ગુજરાતની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ-૧ થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ-૬ થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ધોરણ-૧ થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે.
ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની કુલ 4445 એમબીબીએસ સીટ પૈકી 1800 બેઠકોના પ્રવેશાર્થીઓ 2020 પૂર્વે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે
Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી MBBS મેડીકલના પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ પામનારા 4446 વિદ્યાર્થીઓ પૈકી 1800 પ્લસ (40 ટકા) પ્રવેશાર્થીઓએ 2020માં નહીં બલ્કે 2019 કે 2018માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે. આમ, આ વર્ષે મેડીકલમાં એડમિશન લેનારા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમના કરન્ટ વર્ષમાં નીટના પરફોર્મન્સથી નાખુશ થઇને ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટ રિપીટ કરીને સ્કોર હાંસલ કરીને પ્રવેશ મેળવ્યા છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એન્ડ પેરામેડિકલ કોર્સિસના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ 5507 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોની 15 ટકા સીટ્સ તેમજ પ્રાઇવેટ મેડીક કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઇ. ક્વોટાની બેઠકો કાઢી નાંખ્યા બાદ બાકી વધેલી કુલ 4446 સ્ટેટ ક્વોટાની બેઠકો પર કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ પામનારા કુલ 4446 પ્રવેશાર્થીઓ પૈકી 1800 પ્લસ પ્રવેશાર્થીઓ ડ્રોપ લઇને નીટ રિપીટ કરીને પોતાની પસંદગીની મેડીકલ કોલેજમાં પ્રવેશ હાંસલ કર્યો છે.
પોતાના કરન્ટ યરથી ડ્રોપ લઇને નીટ ક્રેક કરનારા 1800 પ્રવેશાર્થીઓ પૈકી સૌથી વધુ 1560 વિદ્યાર્થીઓએ 2019માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી હતી. 198 વિદ્યાર્થીઓએ 2018માં, 29 વિદ્યાર્થીઓએ 2017માં અને 13 વિદ્યાર્થીઓએ 2016માં પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું, પરંતુ, એ સમયે તેમને મેડીકલમાં પસંદગીની કોલેજોમાં પ્રવેશ નહીં મળતા તેમણે ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટની તૈયારી કરીને 2020માં નીટ પરીક્ષા આપી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે 2020 પહેલા ધો.12 પાસ કરનારા અને 2020માં મેડીકલ પ્રવેશ પામનારા કુલ 1800 પ્રવેશાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓ નીટમાં એટલો જંગી સ્કોર ખેંચી લાવ્યા કે તેમના ગુજરાતની સૌથી ઓછી ફી ધરાવતી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા છે. અને તેમાં પણ 27 વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ગુજરાતની સૌથી ટોપ મેડીકલ કોલેજ ગણાતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.
તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.
પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં
અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.
તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.
તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે
સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.
આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.
ઇતિહાસમાં પહેલી વખત ખાલી ક્લાસે બોર્ડના વિદ્યાર્થીઓનો સિલેબસ પૂરી થઇ ગયો. વર્ચ્યુઅલ દુનિયા માટે આ સૌથી મોટી જીત કહેવાય રહી છે પણ વિદ્યાર્થીઓની કારકિર્દીને નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્યું છે. કોરોનાકાળમાં વાલીઓએ થોડી હિંમત દર્શાવી હોત તો બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ ભલે 30-30 ટકાની સ્ટ્રેન્થ પર મળ્યું હોત તો એ લેખે લાગત. કોરોનાના ભયમાં હવે બાળકો પ્રત્યક્ષ રીતે પરીક્ષા આપશે, પણ પ્રત્યક્ષ શિક્ષણ લીધા વગર.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ડિસેમ્બરની 15મી તારીખ પૂરી થતાં જ ગુજરાતની મોટા ભાગની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ ધો.10 અને ધો.12માં પાઠયક્રમના તમામ ચેપ્ટર પૂર્ણ થઇ ગયાની જાહેરાતો સંભળાવા માંડી. કેટલીક સ્કુલોમાં 20 અને બાકીની બધી સ્કુલોમાં તા.25મી ડિસેમ્બર સુધીમાં કોર્સ પૂરો કરી દેવાશે એવા અહેવાલો મળ્યા, આヘર્યની વાત એ છે કે 2020-2021ના વર્ષમાં એક પણ દિવસ સ્કુલો ગયા વગર વિદ્યાર્થીઓનો કોર્સ ઘરે બેઠા ઓનલાઇન પૂરી થઇ ગયો છે. વાલીઓ, માબાપ ભલે માને કે બાળકો ઓનલાઇન અભ્યાસ કર્યો પરંતુ, તેમની કારકિર્દીને આ પ્રકારના અભ્યાસથી નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્યું છે. ધો.10-12 અભ્યાસના મહત્વના પડાવ છે, શાળાકીય પ્રત્યક્ષ શિક્ષણ વગર બોર્ડનો સિલેબસ પાર કરી દેવાયો એ એક આશ્વાસનથી વિશેષ કંઇ નથી. જે વિદ્યાર્થીઓ મૌલિક રીતે અભ્યાસ કરે છે તેઓ આ નુકસાનીને રિકવર કરી લેશે પરંતુ, જે વિદ્યાર્થીઓ એવરેજ છે, છેવાડાના વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12માં કશું ભણ્યા જ નથી તેવી સ્થિતિ છે, હવે સીધી બોર્ડની પરીક્ષામાં બેસશે.
