CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 46 of 49 - CIA Live

August 16, 2018
hilsa-nepal.jpg
1min9780

જવલ્લે જ બનતી અત્યંત કરુણ ઘટનામાં મુંબઇના એક ગુજરાતી યુવાનનું હેલિકોપ્ટરના પાછળના ભાગે આવતા ટેઇલ રૉટરમાં કપાઇ જવાથી મૃત્યું થયું હતું. 42 વર્ષિય કાર્તિક મહેતા કૈલાશ માનસરોવરની યાત્રાના ભાગરૂપે હેલિકોપ્ટરથી નેપાળના હિલ્સા પહોંચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરમાંથી ઉતાર્યા બાદ તેઓ હેલિકોપ્ટરના પાછળના ભાગે અજાણતામાં પહોંચી ગયા હતા જ્યાં આ ઘટના બની હતી.

ભારતીય એમ્બેસીના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા નાગરિક ૪૨ વર્ષના નાગેન્દ્ર કાર્તિક મહેતા છે અને તેઓ મુંબઈના રહેવાસી છે. તેઓ હેલિકૉપ્ટરમાંથી ઊતર્યા પછી અજાણતાં ચૉપરના પાછળના ભાગ તરફ જતા રહ્યા હતા ત્યારે તેમને ઝડપથી ફરતું ટેઇલ-રૉટર વાગ્યું હતું અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ એક દુખદ ઘટના છે એમ જણાવતાં આ અધિકારીએ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ ટૂર-ઑપરેટરો સાથે સમન્વય કરી રહ્યું છે તેમ જ શક્ય એટલી મદદ કરી રહ્યું છે.

મનાંગ ઍર કંપનીના હેલિકૉપ્ટરમાં છ ભારતીય પ્રવાસીઓ હતા અને તેઓ બપોરે ૩.૧૮ વાગ્યે હિલ્સામાં પહોંચ્યા હતા. હેલિકૉપ્ટરમાંથી ઊતરતી વખતે અચાનક પાછળનો પંખો વાગવાથી નાગેન્દ્ર મહેતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે સિમિકોટ લઈ જવામાં આવી હતી. નેપાલના સિમિકોટ અને હિલ્સા દુનિયાના ઍર-રૂટથી જ જોડાયેલા છે.

આ બનાવ વિશે ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ‘નાગેન્દ્ર મહેતા ઘણા ઊંચા હતા. તેમણે ઊતરતી વખતે કદાચ સાવચેતી નહીં રાખી હોય જેને કારણે આ અકસ્માત બન્યો હોઈ શકે.’

