CIA ALERT

બોલીવુડ Archives - Page 5 of 14 - CIA Live

May 7, 2021
radhe_salman_release_date.jpg
1min495

ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ અને સલમાન ખાન ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ `રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai) દ્વારા થનારા નફાથી દેશમાં કોવિડ-19 રાહત કાર્ય માટે મદદ કરવા બુધવારે સંકલ્પ લીધો. સલમાન ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ 13 મેના રિલીઝ થશે અને સાથે જ આ ફિલ્મનું સ્ટ્રીમિંગ ઓટીટી અને ડીટીએચ સેવાઓ સહિત અનેક પ્લેટફૉર્મ પર કરવામાં આવશે.

પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ `રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai)પે-પર-વ્યૂ પ્રસારણ પ્લેટફૉર્મ `ઝી પ્લેક્સ` પર પણ રિલીઝ થશે. ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સ Salman Khanએ રાહત સહાયતા આપવા માટે દાન સ્ટેજ `ગિવ ઇન્ડિયા`ની સાથે ભાગીદારી કરી છે. આમાં ઑક્સીજન સિલેન્ડર, સાંદ્રક અને વેન્ટિલેટરથી લઈને જરૂરી ચિકિત્સા ઉપકરણોનું દાન પણ સામેલ છે.

બન્ને કંપનીઓએ શ્રમિકોના પરિવારોને પણ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે આ મહામારીથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સ (Salman Khan)ના એક પ્રવક્તાએ કહ્યું, “અમને આ મહાન કાર્યનો ભાગ બનીને ખુશ છીએ જેથી અમે કોવિડ-19 વિરુદ્ધ દેશની લડાઇમાં પોતાનું થોડુંક યોગદાન આપી શકશું. ગયા વર્ષથી અમે કોવિડ-19થી લડવાના પ્રયત્નોમાં સતત લાગેલા છીએ. એમાંય ખાસ વાત એ છે કે અમે એ પણ અનુભવ્યું છે કે એવી ફિલ્મની રિલીઝને અટકાવવાથી કોઇપણ પ્રકારની મદદ નહીં મળે જેની શૂટિંગ થઇ ચૂક્યપં છે. પણ આથી મળતા નફાનો ઉપયોગ મહામારીથી લડવાની દિશામાં કરવાથી જરૂર લાભ થશે.”

April 27, 2021
Oscars.jpg
1min434

૯૩માં અકાદમી એવૉર્ડ્સમાં નોમેડલેન્ડને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ‘ઑસ્કાર એવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. આજ ફિલ્મના ડિરેકટર ક્લો ઝાઓને સર્વશ્રેષ્ઠ ડિરેકટર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ જ ફિલ્મ માટે ફ્રાન્સીસ મેકડોર્માન્ડ ‘બેસ્ટ એસ્ટ્રેસ એવૉર્ડ’ જીત્યા છે. મેકડોર્માન્ડનો ફાર્ગો અને ‘થ્રી બીલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગ મિસૂરી’ પછી આ ત્રીજો એવૉર્ડ મળ્યો છે.

પીઢ અભિનેતા એન્થની હોપિક્ધસને ‘ધ ફાધર’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. હોપક્ધિસે ઓસ્કાર એવૉર્ડ સમારંભમાં હાજરી આપી ન હતી.

ભારતીય અભિનેતા ઈરફાન ખાન અને કોસ્ચ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાને ‘ઈન મેમોરિયમ’ સેગમેન્ટમાં સન્માન આપવામાં આાવ્યું હતું.

ગત એક વર્ષમાં દુનિયામાંથી એક્ઝિટ કરી ગયેલા ઈરફાન ખાન, ભાનુ અથૈયા, ચાડવિક બોઝમેન, સીન કોનોરી, ક્રિસ્ટોફર પ્લમર, ઓલિવિયા હેવિલેન્ડ, કર્ક ડગ્લાસ, જ્યોર્જ સેગલ, ડિરેકટર કોમ-કી-ડક, મેક્સ વૉન, લિડો વિગેરેને અંજલિ આપવામાં આવી હતી.

ભારતીય ફિલ્મ નિર્માત્રી સ્વાતિ થ્યાગરાજનની ‘માઈ ઓક્ટોપસ ટીચર’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી હતી. થ્યાગરાજન આ ડોક્યુમેન્ટરીના એસોસિયેટ પ્રોડ્યુસર અને પ્રોડ્કશન મેનેજર તરીકે સંકળાયેલા હતા.

ચીનથી કિશોર વયે અમેરિકા આવેલા બેસ્ટ ડિરેક્ટર કલો ઝાઓએ પોતાની સ્પીચમાં કહ્યું કે ‘વિકટ સંજોગામાં પણ ખુદની અંદર સારા ગુણો જાળવી રાખવા ભરોસો અને હિંમત ધરાવે છે અને અન્યોમાં પણ સારા ગુણો છે તેવું માનનારાઓ માટે આ એવૉર્ડ છે. હું વિશ્ર્વમાં જ્યાં પણ ગઈ હતી ત્યાં મને લોકોમાં સદ્ગુણો જ નજર આવ્યા છે.’

ડેનિયલ કાલુયાને ‘જ્યુડાસ એન્ડ ધ બ્લેક મસિહા’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ જીત્યા છે.

April 1, 2021
Kirron-Kher-Is-Suffering-From-Blood-Cancer-Confirms-Anupam-Kher-Web.jpg
1min812
Kirron Kher Is Being Treated For Cancer, "Well On Way To Recovery"

ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.

અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”

March 22, 2021
NFA.jpg
1min410

કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

March 9, 2021
Ranbir-Kapoor-Sanjay-Bhansali.jpg
1min390

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.

રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.

સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.

સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.

March 3, 2021
it_raid.jpg
1min409

બોલીવુડ સ્ટાર્સ ફરી એકવાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નૂ, ડિરેક્ટર અનુરાગ કશ્યપ, નિર્માતા મધુ મન્ટેના અને ડિરેક્ટર વિકાસ બહલના ઘરે દરોડા પાડ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે. ફેન્ટમ ફિલ્મ્સ પર કરચોરીનો આરોપ છે.

ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર યોન શોષણના આરોપો બાદ આ કંપની પતી ગઈ અને ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા. ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત આ કંપની ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ કરતી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં અભિનેત્રી તાપસી પન્નૂ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘર સહિત 22 સ્થળોએ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂણેમાં પણ ઘણાં સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ડમેન્ટના રડાર પર હાલમાં 4 કંપનીઓ છે.

February 22, 2021
saif.jpg
1min528
Image result for karina saif new born baby

કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે નવો મહેમાન આવ્યો છે. આજે રવિવારે કરિના કપૂર ખાને પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર મળતાં જ કરિના કપૂરના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરિના બીજા સંતાનની માતા બની છે. 

આ સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ પણ કરિના અને સૈફને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કરિના કપૂરે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તેણે સૈફ સાથેના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમને એ જણાવતાં ખુશી થઇ રહી છે કે અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાવવાનો છે. તમામ શુભચિંતકોની શુભેચ્છા અને સહયોગ માટે આભાર.

બીજા વખત ગર્વભતી હોવાની સમાચાર સામે આવ્યા બાદ કરિના કપૂરની સતત લેટેસ્ટ તસવીરો ચર્ચામાં રહી હતી. તેણે વર્ષ ૨૦૧૬માં પુત્ર તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. જ્યારે સૈફ અને કરિનાના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. પ્રેગ્નેન્સી દરમિયાન કરિના કપૂર લોકોને ફેશન ગોલ્સ આપતી જોવા મળી. શરૂઆતમાં કરિના કપૂર જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળતી હતી. જ્યારે તે બાદ કરિના કફ્તાન, મેક્સી ડ્રેસ અને કુર્તા અને પલાજો જેવા આઉટફિટ્સમાં જોવા મળી હતી.

