ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાનાર છે. પ્રથમ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ પર 1-0ની લીડ ધરાવે છે. આવતીકાલની મેચમાં કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પણ શાનદાર દેખાવ કરીને વાપસી કરવા માટે ઇચ્છુક છે. જેથી મેચ રોમાંચક બની શકે છે.
પ્રથમ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ટ્વેન્ટી મેચમાં 400 કરતા પણ વધારે રન થયા હતા.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને ન્યુઝીલેન્ડ સામે દેખાવ સુધારવાની તક રહેલી છે.
ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યુ છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી 2018-19માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી.
આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો તેમની વચ્ચે આજની મેચ સાથે 12 મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે.પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણી રમાનાર છે. વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.
બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ 26મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ’ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.પ્રથમ મેચમાં ભારતે’ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બાટિંગની મદદથી’ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આની સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઇડન પાર્ક મેદાન પર ભારતે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે પાંચ વિકેટે 203 રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 204 રન બનાવીને મેચ જીતી ગઈ હતી.



















