CIA ALERT

રમત જગત Archives - Page 41 of 43 - CIA Live

September 1, 2018
indiahocky-1280x720.jpg
1min5000

ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં અસફળ રહી અને હવે આજે બ્રૉન્ઝ માટે પાકિસ્તાન સાથે ટક્કર ઝીલવાનો વખત આવી પડ્યો એવી ભારતીય ટીમની અણધારી હાલતથી ક્રોધિત હૉકી ઇન્ડિયાના મોવડીઓએ કહ્યું છે કે ચીફ કોચ હરેન્દ્ર સિંહ અને તેમના સપોર્ટ સ્ટાફે પોતાની નોકરી ટકાવવી હોય તો આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ તેમના માટે છેલ્લો મોકો છે.

વિશ્ર્વમાં પાંચમી રૅન્ક ધરાવતું ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું, પરંતુ આ વખતે ટાઇટલ જાળવી રાખવા ફેવરિટ હોવા છતાં સિલ્વર મેડલથી પણ વંચિત રહી ગયું છે. સેમી ફાઇનલ પહેલાં ભારતીય ટીમે કુલ ૭૬ ગોલ કર્યા હતા છતાં સેમી ફાઇનલમાં ૧૨મા નંબરના મલયેશિયા સામે છેલ્લી ઘડીએ એક ગોલ આપી દેતાં મૅચ ૨-૨ની બરાબરી બાદ સડન-ડેથમાં ગઈ હતી જેમાં ભારત ૬-૭થી હારી ગયું હતું.

ભારતમાં હૉકીની રમતનું સંચાલન કરતા હૉકી ઇન્ડિયાના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘આપણા પુરુષ હૉકી ખેલાડીઓ બગડી ગયા છે. તેઓ જ્યારે જુઓ ત્યારે સોશિયલ મીડિયા પર જ હોય છે. શિસ્ત જાળવવા બાબતમાં તેમને કોઈ પરવા જ નથી હોતી. તેમણે ઍથ્લેટો, શૂટરો અને બૅડ્મિન્ટન ખેલાડીઓ પાસેથી શીખવું જોઈએ.’ મલયેશિયા સામેની સેમી ફાઇનલ હારને લીધે ભારત ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ કરવાથી પણ વંચિત રહી ગયું છે. અધિકારીએ પીટીઆઇને વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમનો આ પર્ફોર્મન્સ બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે બે વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. નબળી ટીમો સામે કુલ ૭૬ ગોલ કરીને તેઓ વધુપડતા આત્મવિશ્ર્વાસથી ફુલી ગયા હતા. ઉપરથી નીચે સુધીનું આખું ટીમ-મૅનેજમેન્ટ આ નિષ્ફળતા માટે દોષી કહેવાય. તેઓ માત્ર બેઠાં રહીને પગાર નહીં ખાઈ શકે.’

August 22, 2018
sau.jpg
1min7150

 

ભારતનો માત્ર ૧૬ વર્ષની ઉંમરનો સૌરભ ચૌધરી ગઈ કાલે એશિયન ગેમ્સના ઇતિહાસમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો પાંચમો ભારતીય શૂટર બન્યો હતો. તેણે અહીં ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલ્સમાં વર્લ્ડ તથા ઑલિમ્પિક ચૅમ્પિયનોને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. સૌરભે કુલ ૨૪૦.૭નો સ્કોર નોંધાવ્યો હતો જે એશિયાડનો નવો વિક્રમ છે. સૌરભની આ પહેલી જ સિનિયર ઇવેન્ટ હતી.

આ જ ઇવેન્ટમાં ભારતના ૨૯ વર્ષીય અભિષેક વર્માએ કુલ ૨૧૯.૩ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. જાપાનનો તોમોયુકી માત્સુદા આ હરીફાઈમાં સૌરભથી જરાક જ પાછળ રહી ગયો હતો અને ૨૩૯.૭ના સ્કોર સાથે બીજા સ્થાને આવતાં સિલ્વર મેડલ જીત્યો હતો. સૌરભ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના કાલિના ગામમાં રહે છે. તેના પિતા ખેડૂત છે.

સૌરભે એશિયન ગેમ્સનો ગોલ્ડ જીતીને ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જિતુ રાય અને રોન્જન સોઢીની બરાબરી કરી છે. જોકે, સૌરભ માત્ર ૧૬ વર્ષનો છે અને એશિયાડમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી યુવાન નિશાનબાજ બન્યો છે.

સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે એશિયાડ સ્પર્ધામાં બે ચૅમ્પિયન ખેલાડીઓને પાછળ રાખીને પહેલું સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. ફાઇનલ્સ પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌરભની સાથે સાઉથ કોરિયાનો ચાર વખત ઑલિમ્પિક ચૅમ્પિયન અને ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો જિન યૉન્ગ-ઓહ પણ હરીફાઈમાં હતો. જોકે, સૌરભે તેને પાછળ રાખી દીધો હતો.

ફાઇનલ્સમાં બીજા નંબરે આવીને સિલ્વર જીતનારો જાપાનનો ૪૨ વર્ષીય માત્સુદા અગાઉ બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પરંતુ ગઈ કાલે સૌરભને તે હરાવી નહોતો શક્યો.

દરમિયાન, શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને મહિલા શૂટર મનુ ભાકરની જોડી ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ-વિજેતા ભારતીય નિશાનબાજોને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે ‘તમે બધાએ દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે.’

સૌરભ ખેતીમાં પપ્પાને મદદ કરવાનું ન ચૂકે

સૌરભ ચૌધરી અગિયારમા ધોરણમાં ભણે છે. એશિયન ગેમ્સ પછી તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકરની જેમ સૌરભ પણ વેજિટેરિયન છે.

સૌરભે ભારતીય શૂટિંગના લેજન્ડ જસપાલ રાણા પાસે તાલીમ લીધી છે. સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે સુવર્ણચંદ્રક જીત્યા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મને ખેતી કરવી ખૂબ ગમે છે. શૂટિંગની તાલીમમાંથી મને બહુ સમય તો નથી મળતો, પરંતુ જ્યારે પણ મળે છે ત્યારે હું ગામમાં પહોંચીને મારા પપ્પાને મદદ કરવા ખેતરમાં દોડી જાઉં છું.’

August 19, 2018
ew2-1280x720.jpg
6min7960

Jayesh Brahmbhatt   98253 44944

નવી દિલ્હી સ્થિત કંપની ઇસ્ટ વેસ્ટ લિંક્સ દ્વારા પ્રોગ્રામ્સ સુરતની સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે પણ શરૂ કરાયો

નવી  દિલ્હી ખાતે ઓફિસ ધરાવતી ઇસ્ટ વેસ્ટ લિંક્સ નામની કંપની દ્વારા ભારતની સ્કુલમાં ભણતા 12થી 18 વર્ષની વયના સ્પોર્ટસ સ્ટુડન્ટ માટે ઇસ્ટ યુરોપમાં આવેલા સર્બિયા દેશમાં 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. રૂ.દોઢ લાખથી પોણા બે લાખની કિંમતના 12-12 દિવસના આ પેકેજીસમાં જોડાનારા સ્કુલના વિદ્યાર્થીઓને સર્બિયા ખાતે જુદી જુદી રમતો, સ્કીલ્સ ડેવલપમેન્ટ, મેન્ટલ ટ્રેનિંગ, એક્સપર્ટસ દ્વારા માર્ગદર્શન તેમજ ટુરીઝમનો લાભ આપવામાં આવશે. ઇડબલ્યુ લિંક્સ દ્વારા સુરત તેમજ અમદાવાદની ચુનંદા સ્કુલ્સમાં આ પ્રોગ્રામ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

સુરત ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઇડબલ્યુ લિંક્સના યશ તેમજ કરણએ જણાવ્યું હતું કે સર્બિયા દેશની વસતિ ફક્ત 75 લાખ છે, ભારતના અમદાવાદ શહેર કરતા પણ ઓછી વસતિ ધરાવતા સર્બિયા ખાતે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ટ્રેનિંગની સાયન્ટિફિક સિસ્ટમ ડેવલપ થઇ છે અને તેને કારણે જ સર્બિયા દેશ નાનકડો દેશ હોવા છતાં અનેક રમતોમાં તેના સ્પોર્ટસ પર્સન દેશ અને દુનિયા ગજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી દિલ્હી સ્થિત ઇડબલ્યુ લિંક્સ દ્વારા સર્બિયન સરકાર તેમજ ત્યાં ના સ્પોર્ટસ પર્સન સાથે મળીને ભારતના સ્કુલ ગોઇંગ સ્પોર્ટસ સ્ટુડન્ટસને એક્સપોઝર, ટ્રેનિગ તેમજ સ્કીલ્સ ડેવલપમેન્ટ થાય તે માટે 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી માર્ચ 2019થી જુન 2019 દરમિયાન આ સ્પેશયલ ટ્રેનિંગ ઇન સર્બિયા શિડ્યુલ કરવામાં આવશે.

