CIA ALERT

ક્રાઇમ Archives - Page 33 of 37 - CIA Live

September 13, 2018
hacked.jpg
1min4980

દેશભરમાં સાઇબસ સિક્યુરિટીના સાવ નબળા નેટવર્કને લઇને રોજેરોજ એવા સાઇબર ક્રાઇમ્સ થઇ રહ્યા છે કે સમગ્ર વિશ્વમાં ભારત હાંસીપાત્ર બની રહ્યું છે. લબરમૂછીયા ચાઇનીઝ કે પાકિસ્તાની કે પછી કોઇપણ સાઇબર ક્રિમીનલ ભારત સરકારની કોઇપણ સાઇટ પર એટેક કરીને તેને હેક કરી નાંખે છે. હાલમાં જ ભારતની બે મહત્વની વેબસાઇટ્સ એક તો આધાર કાર્ડ અને બીજી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેવી મહત્વની સંસ્થાની વેબસાઇટ્સ એક પછી એક દિવસે હેક થઇ જતા કેન્દ્ર સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટની ધજ્જીયા ઉડી ગયા હતા.

AADHAR2

દેશમાં સાઈબર સિક્યોરિટીને લઈ સવાલો ઉઠી રહ્યા છે. હેકર્સે એક જ દિવસે બે મોટી સાઈટ્સ હેક કરી છે. હેકસ્સે યુપીએસની વેબસાઈટ સોમવારે રાત્રે હેક કરી. તો બીજા દિવસે આધારની વેબસાઈટ પણ હેક થઈ.

AADHAR

વેબસાઈટ http://www.upsc.gov.in/ના હોમપેજ પર એક કાર્ટૂન ડોરેમોનનો ફોટો મૂકવામાં આવ્યો હતો, જેના પર લખાયું હતું ‘ડોરેમોન !!! ફોન ઉપાડો’ આ પેજના નીચનેના ભાગમાં I.M. STEWPEED લખાયેલું હતું સાથે જ બેકગ્રાઉન્ડમાં આ કાર્ટૂન સિરીયનું ટાઈટલ ટ્રેક વાગી રહ્યું હતું. તો બીજી તરફ આધારની વેબસાઈટ પણ હેક થઈ હોવાનું સામે આવ્યું છે.

2500 રૂપિયાના સોફ્ટવેરથી તૈયાર થઈ શકે નવું આધાર કાર્ડ

આધાર કાર્ડની સુરક્ષાને લઈ દેશભરમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક દિવસો પહેલા UIDAIએ કહ્યું હતું કે આધાર કાર્ટ માટે ફેસ રેકગ્નાઈઝેશન ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. જો કે એ પહેલા સામે આવ્યું છે કે આધાર કાર્ડનું સોફ્ટવેર હેક કરાયું છે.

વ્હોટ્સ એપ પર વેચાઈ રહ્યું છે સોફ્ટવેર

હફિંગ્ટન પોસ્ટ ડોટ.ઈનના રિપોર્ટમાં દાવો કરાયો છે કે આધાર કાર્ડનું સોફ્ટવેર હેક કરાયું છે અને ભારતના લગભગ 1 અરબ લોકોની ખાનગી માહિતી ગમે ત્યારે લીક થઈ શકે છે. રિપોર્ટ મુજબ આધાર કાર્ડના સોફ્ટવેરમાં લૂપ હોલ છે, જેના મદદથી સોફ્ટવેર દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે બેઠલો વ્યક્તિ કોઈ પણ નામે આધારકાર્ડ બનાવી સકે છે.

આ સોફ્ટવેર 2500 રૂપિયામાં વ્હોટ્સએપ પર વેચાઈ રહ્યું છે. સાથે જ યુટ્યુબ પર કેટલાક વીડિયો પણ છે, જેના એક કોડ દ્વારા કોઈ પણ આધારકાર્ડ સાથે છેડછાડ થઈ શકે છે. અને નવું આધાર કાર્ડ બની શકે છે.

