બ્લૅક હૉલને લગતી શોધો માટે ત્રણ વિજ્ઞાનીઓને આ વર્ષે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રોયલ સ્વીડિશ ઍકેડેમી ઑફ સાયન્સિઝે જણાવ્યું હતું કે આ વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોજર પેનરોઝ, રિનહાર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ઘીઝને આપવામાં આવશે. રોજર પેનરોઝને અડધું ઇનામ મળશે અને બાકીનું ૫૦ ટકા ઇનામ રિનહાર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ઘીઝને સંયુક્ત રીતે આપવામાં આવશે. બ્લૅક હોલ એ સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનું સીધું પરિણામ છે એ સાબિત કરવા બદલ બ્રિટનના રોજર પેનરોઝને ભૌતિકશાસ્ત્રનું નોબેલ ઇનામ આપવામાં આવશે.
અમેરિકાના હાર્વી જે. ઑલ્ટર તથા ચાર્લ્સ એમ. રાઇસ અને બ્રિટનના વિજ્ઞાની માઇકલ હાઉટનને હૅપટાઇટિસ-સી વાઇરસ શોધવા બદલ નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર મેડિસિન/ફિઝિયોલૉજી વિભાગમાં છે.
નોબેલ કમિટીના વડા થૉમસ પર્લમૅને સ્ટૉકહૉમમાં પારિતોષિક વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-ડબ્લ્યૂએચઓ)ના અંદાજ પ્રમાણે વિશ્ર્વભરમાં પ્રતિવર્ષ હૅપટાઇટિસ (યકૃતમાં દાહ કે સોજો)ના સાત કરોડ કેસ બનતા હોય છે અને આ બીમારીથી ચાર લાખ જેટલા લોકોના મૃત્યુ નીપજતા હોય છે. આ ગંભીર બીમારી યકૃત તથા કૅન્સરની વધુ ગંભીર બીમારીને જન્મ આપતી હોય છે.
સોમવારે આ પુરસ્કારોની જાહેરાત વખતે નોબેલ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે ‘ત્રણેય સંશોધકો અને વિજ્ઞાનીઓના આ કાર્યથી રક્ત-આધારિત હૅપટાઇટિસના મુખ્ય ોતનું વર્ણન કરવામાં ઘણી મદદ મળી છે. હૅપટાઇટિસ-એ અને હૅપટાઇટિસ-બી વાઇરસને લગતા સંશોધનો બાદ આવું
વર્ણન સંભવ નહોતું થયું, પરંતુ હવે હૅપટાઇટિસ-સી વાઇરસ શોધવા બદલ થઈ શક્યું છે. તેમના આ કાર્યને કારણે અત્યંત સંવેદનશીલ બ્લડ-ટેસ્ટ તથા દવા સંભવ બન્યા છે. આને કારણે લાખો લોકોના જાન બચી શકશે. આ નવી શોધને પરિણામે હવે પહેલી વાર હૅપટાઇટિસની બીમારીમાંથી દર્દી સાજો થઈ શકે એમ છે. વિશ્ર્વમાંથી હવે હૅપટાઇટિસ-સી વાઇરસ નાબૂદ થઈ
શકે એમ છે.’
નોબેલ પારિતોષિકના પ્રત્યેક વિજેતાને ગોલ્ડ મેડલની સાથે એક કરોડ સ્વિડીશ ક્રોનર (૧૧,૧૮,૦૦૦ ડૉલરથી પણ વધુ રકમ) મળે છે. નોબેલ પ્રાઇઝનો ઇતિહાસ ૧૨૪ વર્ષ જૂનો છે અને આ પુરસ્કારનું નામ સ્વિડનના આલ્ફ્રેડ નોબેલના નામ પરથી પડ્યું છે.
આ વર્ષે નોવેલ કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં લેતાં આ વખતે ખાસ કરીને તબીબી ક્ષેત્રના આ પુરસ્કારનું મહત્ત્વ વધી ગયું છે.
વિતેલા 24 કલાકમાં વિશ્વસ્તરે 3 લાખથી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત ભારતમાં થઇ હોવાનું જણાયુ છે. ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી ત્રણ કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે.
વિશ્વના કુલ કેસ પૈકી 54 ટકાથી વધુ કોરોના સંક્રમણના કેસ અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં છે અને મૃત્યુઆંકમાં 45 ટકાથી વધુ મોત આ ત્રણેય દેશોમાં જ થઇ છે. વિતેલા 24 કલાકમાં અમેરિકામાં 51,403, ભારતમાં 79,974 અને બ્રાઝીલમાં 33,002 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુઆંકમાં ભારતમાં સૌથી વધુ 1071, અમેરિકામાં 864 અને બ્રાઝીલમાં 664 કેસ નોંધાયા છે.
વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ આંકડો 75,49,323એ પહોંચી ગયો છે, જેમાં 2,13,524 લોકોના મોત નીપજ્યા છે. એ પછી બીજા નંબરે ભારતમાં 64,71,934 કેસ છે. બ્રાઝીલમાં કુલ કેસ 48,42,231 સુધી પહોંચી ગયા છે. અહીં 1,45,431થી વધુ લોકોના મોત નીપજ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સવારે ડોનલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે માહિતી આપી હતી. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી અગામી થોડા દિવસો સુધી ક્વોરન્ટાઇન રહેશે.
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યાર પછી ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે પોતાની જાતને ક્વોરન્ટાઇન કર્યાં છે. નોંધનીય છે કે ડોનલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. હોપ હિક્સ ડોનલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ
ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રમુખ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે.
બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ ૧૫મી ઓક્ટોબરે યોજાવાની છે. એટલે કે માત્ર ૧૩ દિવસ બાકી છે. ક્વોરન્ટાઇન પીરિયડ ૧૪ દિવસનો હોય છે. ત્યારપછી ટેસ્ટ પણ કરવામાં આવશે. એટલા માટે આ વાતની શક્યતા ઘણી ઓછી છે કે ટ્રમ્પ બીજી ડિબેટમાં ભાગ લઈ શકે.
ટ્રમ્પ બે વખત જ સાર્વજનિક રીતે માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. ૧૨મી જુલાઈએ તેઓ વોશિંગ્ટનના વોલ્ટર રીડ મિલેટ્રી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમણે વાદળી રંગનું માસ્ક પહેર્યું હતું.
ગત અઠવાડિયે ટ્રમ્પ સુપ્રીમ કોર્ટના સ્વર્ગસ્થ જસ્ટિસ ગિન્સબર્ગને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. મેલાનિયા પણ સાથે હતી. ત્યારે બન્નેએ માસ્ક પહેર્યું હતું.
ખાનગી સેક્ટરમાં કામ કર્યા પછી આ વર્ષે હોપ હિક્સ વ્હાઈટ હાઉસ પરત આવ્યાં હતાં. અમેરિકન પ્રમુખે તેમને પોતાનાં અંગત સલાહકાર બનાવ્યાં હતાં. આ પહેલાં તેઓ વ્હાઈટ હાઉસમાં કમ્યુનિકેશન મેનેજમેન્ટનું કામ કરતાં હતાં. ટ્રમ્પના ૨૦૧૬માં પ્રમુખે કેમ્પેઇનમાં હોપ હિક્સ પ્રવક્તા હતાં.
અમેરિકામાં જ્યારે કોરોનાના ૨.૭૭ લાખ કેસ નોંધાયા છે અને ૭૪૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ હતી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માસ્ક નહીં પહેરે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ અંગે પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું.
યુક્રેનમાં એક એરફોર્સનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. આ ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના એક મંત્રીએ એએફપીને જણાવ્યું હતું કે અકસ્માતમાં 2 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાનમાં 21 સૈન્ય વિદ્યાર્થીઓ સહિતના 28 લોકો હતા. મંત્રીએ કહ્યું કે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડાયમર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે આ ઘટના સ્થળની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યું કે અમે દુર્ઘટનાના તમામ સંજોગો અને કારણોની તપાસ માટે તાકીદે એક કમિશનની રચના કરી રહ્યા છીએ. અહેવાલો અનુસાર એન્ટોનોવ -26 પરિવહન વિમાન યુક્રેન સમય રાત્રે 8:50 (17:50 જીએમટી) , ચૂહિવ એરફોર્સ વાય બેઝથી બે કિલોમીટર દુર્ઘટનાગ્રસ્ત. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં એક કલાકનો સમય લાગ્યો.
ચૂહિવ શહેર ખાર્કિવથી આશરે 30 કિલોમીટર અંતરે દક્ષિણ-પૂર્વમાં અને રશિયન તરફી ભાગલાવાદીઓ સાથે ફ્રન્ટ લાઇનથી 100 કિલોમીટર પશ્ચિમમાં છે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવ પર છે. અહીં રશિયા યુક્રેનના હિંસક ચળવળકર્તાઓને સપોર્ટ કરી રહ્યું છે. જેઓ ફરી એકવાર યુક્રેનને રશિયામાં ભેળવી દેવા માગે છે.
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દુનિયાના તમામ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નવા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે દુનિયામાં કોરોના સંક્રમણનો કુલ આંક 3 કરોડને પાર પહોંચી ગયો છે. 3 કરોડમાંથી અડધાથી ઉપર કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલના છે. જ્યારે દુનિયામાં કુલ મૃત્યુઆંક 9.50 લાખથી ઉપર થયો છે. ‘તેમજ 2.20 કરોડથી વધારે લોકો રિકવર થઈ ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો દેશમાં કુલ કેસ 52 લાખને પાર થયા છે. તેમજ 41.25 લાખ લોકો રિકવર થયા છે. જ્યારે 84 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધારે સક્રિય કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. આ રાજ્યમાં સૌથી વધારે રિકવરી પણ થઈ છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકના સમયગાળામાં વિક્રમી 87472 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ’ સાથે દેશમાં કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા 4125742 થઈ છે. તેનાથી રિકવરી રેટ 78.86 ટકા સુધી પહોંચ્યો છે અને મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.
મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડે, કર્ણાટક અને ઉત્તર પ્રદેશથી 59.8 ટકા સક્રિય’ મામલા સામે આવ્યા છે. આ રાજ્યોનો કુલ રિકવરી દર પણ 59.3 ટકા છે.’ મહારાષ્ટ્રમા નવો રિકવરી દર 22.31 ટકા, આંધ્રપ્રદેશમાં 12.24 ટકા, કર્ણાટકમાં 8.3 ટકા, તમિલનાડુમાં 6.31 ટકા અનજે છત્તીસગઢમાં 6 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1174 મૃત્યુ થયા છે. દેશમાં સક્રિય મામલાની વાત કરવામાં આવે તો આ આંકડો 10 લાખને પાર થયો છે.
ઈઝરાયલમાં કોરોના સંક્રમણના કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકો પોતાના ઘરથી 500 મીટરના અંતર સુધી જ બહાર જઈ શકશે. ઈઝરાયલમાં અગાઉ પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો નહીં નોંધાતા ફરી એક વખત લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે.
પ્રાપ્ય માહિતી અનુસાર દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવશે. જોકે, પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટર પર કામ ચાલુ રહેશે. પરંતુ પબ્લિક મૂવમેન્ટ પર સીમિત પ્રતિબંધો લાગુ રહેશે. લોકો પોતાના ઘરથી 500 મીટરના વિસ્તારથી બહાર નહીં જઈ શકે.
નોંધનીય છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28994241 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 923871 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 19624520 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8445850 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2021ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ઈઝરાયલ અને યુએઈ વચ્ચે ઐતિહાસિક શાંતિ વાર્તા કરાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન કરવામાં આવ્યું છે. અમેરિકી મીડિયા અનુસાર નોર્વે સંસદના ક્રિશ્ચિયન તાઇબ્રિંગ તરફથી ટ્રમ્પનું એવોર્ડ માટે નામાંકન કરવામાં આવ્યું છે.
તાઇબ્રિંગ તરફથી ટ્રમ્પની પ્રશંસા પણ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં શાંતિ સ્થાપિત કરવાના ઘણા પ્રયાસો કર્યા છે.
ટાઇબ્રિંગે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે બે દેશ વચ્ચે ચાલી આવતી લાંબી દુશ્મનીને ખતમ કરાવી છે. જે કોઈપણ પ્રકારના નોબલ પુરસ્કાર માટે પૂરતી છે. ક્રિશ્ચિયન તાઇબ્રિંગ નોર્વેની સંસદમાં ચાર વખતની સભ્ય છે અને નાટોની સંસદીય એસેમ્બલીનો પણ હિસ્સો છે.’
કોરોના મહામારી વિશ્વના મોટાભાગના દેશોને શિકાર બનાવી ચૂકી છે, પરંતુ સૌથી વધુ પ્રભાવિત દેશોની શ્રેણીમાં પ્રથમ અમેરિકા અને બ્રાઝીલ છે. વિશ્વના કુલ કેસોના 40 ટકા કેસ આ બંને દેશોમાં છે. એટલુ જ નહીં, કોરોના સંક્રમણથી કુલ મૃત્યુદરનો 36 ટકા આ દેશમાં છે. જોકે વિતેલા 24 કલાકમાં અહીં નવા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં 41,448 અને બ્રાઝીલમાં 21,434 નવા કેસ સામે આવ્યા જ્યારે મૃત્યુઆંક ક્રમશ 509 અને 679 રહ્યો.
હકીકત એ પણ છે કે વિતેલા કેટલાક દિવસથી વિશ્વમાં સૌથી વધારે નવા કેસ ભારતમાં સામે આવી રહ્યા છે, જે પછી અમેરિકા અને બ્રાઝીલમાં સામે આવી રહ્યા છે. વિશ્વ સ્તરે ભારત ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે.
કોરોના સંક્રમણ પર નજર રાખી રહેલી વેબસાઇટ વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો 25 ઓગષ્ટે 59 લાખથી વધુ પહોંચી ગયો હતો જેમાં 1.81 લાખથી વધુ દર્દીઓ જીવ ગુમાવી બેઠા છે. બ્રાઝીલમાં કુલ કેસોનો આંક વધીને 36 લાખ પહોંચી ગયો છે, અહીં 15 હજારથી વધુ લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો અમેરિકામાં અત્યાર સુધી 32.17 લાખ કોરોના દર્દીઓ હવે સ્વસ્થ્ય બની ચૂક્યા છે. આ પ્રમાણ કુલ કેસોનો 54 ટકા ભાગ છે. અહી 25 લાખથી વધુ સક્રિય કેસ છે. બ્રાઝીલમાં રિકવરી રેટ 77 ટકા છે, અહીં 27 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય બની ચૂક્યા છે.
કોરોના મહામારીની શરુઆત ભયાનક હતી અને આજે પણ મોટાભાગના દેશો પ્રભાવિત છે, જોકે આ મુદ્દે દુનિયાના કેટલાક વિજ્ઞાનીઓ દાવો કરી રહ્યા છે કે વાયરસ ઝડપથી નબળો પડી રહ્યો છે અને શરુઆતમાં જેટલો ઘાતક હતો એટલો રહ્યો નથી.
દિલ્હીથી લંડન બાય બસ – એવા સમાચારનું શીર્ષક પ્રવાસપ્રેમીને કઈ રીતે અને કયારે તે જાણવા બેશક પ્રેરે. તેનો જવાબ છે એ છે કે એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપનીએ 21ના વર્ષમાં આવી ટુરના આયોજનની જાહેરાત ઈન્સ્ટાગ્રામમાં કરી છે.
કંપનીએ બસ ટુ લંડન નામની પોસ્ટમાં મૂકેલી વિગત મુજબ નવી દિલ્હી, ભારતથી લંડન, યુકે વચ્ચે આવી સૌપ્રથમ હોપ-ઓન/હોપ-ઓફફ બસ સર્વિસ હાથ ધરાશે.’તેના પ્રવાસીઓ 70 દિવસમાં 20 હજાર કિમી આવરી લે તેવો 18 દિવસનો પ્રવાસ’ કરશે. જે 16 દેશોમાંથી આ બસ પસાર થશે તે આ મુજબ છે: મ્યાંમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ઘિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સ.
આ ટ્રિપ જવા માટે 10 દેશોના વિઝાની જરૂર પડશે. આ તમામ પ્રોસેસ કંપની દ્વારા જ કરવામાં આવશે. અલગ-અલગ દેશોની યાત્રા કરવા માંગતા લોકો માટે આ ખુબ સારી તક છે. ટ્રિપ પર જનારા લોકોને રહેવા માટે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવશે.
વર્ષ 2021માં દિલ્હીથી લંડન જનારી આ ટ્રિપમાં માત્ર 20 મુસાફરો જ બુકિંગ કરાવી શકશે. આ બસની તમામ સીટો બિઝનેસ ક્લાસની હશે. બસમાં 20 યાત્રીઓ ઉપરાંત એક ડ્રાઈવર અને એક સહાયક ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર કંપનીનો એજન્ટ અને એક ગાઈડ હશે.
