CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 18 of 59 - CIA Live

July 28, 2021
corona_testing1.jpg
1min487

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં આ ટેસ્ટનો ચાર્જ હવેથી 400 રુપિયા રહેશે. હાલ RTPCR ટેસ્ટના ખાનગી લેબ દ્વારા 700 રુપિયા વસૂલવામાં આવે છે, જેમાં ગુજરાત સરકારે 300 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.

જો દર્દી હોસ્પિટલમાં હોય કે દર્દીના ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તો તેનો ચાર્જ 900 રુપિયાથી ઘટાડીને 550 રુપિયા નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ નિશુલ્ક ઉપલબ્ધ છે.

એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ચાર્જ 2700 રૂપિયા

વિદેશથી આવતા કે જતા કોઈપણ પેસેન્જર જો એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમને તેના માટે 2700 રુપિયા ચૂકવવાના રહેશે. કોરોનાના આરંભ વખતે આ ટેસ્ટના 4500 રુપિયા લેવામાં આવતા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું નિદાન કરવા માટે સિટી સ્કેન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારસુધી સિટી સ્કેન માટે 3,000 રુપિયા વસૂલવામાં આવતા હતા, જેમાં 500 રુપિયાનો ઘટાડો કરીને 2500 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જે પણ સરકારી હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ છે, ત્યાં નિ:શુલ્ક સિટી સ્કેન કરી આપવામાં આવશે.

17 જિલ્લામાં નવા સિટીસ્કેન મશીનો ખરીદાશે

અલગ-અલગ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો માટે નવા 17 સિટી સ્કેન મશીન વસાવવામાં આવશે તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું. જેમાં આણંદ, બોટાદ, ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, ગોધરા, જામખંભાળિયા, લુણાવાડા, મહેસાણા, રાજપીપપળા, સુરેન્દ્રનગર, નવસારી, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, પેટલાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલ અને વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવાશે. જેના માટે 82.50 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કોલેજમાં MRI મશીનની ખરીદી માટે પણ મંજૂરી અપાઈ છે.

July 24, 2021
rain_forecast.png
1min443

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે.”

રાજ્યમાં 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.”

અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.

July 23, 2021
backtoschool.png
1min590

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગોની શાળાઓમાં 26મી જુલાઈ 2021ને’ સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઈ’ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’

કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા-વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર’ સમગ્ર રાજ્યમાં આગામી 26મી’ જુલાઈથી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યપ્રધાને કોર કમિટીમાં કર્યો હતો.’

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ શરૂ થશે ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. કોર કમિટીની’ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપાસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ’ અનિલ મુકિમ અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

July 14, 2021
edible_oil.jpg
1min439

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં હિન્દુ તહેવારો શરૂ થશે પરંતુ આ તહેવારો પહેલા જ દર વર્ષની જેમ ખાદ્ય તેલના ભાવમાં પરંપરાગ રીતે ભાવમાં વધારો શરૂ થવા લાગ્યો છે. આ વખતે કાચા માલની અછતના નામે સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૫ અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા ૨૫ નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

 

કાચા માલની અછતના નામે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ ૨૩૦૦ ને પાર પહોંચાડવામાં આવ્યો  છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા.

July 10, 2021
rain_forecast.png
1min434

10મી થી 17મી જુલાઇ સુધીમાં ગુજરાતના 75 ટકા ભાગોમાં બે થી ત્રણ ઈંચ તથા બાકીના વિસ્તારોમાં બે ઈંચ સુધીનો વરસાદ થવાની આગાહી જુદી જુદી ક્લાઇમેટ સાઇટ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીના ભેજયુકત પવનો ભારત ઉપર ફૂંકાશે. એક સાયકલોનીક સરકયુલેશન ઓડીશા, પશ્ચિમ બંગાળ લાગુ બંગાળની ખાડી ઉપર 4.5 કિ.મી.ના લેવલનું છે. 3.1 કિ.મી.ના લેવલે એક ટ્રફ આ સાયકલોનીક સરકયુલેશનથી આંધ્ર અને ઓડીશા તરફ 3.1 કિ.મી.ના લેવલે છે. જે એક – બે દિવસમાં લો પ્રેશર મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં થશે.

તા. 10 થી 17 જુલાઈ સુધીની આગાહી આપતા જણાવેલ છે કે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ક્રમશ: માત્રામાં વધારો થતો જશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનના 75% વિસ્તારોમાં હળવો – મધ્યમ – ભારે અને વધુ ભારે વરસાદ વરસી શકે છે. અમુક દિવસે છૂટોછવાયો કયારેક સાર્વત્રિક અલગ અલગ વિસ્તારમાં જેમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે આગાહી સમયમાં કુલ વરસાદની માત્રા 50 થી 75 મી.મી. જેમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોની માત્રા 75 મી.મી.થી 200 મી.મી. સુધી થઈ જશે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં બાકીના 25 ટકા ભાગોમાં અલગ અલગ દિવસોમાં ઝાપટાથી માંડીને બે ઈંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ સમાન સ્થિતિ રહેવાની શકયતા છે.

