CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 29 of 59 - CIA Live

September 25, 2020
corona-gujarat.jpg
1min3990

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલાં દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં કરાતા ટેસ્ટનો આંક તા.25મીએ સવારે આઠ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકના ૬૧,૯૦૪ ટેસ્ટને ઉમેરતાં ૪૦.૪૮ લાખ સુધી પહોંચ્યો છે. આ ટેસ્ટથી નવા ૧૪૦૮ સાથે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક વધીને ૧,૨૮,૯૪૯ સુધી પહોંચ્યો છે. એમાંથી ચોવીસ કલાકમાં વધુ ૧૫૧૦ ડિસ્ચાર્જ થતાં સાજા થનારનો આંક પણ વધીને ૧,૦૯,૨૧૧ થયો છે. જોકે, વધુ ૧૪ મળી કુલ ૩૩૮૪ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાંથી ૨૭૮ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૭૬ અને ગ્રામ્યના ૧૦૨ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારના વધુ ૩ દર્દી અને શહેરના બે મળી કુલ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાંથી નવા ૧૫૬ કેસ અને ગ્રામ્યમાંથી ૨૭ કેસ ઉમેરાયા છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાંથી નવા ૧૦૨ કેસ મળ્યા છે એની સાથે બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે રાજકોટ આસપાસના તાલુકાઓમાંથી વધુ ૪૫ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગંભીર સ્થિતિનો સામનો કરતાં જામનગરમાંથી નવા ૯૧ કેસ મળ્યા છે અને ગ્રામ્યમાંથી ૭ કેસ આવ્યા છે.

વડોદરા જિલ્લામાં કુલ ૧૩૨ કેસમાં શહેરમાંથી નવા ૯૧ સંક્રમિત મળ્યા છે. જ્યારે એક એક દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાંથી નવા ૫૦ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૨૭ કેસનો સમાવેશ થાય છે. આ સાથે એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૫ કેસ અને ગ્રામ્યમાંથી ૧૩ કેસ તેમજ જૂનાગઢમાંથી ૧૮-૧૮ કેસ મળી કુલ ૩૬ કેસ નોંધાયા છે.

September 20, 2020
corona-gujarat.jpg
1min4540

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સુરતમાંથી નવા ૨૮૧ કેસ, અમદાવાદમાંથી ૧૭૮ કેસ, રાજકોટ ૧૫૧, વડોદરા ૧૩૮, જામનગર ૧૨૬ નવા કેસ નોંધાય છે જ્યારે ગાંધીનગરમાંથી ૪૩ કેસ, ભાવનગરમાંથી ૪૧, જૂનાગઢમાંથી ૩૫ કેસ નવા નોંધાયા છે. આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક સાથે ૬૯ કેસ અને બનાસકાંઠમાંથી ૪૪ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાય પંચમહાલમાંથી ૩૦, અમરેલીમાંથી ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાંથી ૨૮ કેસ, કચ્છ ૨૬, ભરૂચમાંથી ૨૪ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાંથી ૨૩, મહીસાગરમાંથી ૧૬, દાહોદ અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૩, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. જ્યારે તાપી અને આણંદ જિલ્લામાંથી ૧૦-૧૦ કેસ આવ્યા છે. બોટાદમાંથી ૯, છોટાઉદેપુર અને નવસારીમાંથી ૮-૮ કેસ, પોરબંદરમાંથી ૫, અરવલ્લી અને વલસાડમાંથી ૨-૨ અને ડાંગમાંથી ૧ નવો કેસ નોંધાયો છે.

કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં સતત બીજા દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં આઠમી વખત નવા ૧૪૩૨ કેસનો વિક્રમ સર્જાયો છે. આ સાથે વધુ ૧૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. અલબત્ત, અગાઉ સુરત અને અમદાવાદમાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓના મૃત્યુને લઇ થતી હોબાળો હવે રાજકોટ પછી ગાંધીનગરમાં પણ સર્જાયો છે. આ મુદ્દે સરકાર મૌન છે, પરંતુ રાજકોટમાં ચોવીસ કલાકમાં વીસથી વધુ અને ગાંધીનગરમાં પંદરથી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે, સત્તાવાર રીતે સરકારે રાજકોટ અને ગાંધીનગરમાં એક એક દર્દીના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આ સિવાય સુરતમાં કુલ પાંચ, અમદાવાદ ૩, વડોદરા અને ભાવનગરમાં ૨-૨, કચ્છ અને અમરેલીમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે.