September 10, 2018
prafuldoshi.jpg
1min4780

દુષ્કર્મ કેસના આરોપી ડો. પ્રફુલ્લ દોશીને સુરત પોલીસે રવિવારે તા.10મી સપ્ટેમ્બર 2018ના રોજ અત્રેની સ્થાનિક કોર્ટના જ્ડ્જ શ્રીના નિવાસે રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, પણ કોર્ટે માત્ર 1 જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રવિવારની રજા હોવાને કારણે જજના બંગલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ડો. પ્રફુલ્લ દોશી શનિવારે તા.9મી સપ્ટેમ્બરની રાત્રે અઠવા પોલીસમાં હાજર થયા હતા, અઠવા પોલીસે જજ ડી.એમ. ચૌહાણના બંગલે ડો. પ્રફુલ્લ માટે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા કે ડો. પ્રફુલ્લ દોશીના પોટેન્શીયલ, મેડીકલ ટેસ્ટ કરાવવાના બાકી છે. 4 દિવસ કયાં ગયા હતા, કયા રહ્યા હતા અને કોણે સહકાર આપ્યો હતો તેની વિગત જાણવાની છે.આરોપીના ગુનાહીત ઇતિહાસની તપાસ કરવાની છે. આરોપી શિક્ષિત હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપતા નથી.કોર્ટે બનેં પક્ષની દલીલ સાંભળ્યા પછી સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

September 9, 2018
prafuldoshi.jpg
1min3870

સંતાન પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે આવેલી પરણિતા સાથે દુષ્કર્મ અંગે થયેલી પોલીસ ફરીયાદ બાદ છેલ્લા ત્રણ દિવસથી નાસતા-ફરી રહેલા મી એન્ડ મમ્મી હોસ્પિટલ વાળા ડો. પ્રફુલ દોશી શનિવારે મોડીરાત્રે અઠવાલાઇન્સ પોલીસમાં હાજર થઇ ગયા હતા. એકા એક તેમના હાજર થવા અંગે પણ અનેક તર્કવિતર્ક સંભળાય રહ્યા છે. જોકે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કેસમાં તલસ્પર્શી તપાસ હાથ ધરાશે એવી ધરપત આપી ચૂક્યા છે.

એ પૂર્વે સુરત શહેર પોલીસ દ્વારા ડો. પ્રફુલ દોશી અને તેમના મળતીયા ડો.નિરવ, ડો.રૂપલ તેમજ અન્યો પર ધોંસ વધારીને તેમને ગમે તે ભોગે હાજર કરવા માટે ચીમકી આપતા આખરે મોડી રાત્રે ડો. પ્રફુલ દોશીએ હાજર થવું પડ્યું હતું.

મોડી રાત્રે હાજર થયા બાદ મધરાતે જ પોલીસે તેમને મેડીકલ ચેક અપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવાયા હતા.

September 8, 2018
prafuldoshi.jpg
1min10090

સંતાન પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે આવેલી શહેરની એક પરણિતા સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરીયાદ જેની સામે નોંધાયેલી છે એ સુરતના નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી આજે ત્રીજા દિવસે પણ પોલીસની પહોંચની બહાર છે. પોલીસ કાર્યવાહીથી સંતાતા ફરતા ડો.પ્રફુલ દોશીને શોધવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. ડો. પ્રફુલ દોશી દંપતિ સાથે ઘરોબો ધરાવતા લોકો સુધી પોલીસે પહોંચીને કોઇપણ સંજોગોમાં તેમને હાજર કરાવવા માટે ચીમકીઓ આપી દીધી છે. અલબત્ત હજુ સુધી ડો.પ્રફુલ દોશીએ પોલીસમાં હાજર થવા અંગે કોઇ હરકત કરી નથી. ડો.નિરવ શાહ અને ડો.રૂપલ શાહે ડો. દોશીને કારણે મુશ્કેલીમા મૂકાવું પડ્યું છે. બે દિવસથી પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરી છે અને હજુ પણ તેમના પર પ્રેશર છે કે તાત્કાલિક ડો. પ્રફુલને હાજર કરાવે અન્યથા આકરી પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ડો.પ્રફુલ દોશી સામેના પોલીસ કેસ અંગે શહેરના તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તબીબોમાં મોરલ એથિક્સના મુદ્દે ડો.પ્રફુલ દોશીના મુદ્દે બે ફાડચા પડી ગયા છે. તબીબો માને છે કે જો ડો. પ્રફુલ દોશી નિદોર્ષ હોત તો તેમણે પોલીસ કાર્યવાહીથી સંતાવાને બદલે તેનો સામનો કરવો જોઇતો હતો. તેની જગ્યાએ ત્રણ દિવસથી લાપતા બનીને ડો.પ્રફુલ દોશીએ એ શંકાને બળવતર બનાવી છેકે તેઓ કસૂરવાર છે.

ગઇકાલ તા.7મી સપ્ટેમ્બરે પોલીસે ડો.નિરવ શાહની પૂછપરછ કરી હતી આજે સૂત્રોએ આપેલી માહિતી મુજબ ડો.નિરવ શાહના પત્ની ડો.રૂપલ શાહની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હોવાની વિગતો જાણવા મળી છે. ડો.રૂપલ શાહ અને ડો.દોશી દંપતિ એક જ પ્રીમાઇસીસમાં કન્સલ્ટીંગ ધરાવવા સાથે અમૂક બિઝનેસમાં પાર્ટનર હોવાનું જાણવા મળે છે.

