CIA ALERT

Alert Archives - Page 378 of 521 - CIA Live

April 28, 2019
gujarat_map-1280x1023.png
1min5880

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણીમાં આ વખતે શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ઊંચું મતદાન કરતા ભાજપના નેતાઓએ હવે આ બેઠકોની નવેસરથી સમીક્ષા શરૂ કરી છે. રાજ્યની સાત જેટલી બેઠકો પર ગ્રામ્ય વિસ્તારના મતદારો હાર- જીતનો ફેંસલો કરે છે.

ગામડામાં પાણીની અછત, પાકવીમા, જમીન માપણી જેવા મુદ્દે ખેડૂતો, પશુપાલકોમાં પહેલાથી જ સરકાર સામે રોષ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભાજપના 150 બેઠકો મેળવવાના મિશનને તોડી પાડ્યું હતું અને કમળ 100 બેઠકોની અંદર સીમટાઇ ગયું હતું. અમદાવાદ- ગાંધીનગરની ત્રણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, સુરત, બારડોલી, નવસારી, વલસાડ, ભાવનગર, જામનગર, રાજકોટ એમ 13 લોકસભા બેઠકોમાં સૌથી વધારે શહેરી, અર્ધ શહેરી મતદારો છે.

જ્યારે બાકીની 13 પૈકી 7 લોકસભા બેઠકોમાં સૌથી વધુ ગ્રામ્ય મતદારો છે. કચ્છમાં ભુજ- ગાંધીધામ શહેરીક્ષેત્રમાં 58 અને 53 ટકા મત પડયા છે. તેના કરતા સામે અબડાસા, માંડવી, અંજારમાં મતદાન વધ્યું છે. લોકસભામાં પાટીદારોના વર્ચસ્વવાળા મોરબી 63 ટકા વોટ પડયા છે. મોરબીમાં વિધાનસભા બેઠક કૉંગ્રેસ પાસે છે જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠકમાં પાલનપુર- ડીસા શહેરમાં સૌથી ઓછું મતદાન થયું છે.

થરાદ, દિયોદર, ધાનેરા, દાંતા, વાવના ગામોમાં ઊંચું મતદાન થયું છે. થરાદને બાદ કરતા બાકીના પાંચેય વિધાનસભા મતક્ષેત્રો કૉંગ્રેસના છે. પાટણ બેઠકમાં ચાણસ્મા, પાટણ, સિદ્ધપુરના અર્ધ શહેરી ક્ષેત્રોમાં કરતા ગ્રામ્ય બુથોમાં મતદાન વધ્યુ છે. વડગામ, કાંકરેજ, રાધનપુરમાં 62-65 ટકા મતો પડયા છે. ચાણસ્મા અને ખેરાળુને બાદ કરતા બાકીની પાંચ વિધાનસભા બેઠકો કૉંગ્રેસ પાસે છે.

એવી જ રીતે સાબરકાંઠા લોકસભા બેઠકમાં હિંમતનગર, ઈડર જેવા અર્ધ શહેરી મતક્ષેત્રો સામે ખેડબ્રહ્મા, ભિલોડા, બાયડ, પ્રાંતિજ જેવા આદિવાસી, ખેતી, પશુપાલન ક્ષેત્રે સકંળાયેલાં મતદારોનું ત્રણથી પાંચ ટકા મતદાન વધ્યું છે. ભાજપ શાસિત જૂનાગઢના શહેરી વિસ્તારમાં જ 60 ટકા મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં 63 થી 70 ટકા સુધી મતદાન થયું છે.

અમરેલી લોકસભા બેઠકમાં મુખ્ય શહેર ઉપરાંત સાવરકુંડલા જેવા નાના શહેરોને સમાવતી વિધાનસભાઓ કરતા મહુવા, રાજુલાના ગ્રામ્યક્ષેત્રોમાં વોટિંગ વધ્યું છે. છોટાઉદેપુરમાં ભાજપના ગઢ હાલોલમાં 73 ટકાની સામે કૉંગ્રેસ પાસે રહેલા નાંદોદ, પાદરા, જેતપુર, છોટાઉદેપુર એમ ચાર વિધાનસભાના સાવ ગ્રામ્ય, આદિવાસી મતક્ષેત્રમાં જ સરેરાશ 73 ટકા વોટ પડયા છે.

April 28, 2019
srilanka.jpg
1min8040

અમેરિકાએ પોતાના નાગરિકોને શ્રીલંકાના પ્રવાસે જવા સામે ચેતવણી આપી હતી. શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે થયેલા 8 ધડાકા અને હજી વધુ ત્રાસવાદી હુમલા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી અપાઇ હતી.

