2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.
સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.
અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.
જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.
Sad to hear of the demise of Shri Basu Chatterjee. His works are brilliant and sensitive. It touched people's hearts and represented the simple and complex emotions, as well as struggles of people. Condolences to his family and innumerable fans. Om Shanti.
ગુરુવારે સવારે રૉમેન્ટિક ફિલ્મોના ભગવાન કહેવાતા ફિલ્મમેકર-ડાયરેક્ટર બાસુ ચેટર્જીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઉંમરને લગતી બિમારીઓને લીધે મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.
ફિલ્મમેકર અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડાયરેક્ટર્સ અસોસિએશનના પ્રમુખ અશોક પંડિતે ટ્વીટર પર તેમના નિધનના સમાચાર આપ્યા હતા. ટ્વીટમાં અશોક પંડિતે લખ્યું હતું કે, લેજન્ડરી ફિલ્મનિર્માતા બાસુ ચેટર્જીના નિધનના સમાચાર આપતા મને અત્યંત દુ:ખ થાય છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે બે વાગે સાંતાક્રુઝની સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.
બાસુ ચેટર્જી ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘બાતો બાતો મેં’, ‘એક રૂકા હુઆ ફૈસલા’, ‘ચમેલી’ અને ‘ચિતચોર’ જેવી હીટ ફિલ્મો માટે જાણીતા છે. તેમણે માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ અનેક બંગાળી ફિલ્મો પણ ડિરેક્ટ કરી હતી. આ સિવાય તેમણે દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ ‘બ્યોમકેશ બક્ષી’ અને ‘રજની’ પણ ડિરેક્ટ કરી હતી.
મધુર ભંડારકર, ડાયરેક્ટર અશ્ચિનિ ચૌધરી, સુપર્ણા એસ વર્મા વગેરે સલેબ્ઝે ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો હતો.
બોલીવૂડ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યું છે. બોલીવૂડના જાણીતા સિંગર વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. સાજિદ અને વાજિદની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબજ પ્રખ્યાત હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ ઘણા લાંબ સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કિડનીની સારવાર દરમિયાન જ્યારે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વાજિદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. વાજિદ ભાઈના વિશે એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે તેમનું સ્મિત. તેઓ હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જ જલ્દી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનારા લોકોની પ્રતિ મારી સંવેદના. ભગવાના તમારી આત્માને શાંતિ આપે.
સાજિદ-વાજિદે સૌથી પહેલા 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કયા’ ફિલ્મ માટે મ્યુઝિક આપ્યુ હતું. ત્યારબાદ 199માં સોનૂ નિગમની આલ્બમ દીવાના માટે મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સલમાન ખાનની ફિલ્મ દંબગ, વોન્ટેડ, જય હો જેવી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યુ છે. સાજિદ-વાજિદ ઉત્તર પ્રદેશના સહરાનપુરના જાણીતા તબલાવાદક શરફત અલી ખાનના પુત્ર છે.
ભારતમાં જેના કરોડો આશિક છે, એક સમયની પોર્ન સ્ટાર અને બાદમાં બોલીવુડની હીરોઇન સુધી સફળતાના શિખરો સર કરનાર સન્ની લિયોની લૉકડાઉન શરૂ થાય એ પહેલા જ અમેરીકા પહોંચી ગઇ છે.
સન્ની લિયોનીએ મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકી હતી કે સંતાનોના ઉછેરની પ્રાયોરિટીને કારણે બીજા કામો પડતા મૂક્યા છે. તેણે અદ્રશ્ય શત્રુ કોવીડથી પોતાના સંતાનોને બચાવવા માટે લોસ એન્જેલિસ સેફ હોવાનું જણાવ્યું છે.
