CIA ALERT

Alert Archives - Page 367 of 512 - CIA Live

May 2, 2019
Labor-1280x850.jpg
1min13570

સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે એક અભ્યાસ મુજબ દરરોજ કામના સ્થળે 38 જેટલા કામદારોના અકસ્માતે મોત થાય છે. વિશ્ર્વ કામદાર સ્મૃતિ દિને આ બાબત જાહેર થઈ હતી કે, સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી.

જ્યારે રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો સર્જાયા હતા. જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કામદારોના કલ્યાણ માટે સેસ કલેકશનરૂપે રૂ. 2200 કરોડની જંગી રકમ એકઠી કરી છે, પરંતુ તેમાંથી નજીવું કહી શકાય તેવી રીતે માત્ર 44 કામદારોના મોતના કિસ્સામાં જ પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.

કુલ આંકડા મુજબ 990 મોત અને 415 ઈજાગ્રસ્ત થયા હતા. કામદાર સંગઠનના મુજબ રાજ્યમાં જેટલા પણ અકસ્માતના કેસ બને છે તેમાં માત્ર જાણવાજોગ નોંધ થાય છે. મોટાભાગના કિસ્સામાં કોઈ જ એફઆઈઆર થતી નથી. બાધકામક્ષેત્ર અકસ્માતનો ભોગ બનતા મજૂરો મોટા ભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તેમજ પરપ્રાંતીય શ્રમિક હોય છે. અકસ્માતને પગલે મજૂરોના આશ્રિતો વળતર માટે વલખા મારવા પડે છે. જો રાજ્ય સરકારના શ્રમયોગી બોર્ડ દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટ પર નોંધાયેલા મજૂરના અકસ્માતે મૃત્યુના બનાવમાં આશ્રિતોને રૂ. 3 લાખ આપવાની અને બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા શ્રમિકને રૂપિયા દોઢ લાખ આપવામાં આવે તો મજૂરોના પરિવારજનોને વલખા મારવા ન પડે. આમ મજૂરોને સરકાર દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મજૂરના હિતમાં આજદિન સુધી આવ્યો નથી.

May 2, 2019
fani.jpg
1min5860

ઓડિશામાં ‘ફોની’ નામના વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કર સહિતના સંરક્ષણ દળોને સાબદા કરાયા હતા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ અપાયો હતો. ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની માઠી અસર થવાની શક્યતા છે. મંદિરોનાં શહેર જગન્નાથ પુરીમાં ત્રીજી મેએ બપોરે વાવાઝોડું કલાક દીઠ 175થી 200 કિલોમીટરની ઝડપે ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં નૌકાદળ, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને અગ્નિશામક દળના જવાનોને તેમ જ મુલકી વહીવટીતંત્રને સંભવિત વાવાઝોડાથી સર્જાનારી તારાજીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. દરમિયાન, ચૂંટણી પંચે કુદરતી આફતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી કરવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઇ હળવી બનાવી હતી.

અગાઉ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચૂંટણી પંચને રાજ્યમાંના કાંઠાના બધા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા ઉઠાવી લેવા વિનંતિ કરી હતી. પુરીમાંથી પર્યટકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચના અપાઇ હતી.

May 2, 2019
political_parties.jpg
1min6280

રાજકીય પક્ષો તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચની જાહેરાત કરે તેને લગતી માર્ગદર્શિકાનો અમલ થાય તેની ખાતરી કરવાની તેમની સત્તા અંગે જાણકારી આપતું સોગંદનામું દાખલ કરવાનો દિલ્હી હાઈ કૉર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભામ્ભાનીએ સોગંદનામું રજૂ કરવાની ચૂંટણી પંચને છેલ્લી તક આપી હતી અને કહ્યું હતું કે જો ચૂંટણી પંચ એમ કરવામાં નિષ્ફળ જશે તો કૉર્ટ આદેશ બહાર પાડશે.

આ બાબત છેલ્લાં પાંચ વર્ષથી અનિર્ણિત પડી રહી હોવાની તેમ જ આ મામલે સોગંદનામું દાખલ કરવા ચૂંટણી પંચને ફેબ્રુઆરીમાં આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેમણે તેનો અમલ ન કર્યો હોવાની કૉર્ટે નોંધ લીધી હતી. અરજકર્તા એનજીઓ અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કૉર્ટમાં હાજર રહેલા ઍડવોકેટ અરવિંદ નિગમે દલીલ કરી હતી કે રાજકીય પક્ષો આવકવેરાનું રિટર્ન ફાઈલ નથી કરતા, પરંતુ છૂટનો દાવો કરે છે માટે આ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.

આ મામલે આગામી સુનાવણી માટે 16 જુલાઈ મુકરર કરવામાં આવી છે.

May 2, 2019
masood1.jpg
1min6510

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)એ બુધવારે (01/05/2019) પાકિસ્તાનમાંના જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્ર્વિક ત્રાસવાદી’ જાહેર કર્યો હતો. અગાઉ, ચીને મસૂદ અઝહરને બ્લૅકલિસ્ટ કરવાની (કાળી યાદીમાં મૂકવાની) દરખાસ્ત સામે પોતાના દ્વારા ટૅક્નિકલ કારણ આપીને ઊભું કરાયેલું વિધ્ન દૂર કરતા માર્ગ મોકળો થયો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક પ્રતિબંધ માટેની યાદીમાં મૂકવા માટેની કાર્યવાહીમાં ટેકો આપનારા દેશોના આભારી છીએ.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરતા હવે તેની અસ્કયામત સ્થગિત કરાશે અને તેના પર (અન્ય દેશમાં) મુસાફરી કરવા પર તેમ જ તેને શસ્ત્રો અને ભંડોળ આપવા પર પ્રતિબંધ મુકાશે. ફ્રાંસ, યુકે અને અમેરિકાએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ચીન આ દરખાસ્ત સામે ટૅક્નિકલ કારણ રજૂ કરીને અવારનવાર વિઘ્ન નાખતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રતિબંધ મૂકતી સમિતિના સભ્યો સર્વસંમતિથી નિર્ણય લે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે પણ તાજેતરમાં બીજિંગ ખાતે જણાવ્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુદ્દો સલાહમસલતથી જલદી ઉકેલીશું.

અગાઉ, ચીને જૈશે મહંમદના વડાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સામે છેલ્લે 13મી માર્ચે વિઘ્ન નાખ્યું હતું અને તે પસાર થતાં અટકાવી હતી.

મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેની ચોથી દરખાસ્ત 13મી માર્ચે રજૂ કરાઇ હતી. જૈશે મહંમદના વડા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લાં દસ વર્ષથી પ્રયાસ થઇ રહ્યા છે. ભારતે આવી એક દરખાસ્ત 2009માં જાતે રજૂ કરી હતી અને તે પછી 2016માં આવી વધુ એક દરખાસ્ત અમેરિકા, ફ્રાંસ અને યુકેના ટેકાથી રજૂ કરાઇ હતી.

April 30, 2019
vnsgu_logo.jpg
2min11850

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 733 / 2019
B.A. (FIFTH SEMESTER) Examination, MARCH – 2019
——————————————————————————-

The following candidates are hereby declared successful at the
B.A. (FIFTH SEMESTER)
Examination held by this University in MARCH – 2019

SUCCESSFUL Nos. :

2 3 4 6 7 8 10 11 12 14 15 16
18 20 21 22 23 24 25 26 31 32 35 36
37 41 44 45 50 52 55 56 57 58 60 61
63 64 67 71 72 73 76 77 78 80 81 82
87 90 91 92 93 95 97 98 99 100 102 103
106 109 111 112 113 115 116 117 118 119 120 121
123 124 129 130 131 132 136 137 139 144 146 147
148 149 151 153 154 155 156 158 159 161 163 173
174 177 178 180 181 183 184 185 186 187 191 194
196 197 199 200 202 203 204 205 206 207 208 209
210 212 214 215 218 219 220 222 224 225 226 227
228 229 231 232 234 237 238 241 245 248 249 250
254 256 257 259 267 271 274 275 276 277 278 279
280 282 283 284 287 288 289 290 293 295 302 303
304 305 306 308 309 310 314 315 317 320 323 324
326 331 332 333 334 335 340 341 344 346 347 348
349 367 368 369 370 371 372 373 374 380 382 384
385 386

The result of the following candidates is held in RESERVE as their
cases fall under unfairmeans : 79 104 296 298

TOTAL RESULT : 58.52 %
TOTAL PASS : 206
FAIL : 146
ABSENT : 30
RESERVE : 4

No. Exam/BA/6191/of 2019,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
30 April 2019

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

 

 

——————————————————————————-
Veer Narmad South Gujarat University Surat PAGE:- 1
Result Notification No. : 725 / 2019
B.Sc.(HOME SCIENCE)( FIFTH SEMESTER )(REGULAR & SELF FINANCE) Examination, MARCH-2019
——————————————————————————-
The following candidates are hereby declared successful at the B.Sc.
(HOME SCIENCE)( FIFTH SEMESTER ) Examination held by this University in MARCH-2019

