CIA ALERT

ક્રાઇમ Archives - Page 14 of 36 - CIA Live

July 1, 2020
ats_gujarat.png
1min7470

ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.

કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા હતા. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં પથરાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૪ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા નવ દિવસથી એટીએસની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ ૫૪ જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં છે.

એટીએસની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. ૪૨, વાંકાનેર)ને લોડેડ રિવોલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. ૩૩, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો.

June 25, 2020
canarabank.jpg
1min4280

સુરતની એક બૅંકમાં ઘૂસીને મહિલા કર્મચારી પર હુમલો કરીને દાદાગીરી કરતા મામલો છેક નવી દિલ્હીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સુધી પહોંચ્યા બાદ તેમણે આ પોલીસ કોન્સ્ટેબલ સામે પગલાં ભરવાની સૂચના આપ્યા બાદ આખરે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી સસ્પેન્ડ કર્યો હતો.

આ ઘટનામાં પોલીસ પણ કંઈ ન કરવા માટે દબાણ કરી હતી અને માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી હતી. પીડિતાના પતિને પણ ચૂપ કરાવવામાં આવી રહ્યા હતા.

હવે નાણામંત્રી નિર્મલા સીતારમનના કારણે પગલાં લેવાઈ રહ્યા છે.આ ઘટનાની વિગત એવી છે કે, સુરત શહેરના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે બૅંકમાં ધમાલ મચાલી મહિલા કર્મચારી સહિત બે પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

June 22, 2020
weapon.jpg
1min7600

ગુજરાતના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ દ્વારા રાજ્યના અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી ૫૪ ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડ્યાં છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો.

સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયું હતું. ગુજરાત એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલાં કચ્છ પોલીસે પકડેલી ગૅન્ગને હથિયાર આપવાનું કામ કરતા અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યાં છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડન્ટ ભાવેશ રોજિયાને આ ટીપ ઉપર કામ કરવાની સૂચના આપતા રોજિયાએ અલગ અલગ ટીમ તૈયાર કરી કોની પાસે કેટલાં ગેરકાયદે હથિયારો છે અને ક્યાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતાં એટીએસની ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ-ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતાં કાર્ટિસ જપ્ત કર્યાં હતાં જેમાં એટીએસના વડા હિમાંશુ શુક્લાને આ બાબતની માહિતી મળતાં તેઓએ આમાં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી. બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાક ગૅન્ગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતાં, જેના કારણે પૂરતી તૈયારી સાથે ટીમ અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી.

June 19, 2020
BJP-leader-Pabubha-Manek-rushes-to-beat-Morari-Bapu-MP-interceded.jpg
1min5130

શ્રી કૃષ્ણના યાદવ કુળ અને બલરામજી વિશે વિવાદાસ્પદ ટીપ્પણી સામે આહીર સમાજ દ્વારા થઈ રહેલા વિરોધને પગલે દ્વારકામાં માફી માગવા ગયેલા કથાકાર મોરારિબાપુ પર દ્વારકાના ભાજપના માજી ધારસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કરીને અશોભનીય શબ્દો કહેતા ચકચાર મચી ગઇ હતી.

મોરારિબાપુ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ ઉઠયો છે અને આહીર સમાજ તેમજ કૃષ્ણ ભક્તિ પરંપરામાં માનતા અન્ય સમાજ દ્વારા મોરારિબાપુ માફી માગેની માંગ સાથે રજૂઆતો થઈ રહી છે ત્યારે રાજકોટમાં આહિર સમાજના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ એક સાથે મોરચો ખોલી કલેકટરને આવેદન પાઠવીને બાપૂ દ્વારકાધિશને ચરણે શીશ ઝૂકાવી માફી માંગે નહિતર આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી. આ દરમિયાન મોરારી બાપૂ આજે દ્વારકા પહોંચ્યા હતા જ્યાં ભાજપના પૂર્વધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા મારોરી બાપૂ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન પૂનમ માડમ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા.

આ પહેલા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતા, ભૂતપૂર્વ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા તેમજ અન્ય આગેવાનો સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અર્જૂનભાઈ ખાટરીયા વિગેરે આજે સયુક્ત રીતે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા હતા અને મોરારી બાપૂને માફી માંગવા જણાવ્યું હતું. અગાઉ પણ મોરારી બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી વિવાદ વહોર્યો હતો. જેમાં પાછળથી તેમણે સજળનેત્રે માફી પણ માગી હતી.

May 12, 2020
crime_in_lockdown.jpg
1min5340

ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો મળીને 27,000ની ધરપકડ પણ થઈ છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું.  

શિવાનંદ ઝાએ એક વીડિયો કોન્ફરન્સિંગ સંદેશમાં વિગતો આપતા કહ્યું કે, શહેરોમાં ધાબા પર લોકો એકત્ર થતા હોવાની આશંકાએ ઉપયોગમાં લેવાયેલા 2,000 ડ્રોન કેમેરા તેમજ જાહેર સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે રાજ્યભરમાંથી પોલીસે કુલ 27,600 જેટલા લોકોની નિયમોના ભંગ બદલ ધરપકડ કરી છે.