પીઢ અભિનેતા, ત્રણ દાયકા સુધી બૉલીવૂડના અવ્વલ દરજ્જાના રૉમેન્ટિક હીરો તરીકેની પ્રતિભા ધરાવતા તેમ જ ફિલ્મ કરિયરના છેલ્લા વર્ષોમાં ચરિત્ર અભિનેતાના રોલમાં જોવા મળેલા રિશી કપૂર લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડતમાં છેવટે હારી ગયા. ગુરુવારે તેમનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.
કપૂર કુટુંબની ત્રીજી પેઢીના મહાન કલાકાર રિશી કપૂરે અભિનયને નવો વળાંક અને ઓપ આપ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નીતુ, ઍક્ટર રણબીર અને પુત્રી રિદ્ધિમા કપૂર-સાહનીનો સમાવેશ છે. રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘મારો ભાઈ રિશી હવે આપણી વચ્ચે નથી. તેનું નિધન થયું છે.’
બુધવારે ગિરગામ ખાતેની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધા હતા. કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનના નિયમોને પગલે રિશી કપૂરનું પાર્થિવ શરીર હૉસ્પિટલમાંથી સીધું કાલબાદેવી ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું.
રિશી કપૂરના પાર્થિવ શરીરને ગુરુવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. સાંજે ૪.૦૦ વાગ્યા પછી કરવામાં આવેલા તેમના અગ્નિસંસ્કાર વખતે હાજર પત્ની નીતુ, પુત્ર રણબીર તેમ જ તેમના નજીકના પરિવારજનોમાં મોટા ભાઈ રણધીર, કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન, અભિનેતા અભિષેક બચ્ચન અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ તેમ જ અનિલ અંબાણીનો સમાવેશ હતો.
ગુરુવારે સવારે રિશી કપૂરના નિધનના સમાચાર બહાર આવતાં જ બૉલીવૂડમાં તેમ જ રિશીના ચાહકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી ચૅનલો પર લાડલા રિશીને અંજલિ આપતા અસંખ્ય સંદેશા આવવા લાગ્યા હતા.
કપૂર પરિવારે રિશીને અંજલિ આપવા સંબંધમાં તેમના ચાહકોને તેમ જ મિત્રોને લૉકડાઉનને લગતા નિયંત્રણોને લક્ષમાં રાખવાની વિનંતી કરી હતી. રિશીના ‘ડી-ડે’ ફિલ્મના સહ-અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે કૅન્સરની બીમારી સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું હતું અને ગુરુવારે રિશીનું લ્યૂકેમિયા સામેની લડતમાં અવસાન થયું. ત્રણ મહિના પહેલાં તેમના બહેન રિતુ નંદાનું આ જ બીમારીના કારણસર મૃત્યુ થયું હતું.
હૉસ્પિટલ ખાતેના ડૉક્ટરો અને સ્ટાફે જણાવ્યું હતું કે ‘રિશી કપૂર જીવ્યા ત્યાં સુધી બધાનું મનોરંજન કરતા રહ્યા હતા. આ જાણકારી કપૂર પરિવારે એક નિવેદનમાં આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ‘રિશી રમૂજી સ્વભાવના હતા અને છેક સુધી એવા જ રહ્યા. તેમણે બીમારીના બે વર્ષ દરમિયાન અને સારવાર માટે ખેડેલા બે ઉપખંડના પ્રવાસ દરમિયાન પણ જિંદગી ખૂબ માણી હતી. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ અને ફિલ્મ પર છેક સુધી તેમનું ધ્યાન રહ્યું હતું. જે કોઈ અમને મળતું એ કહેતું કે ગંભીર બીમારીમાં હોવા છતાં એની પીડા વ્યક્ત ન કરવાની અદ્ભુત શક્તિ રિશીમાં જોવા મળી. રિશીના જવાથી અમારા પરિવારને તો મોટી ખોટ પડી જ છે, આખું વિશ્ર્વ અત્યારે (કોરોના વાઇરસને કારણે) ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતથી પણ અમે બધા ચિંતિત છીએ. અમે રિશીના ચાહકો અને અમારા પરિવારના શુભેચ્છકો-મિત્રોને વિનંતી કરીએ છીએ કે લૉકડાઉનને લગતા કાનૂનોનું ચુસ્તપણે પાલન કરજો. ખુદ રિશી પણ આ નિયમોના પાલનમાં માનતા હતા અને એવા પાલન માટે અમે બધાને અરજ કરીએ છીએ.’
