આધ્યાત્મિક Archives - Page 17 of 37 - CIA Live

August 30, 2020
ambaji.jpg
1min6200

કોરોનાના કારણે આ વખતે ભાદરવી પૂનમ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે

કોરોનાના કારણે આ વખતે ભાદરવી પૂનમ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. કોરોનાના કારણે ભલે ભાવિકો મંદિરમાં દર્શન કરવા આવી શક્યા નથી, પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા ઓછી થઈ નથી; ઉપરથી વધી ગઈ છે અને એટલે જ પ્રથમ બે જ દિવસમાં વિશ્વના ૫૭ દેશોના ૧૩.૧૦ લાખ માઈભક્તોએ ડિજિટલ માધ્યમથી અંબે માતાજીના ચરણે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી છે. એમાં પણ સવારની આરતીમાં અને બપોરે રાજભોગનાં દર્શન સમયે વિશ્વભરના ભાવિકોનો ડિજિટલ પ્લૅટફૉર્મ પર ભારે ધસારો રહે છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ કહ્યું હતું કે ‘અંબાજી મંદિરની વેબસાઇટ, ફેસબુક, ટ્વ‌િટર, યુટ્યુબ, લાઇવ વેબકાસ્ટિંગ જેવા ડિજિટલ માધ્યમથી માઈભક્તો ઘરે બેઠાં દર્શન કરી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પહેલા બે દિવસમાં જ ભારત ઉપરાંત દુનિયાના ૫૭ જેટલા દેશોના ૧૩.૧૦ લાખથી વધુ ભાવિકોએ ઘરે બેઠાં ટેક્નૉલૉજીના માધ્યમથી દર્શન કર્યાં હતાં.’ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના મીડિયા કો-ઑર્ડિનેટર આશિષ રાવલે કહ્યું હતું કે ‘ભારત ઉપરાંત શ્રીલંકા, ઑસ્ટ્રેલયા, અમેરિકા, ઇંગ્લૅન્ડ, થાઇલૅન્ડ, યુરોપ‌િયન દેશો સહ‌િત દેશોના ભાવિકોએ અંબે માતાજીનાં ડિજિટલ દર્શન કર્યાં હતાં.

August 29, 2020
shradh-pakshajpg-1.jpg
1min6930

આગામી 2 સપ્ટેમ્બરને બુધવારથી પૌરાણિક રીતીરિવાજો અને પરંપરા અનુસાર શ્રાદ્ધ દિવસો શરૂ થશે. પિતૃઓની પ્રસન્નતા માટે વિવિધ ધાર્મિક પૂજા-પાઠ અને તર્પણની પરંપરા આદિકાળથી ચાલી આવે છે.

આગામી સપ્તાહમાં તા.2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષનો આરંભ થશે જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ તર્પણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય ગણાય છે.

શ્રાદ્ધ પક્ષના તુરંત બાદ અધિક મહિનો શરૂ થશે, એ પછી નવરાત્રી

સામાન્ય રીતે આ ગુજરાતીમાં કહેવત પ્રચલિત છે. દુકાળમાં અધિક માસ. આ કહેવતથી વિપરીત સંજોગો હાલમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત અતિવૃષ્ટીથી પીડીત થયું છે. 115 ટકા જેટલો મોસમનો વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, મોરબી, ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આવી સ્થિતિને લીલો દુકાળ કહેવાય છે. આ વખતે અધિક માસ પણ બુધવારથી શરૂ થઇ રહ્યો હોઇ, દુકાળમાં અધિક માસની કહેવતથી વિપરીત લીલા દુકાળમાં અધિક માસનો સંયોગ રચાયો છે.

શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ બાદ સામાન્ય સંજોગોમાં નવરાત્ર શરૂ થાય છે પરંતુ આ વખતે હિન્દુ પંચાંગ અધિક મહિનો શ્રાદ્ધ પક્ષના તુરંત બાદ શરૂ થશે. શ્રાદ્ધ પક્ષમાં શુભ અને માંગલિક કામો નિષેધ હોવાનું મોટા ભાગના શાસ્ત્રોમાં દર્શાવાયું છે. આ વર્ષે હિન્દુ વર્ષ અનુસાર તિથિઓમાં વધ-ઘટ છે, પરંતુ, શ્રાધ્ધ પક્ષ માટે 16 દિવસ પૂરા મળી રહ્યાં છે. સામાન્ય રીતે પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી નવરાત્રિ શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે 19 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષના પૂર્ણ થવાના એક મહિના પછી નવરાત્રિ શરૂ થશે.