ઇડબલ્યુ લિંક્સ આ પ્રોગ્રામમાં કયા બાળકોને સમાવી શકાય તે માટે હાલ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ તેમજ સુરતની કેટલીક સ્કુલ્સના મેનેજમેન્ટનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

ઇડબલ્યુ  લિંક્સ આ બાબતને સ્પોર્ટસ ટુરિઝમ સાથે સાંકળે છે અને હાલમાં બાસ્કેટ બોલ, ફુટબોલ, શૂટિંગ, ટેનિસ અને વોલીબોલની રમતનું થોડું પણ જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્બિયા ખાતેનો આ 12 દિવસનો ટ્રેનિંગ કેમ્પ ખૂબ ઉપયોગી હોવાનો દાવો કરે છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

વધુ માહિતી માટે આ મુજબની વેબસાઇટનો સંપર્ક કરવા જણાવાય છે.

www.ewlinks.com

For English Readers

The Statement from The EW Links Management

Our motto is sports, our credo is excellence in sports!

Our company, EW Links Beograd, has been set-up with the explicit intent of promoting holistic sports tourism for Indian students. Based in Belgrade, Serbia, we seek to expose students to the world class sports infrastructure that Serbia has to offer and provide professional coaching under the tutelage of current and former International players and certified coaches.

Our programme helps participants improve their skills immensely, while allowing them to enjoy the culture and sights of our UNESCO protected medieval buildings.

Participating students and their chaperoning teachers are provided excellent hotel accommodation.

Belgrade | Sports

Belgrade offers numerous sporting facilities for majority of sports and activities. While football clearly reigns Serbia’s sports scene, Belgrade also offers plenty of great alternatives like basketball, tennis, badminton, volleyball, shooting and water sports.

Belgrade has hosted several major sporting events recently, including Eurobasket, the European Volleyball Championship, the European Water Polo Championship, and the European Youth Olympic Festival. Belgrade was the host city of the 2009 Summer Universiade chosen over the cities of Monterrey and Poznan. Belgrade Marathon Race is the largest and the most mass attended sporting event in Serbia.

Belgrade is also home to two football teams, Red Star (Crvena Zvezda) and Partizan, which have achieved remarkable success and have become famous all over the world.

Belgrade Sports

With more than 1,000 facilities offering sports including swimming, water polo, football, basket ball, tennis, etc., Belgrade is ready to meet any sports challenge.

Belgrade Arena, meeting the latest standards and technology became Belgrade’s trademark and one of the new symbols of the Serbian capital, as well as the place of interest for the visitors to the capital. Together with Prague Arena, it ranks as one of the best of its kind in Europe.

Belgrade has also given rise to several world class tennis players such as Novak Djokovic, the current Wimbledon champion, Jelena Jankovic and Ana Ivanovic.

It is also important to note that amongst the European countries, Serbia is one of the most peaceful and safe countries for visitors and tourists. It is ranked very highly by UN Peace Index.

EW Links Beograd is successfully organizing sports enhancement international camps in Serbia for students in the age group 12 to 18. During the camps, participants are given rigorous coaching in several verticals like football, tennis, volleyball, basketball and shooting. To ensure the safety of participants, their entire sojourn will be supervised by accompanying teachers and EWL team. All sports are played on internationally acclaimed and recognized grounds which include stadia certified for FIFA matches.

Standard Programme at Vrnjačka Banja

12 day training programme in all sports like football, basketball, volleyball and tennis.

Premium Programmes at Belgrade

a) 12 days training programme in football at UEFA and FIFA facility. b) 12 days training in shooting.

Exclusive Add-on at Abu Dhabi*

1 Day City Tour including visit to Ferrari World Theme Park.

Serbian National Squash Champion

Jelena is a seven-time Women’s Squash Champion of Serbia and also Balkans Champion. Currently, she is the highest ranked women’s squash player in the Balkans.

August 19, 2018
asiad.jpg
1min6290

ઇન્ડોનેશિયાનાં પાટનગર જકાર્તામાં આજે તા.19મી ઓગસ્ટ 2018ના રોજ રવિવારે 18માં એશિયન ગેમ્સમો પ્રારંભ થયો છે. ભારતનાં શૂટર અપૂર્વી ચંદેલા અને નિશાનેબાઝ રવિ કુમારે મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહીને ભારતનું મેડલ ટેલીમાં બ્રોન્ઝ સાથે ખાતું ખોલ્યું છે. આ જોડીએ દેશને એશિયાડમાં સૌપ્રથમ મેડલ અપાવ્યો. આ પહેલા અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ સવારે ફાઇનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ હતુ. જોકે 10 મીટર એર પિસ્તોલનાં ટીમ વર્ગમાં મનુ ભાકર અને અભિષેક વર્મા ફાઇનલ માટે  કવોલોફાઇ કરી શક્યા નહતા.