રાજ્યમાં આવેલી વસાહતોમાં લગાવાયેલા સીસીટીવીના આધારે અમે તપાસ કરતા રવિવારે 23 જેટલા લોકો બહાર ફરી રહ્યા હોવાનું જણાયું હતું. અત્યાર સુધીમાં લોકડાઉન ઉલ્લંઘન બદલ 662 એફઆઈઆર નોંધાઈ છે અને 926 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની મદદથી અમે 12,200 કેસો નોંધ્યા છે અને 22,559 લોકોની ધકપકડ પણ કરવામાં આવી છે.

રવિવારે એક દિવસમાં સીસીટીવીની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા 74ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ 3,032 એફઆઈઆર નોંધી છે અને 4,156ની ધરપકડ પણ થઈ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગનિશન (એએનપીઆર) સિસ્ટમની મદદથી 10,370 કેસો થયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયોગ્રાફરની મદદ પણ લીધી હતી અને તેમણે ઝડપેલા વીડિયોની મદદથી 3,506 કેસો પણ નોંધાયા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

May 6, 2020
mahila_psi.jpg
1min9010

સુરતમાં તા.5મી મે 2020ના રોજ એક અજીબોગરીબ ઘટના બની હતી. લૉકડાઉનમાં બિન્ધાસ્ત રીતે હરીફરી રહેલા લોકોને શહેર પોલીસ રોકીને કાયદાનું પાલન કરાવી રહી છે એવામાં મજૂરાગેટ વિસ્તારમાં મહિલા પોલિસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાની અને આ હુમલો પણ બે યુવતિઓ દ્વારા થયો હોવાની ઘટનાએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર સુરતની એક યુવતી જે થોડા સમયમાં દિક્ષા લેવાની હતી, સંયમનાં માર્ગે જવાનું આયોજન ધરાવે છે. તેણે લૉકડાઉન દરમિયાન ઉપાશ્રય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસ તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઇ બેઠી અને તેણે PSI મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો.

ચર્ચા એ ઉઠી છે કે જે યુવતી સન્યાસ લઇને અહિંસા પરમોધર્મના માર્ગે આગળ વધવાનું ઉમદા આયોજન ધરાવે છે તેણે મહિલા PSI કયા સંજોગોમાં હુમલો કર્યો..

સૂરતના કૈલાસ નગર વિસ્તારમાં રહેતી યુવતિની વય 25 વર્ષની છે અને સુરત શહેરનાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરનાં ઉપાશ્રયમાં રહી રહેલા સાધ્વી મહારાજને મળવા તે ગઇ હતી. તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી. પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સંખાયું અને તેણે મહિલા પોલીસ સાથે ખરાબ ભાષામાં વાત કરી, તમાશો કર્યો અને હોહા કરી. આટલું ઓછું હોય તેમ તેણે મહિલા PSI પર હુમલો કર્યો અને તેમ કરતાં મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું. તેની આંખ માંડ બચી. આ ઘટના પછી તેની ધરપકડ થઇ અને તેની બહેન જે પણ ઉપાશ્રય ગઇ હતી તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા.

April 19, 2020
crime.jpg
1min3930

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તા.17મી એપ્રિલે એક ટોળા સામે નોંધાયેલી ફરિયાદ અનુસાર કોરોના વાયરસની મહામારી વચ્ચે 70-80 લોકોનું ટોળું અને તે પણ એવી જગ્યા પર જ્યાં વાયરસે એન્ટ્રી કરી દીધી છે. અમદાવાદમાં ક્લસ્ટર-ક્વોરન્ટાઈન કરાયેલા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ફૂડ કીટની વહેંચણી કરવા AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ટીમ ગઈ હતી ત્યારે અચાનક ધસી આવેલા ટોળાએ લૂંટ મચાવી કરી ભાગી ગયું હતું.

AMCની ટીમ જ્યારે ખુલ્લા ટ્રકમાં ફૂડ કીટ લઈને સ્થાનિકોને વહેંચવા માટે પહોંચી હતી. વહેંચણી પહેલા ફૂટ કીટના પેકેટો રોડ પર ઉતારવામાં આવ્યા હતા.

April 13, 2020
punjab.jpg
1min6970

પંજાબના પટિયાલા જિલ્લામાં શાકમાર્કેટમાં કર્ફ્યૂ પાસ માગતા તલવારથી એક પોલીસ અધિકારીનો હાથ કાપ્યો અને અન્ય બેને ઘાયલ કરીને ગુરુદ્વારામાં સંતાયેલા સાત જણની ધરપકડ કરી હોવાની વાત પોલીસે જણાવી હતી.

પોલીસે આ મામલે પાંચ હુમલાખોર સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી હતી. હુમલો કર્યા બાદ તેઓ ગુરુદ્વારામાં છુપાયા હતા અને ત્યાંથી એમણે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો.

આ મામલે પોલીસ સાથે થયેલી અથડામણમાં પકડાયેલો એક આરોપી પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો.