હવે સ્કુલો શરૂ થશે તો પણ રિવિઝન કરાવવું પડશે, દસેક ટકા સ્કુલોએ ગંભીરતાથી ઓનલાઇન અભ્યાસ કરાવ્યો, બાકી બધે વિડીયોએ ભણાવ્યા
માની શકાય કે કોરોના કાળને કારણે શાળાઓ શરૂ થઇ શકી નથી પરંતુ, જો વાલીઓ સજાગ હોત તો શાળાઓમાં 30-30 ટકાની સ્ટ્રેન્થથી જે પ્રત્યક્ષ અભ્યાસ કરવાનું મળ્યું હોત તો એ લેખે લાગત. પરંતુ, કોરોના કાળમાં વાલીઓનો અભિગમ એવો રહ્યો કે કોરોના બાળકોને થઇ જશે એટલે મોટા ભાગના વાલીઓએ નનૈયો ભણી દીધો. કેટલાક જાગૃત વાલીઓ ફક્ત એવો અભિપ્રાય વ્યક્ત કરતા રહ્યા કે બાળકોમાં કોરોનાના કેસો સાવ ઓછા જોવા મળ્યા છે, પરંતુ, તેઓ જાહેરમાં આવીને લિડરશીપ લઇ શક્યા નહીં. કેટલાક વાલીઓએ તો પૂરેપૂરી ફી ભરવાની થાય એ નિવારવા માટે સ્કુલો નહીં શરૂ કરવી જોઇએ એવા અભિયાનમાં જોડાઇ ગયા.
બીજી તરફ સરકાર અને સ્કુલ સંચાલકોને તો જોઇતું જ હતું કે વાલીઓ મગનું નામ મરી પાડે. વાલીઓના અભિગમથી વાકેફ સરકારે પણ સ્કુલો શરૂ કરવાની ના પાડી દીધી અને પરીણામ એ આવ્યું કે બોર્ડના વિદ્યાર્થીઓનું આખું વર્ષ પૂラરું થઇ ગયું અને એ પણ ઘરે બેઠા.