હિંદુ પંચાંગ મુજબ તિથિઓની વધ-ઘટના કારણે વર્ષના 365 દિવસોની ગણતરીમાં ફેરફાર આવે છે. જેને એડજસ્ટ કરવા માટે આપણે ત્યાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે લિપ યર 4 વર્ષમાં એકવાર આવે છે તેવી જ રીતે અધિકમાસ દર 3 વર્ષે એકવાર આવે છે.

August 11, 2020
dagdusheth.jpg
1min6470

રાજ્યમાં કોરોનાના સંકટને ધ્યાનમાં લઇને આ વખતે ગણેશોત્સવની ઉજવણી સાદાઇપૂર્વક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પુણના પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઇ સાર્વજનિક ગણપતિ મંડળે ૧૨૭ વર્ષ જૂની વૈભવશાળી પરંપરાને બદલીને આ વખતે મંદિરમાં જ ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.

આ અંગે મંડળના અધ્યક્ષ અશોક ગોડસેએ જણાવ્યું હતું કે દર વર્ષે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પણ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. શહેરમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા હોવાથી પ્રશાસને આપેલા આદેશ અનુસાર ગણેશોત્સવ મુખ્ય મંદિરમાં સાદાઇથી ઉજવવામાં આવશે. ગણેશભકતોએ મંદિરમાં પ્રવેશ કર્યા વગર બહરાથી બાપ્પાના દર્શન કરવાના રહેશે અને તેઓ ભગવાનને હાર, ફૂલ, નારિયેળ અને પ્રસાદ અર્પણ કરી શકશે નહીં, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.

August 7, 2020
dwarka_temple.jpg
1min6950

ઇતિહાસમાં પહેલી વખત એ ઘટના બનશે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં જ વિશ્વપ્રસિદ્ધ કૃષ્ણમંદિર, દ્વારકાના દ્વાર લોકો માટે બંધ રહેશે. કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાર દિવસ દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ 10થી 13 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે.

મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. તેથી 10થી 13 ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.

દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે.

August 5, 2020
ayodhya-7.jpg
1min4890

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરનું પાંચમી ઑગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત હાજર રહેશે.

અયોધ્યા નગરીને દિવાળીના જેવો મોટો તહેવાર હોય એ રીતે સજાવવામાં આવી છે. મહાનુભાવોની હાજરી અને માત્ર દેશના જ નહિ, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓ માટે આ એક મહત્ત્વનો પ્રસંગ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ બહુ વધારાઇ છે.

શ્રી રામ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનનો સમય બપોરે ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૮ સેકંડથી લઇને ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૪૦ સેકંડ સુધીનો ૩૨ સેકંડનો રાખવામાં આવ્યો છે.

રામમંદિર નિર્માણ માટે અનુષ્ઠાન (ધાર્મિક વિધિ) સોમવારે શરૂ કરાઇ હતી. રામમંદિરના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે.

ગણેશપૂજન, રામ-અર્ચના, સરયૂ નદીના પૂજન જેવા કાર્યક્રમ તો સતત ચાલુ જ છે. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને હનુમાનગઢી મંદિર ખાતે સલામતીની ખાસ વ્યવસ્થા કરાઇ છે. અયોધ્યામાં ઠેરઠેર ઇમારતોને પીળો રંગ કરાયો છે અને મંદિરો, ઉપરાંત ઘરોમાં તોરણ બાંધવામાં આવ્યા છે. દેશની વિવિધ નદીનું જળ અને પવિત્ર સ્થળોની માટી અયોધ્યા લાવવામાં આવી છે. અહીં આ પ્રસંગે ૧૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવનાર છે. દેશભરમાં બુધવારે અનેક સ્થળે રામધૂન, ભજન, યજ્ઞના કાર્યક્રમ પણ રખાયા છે. શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના

સભ્યો અને અન્ય સંતોએ આસપાસના વિવિધ મંદિરમાં જઇને દર્શન કરવાનું અને જરૂરી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું.

શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે રામજન્મભૂમિ પરિસરમાં વિષ્ણુસહસ્રનામની આહુતિ બે વખત અપાઇ હતી. ભગવાન રામ અને હનુમાનજીના નામે આહુતિ આપવી જરૂરી હતી.

અયોધ્યા ખાતે ગંગા સહિતની અનેક નદીના જળ અને માટી લાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લઇને થઇ રહેલી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી અનેે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને જરૂરી સલાહ-સૂચન કર્યા હતા.

અયોધ્યાના રેલવે સ્ટેશનને પણ રામમંદિર જેવો જ આકાર આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતના બીએપીએસના મહંત સ્વામી અને સારસાના અવિચલદાસજી સહિત સાત સંતોને આ ભૂમિપૂજન માટે આમંત્રણ અપાયું છે. અમેરિકાના ટાઇમ સ્ક્વૅરના વિશાળ સ્ક્રીન સહિતના અનેક વિદેશમાં અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનું પ્રસારણ થવાનું છે.

યોગી આદિત્યનાથની સાથે સોમવારે એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશકુમાર અવસ્થી, અયોધ્યા જિલ્લાના મેજિસ્ટ્રેટ અંજુકામુર ઝા અને ડીઆઇજી દીપકકુમારે પણ ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લીધી હતી.

અયોધ્યામાં રામમંદિરના પાંચમી ઑગસ્ટે થનારા ભૂમિપૂજનની પહેલાં શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા અને અન્ય સભ્યોએ મંદિરોમાં પૂજા કરી હતી. હરિદ્વારમાં ગંગા નદીનું પવિત્ર જળ લઇને મહંત રવીન્દ્ર પુરી અને અન્ય સંતો અયોધ્યા માટે રવાના થયા હતા. ભૂમિપૂજનને ધ્યાનમાં રાખીને પ્રસાદ તરીકે એક લાખ લાડુના પેકેટ તૈયાર કરવાનો પણ ઑર્ડર અપાઇ ગયો હતો. દેશમાં અનેક સ્થળે રામમંદિરો અને અન્ય ઘણાં સ્થળે પ્રસાદના વિતરણની વ્યવસ્થા પણ કરાઇ છે. 

August 3, 2020
charri_mubarak.jpg
1min5740

કોરોનાને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ યાત્રાના પ્રતીક સમી પવિત્ર છડી મુબારકને અમરનાથની ગુફામાં ત્રીજી ઑગસ્ટના શ્રાવણ પૂર્ણિમાના દિવસે જરૂર સ્થાપિત કરવામાં આવશે જેથી યાત્રાને સાંકેતિકરૂપે સંપન્ન કરી શકાય.

એક વીડિયો સંદેશમાં મહંત દીપેન્દ્ર ગિરિએ જણાવ્યું કે પવિત્ર છડી મુબારક ૩ ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ શ્રી અમરનાથ ગુફામાં પહોંચશે અને ત્યાં બધા ધાર્મિક અનુષ્ઠાન વૈદિક મંત્ર અને પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન આશુતોષ (ભગવાન શિવના અનેક નામમાંનું એક નામ) પાસે કોરોનાથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરવામાં આવશે. મહંત દીપેન્દ્ર ગિરિએ વીડિયો સંદેશમાં યાત્રાની પ્રાચીન પરંપરા અને ઇતિહાસથી પણ માહિતગાર કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ યાત્રા લગભગ દોઢસો વર્ષ જૂની છે. પ્રશાસન તરફથી કરવામાં આવી રહેલી તૈયારીમાં હેલિકોપ્ટરથી આશરે બે ડઝન લોકોને ગુફા સુધી લઇ જવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. ગુફાનું પવિત્ર શિવલિંગ પીગળીને હવે માત્ર દોઢ ફૂટ રહી ગયું છે. આ વખતે યાત્રા માટે તૈયારી તો કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કેસો વધી જવાને કારણે યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

August 3, 2020
ram_mandir02.jpg
1min5560

अयोध्या में राम मंदिर के लिए होने वाले भूमि पूजन कार्यक्रम की शुरुआत आज से हो गई है. आज गणपति पूजन है. वहीं, भूमि पूजन की तैयारियां जोर शोर से चल रही हैं. सीएम योगी आदित्यनाथ आज भूमि पूजन की तैयारियों का जायजा लेने अयोध्या जाएंगे. भूमि पूजन से जुड़ी पल-पल की अपडेट्स

3 August अयोध्या में राम मंदिर भूमि पूजन का कार्यक्रम आज से शुरू हो गया है. फिलहाल भूमि पूजन वाली जगह पर भगवान श्री गणेश का पूजन किया जा रहा है. ये पूजन दोपहर एक बजे तक चलेगा.

