CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 51 of 139 - CIA Live

December 9, 2020
CIA_Live_Logo_New2.jpg
1min426

ગુજરાતના માજી ગૃહમંત્રી અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ-દમણના પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) તરીકે કાર્યરત શ્રી પ્રફુલ પટેલને લક્ષદ્વીપના વહીવટકર્તાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. તાજેતરમાં લક્ષદ્વીપના વહીવટકર્તા દિનેશ્વર શર્માનું નિધન થતાં ખાલી પડેલી જગ્યાની જવાબદારી શ્રી પ્રફુલ પટેલને સોંપવામાં આવી છે.

આજે પ્રફુલ પટેલે લક્ષદ્વીપનું વડુમથક કવારટ્ટી પહોંચીને વિધિવત રીતે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર તરીકે કામગીરી અખત્યાર કરી લીધી હતી.

December 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min615

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

‘CO-WIN’ આ એક ભારત સરકારની મોબાઇલ એપ્લિકેશનનું નામ છે જે હજુ સુધી લોકો માટે ઉપલબ્ધ નથી થઇ પરંતુ, ‘CO-WIN’ એ ભારતનું એવું ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે કે જે કોવીડ-19 વેક્સિનનો તમામ ડેટાબેઝ ધરાવતી હશે અને સતત અપડેટ થતું પ્લેટફોર્મ હશે. ‘CO-WIN’ એપ્લિકેશન પરથી સામાન્ય વ્યક્તિઓ પોતાનું નામ વેક્સિનેશન માટે નોંધાવી શકશે.

CO-WIN ડિજિટલ પ્લેટફોર્મ પર વેક્સિન માટે કોઇપણ સામાન્ય વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકશે

  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશન જ્યારે લોંચ કરવામાં આવશે ત્યારે એન્ડ્રોઇડ યુઝર્સ કે એપલ યુઝર્સ તેને સરળતાથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.
  • કોઇપણ સામાન્ય ભારતીય નાગરિક કોરોના વેક્સિન માટે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનમાં 5 મોડ્યુલ હશે. જેમાં 1) એડમિનિસ્ટ્રેટર 2) રજિસ્ટ્રેશન 3) વેક્સિનેશન 4) બેનિફિશ્યરી એન્ક્નોલેજમેન્ટ અને 5) રિપોર્ટ
  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનના રજિસ્ટ્રેશન મોડ્યુલમાં જઇને સામાન્ય વ્યક્તિ પોતાનું નામ કોવીડ વેક્સિન માટે રજિસ્ટર્ડ કરાવી શકશે.
  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનના વેક્સિનેશન શિડ્યુલમાં વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિના દસ્તાવેજોના વેરિફિકેશનથી લઇને તેને વેક્સિન અપાઇ છે કે કેમ તે અંગેને લેટેસ્ટ રિપોર્ટ જોવા મળશે.
  • બેનિફિશ્યરી એન્ક્નોલોજમેન્ટ મોડ્યુલથી વેક્સિન લાભાર્થીઓને મોબાઇલ એસ.એમ.એસ. મોકલાશે તેમજ ત્યાંથી જ જેમને વેક્સિન અપાઇ ચૂકી હશે એવા નાગરિકોને પોતાના ક્યુઆર કોડ બેસ્ડ વેક્સિન સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ બની શકશે.
Centre develops Co WIN app to self register for COVID 19 vaccine-ANI - BW  Businessworld
symbolic pic

In English

The central government has introduced a new digital platform called ‘CO-WIN’ for COVID-19 vaccine delivery. There will be a new mobile app as well with the same name that will allow people to register for the vaccine.

Here is all you need to know about the ‘Co-WIN’ app to self-register for COVID-19 vaccine

1) The platform includes a free downloadable mobile application which can help record vaccine data.

2) One can register themselves on it if they want the vaccine.

3) There are five modules in Co-WIN platform, these are administrator module, registration module, vaccination module, beneficiary acknowledgement module and report module.

