CIA ALERT

Alert Archives - Page 465 of 521 - CIA Live

October 11, 2018
nitishkumar.jpg
1min6200

અનામતનો વિરોધ કરીને યુવકે કાર્યક્રમમાં નીતિશ પર ચપ્પલ ફેંક્યું, જો કે ચપ્પલ દૂરથી ફેંકાયું હોવાથી નીતિશ કુમાર સુધી પહોંચ્યું નહીં

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પર પટનામાં એક કાર્યક્રમ દરમિયાન ચપ્પલ ફેંકવાની ઘટના સામે આવી છે. નિતીશ જેડીયુના યૂથ વિંગના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ચપ્પલ ફેંકનારા આરોપી વિદ્યાર્થિએ અનામતને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઘટના દરમિયાન પ્રશાંત કિશોર પણ નિતીશ કુમારની સાથે હતા. મીડિયાના રિપોર્ટ્સ મુજબ ચપ્પલ ફેંકાવાની ઘટનાથી ગુસ્સામાં આવીને જેડીયુના કાર્યકર્તાઓએ આરોપી વિદ્યાર્થીને ઢોર માર મારી, પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

આરોપી વિદ્યાર્થી ઔરંગાબાદનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવકે જણાવ્યું કે, અનામતને લઇને તે ચિંતિત છે અને ઉચ્ચ જાતિના હોવાને કારણે તેને નોકરી પણ મળતી નથી. આ વાતથી તે નાખુશ હતો.

October 11, 2018
a_k_chauhn.jpg
1min8360

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 11, 2018
Rampal_SatlokAshram.jpg
1min6670
સતલોક આશ્રમ કેસમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બન્ને કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટના નિર્ણય પહેલાં હરિયાણાનું હિસાર શહેર કિલ્લામાં ફેરવાયું હતું
19 નવેમ્બર 2014ના રોજ હિસારના બરવાલા શહેરમાં આવેલા રામપાલના સતલોક આશ્રમમાં ચાર મહિલા તેમજ એક બાળકની લાશ મળી આવતા રામપાલ તેમજ તેના 27 અનુયાયીઓની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત અન્ય કેસમાં રામપાલ અને અનુયાયીઓ વિરુદ્ધ કેસ કરાયો હતો જેમાં 18 નવેમ્બરના એક મહિલાની લાશ તેના આશ્રમમાંથી મળી આવી હતી. આ બન્ને કેસમાં રામપાલને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

 

October 11, 2018
Railways.png
1min5570

દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ

નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે  (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.

રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

October 11, 2018
pavagadh.jpg
1min15280

શહેરથી ૪૫ કિ.મી. દૂર આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી બે લાખ શ્રદ્ધાળુ ઊમટી પડ્યા હતા. આજે ભક્તોના દર્શન માટે વહેલી સવારે ૪ વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા હતાં. નવરાત્રિના પહેલા નોરતે હાલોલના માર્ગો ઉપરથી પાવાગઢ તળેટી ડુંગર તરફ લાખોની સંખ્યામાં ભક્તોની વણઝાર જોવા મળી હતી.

જય મહાકાળીના જયધોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રોપ-વે ઉડન ખટોલાની સેવા માટે પરોઢે ત્રણ વાગે બુકિંગ શરૂ કરી ચાર વાગે રોપ-વે સેવા શરૂ કરાઇ હતી. પાવાગઢ ખાતે રાત્રિના ૧૧ કલાકે નિજ મંદિરના દ્વાર બંધ કરાશે. મંદિર જવાના પગથિયાં પાસે આવેલા બાવાબજારમાં ભારે ભીડ થતી હોઇ જ્યાં અગાઉ દોરડા બાંધી સંચાલન કરાતું હતું. ત્યાં લોખંડની રેલિંગ લગાવાઇ છે. સુરક્ષાના ભાગ રૂપે દુધિયા તળાવની ફરતે પણ રેલિંગ લગાવી થાંભલા ઊભા કરી લાઇટિંગની વ્યવસ્થા કરાઈ છે.