આ કિસ્સાના વહેતા થયેલા વીડિયોમાં એએસઆઇ હરજીતસિંહ મદદ માગતો, એક વ્યક્તિ એનો કપાયેલો હાથ ઉંચકતો અને ઘાયલ હરજીતને મોટરસાઇકલ પર લઇ જવાતો દેખાયા હતા.

એએસઆઇને પહેલા રાજેન્દ્ર હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ચંડીગઢની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોરોના વાઇરસને લીધે સવર્ત્ર લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી જથ્થાબંધ શાકમાર્કેટની બહાર કોઇ પ્રવેશી ન શકે એ માટે આડશો લગાવવામાં આવી હતી.

એક વાહનમાં આવેલા નિહંગો (હથિયારધારી શીખ)ના વાહનને અટકાવીને પાસ માગવામાં આવ્યો ત્યારે એમણે વાહનને માર્કેટના દરવાજા અને આડશ સાથે અથડાવ્યું હતું. ત્યાર બાદ એમણે પોલીસો પર હુમલો કર્યો હતો અને ગુરુદ્વારા ખિચડી સાહિબમાં ઘૂસી ગયા હતા.

પોલીસે ત્યાંથી ત્રણ પિસ્તોલ, પેટ્રોલ બૉમ્બ, તલવારો, એલપીજી સિલિંડર અને ગાંજાનો કોથળો જપ્ત કર્યો હતો. પોલીસ અને ગામના સરપંચ સહિત અનેક લોકોએ એમને બહાર આવવા સમજાવ્યા હતા, પણ એમણે સિલિંડર સળગાવીને ગુરુદ્વારામાં આગ લગાવવાની ધમકી આપી હતી અને ગોળીબાર કર્યો હતો.

April 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6410
આ સ્ક્રીન શૉટ ઓ.એલ.એક્સ. પર ફરતો થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરદાર પટેલની વિરાટ પ્રતિમા રૂ.30 હજાર કરોડમાં વેચવાની છે. જોકે, ગણતરીના કલાકોમાં ઓ.એલ.એક્સ. દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમજ કેવડીયા પોલીસ મથકમાં વણઓળખાયેલા વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ભારત સમેત સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે વિશ્વયુદ્ધથી મોટી લડાઇ લડી રહ્યા છે ત્યારે એક વણઓળખાયેલા શખ્સે ભારતની શાન સમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સરદાર પટેલની વિરાટ પ્રતિમાને રૂ.30 હજાર કરોડમાં સેલિંગ શોપિંગ સાઇટ OLX પર વેચવા મૂકી દીધી હતી. વણઓળખાયેલા શખ્શની આ કરતૂતની જાણ OLXને પણ કલાકો બાદ થઇ હતી જ્યારે સોશ્યલ મિડીયામાં તેના સ્ક્રીન શૉટ ફરવા માંડ્યા હતા. તુરંત જ OLX દ્વારા એ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.

ગઇ તા.4 એપ્રિલના રોજ OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો એક લખાણ સાથે વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ઈમરજન્સી! હોસ્પિટલ અને હેલ્થકેરના સાધનો માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાનું છે’

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ તા.4 એપ્રિલ 2020ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનમાં વણઓળખાયેલા ઇસમ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ ઈરાદાપૂર્વક ભારત માટે ગૌરવ સમા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને ઓનલાઈન પર વેચાણ માટે મૂકી દીધી હતી. ભારત સમેત વિશ્વના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય હતું.

‘સમગ્ર રીતે ગેરકાનૂની અને વિશ્વભરને ગેરમાર્ગે દોરીને સરકારી સંપત્તિને વેચવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સ સામે અમે ફરિયાદ નોંધાવી છે’, તેમ SoUના ડેપ્યુટી CEO નિલેશ કુમાર દુબેએ જણાવ્યું. કેવડિયા પોલીસ સ્ટેશનના પી.ટી. ચૌધરીએ જણાવ્યું કે, ‘અમારી પાસે SoUને ઓનલાઈન વેચવાના પ્રયાસના સ્ક્રીનશોટ છે. જે પણ વ્યક્તિએ આ કરતૂત કરી છે, તેને અમે ઝડપી પાડીશું’.

April 1, 2020
fakemask.jpg
1min4600

સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અત્રેના વેરહાઉસમાંથી આશરે ૧૨,૦૦૦ બનાવટી એન-૯૫ માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા, એવી પોલીસે મંગળવારે માહિતી આપી હતી.

કોરોનાવાઇરસ ફાટી નીકળવાને પગલે એન-૯૫ માસ્કની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો છે. આ રોગને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મૃત્યુ થયા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૫૧ થઇ છે. સોમવારે રાતે કલ્યાણ નગર વિસ્તારમાં આવેલા વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ૨૦ લાખ રૂપિયાની કિંમતના ૧૨,૩૦૦ એન-૯૫ માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા. બજારમાં એન-૯૫ માસ્કની ભારે તંગી છે અને આ માસ્ક તેની મૂળ કિંમત કરતા ઘણા વધુ ભાવે વેચાઇ રહ્યા હોવાની ઘણી ફરિયાદ સત્તાવાળાઓને મળી છે.