Travel From Delhi To London In A Bus In 2021
Adventures Overland has officially launched a dream bus titled Bus to London. This covers the longest bus route in the world, spanning 18 countries in 2 continents, in 70 days spanning a distance of 20,000km. This Delhi to London, dream bus shall recreate history with utmost comfort and luxury. From exploring the pagodas in Myanmar, hiking the Great Wall of China, visiting the historic city of Tashkent, touring European Frankfurt to finally soaking in the London vibes, this truly is the journey of a lifetime. So, adventure enthusiasts, you can tour 18 countries in 70 days in one luxurious bus journey of a lifetime. The 18 countries you can tour are- India, Myanmar, Thailand, Laos, China, Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia, Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, UK.
This Bus Journey Has 4 Legs Spanning 18 Countries In 2 Continents
This bus journey of a lifetime has 4 legs that span 18 countries in 2 continents. Upon reaching London the bus shall return back in the same route. This is a hop on hop off bus. So you don’t have to finish the entire journey from Delhi to London or vice-versa. You can opt for the leg-wise journeys instead. Fly to a destination of your choice then hop on the bus and finish the leg-wise journey. The price of these bus journeys is on request. Here are the 4 legs of this bus journey.
Leg 1: India, Myanmar, Thailand ( 11 Nights & 12 Days)
This bus shall flag off in Delhi. From there it will embark on a tour around beautiful Indian cities like Lucknow, Muzaffarpur, Siliguri, Guwahati, Kohima and Imphal. It will then cross international borders to enter Myanmar where you can visit the beauty of the pagodas of Bagan. The journey then continues as you find yourself crossing the border of Myanmar into Thailand. Enjoy the vibrancy of the Thai capital of Bangkok as you cross the Mekong River into Laos and finish the first leg of your journey as you enter China.
Leg 2: China ( 15 Nights, 16 Days)
The second leg of your mesmerising journey begins at Chengdu in China. Witness cute pandas at Chengdu, the historical relics of the great wall and the Mogao Caves in the cities of Jiayuguan and Dunhuang in Gansu Province. You can then explore the distinctive topography of Gobi Desert, snow-capped mountains and glaciers of China. And finally, end the second leg of your journey by relishing the beauty of fascinating towns like Turpan and Kashgar amidst others.
Leg 3: Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia ( 21 Nights & 22 Days)
The third leg of this epic journey begins with the Silk Orad era city of Bishkek in Kyrgyzstan. Stroll along lively bazaars, gorge on delicious samsas and breathe in the aromas of fresh spices. After which the bus takes you to the beautiful country of Uzbekistan. Explore the stunning city of Tashkent and historical wonders of Samarkand, Bukhara and Khiva. Post Uzbekistan, next pass through Kazakhstan and finally enter monumental Russia. Feast your eyes on the kaleidoscopic wonder of Moscow and let the World Heritage sites enthral you, as you finish the third leg of your journey.
Leg 4: Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, United Kingdom( 15 Nights & 16 Days)
The final leg of your journey begins with the magnanimity of the Baltic countries of Latvia and Lithuania. Let the serenity and elegance of the UNESCO certified Old Town charm you. Venture out to the largest city in Poland, the Czech capital of Prague to the German metropolis of Frankfurt. Gorge on delectable chocolates and exclusive brews of Brussels and finally step into London. Look back at your exhilarating journey with pride as you would have truly experienced something out of the ordinary.
Inclusions In This Trip
This trip includes the following facilities so you can have a comfortable and luxurious road trip from Delhi to London.
Hotel stays on a twin basis
Meal as per the leg-wise package
Special luxury bus transportation
Bus driver and helper
CPR certified experienced coordinator
Local English speaking guide in every country
Visas and standard tourist fee
Border crossing assistance
Ministry approvals, customs, immigration clearance, inner line permits
Fuel, servicing, toll taxes and parking fees
Third-party insurance for the bus for every country
Route planning and research
Airport transfers in Imphal
Sightseeing and walking tours at various locations
Entrance fee at sightseeing points
Activities
Stock of water snacks, chocolates and soft beverages throughout the journey
Adventures Overland merchandise for each passenger
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.