September 19, 2020
rupani-1280x789.jpg
1min4600

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.

September 19, 2020
School-kids-with-heavy-bags.jpg
1min412

કોરોનાનાં કપરા કાળમાં શાળાની ફીનો મુદ્દો ખાનગી શાળાઓ, સરકાર અને છાત્રોનાં વાલીઓ માટે જટિલ કોયડો બની ગયો છે. હાઈ કોર્ટનાં આદેશને પગલે ગુજરાત સરકારે શાળા સંચાલકોને ફીમાં રાહતની ભલામણો કરી હતી. જેનો શાળાઓએ અસ્વીકાર કરી નાખેલો. જેને પગલે રાજ્ય સરકારને ફરીથી ગુજરાત હાઈ કોર્ટનાં દ્વારે જવું પડેલુ અને આ વખતે સરકારની હાલત વધુ કફોડી બની ગઈ છે. હાઈ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલે નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં સરકાર અદાલતમાં આવે તે ખેદજનક છે. આમ હવે વાલીઓ અને શાળા સંચાલકોમાંથી કોની માગણીનો પક્ષ લેવો અને કેવો વચલો માર્ગ કાઢવો તેની દ્વિધામાં સરકાર ઘેરાઈ ગઈ છે.

ગુજરાત હાઇ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકાર પાસે આ મામલે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આથી હવે ગુજરાત સરકાર જે ફી નક્કી કરશે તે ફી સંચાલક મંડળે સ્વીકારવી પડશે. ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇ કોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇ કોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે.

મહત્ત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ અને કોલેજો બંધ હોવાથી ગુજરાત વાલી સંચાલક મંડળે સ્કૂલોને ફીમાં રાહત આપવાની માગણી કરી હતી. જોકે, સંચાલકો તૈયાર ન થતાં આ મામલે સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં ઉઘરાવી શકે તેવી જાહેરાત કરી હતી. સરકારના આ પરિપત્રના વિરોધમાં સંચાલક મંડળ હાઇ કોર્ટમાં ગયું હતું. આ મામલે હાઇ કોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી નાખ્યો હતો અને સ્કૂલ સંચાલકો અને સરકારને સાથે બેસીને આ મામલે કોઈ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સ્કૂલ સંચાલકોએ આ વાત સ્વીકારી ન હતી અને તેઓ સ્કૂલ ફીમાં કરેલો 10 ટકાનો વધારો જ જતો કરવા માટે રાજી થયા હતા. આ મામલે ગુજરાત સરકારે ફરીથી હાઇ કોર્ટમાં અરજી કરી હતી.

રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ અજય પટેલે પણ ચુકાદાને શિરોમાન્ય ગણાવતા કહ્યું હતું કે, વાલીઓને ન્યાયતંત્ર અને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે. સરકાર હવે બધાનું હિત ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેશે તેવી આશા રાખવામાં આવે છે.

September 16, 2020
Remya-Mohan-IAS-GJ-Indian-Bureaucracy.jpg
1min5060

કોરોનાનો કહેર સમાજના દરેક લોકો પર એકધારો વરસી રહ્યો છે. આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ કોરોના સંક્રમિત થતા કલેક્ટર કચેરી અને અધિકારીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કલેક્ટર રેમ્યા મોહન છેલ્લા છ મહિનાથી એકધારા કોરોનાને કાબુમાં લેવા દોડધામ કરી રહ્યા હતા. આજે પણ કોરોના સંદર્ભે યોજાયેલી બેઠક બાદ તેમની તબિયત પ્રતિકુળ જણાઈ હતી. ગળામાં બળતરા થતા તેમણે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. તેમણે કોરોનાની પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં લીધી હતી અને બાદમાં હોમ આઈસોલેટ થયા હતા.

કલેક્ટરને કોરોનાના હળવા એ સિમ્ટોમેટિક લક્ષણો જણાયા છે. નાદુરસ્તી છતાં રજા પર ઉતરવાને બદલે કલેક્ટરે 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરીયડ દરમિયાન ઘરેથી જ વહીવટી કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. તેમજ તેમની સાથે તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે.