August 15, 2018
vin.jpg
1min5870
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાએ સૌથી વધુ ઉત્તમ રહેવાલાયક સ્થળ તરીકેનું બહુમાન પ્રાપ્ત કરી લીધું છે. વિયેનાએ આ મામલે ઓસ્ટ્રેલિયાના શહેર મેલબોર્નને પાછળ રાખી દીધું છે. આ જાણકારી ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ રેકિંગ્સના સરવેમાં સામે આવી છે.
મેલબોર્ન અને ત્યાંના રહેવાસીઓ માટે આ આંચકાસમાન છે કેમકે છેલ્લા સાત વર્ષોથી આ રેંકિંગમાં મેલબોર્ન ટોચના સ્થાને રહેતું આવ્યું છે. જો કે, આ વખતે પણ મેલબોર્ને આ મામલે જોરદાર ટક્કર આપી હતી. ૧૪૦ શહેરો વચ્ચે થયેલા આ મુકાબલામાં વિયેનાને ૯૯.૧ અને મેલબોર્નને ૯૮.૪ પોઈન્ટ મળ્યા હતા.
વિયેનાના ઓછા ક્રાઈમ રેટના કારણે તેને આ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી કેમકે આ સરવેમાં સૌથી વધુ લક્ષ ક્રાઈમ રેટના આંકડાઓ પર આપવામાં આવે છે. જ્યારે આ બંને શહેરોએ હેલ્થકેર, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બંનેની સ્થિતિ ગત વર્ષના મુકાબલે ઉત્તમ થઈ છે પણ વિયેનાએ તેમાં થોડો વધુ સુધારો કર્યો છે.
વિયેના, મેલબોર્ન ઉપરાંત ટોપ-૫માં જાપાનના શહેર ઓસાકા, કેનેડાના કેલગરી અને ઓસ્ટ્રેલિયાના સિડનીને સ્થાન મળ્યું છે. યાદીમાં લંડન ૪૮મા ક્રમે રહ્યું છે પરંતુ નવી દિલ્હી ટોપ-૫૦માં પણ સામેલ થઈ શક્યું નથી. જ્યારે ફ્રાન્સનું પેરિસ ૧૯મા સ્થાને તથા અમેરિકાનું ન્યૂયોર્ક ૫૭મા ક્રમે છે.
વિયેનાની વસતી ૨૧ લાખ જેટલી છે. આ શહેરમાં હરિયાળી ઉપરાંત શાનદાર તળાવો અને બીચ આવેલા છે. ત્યાં જાહેર પરિવહન પણ ખૂબ સસ્તું છે.
આ યાદીના જણાવ્યા પ્રમાણે, રહેવા માટે સૌથી અશાંત જગ્યાની વાત કરીએ તો તે દમાસ્ક છે. તેના પછી બાંગ્લાદેશનું ઢાકા અને નાઈજિરિયાનું લાગોસ છે. આ સરવેમાં ખતરનાક શહેરોમાં બગદાદ અને કાબુલ જેવા શહેરોને સામેલ કરાયા નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી યુરોપે અનેક આતંકવાદી હુમલા જોયા છે. મેલબોર્ન અને વિયેના બંનેને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેટેગરીમાં એક સમાન રેટિંગ મળ્યા છે. જો કે વિયેનાને સંસ્કૃતિના મામલે સૌથી વધુ નંબર મળ્યા છે. આ યાદીમાં ઓસાકા, કલગેરી અને સિડની જેવા શહેરોને ટોપ-૫માં સ્થાન મળ્યું છે. જ્યારે લંડન આ યાદીમાં ૪૮મા ક્રમે રહ્યું છે.
વિયેના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે. તે હરિયાળી, સુંદર તળાવો, લોકપ્રિય સમુદ્રી તટ અને વાઈનયાર્ડ માટે પ્રખ્યાત છે. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સસ્તું છે. યુરોપમાં તે સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક માનવામાં આવે છે.
August 14, 2018
download.png
1min5320

તમે ક્યાં જાઓ છો અે જાણવા ગૂગલ એટલું ઉત્સુક રહે છે કે તમે ના પાડો તો પણ તે તમારી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે.

એસોસિયેટેડ પ્રેસ-એપી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવ્યું હતું કે તમારી ગુપ્તતાની જાળવણીની ખાતરી આપતી પ્રાઈવસી સૅટિંગનો તમે ઉપયોગ કર્યો હોય તો પણ તમે ક્યાં છો તેની માહિતીનો ઍન્ડ્રોઈડ અને આઈફોન પરની અનેક ગૂગલ સેવા સંગ્રહ કરે છે.

એપીની વિનંતીને પગલે પ્રિન્સટનસ્થિત કમ્પ્યુટર સાયન્સના સંશોધકોએ તપાસના આ તારણોને સમર્થન આપ્યું હતું.

તમે ક્યાં છો એ સ્થળની માહિતી માટે મોટાભાગે ગૂગલ પરવાનગી માગે છે. ગૂગલ મૅપ જેવી ઍપનો તમે ઉપયોગ કરો તો તે પણ તમે ક્યા સ્થળે છો તેની માહિતી એકઠી કરવા માટે પરવાનગી લેવાનું યાદ કરાવે છે. જો તમે ક્યા સ્થળે છો તેનું રૅકોર્ડિંગ કરવાની સહમતી દર્શાવો તો અને ભવિષ્યમાં તમે ક્યારેક એ અંગેની જાણકારી માગો તો ગુગલ મૅપ તમારી દૈનિક ગતિવિધિઓની હિસ્ટ્રી દર્શાવે છે.

તમારી મિનિટે મિનિટની ગતિવિધિઓનું માહિતી સંગ્રહી રાખવી તમારી અંગતતા સામે જોખમ ઊભું કરી શકે છે અને શંકાસ્પદ લોકોને શોધી કાડવા પોલીસ તેનો ઉપયોગ કરી શકે છે. જોકે ગૂગલનું કહેવું છે કે કોઇપણ સમયે તમે લૉકેશન હિસ્ટ્રીને ટર્નઑફ કરી શકો છો અને ત્યાર બાદ તમે ક્યા સ્થળે જાઓ છો તેની માહિતીનો સંગ્રહ નથી થતો.

