CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 18 of 49 - CIA Live

July 15, 2021
Tokyo-2020-Olympics.png
1min376

કોરોના મહામારીને લીધે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના ચેરમેન થોમસ બાકે આજે મેડલ સેરેમની માટેની નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. જે અનુસાર વિજેતા ખેલાડીના ગળામાં ચંદ્રક પહેરાવવામાં આવશે નહી, ફકત ટ્રેમાં રાખીને આપવામાં આવશે.

ખેલાડીએ ખુદ ગળામાં ચંદ્રક પહેરવાનો રહેશે. જે અધિકારી ટ્રેમાં મેડલ લઈને આવશે તેણે ડિસઇનફેકટેડ ગ્લવ્સ પહેર્યાં હશે. આ દરમિયાન તમામ અધિકારી અને ખેલાડીએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઇનામ વિતરણ સમારંભમાં હાથ મિલાવવાની અને ગળે વળવગાની પણ છૂટ નથી. કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિકનો 23મીથી પ્રારંભ થઇ રહ્યો છે. જાપાનમાં વધતા કોરોના કેસને લીધે સ્ટેડિયમમાં દર્શકોને નો એન્ટ્રી છે.’ બુધવારે ટોકયોમાં કોરોનાના 1149 નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા 6 મહિનામાં એક દિવસમાં સંક્રમિતોની વધુ સંખ્યા છે.

July 14, 2021
google.jpg
1min699

કંપનીના સમાચારનો ઉપયોગ કરવા બદલ ફ્રૅન્ચ પ્રકાશકે ગૂગલ પાસે રૂપિયાની કરેલી માગણી અંગેના વિવાદને મામલે ગૂગલને ૫૯.૨ કરોડ ડૉલરનો દંડ કર્યો હોવાની ફ્રાન્સના કમ્પિટિશન રૅગ્યુલેટરે મંગળવારે જાહેરાત કરી હતી. 

France Fines Google 500 Million Euros Over News Copyright Row

પ્રકાશકને કઈ રીતે વળતર આપશે તેનો પ્રસ્તાવ જો ગૂગલ બે મહિનામાં રજૂ નહીં કરે તો તેને પ્રતિદિન વધુ ૧૦ લાખ ડૉલરનો દંડ કરવાની રૅગ્યુલેટર એજન્સીએ ધમકી આપી હતી. 
ગૂગલ ફ્રાન્સે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમે નિરાશ થયા છીએ. દંડની રકમ સમાચારની સામગ્રીના અમે કરેલા વાસ્તવિક ઉપયોગનું પ્રતિબિંબ નથી પાડતી, એમ ગૂગલે કહ્યું હતું. આ મામલાનો અમે વાટાઘાટ મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અમુક પ્રકાશકો સાથે સમાધાન સુધી પહોંચવાની તૈયારીમાં જ હતા. અગાઉ આ વર્ષના આરંભમાં ફ્રાન્સની ઍન્ટીટ્રસ્ટ એજન્સીએ ગૂગલને પ્રકાશકો સાથે ત્રણ મહિનાની અંદર વાટાઘાટ શરૂ કરવાનો કામચલાઉ આદેશ આપ્યો હતો. આ આદેશનો ભંગ કરવા બદલ એજન્સીએ મંગળવારે ગૂગલને દંડ ફટકાર્યો હતો.

July 12, 2021
virgin.jpg
1min430

ઐતિહાસિક સ્પેસ ટૂરિઝમના આગાઝ સાથે વિશ્વ માટે રવિવારનો દિવસ ઐતિહાસિક બની રહ્યો હતો. ધનકુબેર રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિકના અંતરિક્ષ યાન વીએસએસ યુનિટીએ ભારતીય સમય મુજબ રાત્રે 8 કલાકે સફળ ઉડાન ભરી હતી. અંતરિક્ષની આ સૈરમાં બ્રેન્સન ખૂદ સામેલ થયા છે ઉપરાંત પોતાની જ કંપનીના કર્મચારીઓને તક આપી છે.