4) The administrator module is for the administrators who will be conducting these vaccination sessions. Through these modules, they can create sessions and the respective vaccinators and managers will be notified.

5) Registration module is for people to get registered themselves for vaccination. It will upload bulk data on co-morbidity provided by local authorities or by surveyors.

6) Vaccination module will verify beneficiary details and update vaccination status.

7) Beneficiary acknowledgement module will send SMS to beneficiaries and also generate QR(matrix barcode)-based certificates after one gets vaccinated.

8) Report module will prepare reports of how many vaccine sessions have been conducted, how many people have attended those, and on how many people have dropped out.

December 9, 2020
breakdance-olympics-copy.jpg
1min574

બ્રેક ડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બની છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ પેરિસમાં 2024માં રમાનાર ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુવા દર્શકોને આકર્ષવા માટે આઇઓસીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગની રમતને પણ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતને ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવનાર હતી, જે કોરોના મહામારીને લીધે એક વર્ષ માટે સ્થગિત છે.

Break Dance - Top 10 Tale

આઇઓસીએ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સંખ્યા ટોક્યોની તુલનામાં 10 ઓછી કરી છે.’ આથી પેરિસમાં 329 ચંદ્રક સ્પર્ધા હશે. ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લીફટીંગની ચાર શ્રેણી પેરિસમાં ઓછી કરી દેવામાં આવી છે. આથી 2024ના ઓલિમ્પિકમાં ખેલાડીઓના કવોટા 10પ00 હશે. પેરિસ ઓલિમ્પિકમાં વેઇટ લિફટીંગમાં કુલ 120 ખેલાડી હશે. જે પાછલા રિયો ઓલિમ્પિકની તુલનામાં અરધાથી ઓછા હશે.’ આઇઓસીઓ કહ્યંy છે કે અમારું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ભાગીદારી આપવાનું છે. બ્રેક ડાન્સ ઓલિમ્પિકમાં બ્રેકિંગના નામે રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં સર્ફિંગની રમતનું આયોજન 1પ000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં થશે.

December 9, 2020
pmmoditwt.jpg
1min466

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં સારા સ્વાસ્થ્યની આશા સાથે દીપ પ્રગટાવવા કરેલાં આગ્રહનું તા.5મી એપ્રિલ 2020ના રોજ કરવામાં આવેલું Tweet ટ્વીટ ભારતીય રાજકારણમાં સૌથી વધુ વખત રીટ્વીટ થયેલું Retweet ટ્વીટ છે. ટ્વિટર દ્વારા આ અંગે આધિકારીક રીતે ઘોષણા કરવામાં આવી છે.

ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજીંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીનાં કહેવા અનુસાર જે પ્રકારનું આ વર્ષ રહ્યું તેમાં ટ્વિટર ઉપર વાર્તાલાપ પણ અદ્દભૂત રહ્યો છે. આ વૈશ્વિક મહામારી વિરુદ્ધથી લઈને ઉત્સવોની ક્ષણોમાં આનંદ, મહામારીથી પ્રભાવિત સમુદાયો માટે ઉભા થવા સહિતની બાબતો ખૂબસૂરતી સાથે બહાર આવી છે.

આ વર્ષ દરમિયાન માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર અગ્રિમ હરોળનાં કાર્યકરો માટે આભારની ભાવના પણ જોરશોરથી દેખાઈ હતી. તબીબો અને શિક્ષકો માટે કૃતજ્ઞતા દેખાડતા ટ્વીટની સંખ્યામાં આશરે 20 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે સુશાંત સિંહ રાજપૂતને અંજલિથી લઈને હાથરસકાંડની નિંદાનાં ટ્વીટ પણ મોટાપાયે થયા હતાં.

