જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વીટર Twitter પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતી વ્યક્તિ ભારતમાં પી.એમ. નરેન્દ્રભાઇ મોદી છે. પી.એમ. મોદી સાહેબને આજની (3 ડિસેમ્બર 2020) તારીખે Twitter પર કુલ 63.9 મિલિયન એટલે કે 6 કરોડ 39 લાખ લોકો ફોલો કરી રહ્યા છે. મોદી સાહેબની એક ટ્વીટ ગણતરીની મિનિટોમાં દેશ દુનિયાના કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ તો થઇ પી.એમ. મોદી સાહેબના ફોલોઅર્સની વાત. www.cialive.in

અમે અહીં પી.એમ. મોદી જેમને ફોલો કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ
પી.એમ. મોદી જેમને ફોલો કરે છે એવા ફક્ત 2345 ટ્વીટર અકાઉન્ટ છે. આ સંખ્યામાં દેશ અને વિદેશની બધી હસ્તીઓ છે. મોદી સાહેબ જેમને ફોલો કરી રહ્યા છે એ ફક્ત 2345 અકાઉન્ટ્સમાં હવે સુરતીઓની વાત કરીએ તો ઓછા જાણીતા લોકો, ભાજપામાં હાલ કોઇ હોદ્દા પર ન હોય તેવા સુરતીઓની યાદી અહીં રજૂ કરી છે. www.cialive.in
- મૂળજી ઠક્કર (માજી કોર્પોરેટર, ઉધના વિસ્તાર)
- અતુલ વેકરીયા (અતુલ બેકરી, સુરત)
- ધનસુખ પટેલ (માજી ધારાસભ્ય, ઓલપાડ)
- સુષ્મા અગ્રવાલ (માજી ડેપ્યુટી મેયર, સુરત)
- પ્રફુલ પાનશેરીયા (માજી ધારાસભ્ય, કામરેજ, સુરત)
- પી.વી.એસ. શર્મા (ભાજપા નેતા, સુરત)
- કેયુર જે દેસાઇ (ભાજપા નેતા, કતારગામ)
- નિલેશ દેસાઇ (સુરત)
- રવિ ઘિયાર (સુરત)
- ડૉ. માઉન્ટેન જીપ્સી (કિંજલ દેસાઇ કે.ડી.)
- બર્તવાલ વિક્રમ
ભાજપાના જાણિતા નેતાઓને પણ પી.એમ. મોદી Twitter પર ફોલો કરી રહ્યા છે જે આ મુજબ છે
- સી.આર. પાટીલ (પ્રમુખ ગુજરાત ભાજપા, સાંસદ નવસારી)
- દર્શના જરદોષ (સાંસદ, સુરત)
- ઝંખનાબેન પટેલ (ધારાસભ્ય, ચોર્યાસી, સુરત)
- પૂર્ણેશ મોદી (ધારાસભ્ય, પશ્ચિમ, સુરત)
- સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત, સુરત)
- હર્ષ સંઘવી (ધારાસભ્ય, સુરત મજૂરા)
- મનીષ કાપડીયા (સેનેટ મેમ્બર, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત)
આ લોકો પણ પી.એમ. મોદીના ફોલોઈંગ લિસ્ટમાં છે
- મથુર સવાણી (કિરણ હોસ્પિટલ, સુરત)
- નીતિન પ્રજાપતિ (બારડોલી)
- ડો. મોહસિન લોખંડવાલા (સુરત)