પોલીસ તંત્ર દ્વારા માંચી તેમ જ ડુંગર પર ક્ધટ્રોલરૂમ ઊભા કરાયા છે. આકસ્મિક ઘટના માટે માચી ખાતે ૧૦૮.ફાયર બ્રિગેડ સહિત મેડિકલની ટીમ સટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

October 10, 2018
school.jpg
1min12560
  • સેલ્ફફાઇનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશન સાથે સંકળાયેલા બધી સ્કુલો રાબેતા મુજબ શરૂ રહી
  • સેન્ટ્રલ બોર્ડ તેમજ બિનગુજરાતી બોર્ડની સ્કુલોમાં (www.cialive.in) શિક્ષણ કાર્ય ધમધમતું રહ્યું
  • ગ્રાન્ટઇન એઇડ સ્કુલોએ સરકારની સૂચનાનું પાલન કર્યું
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવરાત્રીનું વેકેશન
  • જે શાળાઓએ વેકેશન આપ્યું એ પગારકાપ, ગ્રાન્ટ કાપ કે (www.cialive.in) શિક્ષાત્મક  સજાની બીકે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇ સજ્જડ કારણ વિના, કોઇ તાર્કિક દલીલ વગર આજથી શરૂ થયેલા ગુજરાતના અસ્મિતા પર્વ નવરાત્રીમાં તા.10થી તા.18 ઓક્ટોબર 2018 સુધી શિક્ષણ કાર્ય બંધ રાખીને વેકેશન પાડવાના ગુજરાતની ભાજપા સરકારના ફતવા વિરુદ્ધ (www.cialive.in) આજે સુરતમાં પ્રાઇવેટ, સેલ્ફફાઇનાન્સ, અધર ધેન ગુજરાત બોર્ડની શાળાઓ ધરાર ચાલુ રહી હતી. પ્રાઇવેટની એકેય શાળાઓએ નવરાત્રીના વેકેશનની કોઇ અસર થવા ન દીધી.

550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના (www.cialive.in) બિનજરૂરી વેકેશનને ફગાવીને આજે ધરાર ભણ્યા

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી 550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના બિનજરૂરી વેકેશનને ફગાવીને (www.cialive.in) આજે ધરાર ભણ્યા હતા. શિક્ષકો, આચાર્યો અને સંચાલકો પહેલી વખત એક મુદ્દા પર સંમત દેખાયા. રાજ્ય સરકારનો આનાથી મોટો વિરોધ કયો હોઇ શકે?

અહીં શિક્ષાત્મક પગલાંની બીકે શાળાઓમાં જબરદસ્તીનું વેકેશન

રાજ્ય સરકારના નવરાત્રી વેકેશનના આદેશનું અક્ષરસઃ પાલન જો કોઇએ કર્યું હોય તો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી www.cialive.in ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ આપીને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે. આ તમામ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને શિક્ષકોએ કચવાતા મને વેકેશન લેવું પડ્યું છે. www.cialive.in રાજ્ય સરકાર પગાર કાપી લેશે, ગ્રાન્ટ કાપી લેશે અથવા તો અન્ય કોઇ શિક્ષાત્મક પગલાં ભરશે એવી બીકના માર્યા આ સ્કુલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ www.cialive.in આપીને નવરાત્રી વેકેશન

હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારે નવરાત્રિ વેકેશન નહીં આપનાર સ્કુલોના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે એવું નિવેદન આપ્યું હતું, www.cialive.in એ નિવેદનના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે.

બીજી તરફ શાળા સંચાલકો આ મુદ્દે રાજ્ય સરકાર સામે ન્યાયીક રીતે લડવા માટે તૈયારી કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવે, એટલે તુરત જ નવરાત્રી વેકેશનના જબરદસ્તીના સોદા સંદર્ભે ખાનગી સ્કુલોના સંચાલકો કાયદેસરની લડત આપશે.

સરકાર વિરુદ્ધ ઓલની સ્થિતિ

નવરાત્રિમાં વેકેશના મુદ્દે રાજ્ય સરકાર પાસે કોઇ સજ્જડ કે તાર્કિક દલીલ નથી રહી. સરકારે આ મુદ્દે કોઇ ફોડ પણ પાડ્યો નથી. નવરાત્રી પર્વ એટલે નૃત્યોત્સવ એટલે ગરબા જે રાત્રે 9 વાગ્યા પછી જ આયોજિત થાય છે. 12 વાગ્યે સરકાર અને પોલીસ માઇક લાઉડ સ્પીકર બંધ કરાવી દે છે www.cialive.in  એટલે ગરબામાં ઉજાગરા થાય તેવી શક્યતા નથી. દિવસ દરમિયાન નવરાત્રીમાં કોઇ ઉજવણી થતી નથી. એટલે વેકેશનનો કોઇ અર્થ સરતો નથી. પરીણામે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, સંચાલકો આમ રાજ્ય સરકારના ફતવાની વિરુદ્ધ બધા જ એક થઇને ઉભા છે.

સામે પક્ષે વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો, શિક્ષકો, આચાર્યો www.cialive.in તમામ એક સૂરે તાર્કિક દલીલ એ કરી રહ્યા છે કે દિવાળી વેકેશનના ભોગે નવરાત્રિનું વેકેશન તો નહીં જ જોઇએ. દિવાળી પર્વે સુરત આવીને વસેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ, તેમજ પરપ્રાંતનો પરિવારો તેમના વતન જતા હોય છે, જો દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવે તો તેમનું આખા વર્ષનું સમયપત્રક ખોરવાય જાય તેમ છે.