August 17, 2018
paes.jpg
1min5320

એશિયન ગેમ્સના પાંચ ગોલ્ડ સહિત કુલ આઠ ચંદ્રક જીતનાર ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસ આગામી એશિયાડમાંથી નીકળી ગયો છે. પોતાને ડબલ્સ માટેનો સ્પેશિયલિસ્ટ જોડીદાર આપવાને બદલે નબળો પર્ફેાર્મન્સ ધરાવતા સુમીત નાગલ સાથે રમવાનું કહેવામાં આવતાં પેસે આ નિર્ણય લીધો છે.

August 11, 2018
NEERAJ-CHOPRA-INDIA-JAVELIN-CWG-GOLD-COAST.jpg
1min6210

આગામી ૧૮ઑગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલી રહ્યું છે. ભારતના આ દળનું ભાલા ફેંકમાં ભારતનો ટોચનો ખેલાડી નીરજ ચોપડા તિરંગા સાથે નેતૃત્વ કરશે.

આવતા તા.18મી ઓગસ્ટને શનિવારે જકાર્તામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં ભારતીય સંઘનું તિરંગા સાથે નેતૃત્વ નિરજ ચોપડો સંભાળશે એવી જાહેરાત ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરિન્દર બત્રાએ ગઈ કાલે કરી હતી.

૨૦ વર્ષનો નીરજ કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન છે. તે ભાલા ફેંકમાં જુનિયર વર્લ્ડ રેકૉર્ડ ધારક પણ છે. ૨૦૧૭ની સાલમાં તેણે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તેણે ભાલો ૮૫.૨૩ મીટર દૂર ફેંક્યો હતો. ૨૦૧૬માં તે અન્ડર-૨૦ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે જેમની પાસે સુવર્ણચંદ્રકની સૌથી વધુ આશા રાખી છે એમાં નીરજનો પણ સમાવેશ છે.

નીરજે ફિનલૅન્ડમાં તાલીમ માટેના સ્થળેથી કહ્યું હતું કે ‘મને તિરંગા સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળવાનું કહેવામાં આવ્યું છે એનાથી હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો છું. મને બહુ મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. મને આ ગૌરવપૂર્ણ જવાબદારી સોંપાશે એ મેં ધાર્યું જ નહોતું.’

આગામી ૧૮ઑગસ્ટ-૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલશે જેની સામે ચીન ૮૪૫ ઍથ્લેટોની સૌથી મોટી ફોજ મોકલી રહ્યું છે. ભારત વતી ૫૭૨ ઍથ્લેટો અને બાકીના કોચ-અધિકારીઓ સહિતનો કુલ ૮૦૦ જણનો સંઘ જકાર્તા જશે. ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ૧૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૫૭ ચંદ્રકો જીત્યું હતું. એની તુલનામાં, ચીને ગયા વખતે ૧૫૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૪૫ ચંદ્રકો પોતાના કબજામાં કર્યા હતા. ચીનના આ વખતના ૮૪૫ ઍથ્લેટોમાં ૧૯ ઑલિમ્પિક ચૅમ્પિયનો છે. ૬૩૧ ઍથ્લેટો પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

August 10, 2018
download-1.jpg
1min5770

ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા ક્રિકેટ બોર્ડને કુલ ૨૦ અરજીઓ મળી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનરો સુનીલ જોશી અને રમેશ પોવારનો સમાવેશ છે. તમામ અરજીકર્તાઓના આજે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અન્ય અરજી કરનારાંઓમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા તેમ જ વિજય યાદવ, ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મમતા મબેન તેમ જ સુમન શર્મા, મારિયા ફાહે અને પૂર્ણિમા રાવનો સમાવેશ છે. આ બધામાં ભૂતપૂર્વ સ્પિનરો જોશી અને પોવાર સૌથી મજબૂત દાવેદાર ગણાય છે.

તાજેતરમાં તુષાર અરોઠેને તાજેતરમાં ટીમની અમુક ‘સિનિયર’ ખેલાડીઓની ‘સલાહ’ને આધારે કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને પોવારને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે.

સુનીલ જોશી ભારત વતી ૧૫ ટેસ્ટ અને ૬૯ વન-ડે રમ્યો હતો. પોવાર ભારત વતી બે ટેસ્ટ અને ૩૧ વન-ડે રમ્યો હતો.

