CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 16 of 49 - CIA Live

October 30, 2021
flight-1.jpg
1min376

શિડયુલ્ડ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફલાઈટ્સ પરનો પ્રતિબંધ ૩૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય ઓલકાર્ગો ઓપરેશન્સ અને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફલાઈટ્સ પર આ નિયંત્રણો ચાલુ નહીં રહેશે તેવું ડીજીસીએએ જાહેર કરેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ડીજીસીએની નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક પસંદ કરાયેલા રૂટ પર ઈન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફલાઈટસને કેસ-ટૂ-કેસ આધારે સક્ષમ સત્તાવાળા દ્વારા પરવાનગી આપવામાં આવશે. કોરોના વાઈરસ મહામારીના પગલે ૨૩ માર્ચ ૨૦૨૦થી શિડ્યુલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફલાઈટસ બંધ કરવામાં આવી હતી.   

October 29, 2021
modi.jpg
1min385

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16મી જી-20 સમિટ તથા વર્લ્ડ લીડર્સ સમિટ અૉફ કૉન્ફરન્સ અૉફ પાર્ટીઝ સીઓપી-26માં સહભાગી થવા માટે ઈટાલી અને યુકેની પાંચ દિવસની મુલાકાત માટે આજે રવાના થશે. તેઓ ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાઘીના આમંત્રણથી 30 અને 31 અૉક્ટોબરે યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા રોમ જશે. જી-20ના સભ્ય દેશો, યુરોપિયન યુનિયન, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા આ સમિટમાં ભાગ લેશે.

વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલાએ વડા પ્રધાનની વિદેશ મુલાકાત વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનની આ આઠમી જી-20 સમિટ હશે. આ સમિટ માટે ઈટાલી દ્વારા નક્કી કરવામાં આવેલા મહામારી, વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, આર્થિક સુધારા, જળવાયુ પરિવર્તન અને ખાદ્યસુરક્ષા જેવા મુદ્દાને ભારત પૂર્ણપણે ટેકો આપે છે. આ સમિટમાં વડા પ્રધાન અફઘાનિસ્તાનમાં ઉદ્ભવેલી સ્થિતિનો સામનો કરવા સંગઠિત પગલાં વિશે ચર્ચા કરે તેવી શક્યતા છે. જી-20, વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનનું આંતરરાષ્ટ્રીય ફોરમ છે.

વડા પ્રધાન ઈટાલીના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. એ પછી તેઓ પહેલી અને બીજી નવેમ્બરે યોજાનારી સીઓપી-26 સમિટમાં સહભાગી થવા ગ્લાસગો જશે. 120થી વધુ દેશોના વડા આ શિખર સંમેલનમાં સહભાગી થશે. આ સમિટ 2020માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. સીઓપી-26 સમિટમાં પેરિસ સમજૂતી માર્ગદર્શિકાનું કાર્યાન્વયન, જળવાયુ પરિવર્તનના ઉપાયો, ક્લાઈમેટ ફાઈનાન્સ, ટેકનૉલૉજી વિકાસ વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે. ભારત પહેલીવાર 2023માં જી-20 સમિટનું યજમાન બનવાનું છે.

October 22, 2021
breaking-1280x1035.jpg
1min912
Bitcoin's 90% flash crash on Binance US, explained
Bitcoin prices plunged nearly 90 percent on the United States trading platform Binance in a flash Thursday morning. Prices dropped to as low as $8,200 from around $65,000. The cryptocurrency exchange attributed the flash price crash to a “bug” in the trading algorithm of an institutional customer.

આજે ન્યુયોર્કના બાઇનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્ષચેન્જ ખાતે ઉઘડતા બજારે જ વિશ્વની સૌથી હાઇ પ્રાઇશ ક્રિપ્ટોકરન્સી, બીટકોઇનના દરમાં 90 ટકાનું ગાબડું પડી ગયું હતું. બીટકોઇનનો દર 65,000 ડોલરથી ઘટીને 8,200 ડોલર પર આવી જતા એક તબક્કે આંતર રાષ્ટ્રીય બજારમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. આ ખેલ અમૂક મિનિટો સુધી ચાલ્યો ત્યાં સુધી કોઇને સૂઝ પડી ન હતી કે બીટકોઇનના ભાવમાં જંગી કડાકો કેવી રીતે બોલી ગયો.

