CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 15 of 49 - CIA Live

February 24, 2022
russia_ukraine.jpg
1min439

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને શક્ય તેટલી વહેલી તકે શસ્ત્રો મૂકવાની ધમકી આપી અન્યથા યુદ્ધ ટાળી શકાશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને યુક્રેન પર હુમલાની ઘોષણ કર્યા બાદ રશિયન સેનાએ યુક્રેનના શહેર પર મિસાઈલોનો મારો શરુ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે યુક્રેનની રાજધાની કિવમાં પણ ધડાકાઓ સંભળાયા છે. કિવના એરપોર્ટ પર પણ ગોળીબારીના અહેવાલો આવ્યા છે. રશિયાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો યુક્રેનના એર ફિલ્ડમાં પ્રવેશી ચુક્યા છે ત્યારે સાઈરન વગાડી નાગરિકોને સાવચેત કરાયા હતા.
રશિયાના રક્ષા મંત્રાયલે દાવો કર્યો છે કે યુદ્ધની ઘોષણાના કલાકોમાં જ તેમની સેનાએ યુક્રેનના એરબેઝ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. સાથે સાથે કિવની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી છે.

 બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયન સેનાને વળતો  જવાબ આપતા રશિયાના પાંચ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તોડી પાડયા છે. 

રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને હથીયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું. જેથી રણમેદાનમાં લોહી ના રેડાય. બીજી તરફ યુક્રેન પોતાની રક્ષા કરવા કટિબદ્ધ છે.

January 29, 2022
cia_multi-1280x1045.jpg
1min613

Jayesh Brahmbhatt 98253 44944

ટ્રાન્સપોર્ટ કેનેડાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર 28 જાન્યુઆરીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને મોરોક્કોથી આવનારા પેસેન્જર્સે હવે કોરોના ટેસ્ટ કરાવવો જરુરી નથી. જોકે, કેનેડા પહોંચ્યા બાદ પેસેન્જર્સને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમ કોઈપણ દેશમાંથી કેનેડા આવતા લોકો પર લાગુ પડે છે.

હાલ માત્ર દિલ્હીથી જ કેનેડાની સીધી ફ્લાઈટ જાય છે, અન્ય શહેરોમાંથી પણ હવે સુવિધા શરુ થશે

કેનેડાની સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટમાંથી બહાર નીકળતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. સરકારે કેનેડા આવતા લોકોને એરપોર્ટ પર ઉપલબ્ધ ટેસ્ટિંગ ફેસિલિટીનું અગાઉથી બુકિંગ કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો, જેથી તેઓ આ પ્રક્રિયા જલ્દી પૂરી કરી શકે. જોકે, કેનેડાની સરકારે પોતાના નાગરિકોને જરુર ના હોય તો વિદેશ પ્રવાસ ટાળવા માટે સલાહ આપી છે.

અગાઉ ભારતથી સીધી ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને ડિપાર્ચરના 18 કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડતો હતો, જે નેગેટિવ હોય તો જ પેસેન્જરનું બોર્ડિંગ થઈ શકતું હતું. ભારતથી વાયા યુએઈ, યુરોપ કે અમેરિકાથી કેનેડા પહોંચતા લોકોને પણ કોરોના ટેસ્ટમાંથી મુક્તિ અપાઈ છે.

કોરોના ટેસ્ટમાં કેનેડાએ રાહત આપી, પરંતુ કેનેડા પહોંચ્યા બાદ તો ટેસ્ટ કરાવવો જ પડશે

January 7, 2022
quarantine.jpg
1min550
COVID-19: Things To Follow In Home Quarantine; People Around Should Take  Precautions

દેશમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દેશમાં આગમન પછી સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે. તે બાદ આઠમા દિવસે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ નવો આદેશ 11 જાન્યુઆરી, 2022થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.

બંને શ્રેણીના મુસાફરોએ ‘એર સુવિધા’ પર RT-PCR રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે. તેમણે મુસાફરી શરૂ કરવાના 72 કલાકની અંદર COVID-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. જે મુસાફરોને એરાઇવલ પર ટેસ્ટની જરૂર હોય તેમણે એર સુવિધા પોર્ટલ પર ટેસ્ટનું ઓનલાઈન પ્રી-બુકિંગ કરવું જોઈએ.

આ સિવાય એટ રિસ્કની કેટેગરીમાં આવતાં દેશોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. આ શ્રેણીમાં 9 વધુ નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી વિદેશથી ભારત આવવા અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ થશે. અગાઉના યુરોપિયન દેશો મળી 11 સાથે હવે નવ દેશમાં આફ્રિકાના તાન્ઝાનિયા, ગાના, ઈથિયોપીયા, કેન્યા, નાઇજીરીયા, તુનેશિયા, ઝામ્બિયાથી આવનાર તમામ મુસાફરોનો ભારતના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ અને ક્વોરન્ટાઈન થવું ફરજિયાત બનશે.