December 7, 2020
Bharat-Bandh.jpg
1min639
Bharat Bandh 8 DecemberI Protesting farmers announce Bharat Bandh on  December 8, threaten to block all roads leading to Delhi | India News
Banking Services may also be affected on December 8 as several bank unions have expressed their solidarity with farmers. It is likely that the supply of milk, vegetables would be affected during he Bharat Bandh.

દિલ્હીની સરહદો પર ધામા નાંખીને બેઠેલા ખેડૂતોના સમર્થનમાં રોજેરોજ નવા રાજકીય પક્ષો અને યુનિયનો આવી રહ્યા છે. મોદી સરકારે લાગૂ કરેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચ પાંચ તબક્કાની મંત્રણા નિષ્ફળ ગઈ છે. પરીણામે આવતીકાલ તા.8મી ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે જેને 10 રાજકીય પક્ષો અને 11 જેટલા મોટા યુનિયનોએ ટેકો જાહેર કરી દીધો છે.

તા.8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે જેને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ટીઆરએસ, આપ, ડીએમકે, વીસીકે, એમડીએમકે, રાષ્ટ્રીય લોકદળ, રાલોસપા, રાજદ, સપા સહિત ડાબેરી પક્ષો તથા હિંદ મજદૂર સભા, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સહિત 10 ટ્રેડ યુનિયને સમર્થન જાહેર કર્યુ છે.

ભારત બંધના દિવસે દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવા આહવાન આપવામાં આવ્યું છે.

દરમિયાન ખેડૂત સંગઠનોના 8 ડિસે.ના ભારત બંધના આહવાનમાં પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યના ખેડૂતો જોડાયા છે.

December 7, 2020
doctors-1280x1349.jpg
1min404

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા ૨૦ નવેમ્બરના એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આયુર્વેદિક ડૉકટરોને ઑપરેશન કરવાની આપેલી પરવાનગીનો વિરોધ કરવા આવતી કાલે તા.8મી ડિસેમ્બર 2020ના રોજ સુરત, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક શહેરોમાં તબીબો દેખાવો કરશે, કેટલીક પ્રાઇવેટ બ્રાન્ડ્સની હોસ્પિટલો પણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.

આઇએમએ માગણી કરી રહ્યું છે કે સીસીઆઇએમએ દ્વારા આપવામાં આવેલી સજિર્કલ પ્રક્રિયાઓ વિશેની સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવે તેમ જ મિક્સોપેથીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહેલી રાષ્ટ્રીય તબીબી આયોગની તમામ ચાર સમિતિઓને વિસજર્ન કરવામાં આવે, ઉપરાંત આપણા દેશમાં દરેક પ્રકારની દવાના સંશોધનકાર્યને પ્રોત્સાહન આપી તેનો વિકાસ કરવો જોઈએ.

સુરત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સક્રિય રીતે લડી રહ્યું છે આ મુદ્દા પર

આ માટે સીસીઆઇએમએ આયુર્વેદ પ્રક્રિયાઓ મોર્ડન મેડિકલ સાયન્સની સમકક્ષ છે એ વાતને તેમને પુરાવા આપીને સાબિત કરવી જોઈએ. અગાઉ કાયદાકીય લડતમાં કોર્ટના આદેશો છે કે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જ મોર્ડન મેડિસિન સિસ્ટમની પ્રેક્ટિસ કરી શકે છે. સીસીઆઇએમ સાથે કાનૂની લડત એક જ વિકલ્પ છે. સીસીઆઇએમના આદેશને કારણે ઉદ્દભવનારી સંભવિત આફતો સામે સમાજને જાગરૂક કરવા આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.

December 7, 2020
vijendra_singh.jpg
1min474
Boxer Vijender Singh हुए किसान आंदोलन में शामिल, खेल रत्न पुरस्कार वापस  करने की दी धमकी - YouTube

ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને હરિયાણાના બૉક્સર વિજેન્દ્ર સિંહે સરકારને ચેતવણી આપી છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી મુજબ સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચી લે તો તે રાજીવ ગાંધી ‘ખેલરત્ન’ અવૉર્ડ પાછો આપી દેશે.