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જે બિટકોઈનમાં આવેલા આ મોટા ઘટાડા માટે એક બગને જવાબદાર ઠેરવ્યો છે. આ બગ એક ઈન્સ્ટીટ્યૂશનલ કસ્ટમરના ટ્રેડિંગ અલ્ગોરિધમમાં હતો.

બાઈનાન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની હજુ પણ આ સમગ્ર મામલાને સમજવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ટ્રેડરે હવે બગની સમસ્યાને દૂર કરી લીધી છે અને એવું લાગે છે કે, આ મામલો ઉકેલાઈ ગયો છે. આ પહેલા ગુરુવારે બિટકોઈનની કિંમત 67,000 ડોલરના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. તેણે એપ્રિલનો રેકોર્ડ તોડ્યો હતો, તે સમયે તે 65,000 ડોલર પર પહોંચી હતી. અમેરિકામાં સૌ પહેલા બિટકોઈન ઈટીએફએ ટ્રેડિંગ કર્યા બાદ તેની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.

October 21, 2021
corona_india.jpg
1min391

ભારતમાં પ્રવેશી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની સરકારે બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ૨૫ ઑક્ટોબરથી, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (હુ)એ મંજૂર કરેલી કોવિડ-૧૯ની રસી માટે જે દેશો સાથે સહમતિ સધાઇ છે, તેવા દેશમાંથી આવતા અને રસી લીધેલા પ્રવાસીઓને હવાઇમથક છોડવાની પરવાનગી આપવામાં આવશે અને એમણે હૉમ ક્વોરેન્ટાઇન થવાની કે જરૂર નથી. 

જોકે, એમણે કોવિડ-૧૯ માટેનું આરટી-પીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે. 
જો આંશિક રીતે રસી લીધી હોય અથવા તો રસી લીધી જ ન હોય એવા પ્રવાસીએ આવ્યા બાદ કોવિડ-૧૯ ટેસ્ટ માટેના સેમ્પલ્સ આપવા પડશે અને ત્યાર બાદ જ એમને હવાઇમથક છોડવાની પરવાનગી અપાશે, સાત દિવસ સુધી હૉમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે, ભારતમાં આવ્યાના આઠમા દિવસે ફરીથી ટૅસ્ટ કરાવવા પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો ત્યાર બાદના સાત દિવસ સુધી એમણે જાતે પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે. 

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આગમન મામલે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ કે ત્યાર બાદ જાહેર કરાયેલી અન્ય કોઇપણ માર્ગદર્શિકામાં આ સુધારો ઉમેરવાનો રહેશે. 
વૈશ્ર્વિકસ્તરે વધેલા રસીકરણના કાર્યક્રમ અને રોગચાળાના બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને ભારતની આંતરરાષ્ટ્રીય આગમન બાબતની માર્ગદર્શિકામાં સુધારો કરાયો હોવાની વાત મંત્રાલયે કહી હતી. 

October 17, 2021
bitcoin_1.jpg
1min503

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

October 16, 2021
usa_flag.png
1min370

 કોરોના વાયરસના કારણે અમેરિકાએ હાલમાં વિદેશથી આવતા લોકો માટે ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, વ્હાઈટ હાઉસ દ્વારા શુક્રવારે આ ટ્રાવેલ પ્રતિબંધો હળવા કરવામાં આવે તેવી શક્યતા છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા 8 નવેમ્બરથી વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા વિદેશી નાગરિકો માટે જમીન માર્ગ તથા એર ટ્રાવેલ પરના પ્રતિબંધ ઉઠાવવાની જાહેરાત કરી શકે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે તે કેનેડા અને મેક્સિકો ખાતેની પોતાની સરહદો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવી લેશે અને જેમણે સંપૂર્ણ વેક્સીન લીધી છે તેમને દેશમાં આવવાની મંજૂરી આપશે. જોકે, જેમણે વેક્સીન લીધી નથી તેમને કેનેડા અને મેક્સિકોમાંથી જમીની સરહદેથી પ્રવેશ આપવામાં આવશે નહીં.

કેનેડાએ 9 ઓગસ્ટથી સંપૂર્ણ વેક્સીન લેનારા અમેરિકન પ્રવાસીઓને બિનજરૂરી ટ્રાવેલ માટે મંજૂરી આપી હતી. વ્હાઈટ હાઉસે 20 સપ્ટેમ્બર જાહેર કર્યું હતું કે અમેરિકા નવેમ્બરની શરૂઆતમાં ભારત, ચીન, બ્રાઝિલ તથા યુરોપના મોટા ભાગના દેશો સહિત કુલ 33 દેશોના પ્રવાસીઓ માટેના ટ્રાવેલ પ્રતિબંધો ઉઠાવી લેશે. જોકે, નવેમ્બરમાં કઈ તારીખથી આ પ્રતિબંધો ઉઠાવવામાં આવશે તેની સ્પષ્ટતા કરી ન હતી.

નોન-અમેરિકન એર ટ્રાવેલર્સને ફ્લાઈટમાં બેસતા પહેલા વેક્સીન લીધી હોવાનું પ્રૂફ આપવું પડશે અને તાજેતરમાં કરવામાં આવેલા કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ બતાવવો પડશે. જ્યારે જમીની સરહદેથી અમેરિકામાં દાખલ થનારા વિદેશી પ્રવાસીઓને તાજેતરના કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર રહેશે નહીં.

October 15, 2021
Bangladesh-.png
1min446

બંગલાદેશમાં ઉપદ્રવીઓ દ્વારા દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ કર્યાના બનાવો સામે આવ્યા છે. જેને લઈને સરકાર તરફથી આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે મોટાભાગના હુમલા કમિલા જિલ્લામાં થયા છે.

At least 3 killed, Durga Puja pandals vandalised in Bangladesh - World News

રિપોર્ટ મુજબ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત રીતે એક પૂજા સ્થળે કુરાનના અપમાન બાદ હિંસા ભડકી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે તેઓને ધાર્મિક આયોજન દરમિયાન હુમલાના રિપોર્ટ મળ્યા છે અને તેઓ બંગલાદેશ સરકાર સાથે સંપર્કમાં છે.

બીજી તરફ આ મામલે પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને પત્ર લખીને ઘટનાની જાણકારી આપી છે અને હસ્તક્ષેપની માગણી કરી છે. બંગલાદેશના પીએમ શેખ હસિનાએ ચેતવણી આપી છે કે હુમલામાં સામેલ કોઈને છોડવામાં આવશે નહી. તેઓને ફરક નથી પડતો કે હુમલો કરનારા ક્યા ધર્મના છે.

ચાંદપુરના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજના શિબગંજ અને કોક્સ બજારના પેકુઆમાં મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ દુર્ગાની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. હિંસાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ હતી. ચાંદપુરની એક હોસ્પિટલે કહ્યું હતું કે, તેઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જેને લઈને હોસ્પિટલનું માનવું છે કે આ મૃત્યુ હિંસામાં થયું છે.

બંગલા દેશના સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા છે.
બંગલાદેશમાં દુર્ગાપુજાના પંડાલ ઉપર હુમલા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે, બંગલાદેશમાં’ ધાર્મિક આયોજન દરમિયાન આક્રમણની અમુક પરેશાન કરતી ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. બંગલાદેશ સરકાર કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તૈનાતી સહિતના પગલા ભર્યા છે. આ મામલે બંગલાદેશ સરકાર સાથે મંત્રાલય સંપર્કમાં છે. બંગલાદેશ સરકારે પોલીસ અને બીજી સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંગલાદેશમાં દુર્ગાપુજા આયોજન થઈ રહ્યાછે અને તેમાં બંગલાદેશ સરકાર અને જનતાનો ઘણો સહયોગ રહ્યો છે.

October 11, 2021
tsai_ing_wen-1280x853.jpg
1min339

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની કબજો કરવાની ધમકીના એક દિવસ પછી જ તાઈવાને શક્તિ પ્રદર્શન કર્યું છે. તાઈવાનના નેશનલ ડે પ્રસંગે રાજધાની તાઈપેમાં ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરાયું. તેને સંબોધિત કરતા તાઈવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઈંગ-વેને અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તાઈવાનનું ભવિષ્ય ચીન નક્કી નહીં કરે.

Taiwan President Tsai Ing-wen delivers her inaugural address at the Taipei Guest House in Taipei, Taiwan May 20, 2020. Wang Yu Ching/Taiwan Presidential Office/Handout via REUTERS ATTENTION EDITORS – THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. NO RESALES. NO ARCHIVES.

તાઈવાનના પ્રેસિડન્ટે કહ્યું કે, અમે રાજકીય યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાથી રોકવા માટે પૂરો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રીય સુરક્ષાને વધારતા રહીશું અને એ સુનિશ્ચિત કરીશું કે કોઈપણ તાઈવાનને ચીન દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલવા માટે મજબૂર ન કરે. અમે અમારો બચાવ કરવા માટે દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કરતા રહીશુ. તેમણે એમ પણ કહ્યું કે, તાઈવાન શાંતિપૂર્ણ ક્ષેત્રીય વિકાસમાં યોગદાન આપવા ઈચ્છે છે, ભલે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ અને જટિલ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, તાઈવાનને પોતાના રાષ્ટ્રીય ક્ષેત્રનો ભાગ હોવાનો ચીન દાવો કરે છે. જોકે, તાઈવાન એક લાંબા ગૃહયુદ્ધ પછી 1949માં કોમ્યુનિસ્ટ શાસિત મુખ્ય ભૂમિથી અલગ થયા પછી સ્વ-શાસિત રહ્યું છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તાઈવાન પર કબજા માટે સેનાના ઉપયોગ પર પણ ભાર આપતી રહી છે. તાઈવાનની પાસે પોતાની સેના પણ છે, જેને અમેરિકાનું સમર્થન પણ પ્રાપ્ત છે. તાઈવાનમાં જ્યારથી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી ચીનની સાથે સંબંધ વધુ ખરાબ થયા છે.

તાઈવાનના પ્રેસિડન્ટ પોતાના જાહેર ભાષણોમાં ચીનનું નામ ઘણું ઓછું લે છે, પરંતુ તેમણે નેશનલ ડે પ્રસંગે ખૂલીને ડ્રેગનનું નામ લીધું. તેનાથી જાણવા મળે છે કે, ચીન અને તાઈવાન વચ્ચે તણાવ કેટલો વધી ગયો છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધી ચીને 800થી વધુ વખત પોતાના ફાઈટર પ્લેન્સને તાઈવાન તરફ ઉડાવ્યા છે. ગત શુક્રવારથી ચીન રેકોર્ડ સંખ્યામાં ફાઈટર પ્લેન્સ તાઈવાનની નજીક આંતરાષ્ટ્રીય એર સ્પેસમાં મોકલી રહ્યું છે.

પ્રેસિડન્ટ ત્સાઈના ભાષણ પછી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે મિસાઈલ લોન્ચર, બખ્તરબંધ વાહનો સહિત પોતાના હથિયારોનું પ્રદર્શન કર્યું, તેમજ ફાઈટર પ્લેન્સ અને હેલીકોપ્ટરે ફ્લાઈટ પાસ્ટ કરી. તેમાં એફ-16, સ્વદેશી ફાઈટર પ્લેન અને મિરાજ 2000 સામેલ હતા. વાયુસેનાના શક્તિ પ્રદર્શન પછી સીએમ32 ટેન્ક અને તે પછી ટ્રકોમાં રખાયેલી મિસાઈલ સિસ્ટમ પ્રદર્શિત કરાઈ.

October 9, 2021
nobal.jpg
1min394

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રસા અને રશિયાના દમિત્રી મુરાતોવને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષાના પ્રયાસ કરવા માટે તેઓને શાંતિનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ બંને પત્રકારોએ રશિયા અને ફિલિપાઈન્સની સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. અને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવાના આ પ્રયાસો માટે જ તેઓને નોબેલ કમિટી દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નોબેલ કમિટીએ બંને પત્રકારોની પ્રશંસા કરતાં કહ્યું છે કે, અભિવ્યક્તિની આઝાદી માટે બંને પત્રકારોના પ્રયાસોને જોતાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

નોબલ કમિટીએ કહ્યું કે, સ્વતંત્ર અને મુક્ત તેમજ તથ્યો પર આધારિત પત્રકારત્વ સત્તાના દુરઉપયોગ, અસત્ય અને યુદ્ધના દુષ્પ્રચારથી રક્ષા કરે છે. નોર્વેની સંસ્થા નોબેલ કમિટીએ માન્યું કે, અભિવ્યક્તિની આઝાદી અને સૂચનાની સ્વતંત્રતા લોકોને જાગૃત બનાવે છે. આ અધિકાર લોકતંત્ર માટે પૂર્વ શરત છે અને યુદ્ધ તેમજ સંઘર્ષમાં રક્ષા કરે છે. આ ઉપરાંત કમિટીએ કહ્યું કે, મારિયા અને દમિત્રીને પુરસ્કાર આપવો એ આ મૂળભૂત અધિકારોનું રક્ષા કરવાના મહત્વને દર્શાવે છે.

રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોવ નોવાયા ગેઝેટ અખબારના સંપાદક છે, અને માનવામાં આવે છે કે પુતિનના શાસનમાં એકમાત્ર એમનું જ અખબાર સરકાર સામે અવાજ ઉઠાવતું રહ્યું છે. દમિત્રીએ રશિયામાં અભિવ્યક્તિની આઝાદીના અવાજને બુલંદ કરવાના પ્રયાસ કર્યાં છે. દમિત્રીના અખબારે પુતિન સરકારમાં ભ્રષ્ટાચાર અને માનવાધિકારોના ઉલ્લંઘનના અનેક કિસ્સાઓનો ખુલાસો કરતાં દુનિયા સમક્ષ રજૂ કર્યાં હતા.

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રસા ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટ રેપલરના કો-ફાઉન્ડર છે અને રાષ્ટ્રપતિ રોડ્રિગોની ટીકાઓ કરવા માટે જાણીતી છે. તેઓને હાલમાં જ મનીલા કોર્ટે એક અમીર કારોબારીના માનહાનિના કેસમાં ઓનલાઈન સમાચાર વેબસાઈટ રેપલર ઈંકના કો ફાઉન્ડર મારિયા રસા અને પૂર્વ રિપોર્ટર સેન્ટોસ જૂનિયરને છ વર્ષની કેદની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ ફિલિપાઈન્સમાં પ્રેસની સ્વતંત્રતાને મોટા ઝટકા સમાન માનવામાં આવ્યું હતું. કોર્ટના આ નિર્ણય બાદ રસાએ એક સંમેલનમાં કહ્યું હતું કે, આ નિર્ણય અમારા માટે આઘાત સમાન છે, અમે ફક્ત અન્ય સમાચારની જેમ જ કોઈપણ તપાસ વગર લાપરવાહીથી ન્યૂઝ પબ્લિશ કર્યાં હતા. પણ અમે લડત લડતાં રહીશું અને પત્રકારો તેમજ ફિલિપાઈન્સના લોકોને પોતાના અધિકારો માટે લડતાં રહેવા અને સત્તાને જવાબદાર બનાવતાં રહેવાની અપીલ કરી હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર કોઈ એવાં વ્યક્તિ કે સંગઠનને આપવામાં આવે છે, જેમણે દેશો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય. ગત વર્ષે આ પુરસ્કાર વિશ્વ ખાદ્ય કાર્યક્રમને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સ્થાપના 1961માં વિશ્વભરમાં ભૂખની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમેરિકી પ્રેસિડેન્ટ ડ્વાઈટ આઈજનહાવરના નિર્દેશ પર કરવામાં આવી હતી. રોમથી કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીને વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે એક ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વીડિશ ક્રોનર (11.4 લાખ ડોલરથી વધારેની રકમ) આપવામાં આવે છે.

October 6, 2021
phy.jpg
1min349
The Nobel Prize on Twitter: "BREAKING NEWS: The Royal Swedish Academy of  Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro  Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking

ભૌતિકશાસ્ત્ર માટે જાપાન, જર્મની અને ઇટાલીના ત્રણ વૈજ્ઞાનિકને નોબેલ ઇનામ એનાયત કરાયું હતું. સ્યુકુરો મનાબે (૯૦), લાઉસ હેસલમેન (૮૯) અને જ્યોર્જિયો પારીસી (૭૩)ને ભૌતિકશાસ્ત્રમાં એમના કામ બદલ નોબેલ ઇનામ આપવામાં આવ્યાં હતાં. 

પેનલે જણાવ્યું હતું કે મનાબે અને હેસલમેને પૃથ્વીના પર્યાવરણ અને માનવતાની એના પર અસર વિશેના આપણા જ્ઞાનનો પાયો નાખ્યો છે. પારીસીએ ઊંડાણપૂર્વકનું ભૌતિક અને ગણિતિક મોડેલ બનાવ્યું કે જેનાથી ગણિત, જીવશાસ્ત્ર, ન્યૂરોસાયન્સ અને મશીન લર્નિંગ જેવા અલગ અલગ વિષયોની જટિલ પ્રણાલી સમજવી શક્ય બની. રોયલ સ્વિડિશ ઍકેડેમીના મહામંત્રી ગોરાન હેનસને મંગળવારે Dt.5/10/2021 વિજેતાઓના નામ જાહેર કર્યાં હતાં. સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા વૈજ્ઞાનિકો વચ્ચે ઇનામ વહેંચવાની વાત સામાન્ય છે.