August 5, 2018
ben-stokes759.jpg
1min4370

બર્મિંગહૅમની ટેસ્ટમાં બીજા દાવમાં રાહુલ, વિરાટ, હાર્દિક અને શમીની વિકેટ લઈને ભારતની હાર નિશ્ર્ચિત કરનાર ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ ગઈ કાલે બેહદ ખુશ હતો, પરંતુ હવે આવતી કાલે તા.6 ઓગસ્ટ (સોમવારે) તેણે ગયા વર્ષે બ્રિસ્ટૉલ ખાતેની નાઇટક્લબની બહાર બનેલા મારપીટના બનાવના સંદર્ભમાં અદાલતમાં હાજર થવું પડશે. પાંચથી સાત દિવસ સુનાવણી ચાલવાની હોવાથી તે ૯મી ઑગસ્ટથી લૉર્ડ્સમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં કદાચ નહીં રમી શકે.

 

July 25, 2018
MS-Dhoni.jpg
1min4990

ક્રિકેટના મેદાન પર જ નહીં બલ્કે મહેન્દ્રસિંહ ધોની દુનિયાદારીના મેદાનમાં પણ પ્રેરણાદાયી અને પ્રશંસનીય રીતે વર્તી રહ્યો છે. હમણા તેણે પ્રમાણિકતાથી પોતાની આવક ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ જાહેર કરીને ઉદારતાથી સરકારની તિજોરીમાં ઇન્કમ ટેક્સ ભર્યો છે. માહીએ એટલો બધો ઇન્કમ ટેક્સ ભરી દીધો કે તે ઝારખંડ રાજ્યમાં વ્યક્તિગત રીતે હાઇએસ્ટ ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સુપર સ્ટાર માહી ઉર્ફે મહેન્દ્ર સિંહ ધોની પોતાની માતૃભૂમિ ઝારખંડ  રાજ્યમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનારો ટેક્સપેયર બન્યો છે. એસેસમેન્ટ વર્ષ 2017-18માં તેણે 12.17 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. એટલું જ નહીં આગામી નાણાકીય વર્ષ માટે તેણે ત્રણ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પણ ભરવાનું ઇનકમ ટેક્સ વિભાગને જણાવ્યું છે.

ઇનકમ ટેક્સ કમિશનર વી. મહાલિંગમના જણાવ્યા મુજબ વર્ષ 2016-17 માટે ધોનીએ 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. જોકે તે સમયે તે ઝારખંડ રાજ્યનો સૌથી વધુ આવક વેરો ભરનારો વ્યક્તિ નહોતો બન્યો. જ્યારે આ વર્ષે તે ઝારખંડનો સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

July 22, 2018
warner.jpg
1min4360

બૉલ-ટૅમ્પરિંગ કાંડને પગલે એક વર્ષના રમવા પરના પ્રતિબંધમાંથી પસાર થઈ રહેલો ઑસ્ટ્રેલિયાનો ૩૧ વર્ષીય આક્રમક બૅટ્સમૅન ડેવિડ વૉર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન માટે આવતા વર્ષે ૩૦મી મે 2018 એ ઇંગ્લૅન્ડમાં શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપને લક્ષ્યાંક બનાવ્યો છે. તે ત્રણ મહિના પહેલાં શરૂ થયેલા ૧૨ મહિનાના પ્રતિબંધ બાદ તા.21 જુલાઇ 2018 પહેલી જ વાર ઑસ્ટ્રેલિયાની ધરતી પર સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો હતો. તેની આ મૅચ ડાર્વિનના હોમગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં તેણે ૩૨ બૉલમાં ૩૬ રન બનાવ્યા હતા.

વૉર્નરને વિદેશની લીગ ટુર્નામેન્ટોમાં તથા ડોમેસ્ટિક ક્રિકેટની નીચલા સ્તરની મૅચો રમવાની છૂટ મળેલી છે. શનિવારની નૉર્ધર્ન ટેરિટરી સ્ટ્રાઇક લીગની મૅચ પછી તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘હું ઑસ્ટ્રેલિયાની ટીમમાં કમબૅક કરવા માટે તત્પર છું. મારા પરનો પ્રતિબંધ પૂરો થવાને હજી આઠેક મહિના બાકી છે. જોકે, આગામી મે મહિનાના વર્લ્ડ કપ પહેલાં રમાનારી પ્રૅક્ટિસ-મૅચોથી હું કમબૅક શકીશ.’