અગાઉ ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં જેમને નિર્દોષ જાહેર કર્યા હતા એ તમામ આરોપીઓને આજે દેશની સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે.

અગાઉ ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં જેમને નિર્દોષ જાહેર કર્યા હતા એ તમામ આરોપીઓને આજે દેશની સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે.

કાળિયારના શિકાર માટેના કેસની સુનાવણી વખતે ફરીથી ગેરહાજરીથી ચિડાઇને અદાલતે કોર્ટમાં સલમાન ખાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી સુનાવણી વખતે એ કોર્ટમાં હાજર નહીં થાય તો એના જામીન રદ કરવામાં આવશે.
1998માં કથિત રીતે બે કાળિયારનો શિકાર કરવા બદલ સલમાનને એપ્રિલ 2018માં પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને એણે સજા રદ કરાવવા માટે જિલ્લા અને સેસન્સ અદાલતમાં અપીલ કરી હતી.

આ મામલાની સુનાવણી વખતે ગુરુવારે એ ફરીથી ગેરહાજર રહ્યો ત્યારે જજ ચન્દ્રકુમાર સોન્ગારાએ ખાનના વકીલને ઉપરોક્ત ચેતવણી આપી હતી.
અગાઉ ટ્રાયલ કોર્ટમાં સલમાનની અપીલ મામલે ચર્ચા વખતે કોર્ટે એને હાજર ન રહેવાની પરવાનગી આપી હતી, પણ આ મામલે છેલ્લી સુનાવણીમાં ગુરુવારે એને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, સલમાને ગુરુવારે ફરીથી કોર્ટમાં હાજર ન રહેવાની માગતી અપીલ દાખલ કરી હતી. એના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મના શુટિંગને લીધે એ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી.
સલમાનના વકીલે જણાવ્યું હતું કે હવે જ્યારે કોર્ટે સલમાનને હાજર રહેવાનો આદેશ આપ્યો છે, તો આગામી સુનાવણી વખતે એ હાજર રહેશે. આ કેસની આગામી સુનાવણી 27મી સપ્ટેમ્બરે થવાની છે.
ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થતાની સાથે વીજકરંટ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે સુરતમાં શુક્રવારે વીજપોલ પાસેના આવેલ થાભંલાને અડતા વીજ કરંટ લાગવાથી યુવતીનુ ઘટનાસ્થળે મોતને ભેટી હતી. સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે એક યુવતી પસાર થઈ રહી હતી. ત્યારે યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડી પાડતા તેને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ ઘટનાના સમયે પાસેથી પસાર થતી અન્ય યુવતીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતા. અને ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં ડીજીવીસીએલ સામે ફરીયાદ નોધાવામાં આવી યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માગ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ હતી. જેમાં વીજ થાંભલા પાસેથી અનેક લોકો પસાર થાય છે પરંતુ કમભાગી યુવતી તેની પાસેથી પસાર થાય છે અને વીજ થાંભલાને પકડી પાડે છે. આ ઘટનાના પગલે કોર્પોેટર અને જીઇબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટના બાદ સુરતમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવી ડીજીવીસીએલ સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી ડીજીવીસીએલ સામે યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માંગ કરી હતી.
ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવેથી ચેતી જજો. હાલ મહેસાણામાં એક એવી ઘટના સામે આવી હતી જેને સાંભળીને નવાઇ લાગશે. મહેસાણામાં બે વ્યક્તિઓ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોવાથી તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા હતા. આ સાથે 30 લોકોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તે લોકો યોગ્ય ખુલાસો ન કરે તો કાયમી ધોરણે તેમનું લાયસન્સ રદ કરાશે.

મહેસાણા આરટીઓ દ્વારા કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. અકસ્માતમાં 14 લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા તેમને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. હવેથી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે તંત્રનો લોખંડી પ્રહાર સહન કરવા તૈયાર રહેવું પડશે. જેના ભાગરૂપે મહેસાણામાં બે લોકો ચાલુ વાહને ફોન પર વાત કરતા તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયા હતા અને સાથે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ યોગ્ય ખુલાસો કરે તો જ નવા લાયસન્સ બનશે.
મહેસાણા આરટીઓએ 30 લોકોને લાયસન્સ રદ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ હતી. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો લાઇસન્સ આજીવન રદ કરી દેવા પણ તંત્રએ તૈયારીઓ બતાવી હતી.
1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા જામનગર સેસન્સ કોર્ટે ફટકારી છે. સનદી અધિકારીઓના વર્ગમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ જ કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે આ કેસના આરોપી સંજીવ ભટ્ટની સાથે પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે 1990માં થયેલા રમખાણ દરમિયાન સૌરાષ્ટ્રના જામજોધપુર પોલીસે 132 લોકોને માર માર્યો હતો, જેમાં પ્રભુદાસ વિઠ્ઠલાણી નમના શખ્સનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.
જામજોધપુરમાં લઘુમતી કોમની મિલકતોને આગચંપી કરાઈ હતી. તે વખતે સંજીવ ભટ્ટે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી હતી, અને તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ફરિયાદ મુજબ સંજીવ ભટ્ટે અટકાયતીઓને ફટકારવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
મૃતક પ્રભુદાસ વિઠ્ઠલાણીના પરિવારજનોએ આ મામલે તત્કાલિન એએસપી સંજીવ ભટ્ટ તેમજ છ અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વિવાદ વકરતા તત્કાલિક ચીમનભાઈ પટેલની સરકારે કેસને સીઆઈડી ક્રાઈમને ટ્રાન્સફર કર્યો હતો. સંજીવ ભટ્ટ સામે પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ અપાયો હતો. 1996માં સીઆઈડીએ તપાસ પૂર્ણ કરી સંજીવ ભટ્ટ સામે ચાર્જશીટ ફાઈલ કરવા પરવાનગી માગી હતી, જેનો સરકારે ઈનકાર કર્યો હતો.

ચાર હજાર કરોડના બિટકનેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાના સાત દિવસના રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમની તપાસમાં ૧૫.૭૩ કરોડના બિટકોઇન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી કુંભાણીએ અમેરિકાની કંપની પાસેથી બિટકનેક્ટ ટોડ કોમનું ડોમેન ખરીદ્યું હોવાની વાત પણ સપાટી પર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિટકોઇનના નામે હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલા સતીશ કુરજી કુંભાણી અને સુરેશ ગોરધન ગોરસિયા હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ પાસે રિમાન્ડ તળે હોઈ જેની પાસેથી ૨૬૦ બિટકોઇન પોલીસને હાથ લાગ્યા હતા અત્યારની કિંમત પ્રમાણે એક કોઇનની કિંમત રૂ. ૬ લાખ ૫ હજાર ગણવામાં આવે છે.
આ રીતે કુલ રૂ. ૧૫ કરોડ ૭૩ લાખની કિંમતના કોઇન કબજે કર્યા હતા. આ ઉપરાંત સતીશ કુંભાણી પાસેથી રૂ. ૩ લાખની કિંમતની એક કાર તેમજ સુરેશ ગોરસિયા પાસેથી રૂ. ૧ લાખની કિંમતનું બુલેટ પણ પોલીસે કબજે કર્યું હતું. જ્યારે સીઆઇડી ક્રાઇમે સતીશ કુંભાણીના ઘરેથી ત્રણ લેપટોપ, એક ઓલ ઇન વન સિસ્ટમ અને ચાર પેન ડ્રાઇવ કબજે કર્યા હતા. જેની તપાસ કરી તો તેમાંથી બિટકોઇનની જેમ જ અન્ય કોઇનો બિટકોઇન કેશ, પીઅર કોઇન, નોવા કોઇન, બીસીસી કોઇન અને મલ્ટિબિટ કોઇનના ડેસ્કટોપ વોલેટ મળી આવ્યાં હતાં.
કરોડોના ક્રિપ્ટોકરન્સીના કૌભાંડકારો સુરતના સતીશ કુંભાણીની ટોળકીએ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પણ દુનિયાના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. જેથી અમેરિકાની એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ અમેરિકા, જાપાન, દુબઈ સહિતના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. સુરતના સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા, ધવલ માવાણીએ બિટકોઇનના નામે ૨૦૧૬ના વર્ષમાં કૌભાંડનો પ્રારંભ કર્યો અને છેક અમેરિકા સુધી પહોંચી ગયું હતું. જ્યારે હાલમાં સતીશ અને સુરેશ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને દિવ્યેશ દરજી અને ધવલ માવાણી હજુ નાસતા ફરે છે. દરમિયાન વિશ્ર્વવ્યાપી આ કૌભાંડ સંદર્ભે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કુલ સાત ગુના નોંધાયા હતા અને સીઆઇડી ક્રાઇમ વડા તપાસ કરી રહી છે.

મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કેરાલા રાજ્યની એક ખાનગી ફાયનાન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર બ્રાન્ચ બંધ થઈ ગયા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી પોતાની પાસે રહેલી ચાવીથી તિજોરીઓ ખોલી લોકોએ ધિરાણ પર મુકેલા રૂ. 2.32 કરોડ સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેરેલાની એક ખાનગી ફાઇનાન્સ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપી ગ્રાહકોનું સોનું ખાનગી ફાયનાન્સના લોકરમાં મૂકવામાં આવ્યા હતા.
મેઘાણીનગરની બ્રાન્ચમાં એક મહિના પહેલા અમીધર બારોટ બ્રાન્ચ મેનેજર તરીકે જોડાયો હતો. બંને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહેતી હતી. બ્રાન્ચ મેનેજર અમીધર અને અન્ય કર્મીઓ સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લોે સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ 593 પેકેટ બેન્કમાં હતા. સવારના નવ વાગ્યે કર્મીઓ ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલી ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં. જેથી કર્મચારીઓએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
છેલ્લા 11 વર્ષમાં રૂ. 2.05 લાખ કરોડની રકમના લગભગ 50 હજારથી વધુ કૌભાંડ થયા છે. સૌથી વધુ કૌભાંડના કેસ સ્ટેટ બૅંક, એચડીએફસી બૅંક અને આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે, એમ રિઝર્વ બૅંકના આંકડામાં જણાવાયું છે. 2008-09થી 2018-19 દરમિયાન 53334 કૌભાંડના કેસ નોંધાયા છે. તે પૈકી 6811 કેસ આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે જેમાં રૂ. 5033.81 કરોડના કૌભાંડ થયા છે.
સ્ટેટ બૅંકમાં રૂ. 23734.74 કરોડના 6793 કૌભાંડના કેસ છે. એચડીએફસી બૅંકમાં રૂ. 1200.79 કરોડના કૌભાંડ થયા છે.
આરટીઆઈ દ્વારા કરાયેલ અરજીના સંદર્ભમાં રિઝર્વ બૅંકે માહિતી આપી હતી. બૅંક ઑફ બરોડામાં કૌભાંડના 2160 કેસ છે જેમાં રૂ. 12962.96 કરોડની રકમ છે. પીએનબીમાં રૂ. 28700.74 કરોડના 2047 કૌભાંડ થયા છે. એક્સિસ બૅંકમાં રૂ. 5301.39 કરોડ, બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 12358.20 કરોડ, સિન્ડિકેટ બૅંકમાં રૂ. 5820.85 કરોડ, સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 9041.98 કરોડના કૌભાંડ થયા છે.
આઈડીબીઆઈ બૅંકમાં રૂ. 5978.96 કરોડના 1264 કૌભાંડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંકમાં રૂ. 1221.41 કરોડના 1263 કૌભાંડ, કેનેરા બૅંકમાં રૂ. 5113.38 કરોડના 1254 કેસ, યુનિયન બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 11830.74 કરોડના 1244 કૌભાંડ, કોટક મહિન્દ્રા બૅંકમાં રૂ. 430.46 કરોડના 1213 કેસ નોંધાયા છે. ઈન્ડિયન ઓવરસીઝ બૅંકમાં રૂ. 12644.70 કરોડ, ઓરિયેન્ટલ બૅંકમાં રૂ. 5598.23 કરોડ, યુનાઈટેડ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 3052.34 કરોડના કૌભાંડ થયા છે. ખાનગી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. ભારતમાં કાર્યરત વિદેશી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. અમેરિકન એક્સપ્રેસ બૅંકમાં રૂ. 86.21 કરોડ, સિટી બૅંકમાં રૂ. 578.09 કરોડ, એચએસબીસીમાં રૂ. 312.10 કરોડ, રોયલ બૅંક ઓફ સ્કોટલેન્ડમાં રૂ.12.69 કરોડના કૌભાંડ થયા છે. બૅંકોમાં વધી રહેલા કૌભાંડ વિશે સરકારે શ્ર્વેતપત્ર બહાર પાડવું જોઈએ, એવી માગણી કૉંગ્રેસે કરી છે.

જાન્યુઆરી, 2018માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હાહાકાર મચાવનાર આઠ વર્ષીય છોકરીના બળાત્કાર અને હત્યાના બનાવ સાથે સંકળાયેલા સાતમાંથી છ આરોપીઓને સોમવારે અહીંની એક સ્થાનિક અદાલતે ગુનેગાર ઠરાવ્યા હતા અને ત્યાર બાદ સજા જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવી હતી તેમ જ એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમને આ સજા છોકરીની હત્યા બદલ કરવામાં આવી છે, જ્યારે હત્યા પહેલાં કરાયેલા
બળાત્કાર બદલ ત્રણેય માટે પચીસ-પચીસ વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી હતી, એમ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.
અદાલતે જે મુખ્ય ત્રણ ગુનેગારોને આજીવન કારાવાસની સજા કરી છે એમાં મંદિરના કર્તાહર્તા સાંઝી રામ, સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા તથા પરવેશ કુમાર નામના સામાન્ય નાગરિકનો સમાવેશ છે.
આ વકીલોએ મુખ્ય ત્રણેય આરોપીઓને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.
આ હિચકારો બનાવ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બન્યો હતો. અદાલતે સાતમો આરોપી વિશાલ કે જે મુખ્ય આરોપી સાંઝી રામનો પુત્ર છે તેને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ને આધારે નિર્દોષ જાહેર કર્યો હતો. મૃત કિશોરીના પરિવાર વતી અદાલતમાં કેસ લડનાર વકીલ ફારુકી ખાને આ જાણકારી આપી હતી.
ઘણા મહિનાઓથી આ ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને સોમવારે ન્યાયમૂર્તિએ એની જાહેરાત કરી ત્યારે અદાલતની બહાર અસંખ્ય મીડિયામેન રાહ જોતા ઊભા રહ્યા હતા અને ફેંસલાની વિગતો આવતાં જ તેમણે એને વાયુવેગે પ્રસરાવી દીધી હતી.
કઠુઆના એક મંદિર ખાતે આ ગુનો આચરવામાં આવ્યો હતો. અદાલતે જાહેર કરેલા ગુનેગાર જાહેર થયેલી પાંચમી, છઠ્ઠી તથા સાતમી વ્યક્તિઓમાં સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્પેશિયલ પોલીસ ઑફિસર સુરેન્દ્ર વર્માનો સમાવેશ છે. પોલીસ તંત્રના આ ત્રણ જણે પુરાવાનો નાશ કર્યો એ બદલ તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી કિશોરીના પરિવાર વતી કેસ લડનાર વકીલોની ટીમમાં જે. કે. ચોપડા, એસ. એસ. બસરા, હરમિન્દર સિંહ અને ભુપિન્દર સિંહનો સમાવેશ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતના ફેંસલાનો અભ્યાસ કર્યા બાદ નિર્દોષ ગણાવીને છોડી દેવામાં આવેલા સાતમા આરોપી વિરુદ્ધ કદાચ અદાલતમાં અપીલ નોંધાવશે.
જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત કુલ આઠ જણ વિરુદ્ધ આરોપનામું નોંધાવ્યું હતું. આરોપો રણબીર પીનલ કોડ (આરપીસી) હેઠળ ઘડવામાં આવ્યા હતા.
ગયા વર્ષના એપ્રિલમાં નોંધાવાયેલા આરોપનામા મુજબ ગયા વર્ષની 10મી જાન્યુઆરીએ કઠુઆમાં આ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સાંઝી રામ દ્વારા સંચાલિત મંદિરમાં તેને ચાર દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછીથી તેના પર દંડૂકાના વાર કરીને મારી નાખવામાં આવી હતી.
ગયા વર્ષે 7મી મેએ સુપ્રીમ કોર્ટે આ ઘટનાના કેસને જમ્મુ અને કાશ્મીર રાજ્યની બહાર લઈ જવાનો આદેશ બહાર પાડ્યો ત્યાર બાદ જૂનના પહેલા અઠવાડિયામાં કઠુઆથી 30 કિલોમીટર અને જમ્મુથી 100 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટ શહેરની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે રોજબરોજની સુનાવણી શરૂ કરી હતી.
કઠુઆમાંના ધારાશાસ્ત્રીઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ સનસનાટી ભરેલા બનાવમાં આરોપનામું ઘડવા સામે રોક્યા એને પગલે સર્વોચ્ચ અદાલતે કેસને પઠાણકોટની અદાલતમાં લઈ જવાનો આદેશ બહાર પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે સાંઝી રામની તેમ જ તેના કિશોર વયના ભત્રીજા તથા પુત્ર વિશાલની ધરપકડ કરી હતી. બે સ્પેશિયલ પોલીસ ઑફિસરો ખજુરિયા તથા વર્માને પણ પકડવામાં આવ્યા હતા. રાજ અને દત્તા જેમણે કથિતપણે સાંઝી રામ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા અને પુરાવાનો નાશ કર્યો હતો, તેમની પણ ધરપકડ કરાઈ હતી.
ફેબ્રુઆરી, 2018માં હિન્દુ એક્તા મંચે એક આરોપીના ટેકામાં જમ્મુમાં દેખાવો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર રાજ્યની યુતિ સરકારમાંના ભાજપના બે પ્રધાનોએ મંદિરના કર્તાહર્તા સાંઝી રામના કિશોર વયના ભત્રીજાની ધરપકડ કરાઈ એના વિરોધમાં આ મંચની રૅલીમાં હાજરી આપી હતી.