CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 19 of 49 - CIA Live

June 14, 2021
g7.jpg
1min465
G7 leaders take on China and plan to stop new pandemics - World News

બ્રિટનમાં યોજાયેલા જી7 શિખર સંમેલનથી ચીનના ભવાં ચઢી ગયા છે. પેટમાં ચૂક ઉપડી હોય તેમ મહાસત્તાઓને ધમકી આપી છે કે આવા નાના સમૂહો દુનિયા પર રાજ કરે એ દિવસો ગયા. ઈંગ્લેન્ડના કાર્બિસ બેમાં વિશ્વની 7 આર્થિક મહાસત્તાઓ (અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, ફ્રાંસ, ઈટાલી, જાપાન)ના વડા એકઠા થયા છે. આ દેશોની બેઠકને પોતાના વિરૂદ્ધ જૂથબંધી ગણાવતાં ચીને ખુલ્લેઆમ ધમકી ઉચ્ચારી કે એ દિવસો હવે ખત્મ થયા છે જ્યારે દેશોના નાના જૂથ દુનિયાના ભાગ્યનો ફેંસલો કરતા હતા. લંડનમાં ચીની દૂતાવાસના પ્રવકતાએ કહ્યુ કે અમે હંમેશા માનીએ છીએ કે નાના કે મોટા, નબળા કે મજબૂત, ગરીબ કે ધનિક દરેક દેશ બરાબર છે. વૈશ્વિક મુદ્દે દરેક દેશો સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણયો લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગ્રુપ ઓફ સેવન તરીકે જાણીતા નેતાઓ આ સંમેલનમાં ચીનને દાબમાં રાખવાની રણનીતિ ઘડી રહ્યા છે. આ ધનિક દેશોનું માનવુ છે કે છેલ્લા 40 વર્ષમાં ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ શાનદાર રહ્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્રઢતા વધી રહી છે. જેના પર રોક લગાવવા આ 7 દેશો સંયુક્ત રણનીતિ બનાવી રહ્યા છે. જેના ભાગ રૂપે જિનપિંગના ડ્રીમ પ્રોજેકટ વન બેલ્ટ વન રોડ વિરૂદ્ધ યોજના શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જી7 દેશોના આ પગલાંથી ચીનને હજારો કરોડ ડોલરનો આર્થિક ફટકો પડશે. ચીન લોનના બહાને નાના દેશોને આર્થિક ગુલામ બનાવી રહ્યુ છે જેને જી7 દેશો રોકશે.’

June 12, 2021
covaxin-1.jpg
1min371

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઝટકો લાગ્યો છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. કહેવાઇ રહ્યું છે કે, સંપૂર્ણ ડેટા ન હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ તેના અમેરિકી પાર્ટનર ઓક્યૂઝેન ઇંકને સલાહ આપી છે કે, તે ભારતીય વેક્સિનના ઉપયોગની મંજૂરી મેળવવા માટે વધુ ડેટા સાથે બાયોલોજિક્સ લાયસન્સ એપ્લીકેશન્સ (BLA) હેઠળ ફરી અરજી કરે. 

ઓક્યૂઝેનને કહ્યું કે, એફડીએની સલાહ અનુસાર કોવેક્સિન માટે બીએલએ દાખલ કરશે. બીએલએ, એફડીએની વ્યવસ્થા છે, જે હેઠળ દવાઓ અને રસીની મંજૂરી અપાય છે. આવામાં કોવેક્સિનને અમેરિકમાં મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે. 

અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન મળવાનો અર્થ એ નથી કે વેક્સિનમાં કોઇ ખામી છે. પરંતુ અમેરિકાની એફડીએ વેક્સિન ટ્રાયલના કેટલાક વધુ પરિણામો જોવા માગે છે. એફડીએ તે જાણવા માગે છે કે, આ વેક્સિન કેટલી સુરક્ષિત અને કારગર છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનને WHO દ્વારા પણ હાલ મંજૂરી મળી નથી.

ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક શંકર મુસુનુરીએ કહ્યું કે, અમે ઇયુએ અરજીને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક હતાં, પરંતુ FDAએ અમને બીએલએ દ્વારા અનુરોધ કરવાની સલાહ આપી છે. આનાથી વધુ સમય લાગશે, પરંતુ અમે કોવેક્સિનને અમેરિકામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે.