ARCHIVO – En esta fotografía del 29 de mayo de 2018, facilitada por Virgin Galactic, la nave VSS Unite surca los cielos durante una prueba de vuelo supersónico. (Virgin Galactic vía AP, Archivo)

બે પાયલોટ, 4 ક્રૂ સહિત કુલ 6 વ્યક્તિની આ ઐતિહાસિક ઉડાનમાં ભારતીય મૂળની સિરિશા બાંદલા પણ સામેલ છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ બાદ સિરિશાને ત્રીજી ભારતીય સ્પેસ યાત્રી બનવાનું ગૌરવ હાંસલ થયું છે. ન્યૂ મેકિસકોમાં ખરાબ હવામાનને કારણે યાનના લોન્ચિંગમાં બે’ક કલાકનું મોડું થયું હતું.

17 વર્ષની મહેનત પછી આજની આ ફલાઈટ આશરે એકાદ કલાકની રહી હતી. યાન પ0 હજાર ફૂટની ઉંચાઈએ ગયા બાદ નાના એવા અન્ય યાનને છુટું મૂકયુ હતુ અને તે રોકેટની મદદથી અઢી લાખ ફૂટની ઉંચાઈએ અંતરિક્ષમાં પહોંચ્યા પછી 4 થી પ મિનિટ સુધી શૂન્યાવકાશમાં રહ્યા બાદ ધરતી પર પરત ફર્યું હતું. વર્ષ ર0રર થી કોમર્શિયલ સ્પેસ ટૂરિઝમ શરૂ કરવાનું વર્જિન કંપનીએ એલાન કર્યુ છે.

July 9, 2021
Tokyo-2020-Olympics.png
1min455

કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે   જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક રમતો પ્રેક્ષકોની ગેરહાજરીમાં જ રમાશે.  વિદેશી પ્રેક્ષકોના આવવા પર તો થોડા મહિના અગાઉ જ પ્રતિબંધ મૂકાઇ ગયો છે અને હવે ઇન્ડોર કે આઉટડોર ગેમ્સમાં સ્થાનિક પ્રેક્ષકો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અગાઉ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ જણાવ્યું હતું કે ‘કોવિડને કારણે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ આગામી સોમવારથી શરૂ થશે અને ૨૨ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેનો મતલબ એ કે ૨૩ જુલાઇથી ૮ ઑગસ્ટ સુધી રમાનારી ઓલિમ્પિક કટોકટી કાળમાં જ યોજાશે. 

‘નવા પ્રકારના ડેલ્ટા વૅરિએન્ટ્સને ધ્યાનમાં લઇ અને તેના ચેપને દેશભરમાં પ્રસરતો રોકવા અમારે ઘણાં જરૂરી પગલાં લેવાં પડશે.’ એમ સુગાએ વધુમાં જણાવ્યું હતું. એક વખત પ્રેક્ષકો મેચો જોવા આવે એની તરફેણ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે જો કોવિડને કારણે કટોકટી ઊભી થશે તો બેશક હું પ્રેક્ષકો વગરની ઓલિમ્પિક યોજતા અચકાઇશ નહીં અને થયું પણ એમ જ. જાપાનના ઓલિમ્પિક મિનિસ્ટર તમાયો મારુકાવાએ કોવિડ સમસ્યાને ધ્યાનમાં લઇ ગુરુવારે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમતોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

July 8, 2021
japan-passport-1280x914.jpg
1min475

દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની વર્ષ ર0ર1ની રેન્કિંગમાં જાપાન ટોચ પર રહ્યં છે. સિંગાપુર બીજા અને જર્મની તથા દક્ષિણ કોરિયાએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત 6 સ્થાન નીચે આવ્યું છે. ભારતીય પાસપોર્ટ ધારકને હાલ 58 દેશ વિઝા ફ્રી પ્રવેશ આપે છે.

સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ચીન (68મા ક્રમે) અને સંયુક્ત અરબ અમીરાતે જોરદાર છલાંગ (15મા ક્રમે) લગાવી છે. તો સૌથી ખરાબ પાસપોર્ટની શ્રેણીમાં અફઘાનિસ્તાન (116મો ક્રમ, તળીયે), સીરિયા, ઈરાક અને પાકિસ્તાન (113મો ક્રમ)નો સમાવેશ થયો છે.’ ભારત પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં ગબડીને (2020માં 84મો ક્રમ) 90મા સ્થાને પહોંચી ગયું છે. જો પાસપોર્ટનો ઓલિમ્પિક યોજવામાં આવે તો જાપાનનો ડંકો વાગી જાય.

