ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.
22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.
ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.
રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.
ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે સરેરાશ ૪૬ ટકા જેટલુ મતદાન નોંધાયા બાદ હવે 23/2/21 મંગળવારે સવારથી જ મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ જશે.
ગુજરાતની છ મનપાનું સરેરાશ ૪૬.૧ ટકા મતદાન થયું હતું.
સૌથી વધારે જામનગર ૫૩.૩ અને સૌથી ઓછું અમદાવાદમાં ૪૨.૧ ટકા મતદાન થયું હતું.
ભાવનગરમાં ૪૯.૫, રાજકોટમાં ૫૦.૭૨, વડોદરામાં ૪૭.૮ અને સુરતમાં ૪૭.૧ ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં ૫૧.૮ ટકા મતદાન થયું હતુ.
મોડી રાત સુધી તમામ ઇવીએમ જે તે મનપાના સ્ટ્રોન્ગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે પણ પંચ દ્વ્રારા પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ મતગણતરી માટેના સ્ટાફને પણ કાઇન્ટીંગ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યો છે.
રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કોંગ્રેસ, ૯૧ એનસીપી, ૪૭૦ આમ આદમી પાર્ટી અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે
ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓમાં રવિવારે એકંદરે પાંગળુ મતદાન થયું હતું. બપોર સુધીમાં સરેરાશ ૩૦ ટકા જેટલુ નીચું મતદાન થતા સત્તાધારી ભાજપે મતદારોને મતદાન મથકે પહોંચીને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા તેમ જ ઘરે ઘરે જઇને અપીલ કરવી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૪૧ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સમય પૂરો થઈ ગયા બાદ મતદાન બૂથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવામાં આવતું હોવાથી મતદાનમાં સરેરાશ મતદાનમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. જોકે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ઘટેલા મતદાનથી રાજકીય પક્ષોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.
છ મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અંદાજે ૩૭.૮૧ ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં અંદાજે ૪૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૩૭.૧૦ ટકા, સુરત ૩૪.૯૬ ટકા, વડોદરા ૩૪.૮૭ ટકા અને ભાવનગર ૩૮.૫૭ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાતા તેમજ મતદાર યાદીઓમાંથી મતદારોના નામ ગાયબ થવાના તેમજ બોગસ મતદાનના અનેક બનાવો નોંધાયા હતા. મનપા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. હવે ૨૩મીએ મત ગણતરી થશે.
છ મહાનગરોમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ શરૂઆતમાં સારા ટ્રેન્ટ બાદ અચાનક મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. અડધો સમય વીતવા છતાં મતદાનનો આંકડો ૩૦થી ૩૭ ટકા સુધી જ પહોંચ્યો હતો. મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કૉંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ૪૭૦ અને એનસીપીના ૯૧ અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે. ૬ મહાનગરોમાં મતદાન માટે ૧૧ હજાર ૧૨૧ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કુલ એક કરોડ ૧૪ લાખ ૬૬ હજાર ૯૭૩ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૭ ટકાએ મતદાન કર્યું હતું. રવિવારે મતદાન બાદ ૨૩મી ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકોની ચૂંટણીનું મતદાન થયું હતું.
સુરત:શુક્રવાર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાIપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.
૧) આધાર કાર્ડ
૨) ફોટા સાથેનો પાસપોર્ટ
૩) પાન કાર્ડ
૪) રાજ્ય સરકાર,
કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તસ્ફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ઓળખકાર્ડ
વિશ્ર્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના ૨૦૧ વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.
શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહિ આવે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું.
ગુજરાતના તાપી જીલ્લામાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં બર્ડ ફ્લૂના નવા કેસ મળી આવતા ચકચાર મચી ગયો છે.
તાપીના ઉચ્છલમાં આવેલા નેશનલ પોલટ્રી ફાર્મમામં બર્ડ ફલૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે મરઘાં ફાર્મમાંથી ભેગા કરવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા પૉઝિટિવ આવ્યા આવ્યા છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17,000 જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે.
આ બાબતે કલેક્ટર જાહેરનામું પ્રસારિત કરશે તેવી માહિતી મળી છે. જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે., તેવું કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં આ સમાચાર ભારે વાઇરલ થયા છે. તા.14મી ફેબ્રુઆરીએ વડોદરામાં બનેલી ઘટના બાદ તેમને સારવાર માટે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને કોરોના વાયરસના લક્ષણો પણ હળવા હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ મહિને યોજાઈ રહી છે જેને લઈને વિવિધ પક્ષો પૂરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રચાર અભિયાન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ સ્ટેજ પર જ ચક્કર આવતા ફસડાઈ પડ્યા હતા. આ પછી તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમના વિવિધ જરુરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા જે સામાન્ય આવ્યા છે.
યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી રુપાણીની તબિયત સ્થિર છે. બુલેટિનમાં જણાવવવામાં આવ્યું છે કે રુપાણીના ECG, 2D Echo, બ્લડ ટેસ્ટ વગેરે નોર્મલ આવ્યા છે જોકે, તેમનો RT-PCR કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આજે સવારે આવ્યો છે અને તે પોઝિટિવ છે. જેથી તેમને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, લક્ષણો હળવા હોવાનું જણાવવામાં આવ્યું છે.
Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.
આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે.
કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે.
ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.
સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.
અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.
એક જાગૃત નાગરિક હક-અધિકારની લડાઇ લડે તો એ ભલભલા સિંહાસનોને ડોલાવી શકે, ઇતિહાસ ગવાહ છે એવું નથી કહેતો પણ આવો જાગૃત નાગરિક હાજરાહજૂર છે. એક સુરતી (કાઢીયાવાડી) એ ટોરન્ટ પાવર સામે એકલા હાથે લડીને વીજ બિલમાં 14 પૈસાનો ઘટાડો કરાવ્યો છે. આ લડતનો હકદાર કોઇ સંસ્થા, ટ્રસ્ટ કે રાજકીય પાર્ટી નથી પણ એકલો વ્યક્તિ છે અને એ સુરતીનું નામ છે મન્સુખભાઇ નાનજીભાઇ ખતરી (ખોરાસીયા). મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇએ ટોરન્ટ કંપની સામે ગુજરાત ઇલેક્ટ્રીક રેગ્યુલેટરી કમિશનમાં અરજી કરી હતી અને જીઇઆરસીએ તેમની અરજી ગ્રાહ્ય રાખીને ગુજરાતના ટોરન્ટ પાવર કંપનીના લાખો ગ્રાહકોના વીજ બિલમાં 14 પૈસાની રાહત આપવી પડી છે.
લડાઇ લડવા ટોળાની જરૂર જ નથી, એક વ્યક્તિ કાફી છે એ પુરવાર કરી આપ્યું છે મનસુખભાઇ ખોરાસીયાએ
સમગ્ર હકીકત અંગે મનુસખભાઇ નાનજીભાઇ ખતરીએ સી.આઇ.એ. લાઇવને આપેલી માહિતી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરે સી.એન.જી. (ગેસ)ના દરોમાં ઘટાડો થતા ગુજરાત સરકારે પણ ગેસના દરોમાં ઘટાડો કર્યો હતો. સુરતના મનસુખભાઇએ આ બાબતને આધારસ્તંભ બનાવીને ટોરન્ટ પાવર કંપનીને અરજી કરી હતી કે આંતર રાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવો ઘટ્યા છે અને ટોરન્ટ કંપનીના બધા જ પાવર જનરેશન પ્લાન્ટ ગેસ બેઝ છે, આવી સ્થિતિમાં ગેસના ઘટેલા ભાવોનો લાભ ટોરન્ટ પાવર કંપનીના દરેક ગ્રાહકોને આપવો જોઇએ.
મનસુખભાઇએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge માં કુલ 21 પૈસાનો ઘટાડો કરીને તેનો સીધો લાભ સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતેના ટોરન્ટ કંપનીના લાખો કસ્ટમર્સને આપવો જોઇએ. આ અંગે આધારભૂત પુરાવાઓ સાથે ટોરન્ટ કંપનીને રજૂઆત કરી હતી.
પરંતુ, મનસુખભાઇના કહેવા મુજબ ટોરન્ટ કંપનીએ તેમની રજૂઆતોનો એકાદ મહિના સુધી કોઇ જ રિસ્પોન્સ કે રિપ્લાય નહીં આપતા મનસુખભાઇ ખતરીએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ મામલો દર્જ કરાવીને ત્યાં પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.
આંતર રાષ્ટ્રીય સ્તરે જ્યારે ગેસના ભાવો ઘટ્યો છે, ગુજરાત સરકારે પણ ગેસના ઘટેલા ભાવોને પગલે Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge ઘટાડ્યા હોય તો ટોરન્ટ પાવરે ગેસ ઘટાડાનો લાભ કસ્ટમર્સને કેમ નહીં આપવો જોઇએ આ પ્રશ્ને જીઈઆરસીના અધિકારીઓએ પણ મનસુખભાઇની અરજી ગ્રાહ્ય રાખીને ટોરન્ટ કંપનીને Fuel Power Purchase Price Adjustment. The FPPPA chargeમાં મનસુખભાઇની 21 પૈસાના ઘટાડાની માગણી નહીં પણ 14 પૈસા ઘટાડાની માગણીને ગ્રાહ્ય રાખવો સૂચના આપી છે.
ટોરન્ટના બિલમાં આ રીતે અસર જોવા મળશે
સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતે ટોરન્ટ પાવર કંપનીના કસ્ટમર્સને ફેબ્રુઆરી 2021 માસના બિલમાં Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge રૂ.1.97 પૈસા લખાઇને આવશે. જે ગત મહિના બિલ સુધી રૂ.2.11 પૈસા હતો. આમ, મનસુખભાઇની લડતને કારણે ટોરન્ટ કંપનીના હજારો કસ્ટમર્સને તેમના ઇલેક્ટ્રીક બિલમાં 14 પૈસીનો ઘટાડાનો લાભ મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.