August 13, 2018
psp1.jpg
1min8330

સૂર્ય ફરતેના આગઝરતા વાતાવરણના રહસ્યો જાણવા તથા તેની અવકાશી હવામાન પર થતી અસરનો અભ્યાસ કરવા સાત વર્ષની અભૂતપૂર્વ સફરે રવિવારે નાસાનું પાર્કર સૉલર પ્રૉબ રવાના થયું હતું. સૂર્યને સ્પર્શવાના માનવજાતના પહેલા મિશનનું રવિવારે સફળ ઉડ્ડયન થયું હતું. કેપ કેનેવરલ ઍર ફૉર્સ સ્ટેશનના સ્પૅસ લૉન્ચ કૉમ્પ્લેક્સ ૩૭ પરથી દોઢ અબજ અમેરિકી ડૉલરના આ અવકાશયાનનું ભારતીય સમય પ્રમાણે રવિવારે બપોરે ૩.૩૧ કલાકે ઉડ્ડયન થયું હતું. જોકે શનિવારે પાર્કર સૉલર પ્રૉબને લઇ જનાર યુનાઇટેડ લૉન્ચ અલાયન્સ ડેલ્ટા ફૉર હેવી રૉકેટનું ઉડ્ડયન થવાનું હતું. આ ઉડ્ડયનને સાવ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

નાસાએ પોતાના બ્લૉગ પૉસ્ટ પર જણાવ્યું હતું કે,‘અવકાશયાન સારી હાલતમાં છે અને પોતે જ પોતાનું સંચાલન કરી રહ્યું છે. પાર્કર સૉલર પ્રૉબે સૂર્યને સ્પર્શવાનું તેનું મિશન આદર્યું છે.’ લૉન્ચ થયાના થોડા સમયમાં જ અવકાશયાન તેનું વહન કરતા રૉકેટથી અલગ થઇ ગયું હતું.
કોઇ જીવતા વિજ્ઞાનીનું નામ અપાયું હોય એવું આ પહેલું મિશન છે. ૧૯૫૮માં સૌરપવનોના અસ્તિત્વ અંગે શોધ કરનાર હાલ ૯૧ વર્ષના યુજીન એન. પાર્કરનું નામ સૉલર પ્રૉબને અપાયું છે.

સૌરપવનો ઊર્જા વહન કરતી રજકણો અને ચુંબકીય ક્ષેત્રોનો એવો પ્રવાહ છે જે સતત સૂર્યમાંથી વહેતો રહે છે.કારની આકારનું યાન સીધું સૂરજના વાતાવરણમાં પ્રવાસ કરશે અને એ સૂર્યની સપાટીથી ૩૮ લાખ માઇલ દૂર હશે. જોકે આજ સુધી સૂર્યની નજીક જનારા યાનની સરખામણીમાં પાર્ક સૉલર પ્રૉબ સાત ગણાથી વધુ અંતર નજીક હશે. આનું શ્રેય તેની થર્મલ પ્રૉટેક્શન સિસ્ટમને આપી શકાય. સૂર્યની સૌથી નજીક આ યાન હશે ત્યારે તે પ્રતિ કલાકે સાત લાખ માઇલ્સની ઝડપે સૂર્યની ફરતે ફરતું હશે અને તેણે ૧,૩૭૭ અંશ સેલ્સિયસ ગરમીનો સામનો કરવા પડશે. સૂર્યના બહારના વાતાવરણ કૉરૉનામાં યાન ૨૪ ભ્રમણ કરશે અને એ દરમિયાન કૉરૉના અંગે સંશોધન કરશે. સૂર્યના વાતાવરણના રહસ્યોનો પર્દાફાશ કરવા માટે યાન શુક્રના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરશે અને શુક્ર ફરતે સાત ભ્રમણ કરશે જેના દ્વારા સૂર્યના વાતાવરણમાં પ્રવેશી શકશે.

 

August 12, 2018
ko1.jpg
1min9180

નોર્થ કોરિયા ખાતે સરકારની સ્થાપનાની 70મી જયંતી આવતા મહિને ઉજવાઈ રહી હોવાથી નોર્થ કોરિયાએ પ્યોંગયાંગની મુલાકાતે આવનારા ચાઇનીઝ પ્રવાસીઓના સમૂહને નોર્થ કોરિયા આવવાની પરવાનગી આપવા મનાઈ ફરમાવી છે.