દર વર્ષે યાત્રાના હિસાબે વર્ષ ર006થી સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરનાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર જાપાને ફરી એકવાર દુનિયામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જાપાની પાસપોર્ટધારકને દુનિયાના 193 દેશમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે. સિંગાપુરના પાસપોર્ટ ધારકને 19ર દેશોમાં એક્સેસની સુવિધા છે. અમેરિકા અને બ્રિટન 7મા સ્થાને છે. ચીને રર ક્રમનો સુધારો નોંધાવ્યો છે. યુએઈ અગાઉ 68મા સ્થાને હતું જ્યાંથી તે સીધું 1પમા સ્થાને આવી ગયું છે.

July 6, 2021
Taliban-forces-1280x720.jpg
1min403

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર હટશે એ સાથે જ ફરી તાલિબાન ચડી બેસશે એવો અંદેશો સાચો પડવા માંડ્યો છે. અમેરિકાના નવાસવા પ્રમુખ જો બાઈડને ગાદી સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તાલિબાન સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાનું એલાન કરી દીધેલું ને એપ્રિલ મહિનાથી અમેરિકાના લશ્કરે બિસ્તરાં-પોટલાં બાંધીને ઉચાળા ભરવાનું શરૂ પણ કરી દીધેલું. ત્રણ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે ને હવે અમેરિકાના લશ્કરની વાપસીનો કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે ત્યારે જ તાલિબાને માથું ઉંચક્યું છે. તાલિબાને એક પછી એક વિસ્તારો કબજે કરવા માંડ્યા છે ને રવિવારે સમાચાર આવ્યા કે કંદહાર પાસેનો પંજવાઈ જિલ્લો પણ હવે તાલિબાનોના કબજામાં છે.

અમેરિકાનું લશ્કર હટવા માંડ્યું ત્યારે જ ધીરે ધીરે તાલિબાન આગળ વધવા માંડેલા પણ રાજધાની કાબુલથી દૂર હતા. કાબુલ પાસે આવેલા બગરામ એરબેઝ પર અમેરિકાનાં ફાઈટર જેટ અને એરફોર્સના સૈનિકો હાજર હતા તેથી તેમને સળી કરવાથી તાલિબાન દૂર રહ્યા હતા. બે દિવસ પહેલાં અમેરિકાના એરફોર્સે બગરામ એરબેઝ ખાલી કર્યો એ સાથે જ તાલિબાને રાજધાની કાબુલ તરફ કૂચ શરૂ કરી ને પંજવાઈ પર કબજો કરી લીધો છે. પંજવાઈ અને કાબુલ વચ્ચે ઝાઝું અંતર નથી ને તાલિબાનો આવી રહ્યા છે એ સાંભળીને અફઘાનિસ્તાનનું લશ્કર પોબારા ગણી ગયું છે એ જોતાં કાબુલ પડીને પાધર થાય એ દિવસો દૂર નથી. અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લા છે ને તેમાંથી ૧૦૦ જિલ્લા પર હવે તાલિબાનનો કબજો છે એ જોતાં અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનનું રાજ હશે એ શક્યતા હવે બહુ જલદી વાસ્તવિકતામાં પલટાઈ જશે.
ભારત માટે તાલિબાનનો વધતો પ્રભાવ ખતરાની ઘંટડી નહીં પણ ઘંટ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પોતાના સ્વાર્થને માટે અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા તેની કિંમત અફઘાન પ્રજા તો સૌથી વધારે ચૂકવવાની  જ છે.

