CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 10 of 37 - CIA Live

April 26, 2022
akshay_tritya.jpg
1min780
Akshaya Tritiya 2022: After 50 years on Akshaya Tritiya the wonderful  combination of planets Know Subh Muhurat - Astrology in Hindi - Akshaya  Tritiya 2022: अक्षय तृतीया पर 50 साल बाद ग्रहों

વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધન અને વૈભવની દ્રષ્ટિએ આ દિવસથી વધુ શુભ સમય કોઈ નથી. લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો માટે વર્ષનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે તમારે પંચાંગ જોવાની કે મુહૂર્ત જાણવાની જરૂર નથી. અક્ષય તૃતીયા પર તમે જે પણ કરો છો, તેમાં અક્ષય વૃદ્ધિ થાય છે. એટલે કે જો તમે ખરીદી કરો છો તો તમારું ધન અનેક ગણું વધી જાય છે. જો તમે દાન કરો છો તો તમને અક્ષય પુણ્ય મળે છે અને તે અક્ષય ફળના રૂપે તમારી પાસે પાછું આવે છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. મહિલાઓ આ દિવસે સોનાના ઘરેણા ખરીદે છે કારણ કે તેમ કરવાથી તેમના જીવનમાં વારંવાર ઘરેણાં ખરીદવાનો શુભ પ્રસંગ આવે. આજે અમે તમને જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસમાં એવું શું છે જેને કારણે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે.

April 12, 2022
Mataji-Dahanu.jpg
1min738

કોરોનાના પ્રતિબંધોના કારણે છેલ્લા બે વર્ષથી મોકૂફ રાખેલી માતા મહાલક્ષ્મીની શોભાયાત્રા આ વર્ષે ૧૭ એપ્રિલથી શરૂ થઇ રહી છે. યાત્રા કાઢવાની પરવાનગી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવવા છતાં તેના નક્કી કરાયેલ સમય મર્યાદા માટે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. યાત્રાનો ઉત્સાહ રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી ચાલે છે, પરંતુ સમય મર્યાદાને કારણે આર્થિક આવક પર અસર પડશે, એવું વેપારીઓનું કહેવું છે.

Mahalaxmi: डहाणूची महालक्ष्मी यात्रा १९ एप्रिलपासून - mahalaxmi tour of  dahanu from april 19th | Maharashtra Times

દહાણું તાલુકાના મહાલક્ષ્મી માતાના દર્શન માટે અને ખરીદી માટે ગુજરાત, પાલઘર, દાદરા નગર હવેલી અને નાસિક વગેરે પ્રાંતમાંથી લાખો ભક્તો આવે છે. હાલમાં ગરમીના કારણે સાંજ પડતાં જ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે અને રાત્રે બેથી અઢી વાગ્યા સુધી યાત્રાળુંઓ તીર્થયાત્રાનો આનંદ માણે છે. આ યાત્રા પંદર દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓ અને ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. કોરોના પ્રતિબંધોને લીધે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હોવાના કારણે મંદિર વિસ્તાર તેમ જ બહારગામથી આવેલા ફેરિયાઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

એક બાજુ, આ વર્ષે યાત્રા શરૂ થતા વેપારીઓ ખુશ છે, તો બીજી તરફ તેની સમય મર્યાદાને લઇને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વેપારીઓ મંદિરની આસપાસની જમીન કામચલાઉ ધોરણે લીઝ પર આપે છે. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ હંગામી ધોરણે દુકાન લગાવે છે.

પંદર દિવસનું ભાડું ત્રીસ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનું હોય છે. યાત્રા શરૂ થવાની હોવાના કારણે વેપારીઓએ મોટા પ્રમાણમાં માલનો ભરાવો કરી દીધો છે. તેથી વેપારીઓ યાત્રાની સમય મર્યાદાને લઇને ચિંતિત છે કે સમય મર્યાદાને કારણે કેટલો ધંધો થશે અને માલનું  વેચાણ થશે કે કેમ. જો આ સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં આવે તો વેપારી માટે  કર્મચારીઓને પગાર અને વીજળીના બિલની ચૂકવણી કરવી પણ શક્ય બનશે નહીં. વેપારીઓ માગ કરી રહ્યા છે કે જિલ્લા વહિવટીતંત્ર શોભાયાત્રાને રાબેતા મુજબ ઓછામાં ઓછા બાર વાગ્યા સુધીની મંજૂરી આપે.

April 10, 2022
Ram-Navami.jpg
1min582

જેમનું નામ માત્ર અૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની અવતરણ જયંતિ ‘રામનવમી’ આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં બે વર્ષ બાદ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. આજે રવિવાર, તા.10મી એપ્રિલે સમગ્ર દેશ દુનિયામાં રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂતની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ  વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.

April 10, 2022
Madhavpur-Mela.png
1min821

ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.

રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.

April 9, 2022
ambaji_temple-1280x720.jpg
1min655

51 Shaktipeeth Parikrama Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થતાં જ રાજ્ય અને દેશભરમાંથી હજારો ભક્તજનો પરિવાર સમેત ઉમટી પડ્યા હતા.

આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સીએમ પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.

સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરી ગબ્બર પર્વત ખાતે લાઈટ અને સાઉન્ડ શૉ ખુલ્લો મુક્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 13.35 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે.

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

April 2, 2022
chaitra.jpg
1min577

શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજરોજ તા.2 એપ્રિલ 2022થી પ્રારંભ થયો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં  સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.

આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.

ચૈત્ર નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

March 28, 2022
cia_multi-1280x1045.jpg
1min499

પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ આગામી તા.૩૦ જૂનથી થશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદે મળેલા અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં ૪૩ દિવસ ચાલનારી આ યાત્રાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સામાન્ય લોકો અમરનાથ યાત્રામાં જોડાઇ શકશે. કોવીડ-19 અંગેના કેન્દ્ર સરકારના પ્રવર્તમાન તેમજ વખતોવખત કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામા આવનારા તમામ ધારાધોરણો લાગૂ કરવાની શરતે અમરનાથ યાત્રામાં સામાન્ય લોકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્વિટર પર જમ્મુ કાશ્મીરના લેફ. ગવર્નર સિન્હાએ લખ્યું કે 27 માર્ચે અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને ૪૩ દિવસ ચાલનારી યાત્રાનો પ્રારંભ તા.૩૦ જૂનથી થશે. અમે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવતાં અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી અને કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ પ્રતીકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી.   

February 17, 2022
bhavnath.jpg
1min700

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે

 ગિરનારની તળેટીમાં શિવરાત્રીએ (Mahashivratri) ભરાતા ભવનાથના મેળાને (Bhavnath Melo) જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે. આજે મળેલી જિલ્લાતંત્રની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મેળાને મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાને કારણે ભવનાથના મેળાને મંજૂરી મળશે કે કેમ તેને લઈને આશંકા હતી. જોકે, આ વખતે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં મસમોટો ઘટાડો થયો હોવાના કારણે ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર (Girnar) પરિક્રમાને પણ છેલ્લી ઘડીએ જ મંજૂરી આપવામાં આવી હતી. ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે.

સ્થાનિક તંત્રનો દાવો છે કે આ વખતે અત્યારસુધીનો સૌથી સારો મેળો યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી સાથે તેની તૈયારીમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આજે મળેલી બેઠકમાં સાધુ-સંતો, ધારાસભ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાની તૈયારી કઈ રીતે કરવી અને કઈ-કઈ સમિતિ બનાવવી તેને લઈને ચર્ચા થઈ હતી.

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મેળાને કડક નિયમોના પાલનના શરતે જ મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, આ વખતે રાજ્યમાં સ્થિતિ અલગ છે, અને કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ હોય તેમ કેસોમાં રોજેરોજ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં કેસો ઘટતા રહે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ત્રીજી લહેર સત્તાવાર રીતે સમાપ્ત થઈ શકે છે.

January 8, 2022
Naresh-Patel.jpg
1min595

આજે તા.8મી જાન્યુઆરી 2022ના રોજ રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલે બેઠક યોજીને ખોડલધામ પાટોત્સવની મહાસભા મૌકૂફ રાખીને સમગ્ર કાર્યક્રમ ભાવિકો માટે ઓનલાઇન લાઇવ દર્શાવવાની યોજના અંગે માહિતગાર કર્યા હતા.

બાદમાં નરેશ પટેલે આ બાબતોની જાણકારી આપવા માટે યોજાયેલા પ્રેસ-કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે સરકારી ગાઇડલાઇન અનુસાર ફક્ત 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો જુદા જુદા સોશ્યલ મિડીયા માધ્યમ દ્વારા ઓનલાઈન આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.

રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

December 13, 2021
kashi.jpg
1min790
Modi to inaugurate phase-1 of Shri Kashi Vishwanath Dham on 13 Dec

વારાણસીમાં કાશી વિશ્ર્વનાથ ધામના ઉદ્ઘાટન માટે લાડુઓ તૈયાર કરતા લોકો. વડા પ્રધાન મોદી Date 13/12/21 સોમવારે કાશી વિશ્ર્વનાથ ધામ કોરીડોરનું ઉદ્ઘાટન કરવાના છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ ધામના (Kashi Vishwanath Corridor) લોકાર્પણ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. જો કે હવે કાશીની તસવીર નવા રૂપમાં જોવા મળશે. પીએમ મોદી 13 ડિસેમ્બર એટલે કે સોમવારે તેનું લોકાર્પણ કરશે. આ માટે, સીએમ યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) યોજના પર સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર કાશીને સુંદર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.

From Kashi Vishwanath Dham to Rudraksh Convention Centre: Here's How PM  Modi Transformed Varanasi

આ સાથે કાશીના રહેવાસીઓએ પણ તેમના મહેમાનોના સ્વાગત માટે મંદિરો, કુંડો, ગંગા ઘાટ વગેરેની સફાઈ શરૂ કરી દીધી છે અને સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં લોકાર્પણ બાદ કાશી વિશ્વનાથનો પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ ધામ હવે તેના અંતિમ મુકામ તરફ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્રમાં આવશે અને શ્રી વિશ્વનાથ ધામને જનતાને સોંપશે.