ડો.રૂપલ શાહ કે ડો.નિરવ શાહ જાણે છે કે ડો.પ્રફુલ દોશી ભૂગર્ભમાં કયા સ્થળે છૂપાયા હોઇ શકે. મિડીયા રિપોર્ટ પ્રમાણે ડો.દોશી મુંબઇ કે ઉત્તર ગુજરાત તરફ હોવાની શંકા છે, અલબત્ત તેમના વિષે પોલીસ કોઇ ચોક્કસ માહિતી મેળવી શકી નથી.

બીજી તરફ ભોગ બનેલી પરણિતાને ન્યાય અપાવવા માટે પ્રજાપતિ સમાજ સામે આવ્યો છે. તા.7મી સપ્ટેમ્બરે પોલીસ તંત્રમાં રજૂઆતો કર્યા બાદ પ્રજાપતિ સમાજના આગેવાનોએ સમાજની એક મિટીંગ અમરોલીમાં બોલાવી છે. જે અંગે મિડીયામાં આ પ્રમાણે મેસેજ વાઇરલ થયા છે.

September 8, 2018
gst.jpg
1min12180

ગોંડલની 26 પેઢી, જામનગરની-2, ઉંઝા-2 મહેસાણા-2, ખેડબ્રહ્મા, પાટણ, સિધ્ધપુર, સુરત, ડીસાની 1-1 પેઢી મળી કુલ 46 સ્થળોએ તપાસ

સુરતની કુંભટ એડ પ્રા.લી.માંથી 540 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયાં છે. જ્યાં સર્વિસ ટેકસ ન ભરી કૌભાંડ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું છે. આ પેઢીના કર્મચારીઓને ત્યાં પણ વ્યાપક દરોડા પાડી તપાસ કરવામાં આવી છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મળી 46 સ્થળોએ સ્ટેટ જીએસટી દ્વારા પાડવામાં આવેલાં દરોડામાં એક હજારથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. આ દરોડામાં 26 પૈકી તો એકલાં ગોંડલની છે. જામનગરની બે મળી સૌરાષ્ટ્રની 28 અને ડીસા-ઉંઝા, પાટણની 15 પેઢીઓ પર તવાઇ ઉતારવામાં આવી છે.

જાણવા મળ્યાં મુજબ સુરતની કુંભટ એક કંપનીનું જ 500 કરોડનું બેનામી વ્યવહારોનું ષડયંત્ર ખુલ્યું છે. આમ સુરતનો હિસ્સો આ કૌભાંડમાં એક જ પેઢી હોવા છતાં 50 ટકા થયો છે.

સ્ટેટ જીએસટીની અન્વેષણ વિંગે જુન-2018માં કેસ્ટર અને મસ્ટર્ડ ઓઇલ સંદર્ભે દરોડાની કાર્યવાહી કરેલ હતી. જે સંદર્ભે તાજેતરમાં ર્ગેંડલ ખાતેના 26 તથા ડીસા-ઉંઝા-પાટણના 15 સહિતના કુલ 46 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં બ્રોકર અને હિસાબનીશના સ્થળોનો પણ સમાવેશ થાય છે. દરોડાની કામગીરી સંખ્યાબંધ દસ્તાવેજો કબજે કરાયા છે. હિસાબનીશના ગોંડલ ખાતેના સ્થળેથી પણ સંખ્યાબંધ હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રકરણે અંદાજે રૂ.1000 કરોડથી વધુનું બોગસ બિલીંગ ઝડપાયું છે, જેમાં વેરાની મોટી રકમ સંડોવાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની તપાસમાં મે.ખુશીયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.રસાણા, ડીસાના કેસમાં રૂ.20 કરોડની ખોટી ટેક્સ ક્રેડિટ મળી આવી હતી. જેના અનુસંધાને કંપનીની મિલકતો ઉપર ટાંચ મુકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોગસ બિલીંની મોડસ ઓપરંડી મુજબ, એડીબલ અને નોન-એડીબલ ઓઇલના બિલ વિના થયેલાં વેંચાણો સામે બિલો મેળવી તેની સકામે વેપારીઓની જરૂરિયાત મુજબ બિલો ઇસ્યુ કરવામાં આવે છે. આમ, જે વેપારીને માલનું ખરેખર વેચાણ કરવામાં આવેલ હોય તેણે બિલ મેળવવું ન હોય એને તે અન્વયેનું બિલ, બિલીંગ ઓપરેટરો એટલે કે બોગસ પેઢીઓને વેચી દઇ, બિલીંગ ઓપરેટરો દ્વારા અન્ય જે વેપારીને બિલની જરૂર હોય તેને બિલનું વેચાણ કરવામાં આવે છે.

આ ઉપરાંત રાઇસ બ્રાન્ડ ઓઇલની ગુજરાત બહારથી ખરીદી કરી તેને બિલ વિના વેચી ટેક્સ ક્રેડિટ લઇ તેની સામે વેચાણ ઇનવોઇસ ઇસ્યુ’ કરવામાં આવતા હોવાનું પણ પકડાયું છે.

ઉંઝા ખાતેના બ્રોકર હાર્દિક કોર્પોરેશન તથા ડીસા ખાતેના ગણેશ કેન્વાસીંગને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કર્ણાટક સ્ટેટ જીએસટી સાથેના સંયુક્ત ઓપરેશનમાં મોહન ઢાબા, મુ.બસાવાકલ્યાણ, જી.બિદરના સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવેલી.

September 7, 2018
bitcoinamrely.jpeg
1min4490

બિટકોઇન પ્રકરણમાં પકડાયેલ અને છેલ્લા બે માસથી વધુ સમયથી જેલમાં રહેલા અમરેલી એલસીબીના પાંચ પોલીસમેનને જામીન પર છોડવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

સુરતના બિલ્ડરને ફસાવી દેવાની ધમકી આપીને બિટકોઇન પડાવી લેવાના આરોપસરના ગુનામાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને એલસીબીના પીઆઇ અનંત પટેલ અને નવ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા અને છેલ્લા બે માસથી જેલમાં રહેલા અમરેલી એલસીબીના પોલીસમેન સંજય પદમાણી, જગદીશ ઝનકાંત, પ્રતાપ ડેર, સુરેશ ખુમાણ અને મયુર માંગરોળિયાએ જામીન પર છોડવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઢોલરિયાએ પાંચેયને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. આ ગુનામાં ધારીના માજી ધારાસભ્ય નલિન કોટડિયા હજુ ફરાર છે.

September 6, 2018
prafuldoshi.jpg
1min6600

Contact to give more details   98253 44944

સ્ત્રી રોગ અને મેટરનિટી હોમ ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની પોલીસ ફરીયાદ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સુરતના નાનપુરામાં મી એન્ડ મમ્મી નામે પ્રસૃતિ ગૃહ તેમજ આઇ.વી.એફ. તેમજ અન્ય સ્ત્રી રોગની સારવાર માટે હોસ્પિટલ ચલાવતા ડો. પ્રફુલ દોશી અને ડો.મિત્સુ દોશી પોલીસ કાર્યવાહીથી બચવા માટે લાપતા થઇ જતા તેમનો બહોળો પેશન્ટ વર્ગ મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. અનેક ગર્ભવતી મહિલાઓના રૂટિન ચેકઅપ ખોરવાય જવા પામ્યા છે. અનેક મહિલા પેશન્ટસની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ જવા પામી છે.

તબીબને સામાન્ય માણસો ભગવાન ગણે છે અને જ્યારે તબીબ પાસે સારવાર-ચિકિત્સા ચાલતી હોય ત્યારે દર્દીઓને તેમના પર અથાગ શ્રદ્ધા હોય છે. આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની ગંભીર ફરીયાદ સામે આવતા તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દ્વિધાભરી સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ જ્યારથી ગર્ભ ધારણ કરે ત્યારથી બાળકના જન્મ સુધી એક જ તબીબની સારવાર લેતી હોય છે આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે ફરીયાદ થતા અનેક મહિલા પેશન્ટસની શ્રદ્ધા ડો. પ્રફુલ દોશી પરથી ડગી ગઇ છે. ડો. પ્રફુલ દોશીની સાથે તેમના પત્ની ડો.મિત્સુ દોશી પણ ભૂગર્ભમાં ઉતરી જતા કશુંક રંધાય રહ્યાની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.

હાલ તો મી એન્ડ મમ્મી હોસ્પિટલ ખાતે તેમના આસિસ્ટન્ટ ક્લાયન્ટ્સની દેખરેખ કરી રહ્યા છે પરંતુ, તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દોશી દંપતિ પ્રત્યેની શ્રદ્ધા ડગી જવા પામી છે.

ડો. પ્રફુલ દોશી પર મંગળવાર તા.4 ઓગસ્ટ 2018ની મધરાતે એક પરણિતાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. એ પછી ગઇકાલ બુધવાર તા.5 અને આજે તા.6 સપ્ટેમ્બર 2018ના રોજ ડો. પ્રફુલ દોશી અને ડો. મિત્સુ દોશી દંપતિનો કોઇ અતોપતો ન હતો. તેમનો સ્ટાફ એવું જણાવી રહ્યો છે કે તેઓ બહારગામ ગયા છે પરંતુ, હકીકતમાં ડો. પ્રફુલ દોશી પોલિસ કાર્યવાહીથી બચવા માટે અને કાયદાકીય રીતે આગળ વધવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલા હોય એમ જણાય આવે છે.

September 5, 2018
funds.jpg
1min5420

મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.

સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું

સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.

September 5, 2018
prafuldoshi.jpg
1min14040

Contact for more information  98253 44944

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતા ગાયનેક તબીબી વર્તુળ ગણાતા સુરતના મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી સામે ગઇ મધરાત્રે પરણિતા સાથે દુષ્કર્મ કર્યાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

અઠવાલાઇન્સ પોલીસમાં એક પરણિતાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ અનુસાર પરણિત મહિલા પુત્ર પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે નાનપુરા ડક્કા ઓવારા નજીક આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં ડો. પ્રફુલ દોશી પાસે ગઇ હતી. જ્યાં ડો. પ્રફુલ દોશીએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરીયાદમાં નોંધાવાયું છે. ડો. પ્રફુલ દોશીએ તેણીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. પરણિતાએ પોલીસને જણાવ્યું કે મંગળવાર તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ એ જ્યારે ડો. દોશીની હોસ્પિટલમાં ગઇ હતી ત્યારે પહેલા તેણીને ઇન્જેકશન આપવામાં આવ્યું હતું. એ પછી પરણિતાને ડો. પ્રફુલ દોશીની ચેમ્બરમાં લઇ જવાઇ હતી જ્યાં ડો.પ્રફુલ દોશીએ નર્સિંગ સ્ટાફને ચેમ્બરની બહાર કાઢી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરણિતાની ફરીયાદને પગલે પોલીસે મધરાત્રે ડો. પ્રફુલ દોશી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરીયાદ દાખલ કર્યા બાદ આજે તા.5મી સપ્ટેમ્બર 2018ના રોજ સવારથી જ ડો. પ્રફુલ દોશી ગાયબ જણાયા હતા. તેમનો મોબાઇલ ફોન પણ બંધ હતો અને તેઓ હોસ્પિટલ પર પણ ઉપલબ્ધ ન હતા. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં અઠવાલાઇન્સ પોલીસની ટીમ નાનપુરા ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં તપાસ માટે ગઇ હતી જ્યાં સ્ટાફે પણ ડો. પ્રફુલ દોશી સવારથી હોસ્પિટલ આવ્યા ન હોવાનું જણાવ્યું હતું.

 

September 5, 2018
hyderabad_twin_blasts.jpg
1min10720

હૈદરાબાદના બે અલગ-અગલ વિસ્તારમા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ બાદ હૈદરાબાદ સહિત સમગ્ર ભારતમાં ચકચાર મચી ગઇ હતી. એક બોમ્બ વિસ્ફોટ ગોકુલ ચાટ વિસ્તાર અને અન્ય વિસ્ફોટ લુંબીની પાર્કમાં થયો હતો.

હૈદરાબાદમાં 25 ઓગસ્ટ 2007માં થયેલા બે વિસ્ફોટ કેસમાં એનઆઇએની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા છે. મંગળવારે કોર્ટે ચુકાદો આપતાં અનિક શફિક સૈયદ અને મોહમ્મદ અકબરને દોષી ગણાવ્યા છે જ્યારે બે આરોપીઓને નિર્દોષ મુક્ત કરાયા છે. આ કેસના પાંચ આરોપીઓ પૈકી એક ફરાર છે જેની સુનાવણી તેમજ બે દોષીતોને સજાની સુનાવણી સોમવારે કરાશે.

આ હુમલો 25 ઓગસ્ટ 2007ના રોજ હૈદરાબાદના લુમ્બિની પાર્ક અને ગોકુલ ચાટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બોમ્બ વિસ્ફોટના આ કેસને ચાલુ વર્ષે જૂન મહિનામાં નામપલ્લી કોર્ટમાંથી કરી ચેરલાપલ્લી મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જજ શ્રીનિવાસ રાવે 7 ઓગસ્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપવા માટે 27 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો. જોકે, આ દિવસે ચુકાદો આવ્યો નહોતો. આ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોએ 25 ઓગસ્ટે આની 11મી વરસી મનાવી હતી. આ ઘટનાની તપાસ તેલંગાણા પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજેન્સ(સીઆઇ)એ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.