ડિસેમ્બર અડધો મહિનો પૂરો થતાં જ શાળાઓએ પેરેન્ટ મિટીંગમાં કોર્સ પૂરો થયાની ઘોષણાઓ કરવા માંડી
શહેરની એક ખ્યાતનામ સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું કે આમેય જાન્યુઆરી માસમાં ધો.12 સાયન્સમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવાનું પ્રી શિડ્યુલ હતું જ, એટલે ઉચ્ચતર માધ્યમિક સાયન્સની શાળાઓમાં ધો.11નો કોર્સ ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂરો કરીને ધો.12નો અભ્યાસ ફેબ્રુઆરી માર્ચમાં જ શરૂ કરી દેવાતો હોય છે. સ્વાભાવિક છે કે ડિસેમ્બરમાં મોટા ભાગની સ્કુલોમાં કોરોનાકાળ ન હોત તો પણ અભ્યાસક્રમ તો પૂરો થઇ જ જતો હોય છે. આગામી જાન્યુઆરી માસમાં મોટા ભાગની શાળાઓમાં પ્રીલિમનરી પરીક્ષાઓ લેવાનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત આખરે આગામી ૧૫મી ડિસેમ્બરના મંગળવારે સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઇને પ્રારંભિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં હજુ થોડા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
મોદી મંગળવારે સવારે ૧૧.૨૦ કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી હવાઇ માર્ગે નીકળ્યા બાદ બપોરે ૧.૨૦ કલાકે ભુજ એરપોર્ટ પર પહોંચી આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરથી ૨ વાગ્યે ભાતીગળ પ્રદેશ સમા ધોરડો ખાતેના વીવીઆઇપી ટેન્ટમાં રહેશે. ત્યારબાદ ૨.૩૦ કલાકે ડિસેલીનેશન પ્લાન્ટ માંડવી, રિન્યૂએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન ડિસેલીનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે માંડવી તાલુકાના ગુંદિયાળી નહીં જાય પરંતુ બંને પ્રોજેક્ટનું ધોરડો ખાતેથી ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન કરશે. ૩.૪૫ કલાકે વીવીઆઇપી ટેન્ટમાં પરત ફરશે. ત્યારબાદ વડા પ્રધાન ૩.૫૫થી ૪.૪૦ વાગ્યા દરમ્યાન ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં લાંબા સમયથી બની રહેલા ધરતીકંપમાં માર્યા ગયેલાઓની યાદ માટે બની રહેલા સ્મૃતિ વન મેમોરિયલ પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. સાંજે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન સફેદ રણમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૬.૫૫ કલાકે ધોરડોથી હેલિકોપ્ટરમાં પરત સાંજે ૭.૨૫ કલાકે ભુજ એરપોર્ટ પર આવશે. રાત્રે ૭.૩૦ કલાકે ભુજ એરપોર્ટથી નીકળ્યા બાદ ૯.૨૫ કલાકે દિલ્હી પહોંચી જશે.
ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાની ચિંતન બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તા.13મી ડિસેમ્બર 2020ના રોજ ભાજપાના સુપ્રીમો સી.આર. પાટીલે એક વાત સાફ કરી દીધી હતી કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સમેત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીમાં નો રિપીટેશનની ફોર્મ્યુલા લાગૂ કરી શકાય નહીં. તેમણે આ મુદ્દે ઉમેરતા કહ્યું કે કેટલાક ચોક્કસ ધોરણો લાગૂ થશે જેમકે કોઇ સભ્યની વય વધુ હોય અગર તો વોર્ડ સીમાંકનમાં પ્રતિનિધિત્વ નીકળી જતું હોય તો તેવા ક્રાઇટેરિયા લાગૂ કરવામાં આવશે એવો તેમનો સાફ સંકેત હતો.
ઉમેદવારોની પસંદગીને સમતોલ બનાવાશે એવી હીંટ આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે ઉમેદવારોની પસંદગીમાં દરેક જ્ઞાતિ, સમાજને વસતિને અનુરૂપ પ્રાધાન્ય મળે તેવા હરએક પ્રયાસો કરવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના કામોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો વ્યૂહ
સી.આર. પાટીલે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની સરકારે એટલી બધી યોજનાઓ લાગૂ કરી છે કે એ લોકો સુધી પહોંચાડીશું એટલે જ ભાજપાનો વિજય નિશ્ચિત બની જશે. બન્ને સરકારોએ સામાનય લોકો માટે સેંકડો યોજનાઓ અમલમાં મૂકી છે.
શંકરસિંહ વાઘેલા સરકારમાં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા અને મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની કરોડો રૂપિયાના નાણાકીય ગેરરીતિના મામલે આજરોજ તા.13મી ડિસેમ્બર 2020ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસ ફરીયાદમાં જણાવાયા મુજબ વિપુલ ચૌધરી ઉપરાંત અનેક લોકો આ નાણાંકીય ગેરરીતિ સબબના કેસમાં સંડોવાયેલા હોવાનું જણાય આવે છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ત્રીજા દિવસે કેટલાક ઠેકાણે ટાઢોડું છવાયું હતું તેમજ શનિવારે સવારથી બપોર સુધી સમગ્ર રાજયમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી.
રાજ્યમાં ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે સવાર સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ ૧.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડાંગના વઘઈમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. નવસારીના વાસદામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં ૧૦ થી ૧૨મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. શુક્રવારે ગુજરાતના ૧૩૬ તાલુકામાં માવઠું પડ્યું હતું. હવે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. બે દિવસ પછી ૩થી ૪ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઊભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. દરમિયાન અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારથી જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે. ૫૦૦ મીટરના અંતરે પણ સામેનું વાહન જોવામાં ચાલકોને મુશ્કેલી પડી રહી છે. લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. વાતાવરણ ઠંડું બનતા શહેરમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠાંના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસને પાકના નુકસાન થયું છે.