PASS :

9001 9003 9004 9005 9007 9008 9009 9013 9014 9016 9017 9020
9021 9025 9033 9043 9045

The result of the following candidates is held in RESERVE as their
cases fall under unfairmeans :

9018

TOTAL RESULT : 37.78 %
PASS : 17
FAIL : 28
ABSENT : 1
RESERVE : 1
—————————————————————————————
The following candidates are hereby declared successful at the B.Sc.(HOME SCIENCE)
( FIFTH SEMESTER ) (SELF FINANCE)Examination held by this University in MARCH-2019

PASS :

9502 9505

TOTAL RESULT : 40.00 %
PASS : 2
FAIL : 3

No. Exam/BSC/6111/of 2019,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
29 April 2019

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

April 30, 2019
Narayan.jpeg
1min12120

સાધિકા પર દુષ્કર્મ કરવાના કેસમાં સુરત જેલમાં છેલ્લા પાંચેક વર્ષથી સબડી રહેલા આશારામનો રેપિસ્ટ પુત્ર નારાયણ સાઇને આજે આખરે સુરત સેસન્સ કોર્ટે સજા સંભળાવી હતી. સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં કોર્ટે સજાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે નારાયણ સાઇને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ તેમજ તેના સહયોગીઓ સાધિકા બહેનો ગંગા, યમુના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડ્રાઇવર રમેશ મલહોત્રાને ને છ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કરાયો છે.

  • કોર્ટના ચુકાદામાં શું શું
  • નારાયણ સાઇને આજીવન કેદ અને રૂ.1 લાખનો દંડ
  • ગંગા, યમુના અને હનુમાન, ત્રણેયને 10 વર્ષની કેદની સજા
  • ડ્રાઇવર રમેશ મલહોત્રાને 6 મહિનાની કેદની સજા અને રૂ.500નો દંડ
  • પીડીતાને રૂ.5 લાખની સહાય

ગત સપ્તાહે સેશન્સ કોર્ટે નારાણય સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેની સજાની સુનવણી આજે તા.30મી એપ્રિલ પર મુકરર કરી હતી. આજે સવારથી જ કોર્ટ સંકુલમાં નારાયણ સાઇના કેસના હિયરીંગને લઇને ઘણી ચહલપહલ જોવા મળી હતી. સાંજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો.

પાછલા 5 વર્ષ કરતા વધુ સમયથી જેલના સળિયા ગણી રહેલા આસારામના દીકરા નારાયણ સાંઈ સામેના દુષ્કર્મના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે મોટો મને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. નારાયણની સાથે ગંગા, જમુના અને હનુમાન પણ આ કેસમાં દોષિત ઠેરવાયા છે. ગંગા અને જમુના નારાયણ સાંઈની સાધિકા છે અને તેમણે દુષ્કર્મમાં નારાણય સાંઈનો સાથ આપ્યાના દોષિત ઠર્યા છે. નારાણય સાંઈ સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેની પર વર્ષ 2002 થી 2005ની વચ્ચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં 6 ઓક્ટોબરના રોજ નોંધાવવામાં આવી હતી. ફરીયાદના અનુસંધાને નારાયણ સાઇની લાંબા સમય સુધી શોધખોળ પોલીસે કરી હતી. છેવટે તા. 4 ડિસેમ્બર 2013ના દિવસે હરિયાણાના કુરુક્ષેત્રથી રેપિસ્ટ નારાયણ સાઇને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુરતના બહુચર્ચિત નારાયણ સામેના દુષ્કર્મના આરોપમાં 53 જેટલા સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી 12 જેટલા સાક્ષીઓની પૂછપરછ થઈ છે, આ લિસ્ટમાં નારાણય સાંઈની પત્ની જાનકી પણ સાક્ષી છે.

April 30, 2019
rafale-fighter-1.jpg
1min7290

સુપ્રીમ કોર્ટે રાફેલની રિવ્યૂ પિટિશન મામલે સરકાર પાસે એફિડેવિટ માંગ્યું છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે એફિડેવિટ ફાઈલ કરવા માટે ચાર અઠવાડિયોનો સમય માંગ્યો. જો કે સુપ્રીમ કોર્ટે ચાર મે સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં આ મામલે હવે છ મેના રોજ સુનાવણી  થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેચની સામે આ સુનાવણી થઈ. સરકારે અરજીકર્તાઓ તરફથી લગાવવામાં આવેલા કોર્ટને ગુમરાહ કરવાના આરોપોનો જવાબ આપવાનો છે. આ મામલે સોમવારે આગામી સુનાવણી થશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પોતાના આદેશ પર બીજી વાર વિચાર કરવા સંબંધી અરજીને 10 એપ્રિલે મંજૂરી આપી હતી, જે મીડિયામાં લીક થયેલા દસ્તાવેજોના આધાર પર કરવામાં આવી હતી. જો કે સરકારે કોર્ટને દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા આ વાંધા અરજીઓને ફગાવવાની માંગ કરી હતી.

April 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5380

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ: છ દિવસમાં પાંચમી હત્યા

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. છ દિવસમાં ખૂનના પાંચ બનાવમાં જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડનું ધોકાના ઘા મારીને તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ ખૂન કર્યુ હતું.
પ્રભુદાસ તળાવ  પાસે ટીટી ચોક વિસ્તારમાં ભારત મીલ નજીક જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડ પર ધોકાથી હુમલો થયો હતો. માથાના ભાગે ધોકાના ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઇ ઉપર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ ખૂનના બનાવ પાછળનું કારણ શું છે? તેની તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હત્યા કરવાની હોડ લાગી હોય તેમ છેલ્લા છ દિવસમાં ખૂનનો પાંચમો બનાવ બન્યો હતો.
April 30, 2019
amit_shah.jpg
1min4610

ઉત્તર પ્રદેશમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, યુપીમાં યોગીની સરકાર આવ્યા બાદ રાજય બદલાઈ ગયું છે. વિપક્ષોની યુતિએ બાહુબલીને ટિકિટ આપી છે, પરંતુ હવે યોગીની સરકારમાં તેમની કોઈ અસર રહી નથી.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું હતું કે, દેશમાં ઉષ્ણતામાન વધી જાય ત્યારે તેઓ વિદેશ ઉપડી જાય છે અને તેની માતા સોનિયા ગાંધી પણ શોધી શકતા નથી.

યુપીમાં એસપી અને બીએસપીએ બાહુબલીને ટિકિટ આપી છે, પરંતુ હવે તેઓનું કંઈ ચાલતું નથી. વિપક્ષોની યુતિને મહામિલાવટ ગણાવી છે. ઉત્તર પ્રદેશ બદલાય ગયું છે એ વિપક્ષો સમજી શકતા નથી.

બાહુબલીને પકડીને કડક સજા કરાઈ છે. બાહુબલીના રાજના દિવસો હવે ગયા. દેશભરમાં મોદી-મોદીના નારા એ જનતાના આશીર્વાદ છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને ફરીથી લાવવા જનતાની ઈચ્છા છે.

રાહુલ ગાંધી મહાગઠ બંધન ને મહામિલાવટી નેતા છે. દેશમાં ગરમી વધે ત્યારે રજા પર ઊતરીને દેશ બહાર જતો રહે છે. મોદીએ પાંચ વર્ષમાં એક પણ રજા લીધી નથી.

April 30, 2019
eci_logo.jpg
1min6170

મધ્ય પ્રદેશમાં મહિલા સહિત ચૂંટણીની ફરજ પર નિમાયેલા ત્રણ સરકારી અધિકારીનાં મોત થયા હોવાની માહિતી મળી હતી.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વી એલ કાન્તારાવે સોમવારે જણાવ્યા અનુસાર સુનંદા કોટકર (50)ની નિમણૂક છિંદવાડા લોકસભા બેઠક માટે સૌંસાર વિસ્તારમાં આવેલા લોઢીખેડા મતદાન મથક પર કરવામાં આવી હતી, પણ રવિવારે એમને અચાનક બેચેની જણાઇ હતી. અન્ય ચૂંટણી અધિકારીઓ સાથે મતદાન મથક પર પહોંચેલા સુનંદાને અચાનક હૃદયરોગનો હુમલો થયો હતો અને એમને સારવાર અપાય એ અગાઉ જ એમનું અવસાન થયું હતું.

અન્ય કિસ્સામાં સિધી જિલ્લામાં મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત સબ-ઇન્સ્પેક્ટરનું સોમવારે હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું હતું.

ત્રીજા કિસ્સામાં બાલાઘાટ લોકસભા બેઠક માટે સિઓની ખાતે તહેનાત ચૂંટણી અધિકારીનું રવિવારે સાંજે બ્રેઇન હેમરેજને લીધે અવસાન થયું હતું.

રાજ્યની છ લોકસભા બેઠક – સિધી, શાહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ અને છિંડવાડા માટે અને છિંદવાડાની વિધાનસભાની બેઠકની ઉપ-ચૂંટણી માટે સોમવારે મતદાન કરવામાં આવ્યું હતું.