખ્ાસોએ અપહરણ કરી રૂ.૫૦ લાખ રોકડા તથા રૂ.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં મળી કુલ એક કરોડની ખંડણી વસૂલ કરી હતી. અપહરણ બાદ ગભરાઈ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દરમ્યાન સોની વેપારી ઉપર હુમલાની ઘટના બાદ આ કિસ્સો બહાર આવતા ભાવનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આ ગુનામાં રોહિત કોતર, યશપાલસિંહ ચુડાસમા, શક્તિસિંહ ચુડાસમા, તથા કલ્પેશ કોતર તેમજ એક અજાણ્યા શખ્ાસની સંડોવણી ખુલતા પોલીસે રોહિત કોતર, યશપાલસિંહ ચુડાસમા તથા શક્તિસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી.

February 28, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min9110

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પ્રશ્ર્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે. આ અંગે કૉંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું કે, ૯ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યમાં ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ કુપોષિત બાળકો હતા. જે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૩ લાખ ૮૩ હજાર થયા છે.

છેલ્લા ૬ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨ લાખ ૪૧ હજાર ૬૯૮નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૨૬૫ છે. ત્યાર બાદ ૨૬,૦૨૧ બાળકો સાથે આણંદ બીજા ક્રમે, ૨૨,૬૧૩ બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા ૨૦,૮૦૬ બાળકો સાથે ચોથા ક્રમે અને ૨૦૦૩૬ બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે.

February 21, 2020
bankloot.jpg
1min5420

મોરબી શહેરની મહેન્દ્રનગર વિસ્તારની બે સરકારી બૅંકોમાં બૅંક ઓફ બરોડા પાંચ શખસો હથિયાર સાથે ઘૂસી કર્મચારીઓને ડરાવી રૂપિયા છ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલોઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોરબીના મહેન્દ્રનગરની બૅંક ઑફ બરોડા શાખા અને દેના બૅંકમાં પાંચ શખસો હથિયાર સાથે ઘૂસ્યા હતા. પાંચેય શખસોએ હથિયાર દેખાડી કર્મચારીઓને ડરાવ્યા હતા અને લૂંટ કરી હતી.

જેમાં બૅંક ઓફ બરોડા બૅંકમાંથી ૪,૫૦,૦૦૦ અને દેના બૅંકમાંથી ૧,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારા હિન્દીભાષી હોવાનું જાણવા મળ્યું હતું.