રિશી કપૂર અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બે વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં તેઓ જ્યારે દિલ્હીમાં એક ફૅમિલી-ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક ‘ઇન્ફેક્શન’ને કારણે તેમણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મુંબઈ પાછા આવ્યા પછી વાઇરલ ફીવરને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને થોડા જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.
રિશી કપૂર રૉમેન્ટિક અભિનયના બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા જ, તેઓ કોઈ પણ પ્રકારનો અભિનય બખૂબી નિભાવી જાણીતા હતા. તેમના જેવા વર્સેટાઇલ ઍક્ટર બૉલીવૂડને ભાગ્યે જ મળ્યા છે. ઘણી પેઢીઓના ફિલ્મપ્રેમીઓના તેઓ મનપસંદ અભિનેતા હતા. સદ્ગત પિતા રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ…’ ગીતમાં તેમણે બાળ કલાકારની ભૂમિકામાં ફિલ્મના પડદે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ૧૦૭૦માં ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં પણ તેમનો અભિનય હતો, પરંતુ ૧૯૭૩માં રાજ કપૂરની જ ‘બૉબી’ ફિલ્મમાંના અભિનય સાથે તેમણે રૉમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ મેળવવાની શરૂઆત કરી હતી.
અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરનાર રિશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રફૂ ચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘લૈલા મજનૂ’, ‘કભી કભી’, ‘કર્ઝ’, ‘યે વાદા રહા’, ‘ચાંદની’, ‘હીના’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ હતો. એ ઉપરાંત, તેમણે ચરિત્ર અભિનેતા તરીકેના અભિનય પણ આપ્યા હતા જેમાં પત્ની નીતુ સાથેની ફિલ્મ ‘દો દૂની ચાર’ તથા ‘અગ્નિપથ’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નો સમાવેશ હતો. અમિતાભ બચ્ચન સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને ‘૧૦૨ નૉટઆઉટ’ તેમની સાથેની આખરી ફિલ્મ હતી.
હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.
એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.
પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.
કમલ હાસનની નવી ફિલ્મના શૂંટિંગ વખતે સેટ પર ક્રેન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં અને નવ જણ ઘાયલ થયા હતા. કમલ હાસને મૃતકોના કુટુંબી અને ઘાયલો માટે એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે રાતે થયો હતો. કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન-૨’નાં શૂટિંગ માટે સેટ ઊભો કરતી વખતે ક્રેન તૂટી પડયું હતું. એ વખતે શૂટિંગ ચાલું હતું.
આ દુર્ઘટનામાં સહાયક નિર્દેશક ક્રિશ્ર્ના, કલા સહાયક ચન્દ્રન અને પ્રોડ્કશન સહાયક મધુ મરણ પામ્યા હતા.
ક્રેન ઑપરેટર નાસી ગયો છે, પણ પોલીસે કેસ નોંધી એને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
કમલ હાસન, ફિલ્મની હિરોઇન કાજલ અગરવાલ, ધનુષ અને પ્રોડયુશરોએ આ દુર્ઘટના બદલ દિલસોજી વ્યક્ત કરી હતી. કમલ ઘાયલોને મળવા બુધવારે રાતે હૉસ્પિટલમાં ગયો હતો.
કમલે જણાવ્યું હતું કે પોતે અને ફિલ્મનો ડિરેક્ટર શંકર જો થોડી ક્ષણો અગાઉ ત્યાંથી આઘા ન ખસ્યા હોત તો અમે પણ મરણ પામ્યા હોત. ડિરેક્ટર અને કૅમેરામેન ત્યાંથી આઘા ખસ્યા અને ચાર સેક્ધડ અગાઉ હું મારી હિરોઇન સાથે ત્યાં ઊભો હતો. અમે થોડાક માટે મરતા બચ્યા છીએ અને જો અમે એ વખતે ત્યાંથી થોડાક આઘા ન ખસ્યા હોત તો આજે અમારા વિશે અન્ય કોઇ દિલસોજી વ્યક્ત કરી રહ્યું હોત.
ગુરુવારે ટ્વિટર પર એણે આ અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં અનેક અકસ્માત જોયા છે અને એમાંથી પસાર પણ થયો છું, પણ આ અકસ્માત સૌથી ભયાનક હતો. મેં મારા ત્રણ સહકર્મી ગુમાવ્યા છે.
મારા દુ:ખ કરતા મૃતકોના કુટુંબીઓનું દુ:ખ અનેકગણું હશે અને હું એમના દુ:ખમાં સહભાગી છું.
બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.
અસમ ખાતે યોજવામાં આવેલા 65માં એમોઝોન ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ને અનેક એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ વગેરે એવોર્ડ ફિલ્મ ગલી બોયને મળ્યા હતા.
એમેઝોન ફિલ્મ ફેર એવોર્ડને કરણ જોહર, વિક્કી કૌશલ અને વરુણ ધવને હોસ્ટ કર્યો હતો. જ્યારે અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્યમાન ખુરાના અને કાર્તિક આર્યનએ ધમાકેદાર પરફોર્મન્સથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
The 65th Amazon Filmfare Awards 2020 were hosted in Awesome Assam this year on February 15. The star studded event was hosted by Karan Johar, Vicky Kaushal and Varun Dhawan. ‘Gully Boy’ bagged several awards while Akshay Kumar, Ranveer Singh, Ayushmann Khurrana and Kartik Aaryan entertained the audience with some truly power-packed performances. Several Bollywood celebrities took home the prestigious Black Lady and here’s taking a look at all the winners of the 65th Amazon Filmfare Awards 2020.
ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારાઓનું સંપૂર્ણ લિસ્ટ
Best Film ‘Gully Boy’
Best Director Zoya Akhtar (‘Gully Boy’)
Best Film (Critics) ‘Article 15’ (Anubhav Sinha) ‘Sonchiriya’ (Abhishek Chaubey)
Best Actor In A Leading Role (Male) Ranveer Singh (‘Gully Boy’)
Best Actor (Critics) Ayushmann Khurrana (‘Article 15’)
Best Actor In A Leading Role (Female) Alia Bhatt (‘Gully Boy’)
Best Actress (Critics) Bhumi Pednekar (‘Saand Ki Aankh’) Taapsee (‘Saand Ki Aankh’)
Best Actor In A Supporting Role (Female) Amruta Subhash (‘Gully Boy’)
Best Actor In A Supporting Role (Male) Siddhant Chaturvedi (‘Gully Boy’)
Best Music Album ‘Gully Boy’ l Zoya Akhtar-Ankur Tewari ‘Kabir Singh’ I Mithoon, Amaal Mallik, Vishal Mishra, Sachet–Parampara and Akhil Sachdeva
Best Lyrics Divine and Ankur Tewari – Apna Time Aayega – ‘Gully Boy’
Best Playback Singer (Male) Arijit Singh…Kalank Nahi…’Kalank’
Best Playback Singer (Female) Shilpa Rao…Ghungroo…’War’
Best Debut Director Aditya Dhar – ‘Uri: The Surgical Strike’
Best Debut Actor Abhimanyu Dassani – ‘Mard Ko Dard Nahi Hota’
Best Debut Actress Ananya Pandey – ‘Student Of The Year 2’, ‘Pati Patni Aur Woh’
Best Original Story ‘Article 15’ – Anubhav Sinha and Gaurav Solanki
Best Screenplay ‘Gully Boy’ – Reema Kagti and Zoya Akhtar
Best Dialogue ‘Gully Boy’- Vijay Maurya
Lifetime Achievement Award Ramesh Sippy
Excellence In Cinema Govinda
RD Burman Award For Upcoming Music Talent Sashwat Sachdev- URI
સાઉથ કોરિયાની ‘પૅરેસાઇટ’ ફિલ્મ રવિવારે અહીં ૯૨મા ઍકેડેમી અવૉર્ડ્સના સમારંભમાં સર્વશ્રેષ્ઠ ઑસ્કર ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.
