CIA ALERT

ક્રાઇમ Archives - Page 26 of 38 - CIA Live

April 10, 2019
chat.jpg
1min10980

છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.

નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.

સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.

દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’

April 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5400

ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.

અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી.  વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.

કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.

પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.

April 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5460

લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દાફાશ કરવા બદલે રૂ. 31 લાખનો વહીવટ કરનાર પીઆઇ એન. ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત ચારેયને પોલીસ કમિશ્ર્નર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

કામરેજ નજીકના વાલક ખાતે સ્ટાર ઓટો ગેરેજ ધરાવતા ઇર્શાદ પઠાણ લકઝરી બસના ચેસિસ અને એન્જિન નંબર બદલવામાં માસ્ટરમાઇન્ડ છે. આરટીઓનો લાખોનો ટેક્ષ ચોરી કરવા તે છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચલાવતો હતો. સરથાણા પોલીસ સુધી આ પ્રકરણ પહોંચ્યું હતું. જો કે, આ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાના બદલે સરથાણા પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ તથા બે કોન્સ્ટેબલો દ્વારા ગેરેજવાળા ઇશાર્દને ત્યાં મોડા રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં તેઓને 300 જેટલી ડુપ્લિકેટ આરસીબુક, એક સરખી નંબર પ્લેટ મળી આવી હતી. બાદમાં પીઆઇ દ્વારા આ પ્રકરણ પર પડદો નાખવા રૂ. એક કરોડની માગ કરાઇ હતી. જોકે બાદમાં વાતાઘાટો કરી રૂપિયા 31 લાખનો તોડ કરી દેવામાં આવ્યો હતો. આ વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી. જેથી આ તમામ ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા ગુપ્ત તપાસ કરવામાં આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન એસીપી સી. કે. પટેલ દ્વારા પીઆઇનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો હતો. એસીપીના રિપોર્ટના આધારે સરથાણા પોલીસ મથકમાં પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ હાથીસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ગોપાલ ભરવાડ તથા ભગુ ભરવાડ વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધતાની સાથે જ પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા તાત્કાલિક ધોરણે ચારેયને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.

April 6, 2019
fraud.jpg
1min6950
જૂનાગઢના 9 જેટલા ખાદ્યતેલોના વેપારીઓએ આચર્યું કરોડોનું કૌભાંડ: ગોંડલ બાદ બીજો બનાવ
જીએસટી વિભાગે નવા નાણાકિય વર્ષના આરંભ સાથે જ બોગસ બિલીંગ વડે છેતરપીંડી આચરનારા તત્વો સામે કાર્યવાહી આદરી છે. અગાઉ ગોંડલમાં ખાદ્યતેલોના વેપારના ખોટા બિલો વડે કૌભાંડ રચાયા પછી આજે જૂનાગઢના ખાદ્યતેલના કુલ નવ વેપારીઓને ઝપટમાં લઇને 227.80 કરોડના બોગસ બિલો બનાવવાના વ્યવહારોને પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના આ વેપારીઓએ બોગસ ઇ વે બિલ બનાવીને માલ મોકલાતો હોવાનું બતાવ્યું હતુ.
જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સવારથી જ અધિકારીઓનો કાફલો જૂનાગઢના તેલિબિયાંના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ફક્ત ઇ વે બિલ જનરેટ કરતા હોવાનું સામે આવ્યું હતુ. પેઢીના જે માલિકો દર્શાવવામાં આવ્યા છે તેના પાન નંબરનો દુરુપયોગ કરીને જીએસટી નંબર પણ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાયા હોવાની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
જીએસટી વિભાગે કહ્યું હતુ કે, જૂનાગઢની નોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌથી વધુ 42.50 કરોડની રકમના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા. એ સિવાય રિલાયેબલ એન્ટરપ્રાઇઝના 42.36 કરોડ, વેદાંતના 34.50 કરોડ, પરિમલ એન્ટરપ્રાઇઝના 5.68 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝના 22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સના 25.10 કરોડ, આલ્ફા ટ્રેડિંગના31.52 કરોડ, પૂજા ટ્રેડિંગના 7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝના 15.76 કરોડના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા.
April 4, 2019
images_1528535254908_mandul_snake-1280x719.jpg
1min7460