તાલિબાન  પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવા ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ કરી દેશે તેના કારણે અફઘાન પ્રજાનું તો આવી જ બનશે. અફઘાન પ્રજાએ છેલ્લાં કેટલાંક વરસોમાં ભોગવેલી આઝાદી છિનવાઈ જશે ને ફરી ગુલામીના દિવસો શરૂ થશે. એ રીતે અફઘાન પ્રજા તો બહુ આકરી કિંમત ચૂકવશે પણ દુનિયાના બીજા દેશો પણ વત્તેઓછે અંશે કિંમત ચૂકવશે જ ને તેમાં આપણે પણ આવી ગયા. બલ્કે આપણી હાલત 
વધારે બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે.
તાલિબાન મજબૂત થતાં જ ભારતમાં આર્થિક હિતો સામે જોખમ ઉભું થઈ જ જવાનું છે.  

ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જશે તેમાં શંકા નથી.  તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય? તાલિબાનની માનસિકતા ભારત વિરોધી છે એ જોતાં ભારત તરફી બની જ ના શકે. તાલિબાન પહેલેથી ભારત વિરોધી છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે તેથી ભારત વિરોધી જ રહેવાના છે.

ભારત માટે બીજો મોટો ખતરો અલ કાયદા અને કાશ્મીરી આતંકવાદી સંગઠનોનો છે. તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે અલ કાયદા પણ મજબૂત બનશે કેમ કે અલ કાયદા અને તાલિબાન એક સિક્કાની બે બાજુ છે. આપણે ત્યાં બહુ ઓછા લોકોને યાદ છે પણ હજુ ગયા વરસે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.

જો કે એ વખતે અલ કાયદાની હાકલને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી કેમ કે અલ કાયદાનો ત્યારે એવો પ્રભાવ નહોતો. અલ કાયદા એક સમયે વિશ્ર્વમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતું હતું. ઓસામા બિન લાદેન તેનો કર્તાહર્તા હતો ત્યારે અલ કાયદાના નામથી આખી દુનિયા થરથરતી હતી. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને લાદેને આખી દુનિયામાં જે ખૌફ ઊભો કર્યો એવો ખૌફ બીજા કોઈ આતંકવાદીએ કર્યો નથી. લાદેન જેવો આતંકવાદી ભવિષ્યમાં કોઈ આવશે કે નહીં એ ખબર નથી પણ અત્યાર લગી તો આવ્યો નથી.
જો કે લાદેને અમેરિકાને છંછેડવાની ભૂલ કરીને પોતાની કબર ખોદી નાંખી.  ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ તેનો બદલો લેવા અફઘાનિસ્તાન પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. ઓસામા માટે અફઘાનિસ્તાનના તાલિબાન સૌથી મોટા આશ્રયદાતા હતા પણ અમેરિકાએ તેમની એવી બજાવી કે, મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાને ભાગવું પડ્યું. લાદેન પણ સંતાતો ફરતો થઈ ગયેલો પણ અમેરિકાએ તેને પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધી કાઢીને પતાવી દીધો.

લાદેન પત્યો પછી તેનાં વાઉચરોએ અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું પણ અમેરિકાએ એક પછી એક ફટકા મારી મારીને તેને એવું અધમૂઉં કરી નાંખ્યું કે, અલ કાયદા સાવ પતી ગયું. લાદેનના વખતમાં અલ કાયદા એક જ હતું પણ લાદેન ગયો પછી તેનાં કેટલાંય ફાડિયાં થઈ ગયાં. એક્યુએપી તેમાંથી એક છે ને અલ કાયદામાંથી અલગ અલગ થયેલા સંગઠનોમાં સૌથી મોટું ગણાય છે પણ તેનો કોઈ પ્રભાવ કે ડર એ વખતે નહોતો. યમન અને સાઉદી અરેબિયામાં આ સંગઠન સક્રિય છે પણ તેના નામે એવું કશું બોલતું નથી કે જેના કારણે લોકોમાં ખૌફ પેદા થાય.

હવે તાલિબાન પાછા મજબૂત થશે તેથી અલ કાયદા પણ મજબૂત થશે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ તાલિબાનની બે દાયકા લગી બરાબર બજાવી છે તેથી હમણાં એ અમેરિકા સામે બાખડી ના બાંધે તેથી પોતાનો ડર પેદા કરવા ભારતમાં હુમલા કરાવે એ ખતરો છે. પાકિસ્તાન અને તાલિબાન પણ એક જ છે તેથી તાલિબાન મજબૂત થાય  તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધશે.  

પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ ખતરો છે. 
અલ કાયદાનો અત્યાર લગી ભારતમાં પ્રભાવ નથી થયો પણ તાલિબાન મજબૂત થાય તો એ પણ થાય. અલ કાયદાનો કટ્ટરવાદી મુસ્લિમો પર ભારે પ્રભાવ છે. આ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારની એજન્સીઓએ ગયા વરસે લગભગ ૨૮૦૦ જેટલાં એવાં ટ્વિટર એકાઉન્ટ શોધી કાઢ્યાં હતાં કે જે ભારતના મુસ્લિમોને ભડકાવીને જિહાદ માટે ઉશ્કેરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. આ બધાં એકાઉન્ટ અત્યારે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે તેથી આપણી એજન્સીઓની નજરે ચડી ગયાં પણ અલ કાયદાનો પ્રભાવ વિશ્ર્વના ઘણા દેશોમાં છે. તેના કારણે આપણી સામે બીજાં દેશોમાંથી ઝેરીલો પ્રચાર શરૂ થાય એ પણ ખતરો છે.  તેને રોકવા આપણે તાકાત તો લગાવવી જ પડે. અલ કાયદા પાસે તાલીમબદ્ધ આતંકવાદીઓ છે ને તેમને ભારતમાં ઘૂસાડીને પણ પાકિસ્તાન આપણને નુકસાન તો કરી જ શકે. આતંકવાદનો એ સીધો ખતરો પણ તાલિબાન મજબૂત થતાં વધી જશે.
ભારત આતંકવાદના ખતરાને પહોંચી વળવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ  આપણે આપણી તાકાત વિકાસ કરવામાં લગાવવાના બદલે આતંકવાદ સામે લડવામાં લગાવવી પડે એ નુકસાન તો છે જ

July 2, 2021
eurocup.jpg
2min568

યૂરો કપના નોકઆઉટ રાઉન્ડ ભારે ઉતાર-ચડવા સાથે સમાપ્ત થયા બાદ હવે તા. બીજી જુલાઈથી 8 ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલની ટક્કરનો પ્રારંભ થશે.

UEFA EURO 2020 FIXTURES

QUARTER-FINALS

Friday, 2 July

QF1: Switzerland vs Spain — 9:30 PM IST, St Petersburg

Saturday, 3 July

QF2: Belgium vs Italy — 12:30 AM IST, Munich
QF3: Czech Republic vs Denmark — 9:30 PM IST, Baku

Sunday, 4 July

QF4: Ukraine vs England — 12:30 AM IST, Rome

Euro Cup 2020: Quarterfinal fixtures, schedule and live streams

ક્વાર્ટર ફાઇનલના મેચ સેમિ ફાઇનલની ચાર ટીમ નક્કી કરશે. નોકઆઉટ રાઉન્ડમાં વર્તમાન ચેમ્પિયન રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ, ફીફા વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસ, વર્લ્ડ કપની રનર્સઅપ ટીમ ક્રોએશિયા અને મજબૂત જર્મનની ટીમ બહાર થઈ ગઈ છે.

તો ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ઝેક ગણરાજ્ય અને ઉક્રેનની ટીમ ઉલટફેર કરીને અંતિમ આઠમાં પહોંચી છે.’

June 25, 2021
delta_variant.jpg
1min337

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ૨૨મી જૂને બહાર પાડેલા આંકડા મુજબ ડેલ્ટા પ્રકારના કોરોનાવાઇરસ દુનિયાના ૮૫ દેશમાં ફેલાઇ ગયા છે.

તેણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો આલ્ફા પ્રકાર ૧૭૦ દેશમાં, બીટા પ્રકાર ૧૧૯ દેશમાં, ગામા ૭૧ દેશમાં અને ડેલ્ટા ૮૫ દેશમાં ફેલાઇ ગયો છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દુનિયાના વધુ ૧૧ દેશમાં ડેલ્ટા પ્રકારનો કોવિડ-૧૯ જોવા મળતા આવા દેશોની સંખ્યા વધીને ૮૫ થઇ છે.

તેણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના સૌથી વધુ નવા દરદીઓ ભારતમાં નોંધાયા હતા. આમ છતાં, ભારતમાં આવા દરદીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી હોવાનો દાવો કરાય છે.

અગ્નિ એશિયામાં તાજેતરમાં કોરોનાવાઇરસના નવા છ લાખ દરદી નોંધાયા હતા, જ્યારે વધુ અંદાજે ૧૯,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારમાં નવા દરદીઓની સંખ્યામાં ૨૧ ટકા અને મરણાંકમાં ૨૬ ટકાનો ઘટાડો થયો હતો.

June 19, 2021
singapore.jpg
1min445

સિંગાપોરે કોરોના પ્રેરિત નિયંત્રણો હળવાં કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે બે વ્યક્તિ હવે સાથે ભોજન લઇ શકશે. જોકે, એક જ ઘરની બેથી વધુ વ્યક્તિને પણ ઘર બહાર સાથે ભોજન લેવાની મંજૂરી નથી. તે ઉપરાંત ફિટનેસની ઇનડોર પ્રવૃત્તિમાં પણ માસ્ક વિના બે વ્યક્તિનું જૂથ ભાગ લઇ શકશે.

ભીડ ટાળવા કામધંધે જનારા લોકોના કામકાજના કલાકોમાં ફેરફાર કરવામાં આવશે. ઑફિસોમાં કામ સંબંધી કાર્યક્રમોમાં ખાણીપીણીને મંજૂરી આપવામાં આવી નથી. ૧૪ જૂનના સિંગાપોર ફેઝ-૩ના પ્રથમ તબક્કામાં ગયું છે, પરંતુ કોરોના સંક્રમણ ફેલાવાને કારણે હાલમાં બધી પ્રવૃત્તિઓને ચાલુ કરવાની મંજૂરી આપવામાં નથી આવી.

June 16, 2021
naftali-bennett.jpg
1min666
Leader of the Israeli Yemina party, Naftali Bennett, delivers a political statement at the Knesset, the Israeli Parliament, in Jerusalem, on May 30, 2021. – Nationalist hardliner Naftali Bennett said today he would join a governing coalition that could end the rule of the country’s longest-serving leader, Prime Minister Benjamin Netanyahu. (Photo by YONATAN SINDEL / POOL / AFP)

દક્ષિણપંથી યામિના ( યુનાઈટેડ રાઈટ) પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના  નવા વડાપ્રધાન  તરીકે શપશ લીધી છે. આ સાથે જ બેંઝામિન નેતન્યાહુના 12 વર્ષથી ચાલી રહેલા શાસન સમાપ્ત થયું છે.  મળતી માહિતી અનુસાર બેનેટ અને સેન્ટ્રિસ્ટ યેશ એટિડ (ફ્યુચર) પાર્ટીના નેતા યાયર લૈપિડની આગેવાની હેઠળની નવી ગઠબંધનની સરકારને સંસદ 
 દ્વારા વિશ્વાસના મતથી મંજૂરી આપવામાં આવી હતી.


આ અગાઉ સંસદમાં યોજાયેલા  વિશ્વાસ મતમાં 120 સદસ્યોના ગૃહના 60 સાંસદોએ નવી સરકારની તરફેણમાં મત આપ્યા હતા જ્યારે 59 એ અન્ય પાર્ટીમાં મતદાન કર્યુ હતું. બેનેટ અને લૈપિડે સંસદમાં ગઠબંધનની બેઠકો પર તેમની નવી બેઠકો પર જીત મેળવી છે જ્યારે ઇઝરાઇલના લાંબા સમય સુધી કાર્યરત વડા પ્રધાન નેતન્યાહુએ હારનો સામનો કરવો પડ્યો હતો.  

નવી સરકાર હેઠળ 27 નવા મંત્રીઓએ પણ શપથ લીધા હતા. બેનેટ અને લૈપિડ દર બે વર્ષે વડા પ્રધાન બનશે. બેનેટ પ્રથમ વડા પ્રધાન બન્યા છે અને આ આધારે 2023 માં લેપિડ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. હાલ લૈપિડ ઇઝરાઇલના વૈકલ્પિક વડા પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે સેવા આપશે.