July 9, 2021
night_curfew.jpg
1min345

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જે મુજબ તારીખ 10મીથી 20મી જુલાઈ સુધી રાજ્યમાં માત્ર આઠ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેનો સમય રાત્રે 10થી સવારે 6 સુધીનો રહેશે. જ્યારે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં દુકાનો, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પ્લેક્સ વગેરે રાત્રે 9 કલાક સુધી ખુલ્લા રાખી શકશે. જોકે તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા વાણિજ્ય એકમો ચાલુ રાખી શકાશે નહીં. કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલીવરી માટે રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે.

જીમ 60% ક્ષમતા સાથે તેમજ જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.’

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. જ્યારે અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
આ ઉપરાંત તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના’ કાચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી શકાશે.’

વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્જ કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે છે. તમામ ડ્રાઇવર અને કંડક્ટરએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ’ સ્ટેડીયમ/સંકુલમાં’ રમતગમત’ ચાલુ રાખી શકાશે. રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. તમામ છૂટછાટ સામે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

June 29, 2021
rain_forecast.png
1min587

તા.29મી જૂને સવારે 8 કલાકે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડવાના એંધાણ છે.

દીવ-દમણ, દાદરાનગર હવેલીના કેટલાંક વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે, રાજ્યનાં અનેક જીલ્લાઓમાં હજુ પણ વરસાદની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

June 25, 2021
night_curfew.jpg
1min425

ગુજરાતમાં ૧૦મી જુલાઈ સુધી વેપારીઓ, વ્યવસાયીઓ અને તમામ સ્ટાફે ૧૦મી જુલાઈ સુધીમાં ફરજિયાત રીતે કોરોનાની રસી લેવી પડશે. જોકે અમદાવાદ સહિત ૧૮ શહેરોમાં ૩૦મી જૂન સુધી રસી લેવાની રહેશે.

રાજ્યની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત આઠ મહાનગરપાલિકા તેમજ વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહિત કુલ ૧૮ શહેરોમાં રાત્રી કરફ્યૂ સહિતનાં નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કરફયૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કરફ્યૂ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે.

તેમજ રાજ્યનાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.

આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦મી જૂન સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ મી જુલાઇ સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

June 21, 2021
guj_corona.jpg
1min613

કોવિડ મહામારીને નાથવા માટે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આજે તા.21મી જૂન 2021ને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની જાહેરાત અનુસાર રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્ર પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9 વાગ્યે વેક્સિન ઉત્સવના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા વેક્સિન ઉત્સવમાં ભાગ લીધો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે, 18થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. 21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વોક-ઇન વેક્સિન લઈ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

વેક્સિનેશનમાં તા.20મી જૂન સુધીમાં 2 કરોડ 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 44થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.

June 19, 2021
drdhaval.jpg
1min413

ગુજરાત સરકારે આજે તા.19 જુન 2021ના રોજ રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓની સામૂહિક બદલીના કરેલા ઓર્ડરમાં કુલ 77 સનદી અધિકારીઓની બદલી તેમને નવી જવાબદારી સોંપી છે.

તા.19 જૂન 2021ના રોજ ટ્રાન્સફર પામેલા સનદી અધિકારીઓમાં સુરત કલેક્ટર, રાજકોટ કલેક્ટર તેમજ જામનગરના કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના ડીડીઓની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

1991ની બેન્ચના એસ.જે. હૈદરને GSRTCના એમડી અને વાઈસ ચેરમેનના પદેથી ટ્રાન્સફર કરી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને 2005ની બેન્ચના હર્ષદકુમાર પટેલને GSRTCનો હવાલો આપવામાં આવ્યો છે. લાંબા સમયથી સુરત જિલ્લાના કલેક્ટર રહેલા ધવલ પટેલને ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે, તેઓ ગુડાના સીઈઓ તરીકે પણ જવાબદારી નિભાવશે.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશનર ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂંક અપાઈ છે. નેશનલ હેલ્થ મિશનમાં મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 2007ની બેન્ચના અધિકારી એમ.એ. પંડ્યાને દેવભૂમી દ્વારકાના કલેક્ટર બનાવાયા છે. આમંદના કલેક્ટર આર.જી. ગોહિલની ટ્રાન્સફર ગીર-સોમનાથમાં કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અરુણ બાબુને રાજકોટના કલેક્ટર બનાવાયા છે.