CIA ALERT

Alert Archives - Page 17 of 497 - CIA Live

July 7, 2025
image-2.png
1min174

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ 6 જુલાઇ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો હોય, શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તારીખ ૬ જુલાઇના સાંજે પાંચ કલાકે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ ગયો હતો. આ ચોમાસાની સિઝનમાં ડેમ બીજી વખત ઓવરફ્લો થયો હતો, જે સારા વરસાદનો સંકેત છે. ડેમ ભરાઈ જતાં, પાણીના નિયમન માટે તેના ૫૯ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમમાં હાલ પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા, નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાલિતાણા અને તળાજા તાલુકાના ૧૭ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. નદી કિનારે રહેતા લોકોને અને માછીમારોને સાવચેત રહેવા તથા નદીમાં ન જવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

July 7, 2025
image-1.png
1min136
  • બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત
  • બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ
  • બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ

રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.

ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.

કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.

પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.

July 4, 2025
image.png
2min252

ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અમેરિકાની કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેની રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે 3 જુલાઈના રોજ એક વચગાળાનો આદેશ આપતાં જેન સ્ટ્રીટ ગ્રૂપ અને તેની પેટા કંપનીઓ – JSI ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ., JSI2 ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા.લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિ. પર સ્ટોક માર્કેટ ગતિવિધિઓ કરવા પર રોક મૂકી છે. 

સેબીએ જણાવ્યું હતું કે, ઇકોસિસ્ટમમાં એકંદર વિશ્વાસ જાળવવા અને રોકાણકારોનું રક્ષણ કરવા માટે આ મહત્વપૂર્ણ છે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, આ સંસ્થાઓ પર ઇક્વિટીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી, વેચાણ અથવા અન્ય કોઈપણ વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે.

આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, જેએસ ગ્રૂપની સંસ્થાઓ દ્વારા કથિત રૂપે ગેરરીતિ આચરી કરવામાં આવેલી રૂ. 4843 કરોડની કમાણીને જપ્ત કરવામાં આવશે. આ રકમ જમા કરવા માટે ભારતની કોમર્શિયલ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવા નિર્દેશ આપ્યો છે. સેબીની મંજૂરી વિના આ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી શકાશે નહીં.

ડિપોઝિટરીને આદેશ આપવામાં આવ્યો છે કે, સેબીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ડેબિટ કરવામાં આવે નહીં. બેન્કો, કસ્ટોડિયન, ડિપોઝિટરીને તમામ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી કરવા આદેશ છે. સેબીએ પોતાના આદેશમાં અમેરિકાની કંપનીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનાની અંદર કોન્ટેક્ટ બંધ કરી દે. જ્યાં સુધી એસ્ક્રો એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં નહીં આવે ત્યાં સુધી કંપની ભારતમાં પોતાની કોઈપણ સંપત્તિમાં કાર્યવાહી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.

એપ્રિલ, 2024: સેબીએ મીડિયા રિપોર્ટ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં જેન સ્ટ્રીટ ગ્રૂપ સાથે સંકળાયેલા કાયદાકીય વિવાદનો ઉલ્લેખ હતો. તેના પર ભારતીય ઈક્વિટી માર્કેટમાં પોતાની માલિકીની રણનીતિઓનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ હતો. 

23 જુલાઈ, 2024: એનએસઈને કોઈપણ માર્કેટનો દુરૂપયોગ થયો હોવા મામલે JS ગ્રૂપની ટ્રેડિંગ ગતિવિધિઓની તપાસ કરવા આદેશ આપ્યો હતો.

ઓગસ્ટ, 2024: સેબીએ 20 ઓગસ્ટના જેએસ ગ્રૂપ સાથે વાતચીત કરી અને જેએસ ગ્રૂપે 30 ઓગસ્ટે પોતાની ટ્રેડિંગ કામગીરી વિશે માહિતી આપી હતી.

13 નવેમ્બર, 2024: JS ગ્રૂપ ટ્રેડિંગ એક્ટિવિટી પર એનએસઈ તપાસ રિપોર્ટ રજૂ કર્યો

ડિસેમ્બર, 2024: સેબીએ સાપ્તાહિક ઈન્ડેક્સ ઓપ્શન એક્સપાયરીના દિવસે ગેરરીતિ પકડી પાડી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અમુક કંપનીઓ ટ્રેડિંગમાં ગેરરીતિ આચરી રહી છે. જે અન્ય ટ્રેડર્સ માટે જોખમ ઉભુ કરી રહી હતી. 

4 ફેબ્રુઆરી, 2025: અધિકારીઓેને જાણ થઈ હતી કે, જેએસ ગ્રૂપ સેબીના નિયમો વિરૂદ્ધ ટ્રેડિંગ કરી રહ્યું છે.

6 ફેબ્રુઆરી, 2025: સેબીના નિર્દેશાનુસાર, એએસઈએ જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા. લિ. અને તેની સંબંધિત કંપનીઓને શૉ કૉઝ નોટિસ પાઠવી હતી. 