ઉપરાંત કરિનાએ આ વખતે પણ પ્રેગ્નેન્સી દરમિયાન કામ ચાલુ રાખ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં કરિનાએ કહ્યું હતું કે, પ્રેગ્નેન્સીમાં મહિલાઓ કામ કેમ કરી શકતી નથી? મને આ વાત સમજાતી નથી. મેં મારી પૂરી પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે અને ડિલીવરી પછી પણ કામ કરતી રહીશ. એક્ટિવ રહેવું લાભદાયી હોય છે. તેનાથી બાળકની હેલ્થ પણ સારી રહે છે. 

January 13, 2021
sonusood.jpg
1min450

લૉકડાઉનમાં ગરીબ અને મજુરોના મસીહા બનેલા બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) સતત ચર્ચામાં હતા. પણ અત્યારે અભિનેતા મુશ્કેલીમાં સંડોવાયેલ છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું સોનુ સૂદ પ્રત્યે કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં પાલિકાએ કહ્યું કે, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે. જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે’.

Sonu Sood in Difficulty: BMC's accusation on actor- Ignoring the notice  made the residential building a hotel; Police complaint - Global Rumour

પાલિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અભિનેતા સોનુ સૂદને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. તેના પર હાઇકોર્ટે પાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. પાલિકાએ એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.

તમને જણાવી દઈએ કે, પાલિકા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર છ માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે, સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.

શરદ પવારને મળ્યો

Amid tussle with BMC, Sonu Sood meets NCP chief Sharad Pawar

દરમિયાન મંગળવારે 12 January 2021 સાંજે સોનુ સૂદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બન્ને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુ સૂદે શરદ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

December 28, 2020
rahman_mother.jpg
1min442

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. રહેમાને માતાને યાદ કરતા એમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેના પર તમામ પ્રિયજનો અને ઈન્ડસ્ટ્રીના સાથીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે અને એમને સાંત્વના આપી રહ્યા છે.

કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

એઆર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને જણાવ્યું હતું કે એમની માતાએ જ સૌથી પહેલા અનુભવ કરાવ્યો હતો કે તેઓ સંગીત ક્ષેત્રમાં પોતાનું નામ કમાવશે. ચેન્નઈ ટાઈમ્સ સાથે વાત કરતા એઆર રહેમાને કહ્યું હતું- તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.

December 9, 2020
breakdance-olympics-copy.jpg
1min545

બ્રેક ડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બની છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ પેરિસમાં 2024માં રમાનાર ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુવા દર્શકોને આકર્ષવા માટે આઇઓસીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગની રમતને પણ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતને ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવનાર હતી, જે કોરોના મહામારીને લીધે એક વર્ષ માટે સ્થગિત છે.

Break Dance - Top 10 Tale

આઇઓસીએ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સંખ્યા ટોક્યોની તુલનામાં 10 ઓછી કરી છે.’ આથી પેરિસમાં 329 ચંદ્રક સ્પર્ધા હશે. ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લીફટીંગની ચાર શ્રેણી પેરિસમાં ઓછી કરી દેવામાં આવી છે. આથી 2024ના ઓલિમ્પિકમાં ખેલાડીઓના કવોટા 10પ00 હશે. પેરિસ ઓલિમ્પિકમાં વેઇટ લિફટીંગમાં કુલ 120 ખેલાડી હશે. જે પાછલા રિયો ઓલિમ્પિકની તુલનામાં અરધાથી ઓછા હશે.’ આઇઓસીઓ કહ્યંy છે કે અમારું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ભાગીદારી આપવાનું છે. બ્રેક ડાન્સ ઓલિમ્પિકમાં બ્રેકિંગના નામે રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં સર્ફિંગની રમતનું આયોજન 1પ000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં થશે.