સમાજના એક પછી એક પ્રતિષ્ઠિત લોકોને સંક્રમિત કરતા કોરોનાએ આજે જાણીતા વકીલ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનીલભાઈ દેસાઈને પણ સંક્રમિત કર્યા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને હોમ ક્વોરન્ટાઈન થયા છે.

ગઈકાલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા બેંકમાં વડી કચેરીમાં પ સહિત વિવિધ ર00 જેટલી શાખામાં કુલ 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.  

September 15, 2020
sabji_market-1280x720.jpg
1min5250
file photo

કોરોનાને કારણે કામધંધાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આર્થિક મંદી પણ ઊભી થઈ છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, પગાર પણ કપાઈને મળી રહ્યા છે ત્યારે આવી આર્થિક સ્થિતિ વચ્ચે શાકભાજીના અચાનક વધી ગયેલા ભાવે સુરતીઓને ચિંતામાં મૂકી દીધા છે.

ગૃહિણીઓનું મન્થ્લી બજેટ કોરોનાને કારણે પહેલાં જ હલબલી ગયું છે અને છેલ્લા બારેક દિવસથી શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારો થતાં બજેટ કઈ રીતે જાળવવું એ સમજાઈ નથી રહ્યું. જોકે રાહતની એ વાત પણ છે કે કદાચ વીસેક દિવસ પછી આ ભાવ નીચે જઈ શકે એવી શક્યતા છે, પરંતુ નવરાત્રિમાં પાછા ભાવ વધી શકે એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી.

કોરોના અને એને કારણે થયેલા લૉકડાઉનને લીધે વેપારીઓને રૂપિયાની કમાણી નથી અને નોકરિયાત પાસે ક્યાં તો નોકરી નથી અને ક્યાં તો નોકરીમાં કપાતી સૅલેરીમાં કામ કરવું પડે છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો પડેલા પર પાટુ જેવો છે. આમાં ખરો મરો થાય છે મિડલ-ક્લાસનો.

શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારા વિશે વાત કરતાં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આગેવાને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં માર્કેટમાં 400 પ્લસ જેટલી ટ્રકો દરરોજ આવતી હતી, પરંતુ હાલમાં 250 ટ્રક જ આવી રહી છે. હાલમાં વરસાદને લીધે સારો માલ ઓછો અને ખરાબ માલ વધુ આવી રહ્યો હોવાથી છેલ્લા ૧૦-૧૨ દિવસથી અચાનક શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો હોલસેલ માર્કેટમાં વધારો થયો છે. અચાનક પડી રહેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.’

એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધતાં રીટેલ માર્કેટમાં અનેક ઠેકાણે ગ્રાહકો પાસેથી મન ફાવે એ ભાવ વસૂલાઈ રહ્યા છે. ટમેટાં ૫૦થી ૭૦ રૂપિયા કિલો, ફ્લાવર ૪૦થી ૭૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા ઝૂડી એ રીતે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસે લેવાઈ રહ્યા છે. ગ્રાહકો નાછૂટકે વધુ ભાવ ચૂકવીને પણ શાકભાજી ખરીદવા મજબૂર છે.

September 15, 2020
m2.jpg
1min5020
Peanut

સરકાર દર વર્ષની માફક લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવની ખરીદી કરશે તેવી જાહેરાત પછી વ્યાપક વિરોધ થતાં સરકારે એક મહિનો વહેલી 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ કરવાની નવી જાહેરાત કરી છે.
અગાઉ સરકારે લાભ પાંચમ અર્થાત્ 19 નવેમ્બરના રોજથી ખરીદી કરવા જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે અધિક માસ છે એટલે આ દિવસ આડે સવા બે મહિના બાકી હતા. એ દરમિયાન હજારો ખેડૂતોની મગફળી સસ્તામાં વેચાઈ જવાનો ભય હતો. પરિણામે વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા દ્વારા આકરી પ્રતિક્રિયા આપીને વહેલી ખરીદી માટે રજૂઆત કરવામાં આવી હતી. તે’ સફળ થઈ છે. કૃષિ મંત્રી આર સી ફળદુએ કરેલી જાહેરાત પ્રમાણે હવે 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ થશે.
એ માટે 1 ઓક્ટોબરથી ખેડૂતોનાં નામની નોંધણી કરવામાં આવશે. 20 દિવસ નામ નોંધ્યા પછી ખરીદી કરાશે. 90 દિવસ સુધી સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદશે. નાફેડ દ્વારા પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવી અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી મણે રૂ. 1055ના ભાવે કરાશે. મગફળીની ખરીદી બાદ કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