ફેબ્રુઆરી, 2025: જેએસ ગ્રૂપે 6 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 2025ના રોજ નોટિસનો જવાબ આપ્યો હતો.

15 મે, 2025: જેએસ ગ્રૂપે એનએસઈ દ્વારા શૉ કૉઝ નોટિસને અવગણતાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં મોટા પ્રમાણમાં રોકડ સાથે હેરાફેરી કરતાં જોવા મળી હતી. આરોપો સાબિત થતાં સેબીએ કાર્યવાહી હાથ ધરી હતી.

June 30, 2025
image-19.png
1min125

સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.

પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.

આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.

સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.

પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.

આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.

જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

June 30, 2025
Railways.png
1min158

ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક પૂર્વે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે બપોરના બે વાગ્યાના સુમારે પ્રસ્થાન કરનારી ટ્રેન માટે ચાર્ટ અગાઉના દિવસે રાતના નવ વાગ્યાથી તૈયાર કરવામાં આવશે.

નવા નિયમોની વિગતો જાણો

રેલવે બોર્ડે વિસ્તૃતમાં જણાવ્યું છે કે ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થશે. બપોરના 2 વાગ્યા પહેલાં રવાના થતી ટ્રેનનો ચાર્ટ આગલા દિવસે રાતના 9 વાગ્યે તૈયાર કરાશે. આ ઉપરાંત, પહેલી જુલાઈથી IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ પર માત્ર પ્રમાણિત યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે. જુલાઈ 2025ના અંતથી તત્કાલ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત થશે, જેમાં ડિજિલૉકરમાં રજિસ્ટર્ડ આધાર (નંબર) અથવા અન્ય સરકારી IDનો ઉપયોગ થશે.

June 28, 2025
image-18.png
1min96

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભકતોના ઘોડાપુર ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાંભળવા મળ્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી

ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો. જેમાં આજે સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મંગળા આરતી કરી હતી. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી. ગુજરાતના ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીના ત્રણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસ્થાન વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. રથયાત્રાને પગલે શુક્રવાર સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ ઉમટી હતી. સરસપુર અને કાલુપુરમાં વરસાદના અમીછાંટણા થતા ભક્તો હરખમાં આવી ગયા હતા. રથયાત્રા આખો દિવસ શહેરમાં પરિભ્રમણ કરીને મોડી સાંજે નિજમંદિરે પરત ફરી હતી.

રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળીઓ સાથે રાસ ગરબાની રમઝટ થઈ હતી. રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રૂટ પર પુષ્પવર્ષા થતી રહી હતી. સમગ્ર રૂટ પર ભગવાનના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકોની કતારો જોવા મળી હતી.

148મી પરંપરાગત રથયાત્રા શાંતિપૂર્ણ રહે અને કોઈ અવરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરમાં લગભગ 23,800 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તંત્ર મુજબ, પહેલી વાર, ભાગદોડ જેવી પરિસ્થિતિને રોકવા માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું.

રથયાત્રાના 16 કિમી લાંબા રૂટ પર લગભગ 4,500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહ્યા હતા, જ્યારે ટ્રાફિક વ્યવસ્થાપન માટે 1,931 કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. સામાન્ય ટ્રાફિક માટે ઘણા રસ્તાઓ બંધ રહેશે. સિનિયર પોલીસ અધિકારીઓએ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 2,872 બોડી-વર્ન કેમેરા, 41 ડ્રોન અને વિવિધ સ્થળોએ સ્થાપિત 96 કેમેરા અને 25 વોચ ટાવરનો ઉપયોગ કરીને રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું.

હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા પ્રસ્થાન થયા બાદ રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હતા. જો કે, ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દુર કરવામાં આવ્યાં હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે કાલુપુરબ્રિજ પાસે ભગવાન બલભદ્રના રથમાં ખામી સર્જાઈ હતી. રથનું પૈડું ક્ષતિગ્રસ્ત થયું હતું, જેના સ્ક્રૂ બદલી નવું પૈડું લગાવવામાં આવ્યું હતું. એકંદરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

June 26, 2025
rath2.jpg
1min96

અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા 27/06/2026 નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે પછી અકસ્માતની ઘટના ના બને તે માટે ફાયરવિભાગ માત્ર 2 થી 4 મિનિટમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક ફ્રી રાખવામાં આવશે. કારણ કે જો કોઈ અકસ્માતની ઘટના ના બને તે માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે.

