નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ કોલેજ,ઓનલાઇન કોર્સ અને ઇન્ટર્નશિપ પર ભાર

શિક્ષણ ક્ષેત્રને મળ્યાં રૂ.99,300 કરોડ
બજેટ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષા ક્ષેત્ર માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે રૂ.99,300 કરોડમની જાહેરાત કરી છે. આ રકમ ગત વર્ષ 2019-20થી આશરે પાંચ કરોડ વધુ છે. ગતવર્ષ 2019-20માં શિક્ષણ ક્ષેત્રને રૂ.94,853 કરોડ આપ્યા હતા. બજેટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવામાં આવે. આ સંસ્થાઓમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઇન સ્કીમ શરુ થશે.
નેશનલ પોલીસ યુનિર્વસિટી ખુલશે
નાણામંત્રીએ પોતાનાં બજેટ ભાષણમાં નેશનલ પોલીસ યુનિર્વસિટી અને નેશનલ ફોરેન્સિક યુનિર્વસિટી બનાવવા અને તેના માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ સંસ્થાનોમાં સાયબર ફોરેન્સિક ભણાવવામાં આવશે. નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એક પ્રોગ્રામ શરુ કરશે જેમાં શહેરી કારખાનાઓ નવા ઇજનેરોને એક વર્ષ માટે ઇન્ટર્નશિપની આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકશે તેમજ કારખાનાઓના કામકાજમાં મદદ મળી રહે.
ઉચ્ચ શિક્ષણ વધારવા માટે દુનિયાભરના છાત્રોને ભારત તરફ આકર્ષવા સુવિધા દેવામાં આવશે,અને ભારતના છાત્રોને પણ એશિયા,આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવશે.રાષ્ટ્રિય પુલિસ વિશ્વવિદ્યાલય,ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવાનો પ્રસ્તાવ રખાયો છે.ડોક્ટરો માટે બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રિક્ટીસ કરતા ડોક્ટોને પ્રોફેશનલ બાબતનોની જાણકારી મળે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની પણ યોજના છે.
- સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની ઘોષણા
- નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની જોગવાઇ
- તમામ ઇન્ફ્રા એજન્સીઓ સ્ટાર્ટઅપમાં યુવાઓની ભાગીદારી સુનિશ્વિત કરશે.
- કૌશલ વિકાસ માટે 3,000 કરોડ રૂપિયાની જોગવાઇ

