September 14, 2020
corona-gujarat.jpg
1min4740

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં ૬૮,૪૩૯ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૨,૮૮,૮૧૧ ટેસ્ટ કરાયા છે. એમાંથી કુલ ૧,૧૩,૬૬૨ પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૧૨૦૫ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૯૪,૦૧૦ સુધી પહોંચી છે. આ સાથે કુલ રિવકરી રેટ વધીને ૮૨.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૩૨૧૩ થયો છે. જોકે, જૂન મહિના સુધી ૭ ટકાની સરેરાશ હતી, એ દર ઘટીને ૨.૯ ટકા થયો છે. આ સિવાય હાલ એક્ટિવ કેસનો આંક ૧૬૪૩૯ છે એમાંથી ૮૭ દર્દી વેન્ટીલેટરી કેર ઉપર છે જ્યારે ૧૬૩૫૨ દર્દીઓ સ્ટેબલ છે.

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી નવા ૧૩૨૬ કેસ પોઝિટિવ મળ્યા છે એમાં પચાસ ટકાથી વધુ હિસ્સો અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાંથી જ ૬૮૨ કેસનો છે. આ જ રીતે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કોરોનાથી સંક્રમિત દર્દીઓમાંથી વધુ ૧૫ના મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬, અમદાવાદ ૪, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર અને ભરૂચમાંથી ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

સુરત શહેરમાંથી નવા ૧૭૫ જ્યારે ગ્રામ્યમાંથી ૧૦૬ કેસ મળી ૨૮૧ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાંથી ૧૭૨ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી નવા ૧૫૧ કેસનો સમાવેશ થાય છે. રાજકોટ અને જામનગર શહેરમાંથી ૯૯-૯૯ કેસ નોંધાયા છે જ્યારે આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે ૫૧ અને ૨૧ કેસનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાંથી ૮૫ નવા કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાંથી ૩૯ કેસનો ઉમેરો થયો છે. ભાવનગર શહેરમાંથી ૩૯ મળી કુલ ૬૯ કેસ નોંદાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૭ અને ગ્રામ્યના ૨૯ કેસ નોંધાયા છે. જૂનાગઢમાંથી નવા ૩૬ કેસ મળ્યા છે તેમાં શહેરના ૧૭ કેસનો સમાવેશ થાય છે.

મહાનગરો અને એના આસપાસના જિલ્લાઓમાં પ્રસરેલાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણામાંથી નવા ૩૨ કેસ, પંચમહાલમાંથી ૩૦, કચ્છ ૨૮, અમરેલીમાંથી ૨૫ કેસ નોંધાયા છે. આ જ રીતે ભરૂચમાંથી ૨૧, સુરેન્દ્રનગરમાંથી ૧૯ કેસ, બનાસકાંઠા ૧૮, દાહોદ ૧૭ કેસ નવા નોંધાયા છે. જ્યારે મોરબીમાંથી ૧૫, ગીર સોમનાથ ૧૪, સાબરકાંઠામાંથી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ખેડા અને પાટણમાંથી ૧૧-૧૧ કેસ આવ્યા છે. જ્યારે આણંદમાંથી ૧૦ અને નર્મદામાંથી ૯ કેસ નોંધાયા છે.

મહીસાગર, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાંથી ૮-૮ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા અને બોટાદમાંથી ૬-૬, પોરબંદરમાંથી ૫, અરવલ્લીમાંથી ૩, છોટાઉદેપુર ૨ કેસ નોંધાય છે.

September 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5810

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમરેલી જિલ્લા પોલીસ વડાએ અમરેલીમાં ફેલાઇ રહેલી એક અફવા અંગે ટ્વીટ કરીને ચીમકી આપવી પડી છે.