October 10, 2018
garba.jpg
1min6130

ગુજરાતની અસ્મિતાની ઓળખ વિશ્વનો સૌથી મોટો સમૂહ નૃત્યોત્સવ એવા જગતજનની જગદંબાનું મહાપર્વ નવરાત્રીનો આજે તા.10મી ઓક્ટોબર 2018ને બુધવારથી પ્રારંભ થયો છે. ગુજરાતભરમાં ગામેગામ, નગરીનગરી, શહેર-શહેરમાં ઠેકઠેકાણે પ્રાચીન ગરબી મંડળના માતાજીના સ્વરૂપ સમી બાલિકાઓ ગરબે ઘૂમશે તો અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ – લાઇટ મ્યુઝિક અને જૂના-નવા ગરબા-લોકગીતોને સંગ ખેલૈયાઓ ઝૂમી ઊઠશે. બીજી તરફ માતાજીના શણગાર, ફૂલહાર, પૂજાપા સહિતની સામગ્રી ખરીદવા માટે શ્રદ્ધાળુઓની બજારોમાં ભીડ જોવા મળી હતી. નવલી નવરાત્રીનું પર્વ શાંતિ અને સલામતીના વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ છે.

નવરાત્રી રૂમઝૂમ કરતી આવી પહોંચી છે ત્યારે તેની ઊજવણી કરવા સુરત શહેરમાં હજારો વોલ્ટના સાઉન્ડ સિસ્ટમની જાહેરાત વચ્ચે કેટલાક સ્થળે સાઇલન્ટ ગરબાના આયોજન અન્ય શહેરો માટે પ્રેરક બની શકે છે. સૌરાષ્ટ્રના નગર-મહાનગરોમાં નવરાત્રી પર્વને રંગેચંગે ઊજવવા માટે તા.9મી ઓક્ટોબરની પૂર્વસંધ્યાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. નવરાત્રીની નવેનવ રાત્રે મોઘામાં મોંઘા કલાકારોને પોતાના આયોજનોમાં બુક કરી લેવામાં આવ્યા છે.

સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં નવરાત્રિ દરમિયાન સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આ વર્ષે કડક નિયમો બનાવ્યા છે. પાર્કિંગ હોય તેટલા જ પાસનું વિતરણ કરવાની સૂચનાઓ આપી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૧ પાર્ટીપ્લોટોના આયોજનામાં ઘટાડો નોંધાયો છે.

October 10, 2018
workingwomen.jpg
1min6580

ઓટોમેશન અને નવી ટેક્નોલોજીનો એરુ વૈશ્વિક સ્તરે આભડી જતાં ૧૮ કરોડ મહિલાની રોજગારી સામે જોખમ ઊભું થયું છે, તા.9મી ઓક્ટોબર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)એ એવી ચેતવણી ઉચ્ચારી છે.

વૈશ્વિક નાણાકીય સંસ્થાએ વિશ્વના નેતૃત્વને આવશ્યક કૌશલ્યથી સંપન્ન કરવી, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મીટાવવા, ડિજિટલ ભેદરેખા મીટાવવી તેમ જ કર્મચારીઓ માટે નવી ચીજો સરળતાથી શીખાય તેવી જોગવાઈ કરી આપવાનું જણાવ્યું છે.

(Symbolic Photo)

બાલીમાં વિશ્ર્વ બેન્કની અને વાર્ષિક આઇએમએફની મીટિંગ દરમિયાન બહાર પાડેલી નોંધમાં આઇએમએફે કહ્યું હતું કે ૩૦ દેશના અંદાજને આધારે મહિલાઓ નોકરી ખોઈ બેસે એવી શક્યતાઓ છે. આ ૩૦ દેશમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશો, સાયપ્રસ તેમ જ સિંગાપોરનો સમાવેશ થાય છે.

નવી ટેક્નોલોજીને લીધે મહિલાઓ દ્વારા સામાન્ય પણે કરાતી કામગીરીની માગ ઘટે તેમ જ શ્રમ બજારની સહભાગીતા ઘટે તેવી શક્યતા છે. મહિલા કાર્યકારી દળનો મોટો હિસ્સો નોકરી ખોવાનું જોખમ પુરુષો કરતાં વધારે ધરાવે છે. (૧૧ ટકા વિરુદ્ધ ૯ ટકા). ઉક્ત દેશોમાં ૨.૬ કરોડ મહિલાઓની નોકરી સામે ભારે જોખમ ઊભું થયું છે.