ભાયંદર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા કાળા જાદુ અને દવા બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતા દુર્લભ માંડૂલ પ્રજાતિના દોઢ કરોડની કિંમતના બે સાપ સહિત બે આરોપીઓની અટક કરી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જિતેન્દ્ર વનકોટીને મળેલ માહિતીને આધારે મનોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પોચાડે વિસ્તારના ઘર નંબર 467ની પાછળની વાડીમાં ગોવાડે ગામમાંથી આરોપી સુનિલ પાંડુરંગ ધાનાવા (46) અને પવન શંકર ભોયા (39)ની પાસેથી ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની પરવાનગી લીધા વિના બે માંડૂલ પ્રજાતિના બે સાપ મળી આવતા તેઓની અટક કરી હતી. તે સાપ દવાના ઉપયોગ માટે અને કાળા જાદુનાં ઉપયોગમાં લેવા માટે પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેમાંથી એક જીવંત માંડૂલ પ્રજાતિના સાપની લંબાઈ 53 ઈંચ અને વજન 4 કિલો હોવાનું તેમજ તેની કિંમત /-1,20,00,000 (એક કરોડ વીસ લાખ) રૂપિયા હોવાનું તેમજ બીજો માંડૂલ પ્રજાતિનાં સાપની લંબાઈ 41 ઇંચ અને 1 કિલો વજન ધરાવતા સાપની કિંમત 30 લાખ રૂપિયા હોવાનું જાણવા મળે છે.

April 3, 2019
fraud.jpg
1min8090

એચ-1 બી વિઝા મેળવવા બોગસ અરજીઓ કરનારા ત્રણ ભારતીય ક્ધસલટન્ટ સામે વિઝા ફ્રોડના ગુના માટે કેસ કરવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંતા ક્લેરાના કિશોર દત્તાપુુરમ, ઓસ્ટીનના કુમાર અશ્ર્વપથી અને સાન જોઝના સંતોષ ગિરી સામે વિઝા છેતરપિંડી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્રણેની ગત સપ્તાહમાં પોતપોતાના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણે આરોપીએ ‘નોટ ગિલ્ટી’નુંં નિવેદન રજૂ કર્યું હતું અને બોન્ડ જમા કરાયા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. 13 મેએ તેમની સામેની સુનાવણી આગળ ચાલશે. ગુનો સાબિત થશે તો આરોપીઓને દસ વર્ષ સુધીની સજા અને 250000 ડૉલર સુધીનો દંડ થઈ શકે છે. કાયદાના દરેક ઉલ્લંઘન માટે તેમની પાસેથી યોગ્ય વળતર પણ માગી શકાય છે.

ભારતીય ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સમાં એચ 1બી વિઝા ખૂબ જ જાણીતો છે. અમેરિકાની કંપનીઓમાં નોકરી કરવા અને ત્યાં રહી શકાય તે માટેની હંગામી મંજૂરી એચ 1બી વિઝા દ્વારા મળી શકે છે. વિદેશના કર્મચારી માટે નોકરીનું અસ્તિત્વ અને નોકરીની મુદતની જાણકારી અને પગાર વગેરે દસ્તાવેજો રજૂ કરીને એચ 1બી વિઝા મેળવી શકાય છે. આ ત્રણે ક્ધસલ્ટન્ટ વિદેશી કર્મચારીઓની બોગસ અરજી રજૂ કરી એચ 1બી વિઝા માટે અરજી કરતા હતા. કોઈ કંપનીમાં નોકરી ઉપલબ્ધ છે તેવા ખોટા દસ્તાવેજો દર્શાવી વિઝા મેળવવામાં આવતા હતા અને પછી કર્મચારીઓને અન્ય કંપનીમાં જગ્યા પડે ત્યારે ગોઠવી દેવામાં આવતા હતા. સરકારના સંબંધિત અધિકારીના સંભવિત પ્રશ્ર્નોના જવાબ પણ આરોપીઓ તેમના ગ્રાહક વિદેશી કર્મચારીને મોંઢે કરાવી દેતા હતા જેથી છેતરપિંડી ધ્યાનમાં ન આવે.

April 2, 2019
morbi.jpg
1min16860

મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !

મોરબીમાં 16 સીરામીક કંપનીઓને ટેક્સ ચોરીથી બચવા ખોટી વેપારી પેઢી બનાવીને કરોડોની ટેકચોરી કરવાનું ભારે પડયું હતું.16 સીરામીક કંપનીઓએ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરી તેનું ઇમેઇલ આઈડી બનાવી તેના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી હતી. જો કે જીએસટી વિભાગની તપાસમાં રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે 16 સીરામીક કંપનીઓ સામે ઠગાઈની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટના વાણિજ્ય વેરા વિભાગના અધિકારી વિનોદભાઈ મગનભાઈ મકવાણાએ મોરબીની સીરામીક કંપની રાજન ટાઇલ્સ, લેરિકસ સીરામીક, ઓમકાર સીરામીક, વિનસેલ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વિલિયમ્સ સીરામીક, વોલગોસ સીરામીક, કલાસીસ સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્સ સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક, મોસ્કો સીરામીક એમ મળીને કુલ 16 સીરામીક કંપનીઓના માલિકો સામે રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી કરીને છેતરપીંડી કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ 16 સીરામીક કંપનીના માલિકોએ વેરો ન ભરવો પડે તે માટે કાવતરું રચી ખોટી સીરામીક પેઢી બનાવી હતી.
ખોટી સીરામીક પેઢીના આધારે તે પેઢીના નામનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ મારફતે પોતાના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી મોરબીના સેવાસદન ખાતે વાણિજ્ય વેરા વિભાગની કચેરીમાંથી જી.એસ.ટી.નો નંબર મેળવી લીધો હતો.
જીએસટીના નંબરના આધારે આરોપીઓ કુલ 3852 ઇવે બિલ જનરેટ કરાવી નાખ્યા હતા.આથી વેરા વિભાગના અન્ય અધિકારી બી.પી.ત્રિવેદીએ આ બાબતની તપાસ કરતા 16 સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ખોટા પુરાવાના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બારોબર વેચીને એસ.જી.એસ.ટી. અને યુ.જી. એસ.ટીના રૂ.17.76 કરોડ નહિ ભરપાઈ કરીને ઠગાઈ કર્યાનું બહાર આવ્યું હતું .બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
March 30, 2019
gondal.jpg
1min15320
નગરપાલિકા કચેરી સામે જ યુવાનોએ ઝેરી પદાર્થ પી લેતા સારવારમાં: બે યુવાનોને રાજકોટ ખસેડાયા

ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા ત્રણ દિવસ અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે સવારે 11 કલાકે પાલિકા કચેરીએ પહોંચી ઝેરી પદાર્થ ભરેલા બોટલો મોઢે માંડી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો આ વેળા બંદોબસ્ત રહેલી પોલીસે પાંચેય યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમાર ને વધુ અસર થતા રાજકોટ ખસેડાયા હતા.
બાવાબારી શેરી માં વિવદિત બિન અધિકૃત બિલ્ડીંગ અંગે જિલ્લા કલેકટર દ્વારા શીલ મારવાનો આદેશ કરાયો હોય પાલિકા તંત્ર દ્વારા કામ અટકાવી શીલ મરાયું હતું પણ તબાણી પરિવાર દ્વારા શીલ તોડી ધરારી પૂર્વક બાંધકામ કાર્યનું સૂત્રોએ જણાવ્યું હતું.
બાવા બારી શેરીમાં અત્યંત સાંકડી જગ્યામાં 5 કે 6 માળનું બિલ્ડીંગ ભવિષ્યમાં જોખમ રૂપ બને ઉપરાંત આ શેરી સંવેદનશીલ પણ હોય અગાઉ બે કોમ વચ્ચે અથડામણ જેવો માહોલ, એક ગૌ સેવક હિરેનભાઈ છાંટબાર ની હત્યા થઇ હતી. આવા સંજોગોમાં શહેરના બજરંગ દળ, હિન્દૂ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ ઉપરોક્ત ગંભીરતાની ટકોર કરી આત્મવિલોપનની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર દ્વારા આ બિન અધિકૃત બાંધકામ શા માટે નથી અટકાવતું તેવો સવાલ કરી તંત્રની નીતિની આકરી ટીકા કરી આગામી સમય માં આ મુદ્દે ન્યાયિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.’ બીજી તરફ આ અંગે તંત્રને લેખિત માં જાણ કરાઇ હોવા છતાં આજે સવારે નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ કે અન્ય જવાબદારો હાજર રહ્યા ન હતા. આ યુવાનોની મહામૂલી જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારી અંગે શહેરભરમાં રોષ ફેલાવા પામ્યો છે, જો પોલીસ હાજર ન હોત તો અઘટિત બનવા પામી હોત ત્યારે આત્મવિલોપન વેળા હાજર ન રહી બેદરકારી દાખવનારો સામે પણ કડક રાહે પગલાં ભરવા સંગઠનો દ્વારા માંગ કરાઈ છે.
March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5350
દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને ગોવા પર આતંકવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલકાયદાની નજર હોવાથી ગુપ્તચર એજન્સીઓ તરફથી બાતમી બાદ આ ત્રણેય શહેરની પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ગોળીબારનો બદલો લેવા માટે આઈએસ અને અલકાયદા આતંકવાદી હુમલા કરી શકે છે.
આ અંગે મળેલી બે બાતમી મુજબ, ભારતમાં સ્થિત વિવિધ યહૂદી સ્થળોને નિશાન બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આતંકવાદીઓ હુમલા કરતી વખતે કાર અને છરી જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી શકે છે તેવું ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.
આ એજન્સીઓએ તેમના અહેવાલમાં મુંબઈ સ્થિત ઈઝરાયલી દૂતાવાસ, કોન્સ્યુલેટ જનરલ તેમજ છાબડ હાઉસની સુરક્ષા વધારી દેવાની સલાહ આપી છે.
ચાર દિવસના ગાળામાં ગુપ્તચર એજન્સીઓએ બેવાર એલર્ટ આપ્યાં હતાં. પહેલાં 20મી માર્ચના અને પછી 23મી માર્ચના બાતમી સાથે એલર્ટ જારી કરી દેવાયાં હતાં.
પટણામાંથી બે સંદિગ્ધ આતંકી ઝડપાયા: પુલવામા હુમલા સાથે સંબંધની શંકા
બિહાર પોલીસની સ્પેશિયલ ટાસ્કફોર્સે ગુપ્તચર બાતમીઓનાં આધારે પટણામાંથી બે સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. આ બન્ને શંકાસ્પદ આતંકવાદીને બંગલાદેશી આતંકી જૂથ જમીયત ઉલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ બંગલાદેશ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. આટલું જ નહીં, બન્ને પાસેથી પુલવામા આતંકવાદી હુમલા સાથે સંલગ્ન કેટલાંક કાગળિયા પણ હાથ લાગ્યા છે. જેને પગલે આ હુમલા સાથે બન્નેને કોઈ સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બન્ને બંગલાદેશનાં માર્ગેથી જ ભારતમાં ઘૂસ્યા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. બન્ને બનાવટી દસ્તાવેજોનાં આધારે બિહારમાં રહેતા હતાં.
March 22, 2019
data.jpg
1min1566

જયેશ બ્રહ્મભટ્ટ

જો તમારા બાળકે ધો.10 કે ધો.12ની પરીક્ષા આપી હોય અને તમારા મોબાઇલ નંબર પર કોઇ કોચિંગ ક્લાસ, ક્રેશકોર્સ, એડમિશન અપાવનારા દલાલો વગેરે ઇન શોર્ટ અજાણ્યાનો નંબર પરથી કોલ અગર તો મેસેજ આવે તો એવું સમજી જજો કે તમારા બાળકની વ્યક્તિગત માહિતી ધંધાદારીઓને વેચી દેવામાં આવી છે અગર તો લિક કરવામાં આવી છે. એક વખત કોચિંગ ક્લાસીસોવાળા, એડમિશન અપાવવા વાળા વગેરે પાસે વિદ્યાર્થીઓનો ડેટા પહોંચી જાય પછી એ વિદ્યાર્થીઓને તેમના ક્લાયન્ટ બનાવવામાં ક્લાસીસોવાળા માહેર હોય છે.

વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે મેળવીને માર્કેટિંગ કરવાનો પેંતરો

બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ રહી છે અને હવે એડમિશન સીઝન શરૂ થઇ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા જેમાં જે તે વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે યેનકેન પ્રકારે મેળવીને પોતાનું માર્કેટિંગ કરવા માટે ધંધાદારી કોચિંગ ક્લાસીસો, ઇન્સ્ટિયુટ્સ, એડમિશન અપાવતા દલાલોએ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

સુરત સમેત રાજ્યના મહાનગરોની અનેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી લીક થઇ રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને કેટલાક દિવસથી કોચિંગ ક્લાસીસ તરફથી ફોન આવી રહ્યા હોઇ તેમના કોચિંગ ક્લાસીસમાં એડમિશન લેવા માટે સ્કોલરશીપ આપવાની, એમબીબીએસમાં એડમિશન અપાવવાની, ફોરેન મોકલવાની વગેરે જેવી લલચામણી ઓફરો કરવામાં આવી રહી છે. કેટલાક બુદ્ધિજીવી વાલીઓને એવો પ્રશ્નો જરૂર ઉપસ્થિત થયો છે કે તેમના ફોન નંબર તેમજ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે કેવી રીતે પહોંચી

વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી સ્કુલથી શરૂ કરીને બોર્ડ સુધીની સિસ્ટમમાંથી અનેક રીતે અને અનેક પોઇન્ટસ પરથી ધંધાદારી કોચિંગવાળા, એડમિશનના દલાલો વગેરે યેનકેન પ્રકારે મેળવી લેતા હોય છે.

અનેક શાળાઓની મોબાઇલ એપ્લિકેશનમાંથી પણ વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા આરામથી બહાર જઇ રહ્યો છે

કાયદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના વ્યક્તિગત ડેટા લીક થઇ રહ્યાનું વાલીઓ તેમ જ વાલી સંગઠનો દ્વારા પ્રકાશમાં લવાયું છે. અનેક નામાંકિત શાળા દ્વારા વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસને પૂરી પડાઇ રહી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે હોવા સંદર્ભેની ફરિયાદ છેલ્લા કેટલાક દિવસથી સુરત જ નહીં બલ્કે ગુજરાતભરમાંથી વાલીઓ કરી રહ્યા છે. કોચિંગ ક્લાસીસ પાસે આ માહિતી કેવી રીતે આવી તે અંગે પૂછપરછ કરાઇ, પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. અનેક નામાંકિત શાળાઓએ પોતાની ઍપ તૈયાર કરી હોઇ તેમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. આથી આ ડેટા કોચિંગ ક્લાસીસને હાથ તો લાગતો નથી ને? એ બાબતે વાલીઓ મૂંઝવણમાં છે. શાળાએ પણ આ અંગે ઇનકાર કર્યો હોવાથી આ ડેટા લીક કેવી રીતે થયો? એ બાબતે વાલીઓએ હવે અવાજ ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર વિદ્યાર્થીઓનો આધારકાર્ડ નંબર કે આધારકાર્ડ પરની માહિતી ક્યાં પણ લીક થવી જોઇએ નહીં. તેમ છતાં આવું બનતું હોવાથી વાલીઓમાં ભયનું વાતાવરણ છે.