અમરેલી જિલ્લા પોલીસવડાનું ટ્વીટ

WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ અપાય છે એ વાત તદ્દન ખોટી છે. આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એકટની કલમ – ૫૦૫ મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના પેશન્ટ દીઠ દોઢ લાખ રૂપિયા આરોગ્ય વિભાગને અપાય છે એવી અફવા સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે

એવું નથી કે ફક્ત સૌરાષ્ટ્રમાં એવી અફવા ફેલાયેલી સંભળાય રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય વિભાગને દોઢ લાખ રૂપિયાનું ફંડ પેશન્ટ દીઠ આપવામાં આવી રહ્યું છે. લોકો પોતાના વ્હોટ્સએપ મારફતે આ પ્રકારની અફવાઓ જુદા જુદા ગ્રુપોમાં ફેલાવી રહ્યા છે અને આજે સામાન્ય લોકોમાં એ છાપ ઘર કરી ચૂકી છે.

અમરેલી એસ.પી.એ. આ અફવાનું ખંડન કર્યું છે અને તેને ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

September 9, 2020
corona-gujarat.jpg
1min4490

ગુજરાતભરમાંથી કોરોનાના નવા સંક્રમિત ૧૨૯૫ દર્દીઓ મળી આવ્યા છે જ્યારે સારવાર હેઠળના વધુ ૧૩ દર્દીઓના ગંભીર ચેપની અસરથી મૃત્યુ થયા છે. અલબત્ત, આ સમયગાળામાં નવા ૧૪૪૫ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે એ સાથે રાજ્યમાં કુલ ૧,૦૬,૯૬૬ પોઝિટિવ દર્દીઓ સામે સાજા થનારની સંખ્યા ૮૭,૪૭૯ થઇ છે એટલે કે રાજ્યનો રિવકરી રેટ ૮૧.૭૮ ટકા થયો છે. જોકે, મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ૩૧૩૬ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત એવા આઠ મહાનગરો અને એના જિલ્લાઓમાં જોઇએ તો સુરતમાંથી નવા ૨૬૫ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૭નો સમાવેશ થાય છે ગ્રામ્ય અને શહેરમાંથી ૩-૩ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૧૭૦ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૪૮ કેસનો સમાવેશ થાય છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ પણ થયા છે. રાજકોટ શહેરમાંથી ૯૮ કેસ અને ગ્રામ્યમાંથી ૩૬ મળી ૧૩૪ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરના બે દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૮૪ અને ગ્રામ્યના ૪૦ મળી ૧૨૪ કેસ નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે. જામનગર શહેરમાંથી નવા ૮૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૧૬ કેસ છે. ભાવનગરમાંથી ૪૧ કેસ નવા ઉમેરાયા છે એમાં શહેરના ૨૬ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં કુલ ૩૬ કેસ અને ગાંધીનગરમાંથી કુલ ૩૫ કેસ આવ્યા છે. ગાંધીનગર ગ્રામ્યના એક દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે તો કચ્છમાંથી ૩૨ કેસ ઉમેરાયા છે. પાટણમાંથી ૨૮, અમરેલીના ૨૭, મોરબીમાંથી ૨૬ અને મહેસાણામાંથી ૨૩ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા અને ભરૂચમાંથી ૨૨-૨૨ કેસ મળ્યા છે. આ જ રીતે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧૯-૧૯ કેસ નોંધાયા છે. આણંદ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાંથી નવા ૧૫-૧૫ કેસ, ગીર સોમનાથમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે.

નવસારી અને તાપી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, નર્મદા અને સાબરકાંઠમાંથી ૧૦-૧૦ કેસ, ખેડાના ૮, બોટાદ અને છોટાઉદેપુરમાંથી ૭-૭ કેસ નોંધાયા છે. વલસાડમાંથી ૬, ડાંગમાંથી ૪ અને પોરબંદરમાંથી ૩ કેસ ઉમેરાયા છે.

આમ, પાછલા ચોવીસ કલાકમાં નવા ૭૨,૦૭૬ ટેસ્ટ કરાયા હતા. જે સતત ચાર દિવસના સરેરાશ સ્તરે છે. આ સાથે કુલ આંક ૨૯,૨૫,૪૪૭ ટેસ્ટ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં ૧,૦૬,૯૬૬ પોઝિટિવ કેસ થવા જાય છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૩૫૧ છે એમાં ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૬૨૬૯ સ્ટેબલ છે.