11-12 સાયન્સમાં ફ્યુજન વર્લ્ડ અને 4 શાળાઓ 150 તેજસ્વી વિદ્યાર્થીઓને મફત ભણાવશે
કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વસિષ્ઠ જેનેસીસ સ્કુલ-બારડોલી, નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ અને હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ, પૂણાગામ, સુરત એમ ચાર શાળાઓએ અને પાંચમી સંસ્થા ફ્યુજન વર્લ્ડનું એક ગ્રુપ રચાયું છે જે શહેરમાં ધો.11-12 સાયન્સનું ગુણવત્તાસભર એજ્યુકેશન પુરૂં પાડી રહ્યું છે. ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં ધો.11-12 સાયન્સનું શાળાકીય શિક્ષણ ઉપરાંત મેડીકલ તથા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની નીટ-જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓનું પણ ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ પૂરૂં પાડવામાં આવે છે. જેમણે ધો.11-12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અદભૂત યોજના લોંચ કરી છે. જેમાં તેજસ્વી હોય અને જેમના માબાપ ધો.11-12 સાયન્સમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોય તેવા વિદ્યાર્થીઓને ધો.10ના મેરીટના આધારે પ્રવેશ આપીને બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી 4 શાળાઓમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય કોઇ ટ્યુશન કે કોચિંગ નહીં લેવું પડે
- ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓ
- કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય,
- બારડોલી સ્થિત વસિષ્ઠ જેનેસીસ સ્કુલ
- નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ
- પૂણાગામ સુરત સ્થિત હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ
ફ્યુજન વર્લ્ડ એ એવી શાળાઓનું સંગઠન છે જે ધો.11-12 સાયન્સ પછી આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બાયોલોજી ગ્રુપમાં નીટ (મેડીકલ-ડેન્ટલ-હોમિયોપેથી-આયુર્વેદિકમાં પ્રવેશ માટે) અને જેઇઇ મેઇન્સ તથા એડવાન્સ્ડ (આઇ.આઇ.ટી, એન.આઇ.ટી., ત્રિપલઆઇટી જેવી રાષ્ટ્રીય મહત્વતા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની) પરીક્ષાની તૈયારી કરાવે છે. ચારેય સંસ્થાઓમાં નિવડેલા શિક્ષકો, પોતાને સતત અપડેટ રાખતા શિક્ષકો, પોતાનું જ્ઞાન વધે તેવા સતત પ્રયાસો કરતા શિક્ષકો દ્વારા વિજ્ઞાન પ્રવાહ તેમજ પ્રવેશ પરીક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે.
ફ્યુજન વર્લ્ડ સાથે જોડાયેલી ચારેય સ્કુલો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત ધો.11-12 શાળાકીય શિક્ષણ તેમજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાની તૈયારી પણ કરાવશે.
ફ્યુજન વર્લ્ડ સાથે જોડાનારા વિદ્યાર્થીઓએ ધો.11-12 સાયન્સમાં અભ્યાસ માટે કે કોઇપણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખાનગી કે વધારાનું ટ્યુશન લેવાની કે કોચિંગ ક્લાસીસમાં જોડાવાની બિલકુલ જરૂર નહીં રહે.
તેજસ્વી હોય તેવા 150 ગરીબ વિદ્યાર્થીઓને કલ્પ 150 અન્વયે બિલકુલ ફ્રી ભણાવાશે પણ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય
ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરવા ઇચ્છુક તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ આર્થિક રીતે ધો.11-12 સાયન્સનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે કલ્પ 150 યોજના લોંચ કરી રહ્યા છે. ધો.10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કલ્પ 150 યોજનામાં સામેલ થવું હોય તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ યોજનામાં ધો.10માં ટોપ મેરિટ ધરાવતા પ્રથમ 150 વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવશે. ફ્યુજન વર્લ્ડ કલ્પ 150 યોજનામાં રજિસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે થઇ શકે છે.
કલ્પ 150 યોજના માટે અહીં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય
કલ્પ 150 યોજનાનો લાભ લેવા ઇચ્છતા તેજસ્વી અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ
ફોન નં. 9727 99 1009 તેમજ 9624 39 1009
Website for online Registration www.fugenworld.com
ફ્યુજન વર્લ્ડના નીચે મુજબના પોસ્ટરમાં કલ્પ 150 યોજના અંગેની સઘળી માહિતી દર્શાવવામાં આવી છે.