October 10, 2018
sarsana1-1280x720.jpg
1min12200
  • અરિહંત ગ્રુપ દ્વારા એશિયાની બિગેસ્ટ
  • કરીંગટોન નવરાત્રી2018નું સરસાણા એસી ડોમ ખાતે ભવ્ય આયોજન
  • બોલીવુડ અને ઢોલીવુડના સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર નવ દિવસ સુધી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે
  • દરરોજ 15 હજાર ખેલૈયા
  • મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમની ટીમ

સુરત : ગુજરાતનું મહાપર્વ ગણાતો નવરાત્રિ મહોત્સવની આ વર્ષે પણ સુરતીઓ રંગેચંગે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતીઓ માટે નવરાત્રિની નવલી રાતોને ગરબામય બનાવવા માટે સુરતના અરીહંત ગ્રુપ દ્વારા સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એરકન્ડીશન્ડ ડોમમાં ભારતની જ નહીં બલ્કે એશિયાની અનોખી નવરાત્રિનું સેલિબ્રેશન થશે, એશિયામાં એરકન્ડીશન્ડ અને બેસ્ટ એમ્બિયન્સ સાથે સૌથી મોટી નવરાત્રી પણ આ જ ગ્રુપની મનાય છે. અરીહંત ગ્રુપ પ્રેઝેન્ટ કરીંગટોન નવરાત્રી મહોત્સવમાં સતત નવ દિવસ સુધી બોલીવુડ અને ઢોલીવૂડના સિંગર તેમજ મ્યુઝિક ડીરેક્ટર પોતાના સુર અને તાલ રેલાવીને ગરબાના તાલે સુરતીઓને નચાવશે.

આ વ્યક્તિના આયોજનને લીધે સુરત નવરાત્રિ માટે આખા દેશ-વિદેશોમાં વખણાય રહ્યું છે

(હિરેન કાકડીયા, જી-નાઇન ગ્રુપ, નવરાત્રી આયોજક સરસાણા એ.સી. કન્વેન્સન સેન્ટર, સુરત)

હિરેન કાકડીયા. આમ તો નવું નામ નથી. પણ આ વ્યક્તિના આયોજનને લીધે છેલ્લા 2 વર્ષથી સુરતનું નામ નવરાત્રિના સમયે ભારતમાં જ નહીં બલ્કે દેશ-વિદેશમાં વખણાય છે. સુરત નવરાત્રિ માટે જ્યારે સર્ચ એન્જિન પર સર્ચ કરો કે કોઇ દક્ષિણ ગુજરાતના કોઇ એન.આર.આઇ.ને પૂછીએ તો તરત જવાબ મળે કે સરસાણા કન્વેન્શન સેન્ટર, અથવા તેનો ફોટો દેખાડે. જી હા. આ હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં. સુરતની નવરાત્રિ પણ હવે અમદાવાદ-વડોદરાની જેમ વખણાય રહી છે. એવું કહી શકાય કે સુરતમાં ઇન્ડોવેસ્ટર્ન નવરાત્રિની ધૂમ હોય છે. વડોદરા અને અમદાવાદમાં શાસ્ત્રીય (ક્લાસીકલ) બેઝ નવરાત્રિ રમાતી હોય છે જ્યારે સુરતમાં હાઇફાઇ સાઉન્ડ, ઇન્ડો વેસ્ટર્ન વેયરીંગ્સ અને એરકન્ડીશન્ડ પ્લે એરીયાને લીધે સુરતની નવરાત્રિ હાલમાં વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની છે અને તેનું કારણ પણ આયોજક હિરેન કાકડીયા અને તેમની ટીમ બની છે. છેલ્લા બે વર્ષથી હિરેન કાકડીયા સુરતના કન્વેન્શન સેન્ટરમાં નવરાત્રિનું જડબેસલાક આયોજન કરી રહ્યા છે.

  • પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલનું આકર્ષણ હશે

આ અંગે આયોજક હિરેન કાકડિયા અને વિલાસ પટેલે જણાવ્યુ હતું કે આ વર્ષે સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એસી ડોમમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 15 હજાર ખેલૈયા ઉપસ્થિત રહેશે. વિશેષ વાતએ છે કે આ ખુલ્લી એસિ ડોમ હોવાની સાથે વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં વિઘ્નરૂપ નહીં બને. જેમાં મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમના બેન્ડ સાથે ખેલૈયાઓને ડોલાવસે તેમજ પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલ ગરબાના સૂર અને તાલ રેલાવશે. લોકોમાં શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થાની સાથે જ શ્રેષ્ઠ સાઉન્ડ સીસ્ટમ,આકર્ષક લાઈટીંગ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું નહિ પણ ખેલૈયાઓ માટે ઇનામોની પણ વણઝાર રહેશે.

 

October 9, 2018
surat_police.jpg
1min22770

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6