રવિવારે કૃષિ આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યું હતું.

વિજેન્દ્ર સિંહ રવિવારે હરિયાણા-દિલ્હી સીમા પર પહોંચ્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં તે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ આંદોલન ખેંચી લેવાને મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું.

December 4, 2020
construction-1280x720.jpg
1min536

ગુજરાત રાજ્યના કોઇપણ વિસ્તારમાં 15 મીટરની ઊંચાઈ ધરાવતું બાંધકામ કરવા માટેની પ્રક્રિયામાં પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન 2017 મુજબ યોગ્ય હશે તો તેને 24 કલાકમાં જ ઓનલાઈન જ ડેવલપમેન્ટ પરમિશન આપી દેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન 2.0 વર્જનનું તા.3 ડિસેમ્બર 2020ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતીકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઓનલાઈન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેક્ટ-ઈજનેરોને વિતરણ કર્યું હતું.

સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે. ODPS માટે બાંધકામ જમીનથી 15 મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેક્ટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.

બાંધકામની મંજૂરી આપવા માટે 15 વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે.

  1. 15માં માર્જીન,
  2. પાર્કિંગ,
  3. બિલ્ડિંગની ઊંચાઈ,
  4. લિફ્ટ અને એલિવેટર્સ,
  5. એફએસઆઈ,
  6. સ્ટેરકેસ,
  7. ગ્રાઉન્ડ કવરેજ,
  8. કોમન પ્લોટ,
  9. એક્સેસ રોડ-એપ્રોચ,
  10. ઓપન ટુ સ્કાય,
  11. સેટ બેક, ઝોન અને
  12. રોડની પહોલાઈને ધ્યાને લેવી,
  13. મહત્તમ અને લઘુત્તમ ફ્લોર હાઈટ,
  14. ઈન્ટરનલ રોડ,
  15. ફાયર રેગ્યુલેશન વેગેરનો સમાવેશ કરાયો છે.

December 4, 2020
rbi.jpeg
1min404

આરબીઆઈએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રખાયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે તમામ લોન પરના ઈએમઆઈમાં ગ્રાહકોને કોઈ રાહત નહીં મળે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બે દિવસની મોનેટરી પોલીસી બેઠકના અંતે વ્યાજ દરમાં કોઈ બદલાવ નહીં કરતા યથાવત્ રાખ્યા છે.

કોરોના મહામારીને પગલે અર્થતંત્રમાં આવેલી પછડાટને લીધે તેને ફરીથી ધબકતું કરવા માટે ભવિષ્યમાં જરૂર જણાયે વ્યાજ દરમાં ઘટાડો કરાશે તમ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ચાલુ વર્ષ માટે આરબીઆઈ અનુકૂળ ધિરાણનીતિ અપનાવવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલીસીના સભ્યોએ સર્વાનુમતે આ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા આરબીઆઈ ગર્વનરે કરી હતી.

કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો જેને પગલે માર્ચથી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લે 22 મેના રોજ આરબીઆઈએ વચગાળામાં વ્યાજ દરમાં ઘટાડો કરતાઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.  

December 4, 2020
supreme.jpg
1min349

ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકો સામે કડક પગલાં ભરવા તેમ જ આવા લોકોને કોરોના સેન્ટરમાં સેવા આપવા માટેની સજા કરવાનું જાહેરનામું બહાર પાડવા ગુજરાત હાઈ કોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈ કોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

ગુજરાત હાઈ કોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.

આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપતા કહ્યું હતું કે રાજ્યોને કહો કે કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-૧૯ પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોટડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતા: ક્યારેક ઈલાજ પોતે અટકાવ કરતા વધારે ખતરનાક હોય છે.

હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૫થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૪થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે, જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.