December 13, 2021
sa_president.jpg
1min505
Omicron: South Africa says hospital admissions not increasing despite a  jump in Covid-19 active cases

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે અને રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા પણ તેના સપાટામાં આવીને સંક્રમિત થયા છે.

તેમની સારવાર ચાલી રહી છે.જોકે તેમને કોરોનાન હળવા લક્ષણો છે.બીજી તરફ દેશમાં 24 કલાકમાં 37000 નવા કેસ સામે આવ્યા છે.તેના એક દિવસ પહેલા 17000 નવા કેસ સામે આવ્યા હતા.

સકારના કહેવા પ્રમાણે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બહાર નીકળેલા રાષ્ટ્રપતિ રામફોસાને પોતાની તબિયત સારી નહીં હોવાનુ લાગ્યુ હતુ.તેમણે વેક્સીનના બે ડોઝ લીધા છે છતા સંક્રમિત થયા છે.હાલમાં તેઓ કેપટાઉન ખાતેના ઘરમાં આઈસોલેશનમાં છે.

તેમણે આગામી સપ્તાહ સુધી પોતાની તમામ જવાબદારીઓ ઉપરાષ્ટ્રપતિને સોંપી છે.રાષ્ટ્રપતિ રામફોસાએ લોકોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીન લગાવો અને કાળજી રાખો,

દક્ષિણ આફ્રિકા હાલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.જેની પાછળ ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે.

પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ રામફોસાને ઝડપભેર સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

.

December 8, 2021
uae.jpg
1min434

યુએઇએ અત્યારના પાંચ દિવસ કામનાં સપ્તાહને ઘટાડીને ૧લી જાન્યુઆરીથી ફકત સાડા ચાર દિવસ કરવાનો નિર્ણય લીધો છે.  આ સાથે આટલા ટૂંકા સપ્તાહ માટે કામ કરાવતો એ પહેલો દેશ બન્યો છે.  કર્મચારીઓને સુગમતા રહે, ઉત્પાદનમાં વધારો થાય અને કામ તથા ખાનગી જીવન વચ્ચે સમતોલ જળવાઇ રહે એ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.  

યુએઇના સરકારી મીડિયાએ જણાવ્યા અનુસાર ૧લી જાન્યુઆરીથી કામનો સમય સોમવારથી ગુરુવાર સુધી સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી અને શુક્રવારે સવારે ૦૭.૩૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે.  શનિવાર અને રવિવારના દિવસે આખો દિવસ માટે રજા રહેશે. કર્મચારીઓને શુક્રવારે ફ્લેક્સિબલ સમય અનુસાર અથવા ઘરેથી કામ કરવાનો પર્યાય પણ આપવામાં આવશે.  સરકારનાં આ પગલાથી અમેરિકા, યુકે અને યુરોપના કામ કરવાના સમયને અનુસરવાનું અને એ કારણે વેપારમાં વધારો થવાની આશા સેવાઇ રહી છે.

November 29, 2021
tajmahal.jpg
1min429

 કોવિડ-૧૯ના નવા પ્રકાર ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં લઈ કેટલાક દેશોમાંથી ભારત આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (એસઓપી) રવિવારે જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા નિર્ણાયોની પણ સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં સચિવ અજય ભલ્લાના વડપણમાં યોજાયેલી બેઠકમાં ઉપરોકત બે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય) નીતિ આયોગ, વડા પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન, આરોગ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

શુક્રવારે વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા અંગે ફેરવિચારણા કરવા મોદીએ સલાહ આપી હતી.
ઓમીક્રોન વાઈરસ અંગેની માહિતી મળ્યા પછી ઊભી થયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ ‘સાવચેતિના પગલાં’  ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા અગાઉ વૈશ્ર્વિક પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવશે તેવું ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટેસ્ટિંગ અને સર્વીલેન્સ અંગેની એસઓપીની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

November 23, 2021
aus.jpg
1min405

ઓસ્ટ્રેલિયાએ કોરોનાને કારણે લાદેલા  પ્રવાસ પ્રતિબંધો ૧લી ડિસેમ્બરથી હળવા કરવાની જાહેરાત કરી છે. 

હવે કોવિડ-૧૯થી બચવા માટેની રસીના બંને ડોઝ લેનાર અને અધિકૃત વીઝા ધરાવતી વ્યક્તિઓ ૧લી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરી શકશે. આ નિર્ણયથી ભારતનાં હજારો વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે પાછા જઇ શકશે. 

ઓસ્ટ્રેલિયાએ કરેલી જાહેરાત પ્રમાણે ફૂલ્લી વૅક્સિનેટેડ (રસીનાં બંને ડોઝ લીધેલી) વ્યક્તિએ પ્રવેશ વખતે રસીકરણનો પુરાવો અને ત્યાં જવા નીકળવાનાં ત્રણ દિવસની અંદર પીસીઆર નેગેટિવ ટૅસ્ટ રિપોર્ટ દેખાડવા પડશે. 