ચાઇનીઝ ટુર ઓપરેટર્સને આગામી 20 દિવસ પ્યોંગયાંગ સહિત નોર્થ કોરિયામાં હોટલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પ્યોંગયાંગની ટૂર યોજવા પર પ્રતિબંધ મુકાઈ રહ્યો હોવાનું પ્યોંગયાંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ પણ નોર્થ કોરિયા વિદેશીઓને નોર્થ કોરિયાની મુલાકાત માટે પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જે માટે દેશ દ્વારા અન્ય કાર્યક્રમોના આયોજનનું કારણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય ટ્રાવેલ એજન્સી દ્વારા પણ તેમના ચાઇનીઝ પાર્ટનરને ‘સ્ટેટ ડિસીઝન’ હેઠળ ચાઇનીઝ ગ્રૂપ ટૂરનું આયોજન નહીં કરવા જણાવવામાં આવ્યું છે. નોર્થ કોરિયન નેતા કિમ જોંગ ઉન દ્વારા નવા વર્ષના વક્તવ્યમાં જ 70મા રિપબ્લિક દિવસની ભવ્ય ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉજવણીમાં નોર્થ કોરિયન નાગરિકો સહિત ફોરેન ડેલિગેશન પણ તેના સાંસ્કૃતિક મહોત્સવમાં જોડાશે.

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ નોર્થ કોરિયાની મુલાકાતે જનારા ચાઇનીઝ લોકોની સંખ્યામાં વધારો થયો છે. નોર્થ કોરિયાના વિવિધ સ્થળો ઉપરાંત ડિમિલિટરાઇઝડ ઝોનની મુલાકાતે પ્રતિદિન 1000થી 2000 લોકો જઈ રહ્યા છે.

August 9, 2018
NRI-Club.jpg
1min10260

ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.

વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.

આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.

August 8, 2018
INTERPOLlogo.jpg
1min9120

Jayesh Brahmbhatt  98253 44944

ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ દ્વારા વિશ્વભરના એવા ગુનેગારોની યાદી તેમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે જે ગુનેગારો પોતાના દેશમાં કે વિદેશમાં કોઇ ગંભીર પ્રકારનો ગુનો કરીને નાસતા ફરતા હોય. તા.8મી ઓગસ્ટ 2018ના રોજ ઇન્ટરપોલની વેબસાઇટ ચકાસતા જાણવા મળ્યું કે હાલમાં ઇન્ટરપોલ દ્વારા કુલ 104 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં એક નહીં પણ બે ભારતીયો હોવાની માહિતી ત્યાં જ ઉપલબ્ધ થઇ.

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પહેલા ભારતીય છે પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયામાં નવડાવીને હાલમાં નાસતા ફરતા નિરવ મોદી છે. નિરવ મોદીએ કરેલા ગુનાની આખી પ્રોફાઇલ ઇન્ટરપોલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબની ઇમેજ પરથી જોઇ, જાણી શકાય છે.

 

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ભારતના બેંક કૌભાંડી  નિરવ મોદીની કંઇક આવી

પ્રોફાઇલ અપલોડ કરવામાં આવી છે.

 

નિરવ મોદી ઉપરાંત અન્ય એક ભારતીય ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. આ ભારતીય કંઇ બહુ જાણીતી હસ્તી નથી. એક લબર મૂછીયો મુસ્લિમ યુવાન આ યાદીમાં છે. પટેલ સાદિક આદમ નામનો આ યુવાન ફક્ત 21 વર્ષની વયનો છે. તેના પર આરોપ છે કે તેણે માલાવી નામના દેશમાં હત્યાનો ગુનો કરીને નાસતો ફરી રહ્યો છે. માલાવી પોલીસ દ્વારા અનેક વખત તેની શોધખોળ માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે પરંતુ એ મળી આવતો ન હોવાથી ઇન્ટરપોલ દ્વારા તેને મોસ્ટ વોન્ટેડ પર્સન્સની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે.

જેની પ્રોફાઇલ આ મુજબની ઇન્ટરપોલે બનાવીને વેબસાઇટ પર રજૂ કરી છે.

 

August 8, 2018
nogst.jpg
1min12470

ભારતમાં ઓફિસ ધરાવતી વિદેશી કંપનીઓને GSTમાં રાહત મળી છે. GST કાઉન્સિલે બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, IT અને ITES સેક્ટર્સમાં કાર્યરત વિદેશી કંપનીઓની ભારત ખાતેની બ્રાન્ચ અને પ્રોજેક્ટ ઓફિસિસને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે.

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન સહિતનાં ઉદ્યોગ સંગઠનોએ સરકાર અને GST કાઉન્સિલને આ મુદ્દે રજૂઆત કરી હતી. વિદેશમાં બ્રાન્ચ ઓફિસ ધરાવતી મોટા ભાગની બેન્કો અને વિદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ GSTના મુદ્દે પરેશાન હતી. સામાન્ય રીતે વિદેશી ઇન્ફ્રા કંપનીઓ પ્રોજેક્ટ ઓફિસસ દ્વારા પ્રોજેક્ટ્સનો અમલ કરે છે.

સામાન્ય રીતે આ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ લાગતો ન હતો અને કદાચ GST હેઠળ પણ તેના પર ટેક્સ લેવાનો ઇરાદો ન હતો. જોકે, વિભાગે કંપનીઓને આ ચાર્જિસ અંગે ટેક્સ નોટિસ ઇશ્યૂ કરી ત્યારે કાનૂની વિવાદ થયો હતો.

GST કાયદા હેઠળ ‘સપ્લાય’ની ‌વ્યાખ્યા ઘણી વ્યાપક છે. તે બે વ્યક્તિ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર ટેક્સને મર્યાદિત કરતી નથી. GST કાઉન્સિલે હવે આ પ્રકારના સપ્લાયને કરમાંથી મુક્તિ આપવા વ્યાખ્યામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને તા.21 જુલાઇ 2018ની GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

ભારતમાં કોઈ વ્યક્તિની કંપની કે એન્ટિટી દ્વારા ભારતની બહાર એ જ વ્યક્તિની કંપની કે એન્ટિટીને અપાયેલી સર્વિસિસને ઇન્ટિગ્રેટેડ GSTમાંથી મુક્તિ આપવામાં આવશે. કારણ કે સપ્લાયનું સ્થાન ભારતની બહાર છે. આવી શરત GSTના નિયમોમાં સામેલ કરાય તેવી શક્યતા છે. જોકે, કાનૂની વિવાદ ટાળવા ટેક્સ નિષ્ણાતો આ ફેરફાર પહેલી જુલાઈની પશ્ચાદ્‌વર્તી અસરથી અમલી બને તેવું ઇચ્છે છે. કારણ કે તેની જોગવાઈ જુલાઈથી અમલી બની હતી.

કરમુક્તિના કારણે ઉદ્યોગને જરૂરી રાહત મળશે. જોકે, તેનો અમલ 1 જુલાઈ 2017થી થાય છે કે નોટિફિકેશનની તારીખથી કરવામાં આવે છે એ જોવું મહત્ત્વનું બનશે. રાજસ્થાન ઓથોરિટી ફોર એડ્વાન્સ રુલિંગ્સના તાજેતરના ચુકાદામાં પણ જણાવ્યા અનુસાર લાયેઝન ઓફિસના વિવિધ ખર્ચ અને ચાર્જિસના રિઇમ્બર્સમેન્ટ પર GST લાગુ નહીં પડે.

August 7, 2018
humza.jpg
1min8060
હમઝા વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાનો જમાઈ બન્યો

આતંકવાદી જૂથ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને લગ્ન કર્યા છે અને એ પણ અમેરિકામાં આતંકવાદી હુમલો કરનારની દિકરી સાથે, આ જ કારણે ઓસામા બિન લાદેનનો પુત્ર હાલમાં વિશ્વભરમાં ટોક ઓફ ધ વર્લ્ડ બન્યો છે.

હમઝા બિન લાદેન અમેરિકામાં 9/11ના આતંકી હુમલા માટે વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યા હોવાની વિગતો વાઇરલ થવા પામી છે. ખુદ ઓસામા બિન લાદેનના પરિવારજનોએ જુદા જુદા માધ્યમો સમક્ષ લગ્નની વાતને સમર્થન આપ્યું છે. ઓસામા બિન લાદેનના સાવકા ભાઈઓએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

અહમદ અને હસન અલ-અત્તાસે કહ્યું હતું કે તેમને લાગે છે કે હમઝાને હવે અલ-કાયદામાં ખૂબ ઊંચું પદ મળી ગયું છે અને તે પોતાના પિતાના મોતનો બદલો લેવાની ફિરાકમાં છે. સાત વર્ષ પહેલા અમેરિકાએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો.