June 11, 2021
euro_fixtures-1280x720.jpg
1min386

ફિફા વર્લ્ડ કપ પછીની ફૂટબોલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટૂર્નામેન્ટ યૂએફા (યૂરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ) યૂરો કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલ તા. 11 જૂનથી થશે. પહેલા મેચમાં તૂર્કિની ટક્કર ઇટાલી સામે થશે. જે ભારતીય સમય અનુસાર તા.12મીએ રાત્રે 12-30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે યૂરો કપમાં 24 ટીમ આમને-સામને હશે. જેમાં ચાર-ચારના છ ગ્રુપમાં રાખવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 11 જુલાઇએ થશે. કોરોના મહામારીને લીધે યૂરો કપ એક વર્ષ સ્થગિત થયા બાદ હવે આ વર્ષે રમાઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે યૂરો કપના મેચ 11 દેશના 11 શહેરમાં રમાશે.

જેમાં અઝરબેજાનનું શહેર બાકૂ, ડેનમાર્કનું કેપનહોગન, ઇંગ્લેન્ડનું લંડન, જર્મીનનું મ્યુનિચ, હંગેરીનું બુડાપોસ્ટ, ઇટાલીનું રોમ, નેધરલેન્ડસનું એમ્સટરડેમ, રોમાનિયાનું બુખારેસ્ટ, રશિયાનું સેંટ પીટર્સબર્ગ, સ્કોટલેન્ડનું ગ્લાસ્ગો અને સ્પેનનું શહેર સેવિલ સામેલ છે.

આ વખતના યૂરો કપમાં સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ ખિતાબ બચાવવા મેદાને પડશે. 2016માં પોર્ટૂગલે ફાઇનલમાં ફ્રાંસને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.

અત્યાર સુધીમાં 1પ યૂરો કપમાં 10 દેશ ચેમ્પિયન બન્યા છે. જર્મની અને સ્પેન સૌથી વધુ ત્રણ-ત્રણ વખત વિજેતા બન્યા છે. ફ્રાંસના નામે બે યૂરો કપ ટાઇટલ છે. જ્યારે સોવિયત યૂનિયન, ઇટાલી ચેકોસ્લોવેકિયા, નેધરલેન્ડસ, ડેનમાર્ક, ગ્રીસ અને પોર્ટૂગલ એક-એક વખત ચેમ્પિયન બન્યા છે.
24 ટીમ 6 ગ્રુપમાં છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ પ્રી કવાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે.

જ્યારે દરેક ગ્રુપની ત્રીજા નંબરની ટીમોમાંથી ટોચની ચાર ટીમને રાઉન્ડ-16માં એન્ટ્રી મળશે. પ્રી કવાર્ટર બાદ કવાર્ટર, સેમિ અને પછી ફાઇનલ જંગ ખેલાશે. આખરી ત્રણ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આવતીકાલે પહેલો મેચ રોમ ખાતે રમાશે.

June 9, 2021
bitcoin.jpg
1min481

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મધ્ય અમેરિકી ક્ષેત્રના દેશ અલ સાલ્વાડોરના પ્રેસિડેન્ટ નયી બુકેલેએ આજરોજ તા.9મી જૂન 2021ના રોજ એવી ઘોષણા કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી બીટકોઇનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપનાર સૌપ્રથમ દેશ બન્યો છે અલસાલ્વાડોર. અલસાલ્વાડોરની સંસદમાં બીટ કોઇનને સત્તાવાર માન્યતા આપવાની દરખાસ્ત પર આજરોજ તા.9મી જૂન 2021ના રોજ વોટિંગ થયું હતું અને તેમાં દરખાસ્તને 84માંથી 62 વોટ તરફેણમાં મળ્યા હતા. પરીણામે હવે અલ સાલ્વાડોરમાં બીટકોઇન સત્તાવાર ચલણ તરીકે કામ કરતું થઇ જશે.