ફાયર વિભાગે એઆઈની મદદથી રોડ મેપ તૈયાર કર્યો

અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાને હર્ષ સંઘવીએ પણ રથયાત્રા રૂટનું પરિક્ષણ કર્યું હતું. રથયાત્રામાં પહેલી વખત ફાયરવિભાગે એઆઈની મદદ લીધી અને રોડ મેપ તૈયાર કર્યો છે. એઆઈ દ્વારા 13 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે સત્વરે તેમની મદદ લઈ શકાય. ફારયવિભાગ સિવાય 23,884 જવાનો પણ બંદોબસ્ત માટે ખડેપગે રહેવાના છે. આ સાથે સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન ગુજરાત પોલીસે 3500 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ કરશે. તેનો અર્થ એ છે કે, રથયાત્રા પહેલા વ્યવસ્થા અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન કેટલા આ રૂટ સંપૂર્ણ રીતે બંધ રહેશે

દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલવે સ્ટેશન, આસ્ટોડિયા ચકલા, કોર્પોરેશન ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિળક બાગ, એમ.જે. લાઈબ્રેરી, જીસીએસ હોસ્પિટલ, અરવિંદ મિલ, જીનિંગ પ્રેસ, અશોક મિલ, નરોડા ફૂટ માર્કેટ, મેમ્કો ક્રોસ રોડ, મ્યુનિ. ઉત્તર ઝોન ઓફિસ, સૈજપુર ટાવર અને નરોડા એસટી વર્કશોપ કેબિન. બસના આ રૂટ સંપૂર્ણપણ બંધ રહેશે.

રૂટમાં કરવામાં આવેલા આંશિક ફેરફારની તો તેમાં બસ એસપી રિંગ રોડથી ઈસ્કોન ક્રોસ રોડના બદલે ઇસ્કોન ક્રોસ રોડથી લો ગાર્ડન જશે. ભાડજ સર્કલથી નરોડા ગામ જતી બસ ભાડજ સર્કલથી સરકારી લીથો પ્રેસ જશે, જ્યારે મણિનગરથી ગોતા વસંતનગરની બસ ગોતાથી એલ.ડી. કોલેજ સુધી જશે. ઓઢવ રિંગ રોડથી એલડી સુધીની બસ આસ્ટોડિયા સુધી જશે. માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જેથી બસમાં મુસાફરી કરતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું

કેટલીક જગ્યાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાઈ

રથયાત્રા દરમિયાન જો તમે વાહન લઈને જવાના છો તો આ રૂટનું ખાય ધ્યાન રાખવું જેમાં ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, શારદાબહેન હોસ્પિટલ, અમદુપુરા, કાલુપુર સર્કલ, પ્રેમદરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર. સી. સ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા સહિત 31 જગ્યાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

June 24, 2025
SS_Logo_Red-1280x986.png
1min230

Admission Committee for Professional Under Graduate Medical Courses (ACPUGMEC)  ગુજરાતમાં આ કમિટી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી સમેતના પેરામેડીકલ કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશની કાર્યવાહી હાથ ધરે છે.

તાજેતરમાં આ કમિટીની વેબસાઇટ પર મેડીકલ અને ડેન્ટલ કોર્સમાં 2025માં પ્રવેશ માટેના મિનિમમ એલેજિબિલીટી ક્રાઇટેરીયા જાહેર કરવામાં આવ્યા છે. જે જાણીને આશ્ચર્ય થાય છે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય જાહેર કરાયો છે.

મેડીકલ એડમિશન માટે આ વર્ષે ધો.12 બોર્ડની પરીક્ષામાં ફક્ત પાસ થવું જ જરૂરી છે. જે પણ વિદ્યાર્થી પાસ થશે, પછી ભલે એ એકાદ બે વિષયમાં નાપાસ થયા બાદ પૂરક પરીક્ષા આપીને પાસ થશે એ પણ મેડીકલના પહેલા વર્ષમાં પ્રવેશપાત્ર ગણાશે. અત્યાર સુધી ઓપન મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 50 ટકા અને અનામત કેટેગરીમાં 45 ટકા ફરજિયાત હતા.

નવાઇ પમાડે એવી વાત એ પણ છે કે ડેન્ટલમાં એડમિશન માટે બોર્ડમાં 50 ટકા ઓપન કેટેગરી માટે અને 45 ટકા રિઝર્વ કેટેગરી માટે ફરજિયાત રાખવામાં આવ્યા છે. મેડીકલ અને ડેન્ટલમાં એલિજિબિલીટી ક્રાઇટેરીયામાં આ પ્રકારનો ભેદ શા કારણથી રાખવામાં આવ્યો છે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ડમી કોચિંગ ક્લાસીસોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય

ગુજરાતમાં મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં હવે માત્ર પાસ થવું જ જરૂરી છે, અત્યાર સુધી ઓપન કેટેગરી માટે ધો.12માં 50 ટકા જ્યારે રિઝર્વ કેટેગરી માટે ધો.12માં 45 ટકા માર્કસ લાવવા ફરજિયાત હતા. આ નિયમને કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા, સિલેબસ, પાઠ્ય પુસ્તક વગેરે પર ધ્યાન આપતા હતા અને તેને નજરઅંદાજ કરતા ન હતા. પણ હવે 2025થી તો એવું થવાનો ભય છે કે વિદ્યાર્થીઓ હવે ધો.11-12ના પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પર ધ્યાન જ નહીં આપે અને સીધા જ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ જોઇન્ટ કરી લેશે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો આ નિર્ણય છે.

June 24, 2025
image-16.png
1min127

ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ. 

હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો. 

ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય  વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.

June 24, 2025
image-15.png

1min198

12 દિવસના ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. 

નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. ગઇકાલે અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.’