અત્યાર સુધી બોજ બનેલી ઉભરાટની જમીનોના ભાવ રાતોરાત ઉંચકાયા
ઉભરાટ ખાતે આવેલી સરકારની 1000 હેક્ટર સરકારી જમીન પણ સોનાની લગડી જેવી
એક બાજુ નદી એકબાજુ દરીયાને લીધે સ્થગિત થયેલો સુરતનો પોશ વિસ્તાર આભવા રોડ પર વિકાસ પામશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રપોઝલ મૂકાઈ ચૂકી છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતના આભવાથી ઉભરાટ વચ્ચે બ્રીજ બનાવવા અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત અનેક લોકોની કિસ્મત પલ્ટી નાંખશે. અત્યાર સુધી આભવા-ઉભરાટ બ્રિજ બનવાનો છે એવી પાયાવગરની વાતોને પગલે જ આભવાથી લઇને ઉભરાટ વચ્ચે જમીનોના અબજો રૂપિયાના સોદાઓ થઇ ચૂક્યા છે, એટલે સુધી કે હવે બ્રિજ નહીં આવે એમ માનીને લોકોએ ઉભરાટ ખાતે લીધેલી જમીનો ખોટ ખાઇને પણ વેચવા માંડી હતી, પરંતુ, આજે 12મી ડિસેમ્બર 2020ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉભરાટ બ્રિજને અનુલક્ષીને કરેલી સ્પેશયલ જાહેરાત બાદ ઉભરાટમાં જમીન, પ્લોટ લેનારાઓની કિસ્મતના બંધ દરવાજા ખૂલી જવા પામ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત
આ કારણોથી ઉભરાટ બ્રિજ સુરત માટે માસ્ટર સ્ટ્રોક સમાન
સુરતના બીગબાઝારથી સીધા ડુમસ સુધીનું અંતર 13 કિ.મી. છે, ઉભરાટ બ્રિજ બન્યા પછી બીગબાઝારથી ડાબી બાજુનો રોડ પકડીએ તો 13 કિ.મી.એ ઉભરાટ આવી જશે.
– સુરતના પોશ વિસ્તાર (અઠવા, પીપલોદ, ડુમસ)ની એક બાજુએ નદી અને એક બાજુએ સમુદ્રને લઇને પોશ વિસ્તારનો વિસ્તાર થતો અટકી ગયો છે, હવે આભવા-ઉભરાટ વચ્ચે બ્રિજને કારણે પોશ એરિયાનું ડેવલપમેન્ટ થશે.
– સુરત મહાનગરપાલિકાએ 2015-16ના વર્ષમાં કરેલી પ્રપોઝલ કે જેના અંદાજો પણ મંજૂર થઇ ચૂક્યા છે એ ઉભરાટ-આભવા બ્રિજ અનુસાર કુલ 1.8 મીટરની લંબાઇ ધરાવતો બ્રિજ આભવા અને ઉભરાટ વચ્ચે બનશે જે સુરતનું ડિસ્ટન્સ ઘટાડી દેશે.
– હીરાબુર્સની સાથે આભવા ઉભરાટનો બ્રિજ સમગ્ર એરિયાનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ અને ઇકોનોમિક ગ્રોથ બન્નેને ગીયરઅપ કરશે.
– સુરતવાસીઓને હરવા ફરવા માટે નવું ડેસ્ટિનેશન ઉભરાટ મળશે, આમેય ડુમસના દરીયા કિનારે પાણી નહીં હોવાનો પ્રશ્ન છે અને હજીરા, સુંવાલી કરતા ઉભરાટ જવાનું લોકો વધારે મુનાસિબ સમજશે.
– આભરા-ઉભરાટ બ્રિજને કારણે વચ્ચે સૌથી મોટો ફાયદો ગુજરાત સરકારને થશે, ગુજરાત સરકારની કમસેકમ 1000 હેક્ટર જગ્યા ઉભરાટ ખાતે આવેલી છે. આ સરકારી જમીનની કિંમત સોનાની લગડી કરતા પણ વધી જશે.
– ભૂતકાળમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે આવેલી સરકારી 1000 હેક્ટર જગ્યા પર બનાવવાની પ્રપોઝલ મૂવ થઇ ચૂકી છે, જો આ પ્રપોઝલ ફરીથી જીવંત બનાવવામાં આવે તો હયાત સુરતનું એરપોર્ટ ડોમેસ્ટિક ફલાઇટ્સ માટે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે નિર્માણ થઇ શકે. આ બાબતનો દારોમદાર સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે.
અત્યારે આભવાથી ઉભરાટ વચ્ચે 42 કિ.મી.નું અંતર 4 કિ.મી. થઇ જશે
હાલમાં ગુગલ મેપ પ્રમાણે આભવાથી ઉભરાટ જવું હોય તો 42 કિ.મી. જેટલું ડિસ્ટન્સ બાયરોડ થાય છે. પરંતુ, આભવાથી ઉભરાટ વચ્ચે 1.8 કિ.મી. જેટલો િબ્રજ દરિયામાં બનાવાયા બાદ આ ડિસ્ટન્સ ઘટીને 4 કિ.મી. જેટલું થઇ જશે.
આભવા-ઉભરાટ વચ્ચે બ્રિજ આવવાનો છે એવી વાતોથી પ્રેરાઇને ઉભરાટ ખાતે 2006થી જમીનો લેનારા લોકો અત્યાર સુધીમાં એટલા નાસીપાસ થઇ ગયા હતા કે ઉભરાટ ખાતેની જમીન પડતર કરતા પણ ઓછી કિંમતે વેચી દેવા ફરી રહ્યા હતા. આ રીતે જમીન લેનારાઓ હવે સસ્તા ભાવે જમીન વેચવાનો નિર્ણય ફેરવી તોળશે.
સ્થાનિક જમીન દલાલો સાથે થયેલી વાતચીત મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉભરાટ બ્રિજની જાહેરાત બાદ પરિસ્થિતિ એટલી બદલાઇ ગઇ છે કે એવું લાગે છે કે હાલ કોવિડ-19ની સ્થિતિમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરજિયાત રીતે આરજો-મારજોના સોદા કરવા પડતા હતા પરંતુ, હવે ઉભરાટ, આભવાના કિસ્સામાં આરજો-મારજોના સોદા અટકી જશે.
ઉભરાટ બ્રિજ રિયલ એસ્ટેટને વેગ આપશે અનુભાઇ તેજાણી
સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાન શ્રી અનુભાઇ તેજાણીએ જણાવ્યું કે ઉભરાટ આભવા વચ્ચે રૂ.200 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા અંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત આવકાર્ય છે, આ બ્રિજને લીધે સુરત-ઉભરાટમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટસ ઝડપભેર થશે, ઉભરાટમાં સરકારની પણ મોટી જમીનો આવેલી છે, સરકારના પ્રોજેક્ટ પણ આવશે, સમગ્ર વિસ્તારને આ બ્રિજથી ફાયદો થશે.
હાલમાં ત્રણ સ્તરીય હિયરિંગમાં પહેલા સ્તરે મામલતદાર કક્ષા થતી સુનાવણીની પ્રક્રિયા દૂર કરવામાં આવી, હવે સીધા પ્રાંત અધિકારી અને એ પછી કલેક્ટર કક્ષાએ હિયરિંગ હાથ ધરાશે
ગુજરાત સરકારે જમીન કાયદા સુધારણા અભિયાન અન્વયે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં તકરારી નોંધની અપીલની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવામાં આવશે. અત્યાર સુધી જમીન દફતરે થયેલી તકરારી નોંધની સુનાવણી જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે સૌથી પહેલા મામલતદાર કક્ષાએ હાથ ધરાય એ પછી પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ હાથ ધરવાનો નિયમ અમલી હતો. જૂના નિયમને કારણે અરજદારોને ભારે અસંતોષ પ્રવર્તતો અને લિટીગેશન તેમજ કાયદાકીય પ્રકરણો પણ ઉભા થતા હતા. પરંતુ, હવે રાજ્ય સરકારના નિર્ણય બાદ સ્થિતિમાં સુધારો થાય તેવો આશાવાદ સેવાય રહ્યો છે.
જમીન દફતરે તકરારી નોંધની અપીલ હિયરિંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં ગુજરાત સરકારે ત્રણ અલગ અલગ સ્તરે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે.
રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
સરકારનો દાવો છે કે, આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. જમીનના હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.
ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.
આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. જોકે, નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.