આ સિવાય, ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના ક્વોરન્ટાઇનનાં નિયમોનું પાલન કરવાનું 
રહેશે.    

November 7, 2021
iraqi-pm.jpg
1min433

વિસ્ફોટકથી ભરેલા ડ્રોને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીના નિવાસસ્થાન પર હુમલો કર્યો છે. આ હુમલો Dt.7/11/21 રવિવારે સવારે થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈરાકી પીએમ આ હુમલામાંથી બચી ગયા હતા. ઈરાકી સેનાએ તેને પીએમની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

ઈરાકી સૈન્ય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો કરનારે કાદિમીના બગદાદ સ્થિત નિવાસસ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવ્યો હતો. જોકે, હાલમાં સેના દ્વારા કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી.

અન્ય બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે “કાદિમીના નિવાસસ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.” બંનેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને પણ માહિતી આપી હતી કે “વડાપ્રધાન કાદિમી આ હુમલામાંથી બચી ગયા હતા.” તે જ સમયે, કાદિમીએ હુમલા પછી ટ્વીટ કર્યું છે કે તે સુરક્ષિત છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. વડાપ્રધાનના આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો અને વિદેશી દૂતાવાસો આવેલા છે. અહીં રહેતા પશ્ચિમી રાજદૂતોએ કહ્યું કે તેમણે વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઈરાન સાથે મળીને સશસ્ત્ર જૂથોએ ગયા મહિને ગ્રીન ઝોનની નજીક યોજાયેલી સંસદીય ચૂંટણીના વિરોધમાં તાજેતરના અઠવાડિયામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

November 7, 2021
sierra.jpg
1min447

સિયેરા લિયોનની રાજધાનીમાં શનિવારે ઑઇલ ટૅન્કરમાં વિસ્ફોટ થયા બાદ તેલ એકઠું કરવા ભેગા થયેલા ૯૮ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. 
સૂત્રોના જણાવ્યા અનુસાર વેલિંગ્ટનમાં શુક્રવારે Dated 5/11/21 સાંજે બસ સાથે ટૅન્કર અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. ઢોળાયેલા ઈંધણમાં આગ કેવી રીતે લાગી હતી તે સ્પષ્ટ થયું ન હતું, પણ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, તેવું સત્તાવાળાઓએ કહ્યું હતું


હૉસ્પિટલના કર્મચારી ફોદાય મુસાએ જણાવ્યું હતું કે કનાટ હૉસ્પિટલના શબઘરમાં Dt.6/11/21 શનિવારે સવારે ૯૨ મૃતદેહ લવાયા હતા. અત્યંત દાઝી ગયેલા અન્ય ૩૦ જણના બચવાની શક્યતા ઓછી છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘની પર્યાવરણ સમિટમાં ભાગ લઇ રહેલા રાષ્ટ્રપતિ જુલિયસ માદા બીઓએ આ ગોઝારી ઘટના બદલ અફસોસ વ્યક્ત કરતા ટ્વિટર પર જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર અને દાઝી જનારા પ્રત્યે હું સહાનુભૂતિ દર્શાવું છું.  

November 3, 2021
modi_gates.jpg
1min332

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તા.2 નવેમ્બર 2021 જલવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને પરમાર્થ કાર્યો માટે જાણીતા બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. 

PM Narendra Modi Meets Bill Gates On Sidelines Of COP26 Climate Summit In  Glasgow

મોદી અને અમેરિકાના અરબપતિ ઉદ્યોગપતિની બેઠક ગેટ્સ દ્વારા નાના દ્વીપીય દેશોના ઢાંસાના વિકાસની પહેલ રેજિલિએન્ટ આઈલેન્ડ્સ સ્ટેટ્સ (આઈઆરઆઈએસ) શરૂ થયા બાદ થઈ છે. બિલ ગેટ્સનું ફાઉન્ડેશન મહામારી સામે લડવા માટે ઘણું લાભદાયક રહ્યું છે. 

1-11-21 સોમવારે બિલ ગેટ્સે કહ્યું હતું કે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સંમેલનમાં મુખ્યરુપે નવીનતા પર ધ્યાન કેન્દ્ર કરવામાં આવશે. આ સાથે જ તેમણે આગળની રાહ સારી જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

બિલ ગેટ્સે ટ્વિટ કરી કહ્યું કે ` સીઓપી-26 માં દુનિયાને એક સાથે લાવી વિકાસની ગતિને ઝડપી બનાવી શકાય છે અને સ્વચ્છ ઊર્જાની સ્વીકાર્યતા પર ભાર મુકી શકાય છે.`

નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગ્લાસગો સમિટમાં નેપાલના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની નેપાલી સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી ઘનિષ્ઠ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા, જલવાયુ પરિવર્તન, કોવિડ-19 સામે લડત અને મહામારીથી બચવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. જૂલાઈમાં દેઉબાના નેપાલના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે.