CIA ALERT

ક્રાઇમ Archives - Page 18 of 37 - CIA Live

December 26, 2019
paperleak.jpg
1min5490

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે પોલીસે બિન સચિવાલયના પેપર લીક કરનારા 5 વ્યક્તિની ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું છે જેમાં કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની સંડોવણી સામે આવી છે. આ  ઉપરાંત દાણીલીમડામાં નવાબ બિલ્ડરની  એમ.એસ.સ્કૂલમાં જ સમગ્ર ષડયંત્ર ઘડાયુ હોવાનું ખુલ્યું છે. આ સ્કૂલ શાહઆલમના તોફાનના આરોપી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણના કાકાની છે . સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, સ્કૂલના સંચાલક ફારુખભાઇ,  દિપક જોષી અને પેપરના ફોટા પાડનાર ફખરુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. આમ, પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ક્લિન ચીટ આપી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન પેપરલીક થવા સાથે મોટાપાયે ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલી ગેરરીતિની વીડિયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. ઉમેદવારોના ઉગ્ર વિરોધના કારણે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ એસ.આઇ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી.  આ અંતર્ગત એસ.આઇ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, આઇબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો.

દરમિયાન ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, દાણીલીમડા એમ.એસ.સ્કૂલમાં પેપરલીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી.  આ સ્કૂલ નવાબ બિલ્ડર્સની છે, આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે અને પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને પેપેર કાઢ્યું હતું અને ફોટા પાડયા હતા. સ્કૂલના શિક્ષક મહોમ્મદ ફારૂકે પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. ફારૂક ફકરુદ્દીને તમામ વર્ગમાં પેપર પહોંચતુ કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકર લખવિંદરસિંહ પણ સામેલ છે. લખવિન્દરસિંહ પેપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા.
આ સિવાય પ્રવિણદાન ગઢવીનો સાળો પાલિતાણાનો વતની રામ ગઢવી,  દિપક જોશી સહિતના લોકોએ અહીંથી પેપર લીક કરવામાં ભાગ ભજવ્યો હતો. પોલીસે 11 મોબાઇલ જપ્ત કરીને એફએસએલમાં મોકલાયા હતા. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. આરોપીઓની શોધખોળ માટે 6 ટીમ કાર્યરત બની છે. હજુ વધુ કેટલાક આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. હાલ કોઇ આંતરરાજ્ય ગેગેની વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા છે.

December 21, 2019
navy.jpg
1min4630

ભારતીય નૌસેનામાં જાસૂસીનાં મોટા ષડયંત્રનો ભાંડો ફૂટયો છે. આંધ્રપ્રદેશની પોલીસ, ગુપ્તચર તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડતાં જાસૂસીનાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને નૌસેનાનાં 7 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે.

આંધ્રની પોલીસે હવે આ મામલે કેસ નોંધીને ધરપકડ કરવામાં આવેલા તમામ નૌકાદળનાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી અધિકૃત જાણકારી અનુસાર પોલીસ, કેન્દ્રીય અને નૌસેનાની ગુપ્તચર શાખાઓએ સાથે મળીને ઓપરેશન ડોલ્ફીન નોઝ ચલાવ્યું હતું અને આ જાસૂસીનાં કૌભાંડને ઉઘાડું કર્યુ છે.

જેમાં નૈસેનાનાં 7 કર્મચારી અને હવાલા ઓપરેટરને દેશનાં વિભિન્ન ભાગોમાં પકડી પાડવામાં આવ્યા છે. અન્ય કેટલાંક શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વિશે વધુ કોઈ વિગતો આપવાનો ઈનકાર કરતાં પોલીસે કહ્યું હતું કે આની વધુ તપાસ ચાલી રહી છે. આ જાસૂસી રેકેટનાં તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની પૂરી આશંકા છે.

December 16, 2019
sengar.jpg
1min7070

ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે. 

તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો આપતા કહ્યું કે, ગેંગરેપવાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવા માટે એક વર્ષનો સમય કેમ લગાવી દીધો? કોર્ટે કહ્યું કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાની મનોસ્થિતિ સમજીએ છીએ. 

તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશિ સિંહને કલમ 120 B (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (સ્ત્રીનું અપહરણ અથવા લગ્ન માટે દબાણ કરવા માટે ત્રાસ આપવો), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષીત જાહેર કર્યા છે. 

December 12, 2019
nirbhaya1.jpg
1min4880

તિહાર જેલમાં સજા કાપી રહેલા દિલ્હીની નિર્ભયા રેપ કેસના ચારેય નરાધમ હરામખોર અપરાધીઓને આગામી તા. 16મી ડિસેમ્બરના દિવસે અથવા તો 29મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. તિહારમાં ફાંસીનો તખતો જેલ નંબર -3માં રાખવામાં આવ્યો છે.

ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. આમ છતાં, તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજોની તૈયારી કરવામાં આવી ચૂકી છે. તિહાર જેલમાં નંબર-3માં તમામને ફાંસી આપવામાં આવનાર છે.

એક અહેવાલ પ્રમાણે દોષિતોને ફાંસી આપવા માટે મેરઠથી જલ્લાદ આવશે. આ માટે યુપી જેલના ડીજીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે.

નિર્ભયાના ચારે દોષિત પણ શાંત ભાવમાં દેખાઈ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. બીજી બાજુ અપરાધી નર્વસ થવા લાગી ગયા છે. હાલમાં તો સામાન્ય રીતે અપરાધી ભોજન કરી રહ્યા છે. જો કે તેમના ચહેરા પર ચિંતાના ભાવને જોઈ શકાય છે.

December 11, 2019
kalbadevi.jpg
1min4470

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ કાલબાદેવીના ૨૩ વર્ષના ઝવેરીની સોમવારે ધરપકડ કરી હતી. પકડાયેલા ઝવેરીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૮૦ કિલો સોનું દાણચોરીથી મેળવ્યું હતું, જેની કિેંમત રૂ. ૫૪ કરોડ જેટલી છે. ઝવેરીની ઓળખ સાહિલ જૈન તરીકે થઇ હોઇ ડીઆરઆઇએ સાહિલની સાથે ગોપારામ (૩૬) નામના શખસની પણ ધરપકડ કરી હતી. બંને જણ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતેથી ગોપારામને ઝડપી પાડ્યો હતો. તે હાવડા એક્સપ્રેસમાં કોલકાતાથી મુંબઈ આવ્યો હતો. ગોપારામ પાસેથી રૂ. ૨.૭૧ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું, જે જેકેટમાં છુપાવાયું હતું અને તે દાણચોરીથી લાવવામાં આવ્યું હતું.

આ સોનું તે મુંબઈમાં સાહિલ જૈન નામના ઝવેરીને આપવાનો હતો, એવું ગોપારામે પૂછપરછમાં જણાવ્યા બાદ ડીઆરઆઇએ ઝવેરીને તાબામાં લીધો હતો. ઝવેરીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે આ પ્રમાણે છેલ્લા દસ મહિનામાં ૧૮૦ કિલો સોનું મેળવ્યું હતું.

દરમિયાન સોનાના દાણચોરીના રેકેટની તપાસ કરી રહેલા ડીઆરઆઇના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે કોલકાતા, રાયપુરથી સોનું મુંબઈમાં લાવવામાં આવતું હતું. આ રેકેટ સાથે સંકળાયેલા વધુ આઠ જણની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા અને રાયપુરથી ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગોવિંદ માલવિયા, અન્ના રામ, મહેન્દ્ર કુમાર, ફિરોઝ મુલ્લા, સૂરજ મુલ્લા, કૈલાશ જગતાપ અને વિશાલ અંકુશ તરીકે થઇ હોઇ અત્યાર સુધીમાં રૂ. ૧૬.૫ કરોડની કિંમતનું ૪૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

December 6, 2019
CIA_Live_Logo_New2.jpg
2min13000

શુક્રવારની સવારે આવેલા સમાચારો અજંપાગ્રસ્ત ભારતીઓ કલેજા ઠાર્યા, પોલીસ પર શાબાશીઓનો વરસાદ

હૈદરાબાદ ખાતે વિતેલા સપ્તાહે એક યુવતિ પર બળાત્કાર ગુજારી તેની કમકમાટીભરી હત્યા કરનાર 4 આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાના સમાચારે સમગ્ર શુક્રવારની સવારે એક પ્રકારની ખુશાલી પ્રસરાવી દીધી હતી. હૈદરાબાદમાં યુવતિના રેપ વીથ મર્ડરની ઘટના બાદ સમગ્ર ભારતના લોકોમાં બળાત્કારીઓને ત્વરીત સજા સાથે એક પ્રકારનો અજંપો હતો. શુક્રવારની વહેલી સવારથી ભારતમાં પ્રસરેલા આ સમાચારે કરોડો ભારતીયોના કલેજાને ઠંડક પહોંચાડી હતી.

શનિવારની સવારે સમગ્ર દેશમાં પ્રસરેલા સમાચારને અનુમોદન આપતા હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતું કે 20થી 24 વર્ષના ચારેય આરોપીઓએ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશ કરી હતી. પોલીસે તેમની કોશીશને નાકામ બનાવવા માટે ફાયરીંગ કરવું પડ્યું હતું અને આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત નિપજ્યા હતા.

શુક્રવારે સવારે 3.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાનું સાઇબરાબાદ પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ હતા અને પોલીસ તેમને ઘટનાના રીકન્સ્ટ્રકશન માટે લઇ ગઇ હતી ત્યારે તેઓએ ભાગવાની કોશીશ કરી હતી.

હૈદરાબાદ રેપ વીથ મર્ડર ઘટનાને પગલે સમગ્ર ભારતના લોકોમાં ભારે અજંપો હતો. શુક્રવારે સવારે આ સમાચાર આવતા જ લોકોમાં એક પ્રકારનો સંતોષની લાગણી જન્મી હતી. અનેક લોકોએ સોશ્યલ મિડીયા પર લખ્યું હતું કે ત્વરીત ન્યાયના આ સમાચારે દિવસ અને સપ્તાહ બન્ને સુધારી દીધા છે.

હૈદરાબાદ ખાતે રેપ વીથ મર્ડરની ઘટનાએ સમગ્ર દેશમાં બળાત્કારીઓ સામે લોકરોષની ઘટનાઓને જન્મ આપ્યો હતો. દેશમાં શુક્રવારની સવારે લોકોએ પોલીસ એન્કાઉન્ટરને વધાવતા ટ્વીટ્સ કર્યા હતા.

All four people accused in the rape and murder of woman veterinarian in Telangana have been killed in an encounter with the police.

Cops claimed they tried to escape while the crime scene was being reconstructed and were killed in the encounter.

The charred body of the woman, working as an assistant veterinarian at a state-run hospital, was found dumped under a culvert at Shadnagar near here on November 28 morning, a day after she went missing.

Four men, all lorry workers, aged between 20 and 24, were arrested on November 29 on charges of raping and killing the woman and had been sent to judicial custody for 14 days on Saturday.

November 28, 2019
satis_kumbhani.jpg
1min6640

બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.

સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.

બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.

November 22, 2019
CBI.png
1min4510

સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.

રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)

ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો

કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.

એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.

October 29, 2019
md_drug.jpg
1min6560

દિવાળીના તહેવારોની આડમાં ટ્રેન મારફતે મુંબઇ પહોંચાડવામાં આવી રહેલા ડ્ર્ગ્સના મોટા કન્સાઇન્મેન્ટને સૂરત રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 3.5 કરોડની જંગી કિંમતના આ જથ્થાને બે શખ્સો ટ્રેન મારફતે મુંબઇ લઇ જઈ રહ્યા હતા.

Symbolic Photo

સુરતમાં ફરી બે શખસો ભારે ભરખમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. સુરત ટ્રેનમાંથી રૂ.૩.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

ડીઆરઆઈની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. અને આ ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ૭.૫ કિલો હતો કે જેની બજારમાં કિંમત ૩.૫ કરોડ જેટલી થાય છે. ડ્રગ્સને લઈ બે શખસો ટ્રેનમાં હતા. આટલા ભારે જથ્થામાં ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લઈ જવાતું હતું. જે બે શખશો ઝડપાયા એ હરિયાણાના રહેવાસી છે અને તે મુંબઈ આ ડ્રગ્સને ડિલિવરી કરવાના હતા પરંતુ એ પહેલા સુરતમાં તેનું સુરસુરિયું થઈ ગયું અને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

October 25, 2019
crypto.jpg
1min5010

ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઇ કરવાના આરોપસર રાજકોટના પાંચ શખસની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રાજકોટના પાંચ ઉપરાંત વડોદરાના એક મળી કુલ છ શખસને ઉઠાવી લેવાયા છે.

બોગસ ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઇ કરવા અંગે સાધુ વાસવાણી રોડ પર સંકલ્પ-2માં રહેતાં દેવેન્દ્ર ધીરજલાલ મદાણી, જામનગર રોડ પર વિનાયક વાટીકાના’ કિરીટસિંહ તેજુભા જાડેજા, ગીત ગુર્જરી સોસાયટીના’ સ્વાગત એપાર્ટમેન્ટના ભોગીલાલ પ્રભુદાસભાઇ શાહ, આલાપ ગ્રીન સીટી પાસેના જીનિયસ હાઇટસના ધીરજલાલ મોહનલાલ જોગિયા સહિત પાંચ તથા વડોદરાના હરણી રોડ પર રહેતાં જયેશ શાંતિલાલ દલવાડીની સીઆઇડી ક્રાઇમની ટીમે અટકાયત કરી હતી.

સીઆઇડી ક્રાઇમમાં થયેલી ફરિયાદ અરજી પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા, આઇજી’ શમશેરસિંઘ, અધિક્ષક’ રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના ડીવાયએસપી બી.એમ. ટાંક અને પીઆઇ રાકેશ’ ઘરસંડિયાની ટીમે ગુપ્ત રાહે રાજકોટમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસના અંતે પાંચ શખસને ઉઠાવી લેવાયા હતાં. સીઆઇડી ક્રાઇમના વર્તુળના જણાવ્યા પ્રમાણે વડોદરાના જયેશ દલવાડીના ઘેર કરાયેલી તપાસમાં લેપટોપ, ચેકબુક અને 48 જેટલા સમજુતી કરાર મળી આવ્યા હતાં. આ ટોળકી દ્વારા આરબીઆઇની મંજુરી લીધા વગર મોટું વળતર આપવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવતું હતું. આ ટોળકીએ પ્રથમ કોઇનનું લોન્ચીંગ કરીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં” એ કોઇન બંધ કરી પાવર બીપી નામનો કોઇન લોન્ચ કર્યો હતો. તેના મારફતે 50.46 કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 17.65 કરોડ ચુકવવામાં આવ્યા હતા. રૂ. 32.79 કરોડની રકમ ચુકવવાની બાકી હતી.’ બાદમાં આ ગેંગની કંપનીએ પાવર યાત્રા નામની સ્કીમ રજુ કરીને 7592 જેટલા આઇડી બનાવીને રૂ. 11.91 કરોડ એકત્ર કરાયા હતાં. તેમાંથી રૂ. 1.52 કરોડ ચુકવવામાં આવ્યા હતાં. આ રીતે કરોડોની રકમ એકત્ર કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં’ અમદાવાદ અને વડોદરાના શખસોની સંડોવણી છે તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.