હમઝા બિન લાદેન ઓસામાની એ ત્રણ જીવિત રહેલી પત્નીઓમાંથી એકનો પુત્ર છે. લાદેનની આ પત્ની અમેરિકા પરના હુમલા વખતે એબટાબાદમાં રહેતી હતી. અહમદ અલ-અત્તાસે કહ્યું હતું, ‘અમે સાંભળ્યું છે કે તેણે મોહમ્મદ અટ્ટાના પુત્ર સાથે લગ્ન કર્યા છે. અમે ચોક્કસ ખ્યાલ નથી કે ક્યાં લગ્ન કર્યા છે પણ કદાચ તેમના લગ્ન અફઘાનિસ્તાનમાં થયા છે.’

સૂત્રોના પ્રમાણે, હમઝાની પત્ની ઈજિપ્તની નાગરિકતા ધરાવે છે.ઓસામા બિન લાદેનના મોત પછી તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા ગયા હતા, જ્યારે તેમને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે આશરો આપ્યો હતો. ઓસામાની પત્નીઓ અને તેમના બાળકો સતત લાદેનની માતા આલિયા ઘાનેમના સંપર્કમાં રહ્યા હતા.

August 5, 2018
chin1-1280x720.jpg
1min4280

ચીન તેના આર્ટલરી યુનિટ્સ માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી રૉકેટસ વિકસાવી રહ્યું છે. ઈલેક્ટ્રોમેગ્નેટિક રોકેટસ ઊંચા પહાડી વિસ્તારોમાં વિશેષ ક્ષમતાથી કામ કરી શકે છે. તિબેટના પહાડી વિસ્તારો દ્વારા ભારત સામે ચીન ઈલેક્ટ્રોમેગ્નેટિક આર્ટિલરી ખડકી શકે છે. અતિ આધુનિક ઈલેક્ટ્રોમેગ્નેટિક રૉકેટસ 200 કિ.મી. દૂરના લક્ષ્યાંક પર હુમલો કરી શકે છે. અન્ય આર્ટિલરી હથિયાર કરતા તે વધુ અસરકારક અને વધુ શક્તિશાળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. લશ્કરી ગતિવિધિ દરમિયાન આ પ્રકારના રોકેટ્સ ચીનની સાઉથ- વેસ્ટ સરહદ પર વાપરવાનો ચીનનો ઇરાદો ચીનનું નિશાન ભારત હોવા તરફ નિર્દેશ કરે છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સિક્કીમ બોર્ડર પર દોકલામ ક્ષેત્રે ભારત તથા ચીન વચ્ચે 73 દિવસનો સ્ટેન્ડ ઑફ (યુદ્ધ વિરામ) જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય સૈન્ય દ્વારા દોકલામના વિવાદાસ્પદ ક્ષેત્રમાં ચીનની મિલિટરી દ્વારા થઈ રહેલું રોડનું બાંધકામ અટકાવવામાં આવ્યું હતું. બીજિંગના કબજા હેઠળના ક્ષેત્ર પર થીમ્પુ દ્વારા પોતાના સાર્વભૌમત્વ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકીય વાટાઘાટો બાદ દોકલામ વિવાદ પૂર્ણ થયો હોવાની ઘોષણા તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ ચીન દ્વારા ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ રોકેટ વિકસાવવામાં આવી રહ્યાના સમાચાર ચીનના બદઈરાદા દર્શાવતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

બીજિંગના પીએલએ રિસર્ચ સેન્ટર ખાતે ઈલેક્ટ્રોમેગ્નેટિક રોકેટ તૈયાર થઈ રહ્યા છે, જેના પ્રોજેક્ટ લીડર વૈજ્ઞાનિક હેન જૂનલી હોવાનું બહાર આવ્યું છે.

સંરક્ષણ ક્ષેત્રે ચીન અતિઆધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી વ્યાપ વધારી રહ્યું છે. હેનના મત મુજબ ચીને સાઉથ વેસ્ટ સરહદ પરના મેદાનો ખાતે રોકેટ આર્ટિલરી વિકસાવવી ચીનની સુરક્ષા માટે જરૂરી છે. ચીનના અતિ વિશાળ મેદાનો અને પહાડી વિસ્તારોમાં સૈન્ય વગર પણ રોકેટ દ્વારા 200 કિ.મી. દૂર સુધી વાર થઈ શકશે.

ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગન પણ તૈયાર કરશે જે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સના સિદ્ધાંત પર કામ કરશે.