1 Bitcoin = 25,11,049.44 Indian Rupee

Lawmakers in the Central American country’s Congress voted by a “supermajority” in favor of the Bitcoin Law, receiving 62 out of 84 of the legislature’s vote. CiA Live news web

અલ સાલ્વાડોરના પ્રેસિડેન્ટએ આ ટ્વીટ કરીને માહિતી આપી

June 4, 2021
Tokyo-2020-Olympics.png
1min424

વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જાપાનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે જાપાનમાં ૨૩ જૂન સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનના ટૉક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનું આયોજન થાય. ત્યારે જ જાપાનની ઑલિમ્પિક્સ કમિટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણકે ઑલિમ્પિક્સના ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપી દીધું છે.

ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું. હવે ૨૩ જૂલાઈથી જાપાનમાં ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફરી આયોજન પર સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપતા વધુ પ્રશ્નો થઈ રહ્યાં છે.

એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કુલ ૮૦,૦૦૦ વૉલેન્ટિયર ઑલિમ્પિક્સમાં સેવા આપવાના હતા પણ આ પૈકીના ૧૦,૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના મોટાભાગનાનું કહેવું છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે. તો કેટલાકનું કહેવું છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.

જાપાનની ઑલિમ્પિક્સ કમિટીનું કહેવું છે કે, ૧૦,૦૦૦ લોકોએ રાજીનામા આપ્યા છે તેનાથી આયોજન પર અસર નહીં પડે.

May 31, 2021
briton_pm.jpg
1min381

 બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પ6 વર્ષની ઉંમરે શનિવારે 33 વર્ષિય ગર્લફ્રેન્ડ કૈરી સાઈમંડ્સ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. મીડિયા અહેવાલ અનુસાર વડાપ્રધાને જે યુવતી સાથે લગ્ન કર્યા છે તે ઉંમરમાં ઘણી નાની છે બંન્ને વચ્ચે ઉંમરમાં ર3 વર્ષનું અંતર છે બંન્ને વર્ષ ર019થી લિવ ઈનમાં રિલેશનમાં હતા. કૈરીએ ગત એપ્રિલમાં એક પુત્રને જન્મ આપ્યો હતો.

વડાપ્રધાન કાર્યાલયના પ્રવકતાએ આ લગ્ન વિશે તથા મીડિયા અહેવાલો પર ટિપ્પણી કરવા ઈન્કાર કર્યો હતો. બ્રિટનના ટોચના બે મીડિયાએ વડાપ્રધાન બોરિસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાના અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે. જે મુજબ લગ્ન સમારોહમાં છેલ્લી ઘડીએ મહેમાનોને આમંત્રિત કરાયા હતા. ત્યાં સુધી કે વડાપ્રધાનના નજીકના વરિષ્ઠ લોકોને પણ કાનોકાન ખબર ન હતી. કોરોનાને કારણે નિયમાનુસાર બંન્ને પરિવારના માત્ર 30 મહેમાનોની ઉપસ્થિતીમાં સમારોહ યોજાયો હતો.
બોરિસ અગાઉ બે વખત છૂટાછેડા અને લગ્નેતર સંબંધો મામલે વિવાદમાં આવી ચૂકયા છે તથા તેમના પોતાના પક્ષે તેમને ખોટું બોલવા બદલ પોલીસી ટીમમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

May 28, 2021
flight1.jpg
1min370

કોરોના વાઇરસને કારણે લોકો 30 જૂન સુધી વિદેશ પ્રવાસ નહીં કરી શકે. સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (ડીજીસીએ) એ હાલમાં જે પ્રતિબંધ લાગુ છે તેને એક મહિના માટે લંબાવ્યો છે. ગયા વર્ષથી, વિદેશી ફ્લાઇટ્સના આગમન અને દેશમાંથી વિદેશી ફ્લાઇટ્સના પ્રસ્થાન પર પ્રતિબંધ છે. રોગચાળાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે ડીજીસીએએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. ઉપરાંત, ડીસીજીઆઈએ જે ફ્લાઇટની છૂટ આપી હશે તેની પર પણ આ નવી જાહેરાતનો અમલ નહીં થાય.  ડીજીસીએએ તેના નવા આદેશમાં જણાવ્યું છે કે, “26-06-22020ના હુકમમાં આંશિક સુધારો કરીને, અધિકારીએ તથા ​​આંતરરાષ્ટ્રીય મુસાફરો સેવાઓ સંદર્ભે ઉપરોક્ત વિષય પર જાહેર કરેલા પરિપત્રની માન્યતા આપી છે. આમ તે સર્ક્યુલર હવે 30મી જૂનની મધરાત સુધી લંબાઇ ગયું છે

ડીજીસીએએ જણાવ્યું છે કે કેસના આધારે અધિકારી દ્વારા નક્કી કરાયેલા રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી શકે છે.  કોરોના વાઇરસના બીજા વેવને કારમે કારણે દેશમાં ખૂબ વિનાશ થયો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસ ઘટી રહ્યા છે. કોરોનાના નવા કેસિઝ આજે બહાર આવ્યા છે જે છેલ્લા 44 દિવસમાં સૌથી ઓછા છે. આજે દેશમાં 1.86 લાખ નવા કેસ મળી આવ્યા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 23,43,152 છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને કારણે 3660 લોકોનાં મોત નીપજ્યાં.

 ડીજીસીએ દ્વારા તાજેતરમાં કોવિડને કારણે ચેતવણી આપી હતી  કે જો કોઇ મુસાફર Covid -19 ના પ્રોટોકોલનું પાલન નહીં કરતો હોય તો તેને સચેત કરવો પણ જો તેનો વહેવાર ન સુધરે તે નિયમોનું પાલન ન કરે તો તેને સુરક્ષા બળને સોંપી દેવો. જો જરૂર પડે તો આવા મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે. સીઆઈએસએફ અને પોલીસ અધિકારીઓ જે હવાઇમથકોની સુરક્ષામાં તૈનાત છે તેમને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે જો મુસાફરો ફેસ માસ્ક લગાવ્યા વગર હાજર થાય તો તેમને પ્રવેશ ન આપવો.

May 22, 2021
hamas.jpg
1min433

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે 11 દિવસની લોહિયાળ લડાઈનો આખરે અંત આવ્યો છે. અમેરિકા અને ઈજિપ્તની મધ્યસ્થી બાદ બંન્નેએ શત્રો મ્યાન કરી યુદ્ધવિરામનું એલાન કર્યુ છે. ગુરૂવારે મોડી સાંજે સીઝ ફાયર અંગે સમજૂતી થઈ અને શુક્રવારે વહેલીસવાર ર વાગ્યાથી બંન્ને તરફથી એક પણ હુમલો કરાયો નથી.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસ સુધી ચાલેલી લડાઈમાં 6પ બાળકો સહિત ર3ર પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યો તો ઈઝરાયલમાં 1ર લોકોના મૃત્યુ થયા છે. કુલ 1900 લોકો ઘવાયા હતા. 1.ર0 લાખ લોકોએ હિજરત કરવી પડી હતી. હમાસે 11 દિવસમાં ઈઝરાયલ ઉપર 4300 રોકેટ વરસાવ્યા તો ઈઝરાયલે પણ સતત હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા અને રશિયાએ જો સંયમ ન દાખવ્યો હોત તો આ લડાઈ વિશ્વયુદ્ધમાં પલટાઈ જવાનો ખતરો હતો.

May 11, 2021
us_pipeline.jpg
1min426

તા.10મી મે 2021ના રોજ અમેરિકાની ઓઇલ પાઇપલાઇન પર થયેલા સાઇબર હુમલાને કારણે અમેરીકામાં રાષ્ટ્રપતિએ ઇમરજન્સીની ઘોષણા કરી હતી એટલું જ નહીં પણ અમેરિકાની ઓઇલ પાઇપલાઇન ઠપ કરી દેવાઇ હતી. આજે તા.11મી મે 2021ના રોજ અમેરિકામાં ઓઇલ પાઇપલાઇન પર સાઇબર એટેકના બીજા દિવસે વિશ્વભરમાં ઓઇલના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો.

અમેરિકાની 8850 કિ.મી. લાંબી સૌથી મોટી તેલ પાઈપલાઈન પર સાયબર હુમલો થતાં ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ, ડીઝલની કિંમતો વધવાની ભીતિ સર્જાઈ છે.

આ પાઈપલાઈનથી દરરોજ 25 લાખ બેરલ ઈંધણ અપાય છે. ફ્યુઅલ ઓપરેટર ‘કોલોનીઅલ પાઈપલાઈન’ દ્વારા સાયબર હુમલો થયા બાદ આખું નેટવર્ક બંધ કરી દેવાયું હતું.
પાઈપલાઈનની સુવિધા ફરીથી કાર્યરત કરવા માટેની કવાયત હાથ ધરાઈ હતી.
સાયબર હુમલા બાદ સોમવારે બ્રેંટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમતોમાં તેજી આવવા માંડી હતી.

દરમ્યાન અમેરિકાએ તાકીદે એક કાયદો પસાર કર્યો છે જેના હેઠળ ઈંધણને સડક માર્ગે લઈ જવાના નિયમોમાં છૂટ અપાય છે.

ઉલ્લેખનીય છે કે કાચા તેલની કિંમતોમાં એક ડોલરની તેજી આવે તો ભારતમાં પેટ્રોલના ભાવ લિટરે 55 પૈસા, ડીઝલના ભાવ 60 પૈસા વધે છે.

આ સાયબર હુમલાની ચિંતાજનક ઘટનાનાં પગલે દુનિયાભરના દેશોમાં તેલની કિંમતોમાં બેથી ત્રણ ટકાનો વધારો આવી શકે છે તેવી ભીતિ તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.

જાણકારોના જણાવ્યાનુસાર આ હુમલા બાદ ડબ્લ્યુટીઆઈ 68 ડોલર અને બ્રેંટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

April 27, 2021
Oscars.jpg
1min459

૯૩માં અકાદમી એવૉર્ડ્સમાં નોમેડલેન્ડને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ‘ઑસ્કાર એવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. આજ ફિલ્મના ડિરેકટર ક્લો ઝાઓને સર્વશ્રેષ્ઠ ડિરેકટર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ જ ફિલ્મ માટે ફ્રાન્સીસ મેકડોર્માન્ડ ‘બેસ્ટ એસ્ટ્રેસ એવૉર્ડ’ જીત્યા છે. મેકડોર્માન્ડનો ફાર્ગો અને ‘થ્રી બીલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગ મિસૂરી’ પછી આ ત્રીજો એવૉર્ડ મળ્યો છે.

પીઢ અભિનેતા એન્થની હોપિક્ધસને ‘ધ ફાધર’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. હોપક્ધિસે ઓસ્કાર એવૉર્ડ સમારંભમાં હાજરી આપી ન હતી.

ભારતીય અભિનેતા ઈરફાન ખાન અને કોસ્ચ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાને ‘ઈન મેમોરિયમ’ સેગમેન્ટમાં સન્માન આપવામાં આાવ્યું હતું.

ગત એક વર્ષમાં દુનિયામાંથી એક્ઝિટ કરી ગયેલા ઈરફાન ખાન, ભાનુ અથૈયા, ચાડવિક બોઝમેન, સીન કોનોરી, ક્રિસ્ટોફર પ્લમર, ઓલિવિયા હેવિલેન્ડ, કર્ક ડગ્લાસ, જ્યોર્જ સેગલ, ડિરેકટર કોમ-કી-ડક, મેક્સ વૉન, લિડો વિગેરેને અંજલિ આપવામાં આવી હતી.

ભારતીય ફિલ્મ નિર્માત્રી સ્વાતિ થ્યાગરાજનની ‘માઈ ઓક્ટોપસ ટીચર’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી હતી. થ્યાગરાજન આ ડોક્યુમેન્ટરીના એસોસિયેટ પ્રોડ્યુસર અને પ્રોડ્કશન મેનેજર તરીકે સંકળાયેલા હતા.

ચીનથી કિશોર વયે અમેરિકા આવેલા બેસ્ટ ડિરેક્ટર કલો ઝાઓએ પોતાની સ્પીચમાં કહ્યું કે ‘વિકટ સંજોગામાં પણ ખુદની અંદર સારા ગુણો જાળવી રાખવા ભરોસો અને હિંમત ધરાવે છે અને અન્યોમાં પણ સારા ગુણો છે તેવું માનનારાઓ માટે આ એવૉર્ડ છે. હું વિશ્ર્વમાં જ્યાં પણ ગઈ હતી ત્યાં મને લોકોમાં સદ્ગુણો જ નજર આવ્યા છે.’

ડેનિયલ કાલુયાને ‘જ્યુડાસ એન્ડ ધ બ્લેક મસિહા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ જીત્યા છે.