શ્રીલંકામાં ગયા રવિવારે 3 ચર્ચ, 3 પંચતારક હૉટેલ, એક પ્રાણીબાગ પાસે અને એક ઇમારતમાં થયેલા કુલ 8 ધડાકામાં ઓછામાં ઓછા 359 લોકો માર્યા ગયા હતા અને પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે શ્રીલંકાના પ્રવાસના જોખમનું સ્તર શુક્રવારે વધારીને ‘ત્રીજા સ્તર’નું કર્યું હતું. આ ઉપરાંત, શ્રીલંકામાં રહેતા જે અમેરિકાના સરકારી કર્મચારીઓના બાળકો શાળામાં જતાં હોય તેઓને સ્વદેશ જવાની સલાહ અપાઇ હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠનો શ્રીલંકામાં ફરી હુમલા કરે એવી શક્યતા છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાં પરિવહન કેન્દ્રો, બજારો, શૉપિંગ મોલ્સ, સરકારી કચેરીઓ, હૉટેલ્સ, ક્લબ્સ, રેસ્ટૉરાં, ધાર્મિક સ્થળો, બગીચા, મોટા સ્પૉટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ, વિમાનમથકો, હૉસ્પિટલો અને અન્ય જાહેર સ્થળે ત્રાસવાદી હુમલા થઇ શકે છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાંની સલામતીને લગતી હાલની પરિસ્થિતિને કારણે અમેરિકી નાગરિકોને તાકીદની સેવા પૂરી પાડવાની અમેરિકી સરકારની ક્ષમતા મર્યાદિત છે.

April 28, 2019
heatwave.jpg
1min6750

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

April 27, 2019
heatwave.jpg
1min5060

સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે, 44.2, કંડલા 44.1 અને અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટ 43.6 ડિગ્રીએ ધખધખ્યું

રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહ્યું છે. સુરેન્દ્રનગર આજે 44.4 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.’ રાજ્યના અન્ય શહેરોના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.
અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, જામનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન આગામી બે દિવસમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
શનિ-રવિવારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને લઇને’ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.27 અને 28 એપ્રિલના રોજ’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની’ રહેશે. આ બે’ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. વધતી જતી ગરમીને લઇ 108 ઇમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનાગર સમગ્ર જિલ્લામાં શનિવારે સીઝનની મહત્તમ ગરમી નોંધાઇ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આટલી ઉંચી ગરમીને કારણે સવારથી જ રસ્તાઓ પર સ્વયંભુ કરર્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સોરઠમાં એકાએક ગરમીમાં આવેલાં ઉછાળામાં વિક્રમી 43 ડિગ્રી મહત્તમ’ તાપમાન શનિવારે પણ નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી જતાં મોડાસા સહિતના શહેરોમાં કુદરતી કરફયુ જોવા મળ્યો હતો. જિલ્લામાં હીટસ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી પહોંચી જતાં આ સીઝનની વિક્રમી ગરમી નોંધાઇ હતી.
શહેરમાં 41 ડિગ્રી ગરમીએ તોબા પોકારાવી હતી ઉપરથી વીજ કાપ લાદવામાં આવ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
કચ્છ કાળઝાળ ગરમીથી લાલચોળ બની ગયું છે. પારો વર્ષોનો વિક્રમ વટાવવા આગળ વધી રહ્યો હોય તેમ આજે 44.2 ડિગ્રી તાપમાને ભુજ જાણે ભડકે બળ્યું હતું. કચ્છના અન્ય શહેરો પણ કાળઝાળ ગરમીમાં શેકાયા હતાં.
April 27, 2019
bitcoinamrely.jpeg
1min5910

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જોખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.

ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.

April 27, 2019
narayan.jpg
1min12400

લાંબા સમયથી દુષ્કર્મ સહિતના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસની છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ સુરતની સ્થાનિક અદાલતે નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો.

April 27, 2019
jalsankat.jpg
1min6120

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 27, 2019
N-Chandrababu-Naidu.jpg
1min9990

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રાબાબુ નાયડુએ ભારતીય ચૂંટણી પંચને અરજ કરી હતી કે ‘રાજ્યના વડા ચૂંટણી અધિકારી તેમના હદક્ષેત્રને ન વટાવે અને રાજ્ય સરકારની ગતિવિધિમાં અવરોધો ઊભા ન કરે એવો તેમને આદેશ આપો.’

નાયડુએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે જેમાં તેમણે આંધ્ર પ્રદેશના વડા ચૂંટણી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. 

નાયડુની ફરિયાદ એ છે કે આ અધિકારીએ મીડિયામાં અભદ્ર અને મનસ્વી ટિપ્પણી કરતા કહ્યું હતું કે ચૂંટણીના સમયગાળા દરમિયાન પોતાના વિભાગોની સમીક્ષા કરવાની મુખ્ય પ્રધાન પાસે સત્તા જ નથી.’

આંધ્ર પ્રદેશમાં 11મી એપ્રિલે વિધાનસભા તેમ જ લોકસભાની બેઠકો માટેનું મતદાન થયું હતું અને એના પરિણામો 23મી મેએ જાહેર થશે. નાયડુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘મેં પીવાનું પાણી, પોલાવરમ પ્રૉજેક્ટ, નવા પાટનગરનું બાંધકામ જેવા વિભાગોની સમીક્ષા મતદાન પછી શરૂ કરી હતી, પરંતુ વડા ચૂંટણી અધિકારીની કમેન્ટ્સ સાંભળીને મને આંચકો લાગ્યો હતો તેમ જ નવાઈ પણ લાગી હતી.

તેમને આવી કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી, કારણકે મુખ્ય પ્રધાન આવી મીટિંગોની સમીક્ષા ન કરી શકે એવી આચારસંહિતાને લગતી કોઈ જોગવાઈ હવે નથી.’

April 26, 2019
sunstroke.jpg
1min110660

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 26, 2019
sabji_market-1280x720.jpg
1min8210

તોબા તોબા પોકારાવતી ગરમીએ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા છે ત્યારે જીવનજરૂરી એવા શાકભાજીના ભાવ પણ ખૂબ વધી જતાં ઘર ઘરનાં બજેટ વેરણછેરણ થઇ ગયાં છે. બધાં જ શાકભાજી મોંઘાદાટ થઈ ગયાં છે એટલું જ નહીં શાકભાજીની ગુણવત્તા પણ નબળી આવતી હોવાથી ગૃહિણીઓ રોજ શું બનાવવું તેની ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રભરમાં કોઈ શાક એક કિલોએ રૂ. 60થી સસ્તું નથી. મહિલાઓ 250 અને 500 ગ્રામ ખરીદીને ચલાવી રહી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનાં વાવેતર સાવ નબળાં રહ્યાં છે. એ કારણે ઉનાળાના આરંભથી જ શાકભાજી મોંઘાં છે. હવે ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડ કદની દૃષ્ટિએ ઘણું મોટું છે. જ્યાં સામાન્ય રીતે શાકભાજીની બેશૂમાર આવક થતી હોય છે. જોકે અત્યારે ફક્ત બટાટા અને ડુંગળીની જ નોંધપાત્ર આવક છે. એ સિવાયના તમામ શાકભાજી શોધવા પડે તેમ છે.
જથ્થાબંધ ભાવોમાં પાંખી આવકને લીધે કાગડાં ઉડતા હોય એવી સ્થિતિ છે. ફ્લાવરની આવક જ સામાન્ય દેખાય એવી છે. એ સિવાય તમામ શાકભાજી પૂરાં પચ્ચાસ ક્વિન્ટલ પણ આવતાં નથી! રાજકોટ યાર્ડમાં આજે રીંગણાની 37 ક્વિન્ટલની આવક હતી. કોબીજ 28 ક્વિન્ટલ, ફ્લાવર 250 ક્વિન્ટલ, ભીંડા 30 ક્વિન્ટલ, ગુવાર 35 ક્વિન્ટલ, દૂધી 30 ક્વિન્ટલ અને ગાજર 25 ક્વિન્ટલ આવ્યા હતા. એ સામે ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ અને બટાટાની 9500 ક્વિન્ટલની આવક હતી.
શાકભાજીના ભાવ pef K.G.
શાક”” માર્કેટ યાર્ડનો ભાવ””” રિટેઇલ ભાવ
લીંબું”’ રૂ. 70-80””’ રૂ.125-130
ગુવાર” રૂ. 60-80””’ રૂ. 115-130
ભીંડા” રૂ. 40-50””’ રૂ. 90-100
દૂધી”” રૂ. 15-25””’ રૂ. 35-55
રીંગણા રૂ. 12-18””’ રૂ. 30-50
ટમેટાં” રૂ. 7-12”””’ રૂ. 30-60
કોબીજ રૂ. 8-12”””’ રૂ. 35-45
ફ્લાવર રૂ. 12-15””’ રૂ. 60-80