આ ઍકેડેમીના ૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જેમાં બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મને જગવિખ્યાત ઑસ્કર અવૉર્ડ મળ્યો હોય અને એ ગૌરવ ‘પૅરેસાઇટ’ ફિલ્મને મળ્યું છે.
backstage during the 89th Annual Academy Awards at Hollywood & Highland Center on February 26, 2017 in Hollywood, California.
એક તરફ, ‘પૅરેસાઇટ’ની વિજેતા-ફિલ્મ તરીકેની જાહેરાત આશ્ર્ચર્યજનક હતી ત્યારે બીજી બાજુ, સૅમ મેન્ડીસની યુદ્ધ પર આધારિત ‘૧૯૧૭’ ફિલ્મે ઘણી મોટી ટ્રોફીઓ સાઉથ કોરિયાની વિજેતા ફિલ્મને ગુમાવવી પડી હતી.
‘૧૯૧૭’ ફિલ્મ પ્રથમ વિશ્ર્વયુદ્ધ પર આધારિત છે અને એ કુલ ૧૦ પુરસ્કારો માટે નૉમિનેટ થઈ હતી. એમાં ખાસ કરીને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેકટર તથા બેસ્ટ ઑરિજિનલ સ્ક્રીનપ્લે અવૉર્ડનો સમાવેશ હતો. જોકે, ટેક્નિકલ ખૂબીઓ ધરાવતી આ ફિલ્મને છેવટે માત્ર બેસ્ટ સિનેમેટોગ્રાફી (રોજર ડીક્ધિસ), બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિગંની કૅટેગરીમાં જ પુરસ્કાર મળી શક્યા હતા. બાફ્તા તથા ગોલ્ડન ગ્લોબ્સ ખાતે આ વૉર-ફિલ્મ (‘૧૯૧૭’)ને બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેકટર નામના ટોચના બે પુરસ્કાર મળ્યા હતા.
જોકે, રવિવારે ‘પૅરેસાઇટ’ ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટિંગ અને બેસ્ટ સ્ક્રીનપ્લેના મુખ્ય ત્રણ અવૉર્ડ મેળવીને અનેકને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા.
ઍકેડેમીના વોટર્સે ‘૧૯૧૭’ ઉપરાંત બીજી એક જાણીતી ફિલ્મને પણ હરીફાઈની બહાર કરી દીધી હતી. માર્ટિન સ્કોર્સેસેની એ ફિલ્મ હતી, ‘ધ આઇરિશમૅન’ જે ગુનાખોરી પર આધારિત હતી. રોબર્ટ દ નિરો, અલ પૅચિનો અને જૉ પેસ્કી જેવા પીઢ કલાકારોના સમાવેશવાળી આ ફિલ્મ ૧૦માંથી એકેય નૉમિનેશનમાં અવૉર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.
૧૬ કરોડ ડૉલર (અંદાજે ૧૧.૪૨ અબજ રૂપિયા)ના ખર્ચે બનેલી તેમ જ અમુક વિવાદોમાં સપડાયેલી ‘સ્કોર્સેસી’ ફિલ્મને કેટલાક અવૉર્ડ મળવાની ધારણા હતી, પરંતુ એને એક પણ ઑસ્કર અવૉર્ડ નહોતો મળી શક્યો.
‘લૅડી બર્ડ’ની જેમ ‘લિટલ વિમેન’ ફિલ્મને પણ એકેય મોટો પુરસ્કાર નહોતો મળી શક્યો.
બેસ્ટ ડિરેકટરના પુરસ્કાર માટે બીજી વાર જર્વીગને અવગણવા બદલ ઍકેડેમીની ભારે ટીકા થઈ હતી.
સ્ટુડિયો કૅટેગરીમાં અલ્ફૉન્સો ક્વારૉનના ‘રોમા’ને ત્રણ પુરસ્કારો અપાયા હતા જેને પરિણામે ‘નેટફ્લિક્સ’ને ગયા વર્ષ જેવી સફળતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળતા જોવી પડી હતી.
એક બાજુ, ‘પૅરેસાઇટ’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો ત્યાં બીજી તરફ, એ નૉન-ઇંગ્લિશ હોવાથી સબટાઇટલના વિઘ્નો હોવા છતાં બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ જીતનાર એ જ ફિલ્મના બૉન્ગ જૂન હોએ પુરસ્કાર સ્વીકારતી વખતે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું હતું, ‘થૅન્ક યુ, મારા માટે આ બહુ મોટું ગૌરવ છે. મારી પત્ની હંમેશાં મારા માટે પ્રેરણા બની રહી છે અને તેનો હું આભાર માનું છું. આ ફિલ્મને આ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડનારા જે ઍક્ટરો આજે અહીં મારી સાથે છે તેમનો પણ હું આભારી છું. અમારા દેશમાં અમે ક્યારેય અમારા દેશને રજૂ કરવાના હેતુથી સ્ક્રીપ્ટ નથી લખતા. સાઉથ કોરિયાને મળેલો આ સૌપ્રથમ ઑસ્કર અવૉર્ડ છે.’
‘વન્સ અપોન અ ટાઇમ…ઇન હૉલીવૂડ’ ફિલ્મ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો પુરસ્કાર મેળવનાર ૫૬ વર્ષીય સુપરસ્ટાર બ્રૅડ પિટને ગયા વર્ષે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર મેળવનાર અભિનેત્રી રેગિના કિંગે ટ્રોફી એનાયત કરી હતી. બ્રૅડ પિટે ‘અ લિટલ લવ’ સંદેશ સાથે હૉલીવૂડના સ્ટન્ટ કૉ-ઑર્ડિનેટરો તથા સ્ટન્ટ ક્રૂઝ (સ્ટાફ)નો આભાર માન્યો હતો તેમ જ સહ-અભિનેતા લીઓનાર્દો ડીકૅપ્રિયોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
બેસ્ટ ઍક્ટરની ટ્રોફી મેળવનાર ૪૫ વર્ષીય જૉકિન ફિનિક્સ (ફિલ્મ ‘જૉકર’)એ બાફ્તા, ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન ઍક્ટર્સ ગીલ્ડ અવૉર્ડ મેળવ્યા બાદ હવે સર્વોત્તમ ઑસ્કર અવૉર્ડ મેળવવાની ઇચ્છા રવિવારે પૂરી કરી હતી. લૉરા ડર્નને જાણે બર્થ-ડે ગિફ્ટના રૂપમાં ‘મૅરેજ સ્ટોરી’ ફિલ્મમાંના અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે સોમવારે ૫૩ વર્ષની થઈ હતી. જોકે, સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ રેની ઝેલવેગરને ‘જુડી’ ફિલ્મમાંના અભિનય બદલ મળ્યો હતો. તેના માટે આ બીજો ઑસ્કર અવૉર્ડ છે. ૧૫ વર્ષ પહેલાં તે ‘કોલ્ડ માઉન્ટેઇન’ ફિલ્મમાંના રોલ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર જીતી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.