અયોધ્યામાં રામમંદિરના ભવ્ય ભૂમિપૂજન સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમગ્ર અયોધ્યાએ જાણે નવા વાઘા સજ્યા છે. સમારોહમાં લગભગ 200 આમંત્રિત સામેલ થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલું પીળા રંગનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે પણ આ સમારોહ સંપૂર્ણપણે ધાર્મિક હશે અને વડાપ્રધાન કોઈ સરકારી એલાન કરશે નહીં એમ સૂત્રો કહે છે.

યોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ભક્તો માટે એક લાખ લાડુ તૈયાર કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂમિપૂજન કાર્યક્રમ સંપૂર્ણપણે ધાર્મિક હશે. આ કાર્યક્રમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે યોજ્યો છે અને વડાપ્રધાનને આમંત્રિત કર્યા છે. આમ, મોદી ભૂમિપૂજન સધી જ ખુદને સીમિત રાખશે.

મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન-પૂજન કરશે. એસપીજીની ટીમ અને પ્રશાસનિક અધિકારીઓ અગાઉથી હનુમાનગઢી પહોંચી ગયા છે અને સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી છે. ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભગવાન શ્રી રામ માટે ખાસ પોશાક પણ તૈયાર કરાયો છે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિરામ નવા પોશાક સીવડાવી લાવ્યા છે.

July 25, 2020
chardham.jpg
1min7960

પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.

ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.

ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.


July 20, 2020
kuber.jpg
1min6030

વડોદરા જિલ્લા વહિવટી તંત્રની હદમાં આવતા કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.31મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ થતી હોઇ, તા.19મી જુલાઇએ જિલ્લા કલેક્ટરેટના અધિકારીઓએ મંદિરની મુલાકાત લઇને આજે તા.20મી જુલાઇથી આતા.૩૧મી સુધી મંદીરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે અમાસ નું  મહત્વ રહેલું છે. દેશવ્યાપી લોકડાઉનનાને કારણે છેલ્લા ચાર મહિના પછી અમાસના દર્શન બંધ હતા. હવે  શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળી રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.  

અમાસ અને શ્રાવણ મહિના ને ધ્યાનમાં રાખીને કુબેર ભંડારી ટ્રસ્ટ’ના સંચાલકોએ રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી તમામ વ્યવસ્થા નું આયોજન કર્યું હતું. 

પણ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં રાખી કુબેર ભંડારી દર્શના ટ્રસ્ટી મંડળ તાત્કાલિક તેનો અમલ શરૂ કર્યો હતો.  આજથી મંદિરના દ્વાર તારીખ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.  આજે અમાસની પૂર્વે દર્શન માટે આવતા અનેક ભાવિક ભક્તો રાજ્ય સરકારના અચાનક નિર્ણયને કારણે મંદિરે દર્શન કર્યા સિવાય ડેલીએ હાથ દઇ પરત ફરવાનો વારો આવ્યો હતો.

કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા જણાવ્યું છે કે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આવતીકાલે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તારીખ ૩૧ જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે તેમજ પૂજા વિધિ કે પછી અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં સાથે સાથે ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.

July 18, 2020
somnath_temple-1280x720.jpg
1min5660

બાર જ્યોર્તિલિંગ પૈકીના એક અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરનું સંચાલન કરી રહેલા સોમનાથ ટ્રસ્ટે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં ભાવિકોની ઉમટતી ભીડને જોતા મંદિરના સમય તેમજ દર્શન વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે. દૂર દૂરથી દર્શનાર્થે જતા લોકોએ ફેરફારો ધ્યાનમાં લઇને તેમની યાત્રાનું આયોજન કરવું.

  • શ્રાવણ મહિનામાં સવારે 6.00 કલાકે મંદિર ખોલવામાં આવશે.
  • શનિવાર, રવિવાર તેમજ સોમવારે સમયમાં વધારો કરવામાં આવશે.
  • શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે.
  • બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શન વ્યવસ્થા તેમજ સમય વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું.