દેશની સૌથી મોટી ખાનગી બેંક અને દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તેમજ ઇંસ્યુરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ જેવી સેવાઓ આપતી નાણા કંપનીએ આજે મર્જરની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર HDFC વિવિધ મંજૂરી બાદ HDFC Bankમાં ભળી જશે. આ મર્જરની અસર બાદ આ કંપની દેશની સૌથી અગ્રણી નાણાકીય સેવાઓ આપતી કંપની બની શકે છે.
સ્ટોક એક્સેન્જને આપેલી વિગત અનુસાર HDFC Bank તેની રૂ.19.38 લાખ કરોડની એસેટ સાથે રૂ.6.24 લાખ કરોડની એસેટ ધરાવતી HDFC સાથે મર્જરની જાહેરાત થઈ છે.
આ જાહેરાત અનુસાર HDFCના 25 શેર સામે રોકાણકારોને HDFC Bankએ 42 શેર મળશે.
શેરબજારમાં લિસ્ટેડ બન્ને કમોનીઓનું માર્કેટ કેપ વધી જશે અને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની શકે છે. શુક્રવારના બંધ ભાવ અનુસાર HDFC Bank રૂ 8.35 લાખ કરોડના મૂલ્ય સાથે ત્રીજા ક્રમે અને HDFC રૂ 4.44 લાખ કરોડ સાથે નવમા ક્રમે છે. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.17.97 લાખ કરોડ સાથે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વન-ડે વર્લ્ડ કપ 2022 પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને રનોથી હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 7મી વખત મહિલા વર્લ્ડ કપ પર જીત હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ 2017માં રમાયેલ વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. પણ આ ફાઈનલ મેચમાં તેમની ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં રમાયલે તમામ મેચોમાં જીત હાંસલ કરી હતી. ઈંગ્લિશ ટીમ પ્રથમ ત્રણ લીગ મેચ હાર્યા બાદ ફાઈનલ સુધી પહોંચી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 356 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનિંગ બેટર એલિસા હીલીએ આક્રમક બેટિંગ કરતાં 170 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. હીલીએ 41 રનોના સ્કોર પર જીવતદાન મળ્યું હતું, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, અને ઈંગ્લેન્ડના બોલર્સને ધોવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 138 બોલ રમ્યા હતા અને 26 ચોગ્ગા ફટકાર્યા હતા.
હીલીએ તેની ઓપનિંગ બેટર રાચેલ હેન્સ (93 બોલ પર 68 રન) અને બેથ મૂની (47 બોલ પર 62 રન)ની સાથે પાર્ટનરશિપ કરી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયા મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યું હતું. આ પુરુષ અને મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં બીજો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં ભારત સામે બે વિકેટના નુકસાન પર 359 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. હીલીએ હેન્સ સાથે મળી પ્રથમ વિકેટ માટે 160 અને મૂની સાથે બીજી વિકેટ માટે 156 રનોની પાર્ટનરશિપ કરી હતી. 357 રનોનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમને ત્રીજી જ ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. સેમિફાઈનલમાં સદી લગાવનાર ડેનિયલ વેટને મેગલ સ્કટે બોલ્ડ કરી હતી. જે બાદ સતત ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી. જો કે એકબાજુથી નતાલી સિવરે મોરચો સંભાળી રાખ્યો હતો, તેણે 90 બોલમાં સદી ફટકારી હતી. પણ ઈંગ્લેન્ડની અન્ય કોઈ બેટરે તેનો સાથ આપ્યો ન હતો. 44 ઓવરમાં 285 રન બનાવી ઈંગ્લેન્ડ ઓલઆઉટ થઈ ગયું હતું. સિવરે 148 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર અલાના કિંગ અને જાનેસને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી હોય છે ત્યારે આ બંને પ્રેમી પંખીડા એપ્રિલમાં સગાઈ કરવાના છે અને ડિસેમ્બરમાં લગ્ન કરશે, એવી માહિતી મળી રહી હતી. જોકે, ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ કપલ ડિસેમ્બરમાં નહીં, પરંતુ આ જ એપ્રિલમાં લગ્નબંધને બંધાશે પરિવારે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
લગ્ન સ્થળ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. રણબીર તથા આલિયા લૅવિશ હોટલમાં લગ્ન નથી કરવાના, પરંતુ કપૂર પરિવારના પૈતૃક ઘરમાં લગ્ન કરવાના છે. ચેમ્બુર સ્થિત આવેલા RK (રાજ કપૂર) હાઉસમાં તેઓ ફેરા ફરશે. રણબીર કપૂરે જ આ ઘરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રણબીરના પેરેન્ટ્સ રિશી કપૂર તથા નીતુ સિંહે 1980માં 20 જાન્યુઆરીના રોજ આ ઘરમાં લગ્ન કર્યા હતા.
કપૂર તથા ભટ્ટ પરિવારે લગ્નમાં 450 મહેમાનોને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. કપૂર પરિવાર એપ્રિલ એન્ડમાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ ભટ્ટ પરિવારે મિડ એપ્રિલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર નાથ રાઝદાનની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી પરિવાર જેમ બને તેમ જલ્દી લગ્ન લેવાય તેમ ઈચ્છે છે.
રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાના પરિવારની સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે. રણબીરની માતા નીતુ સિંહ અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીને આલિયા ઘણી પસંદ છે તો રણબીર પણ અવારનવાર આલિયાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.
શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજરોજ તા.2 એપ્રિલ 2022થી પ્રારંભ થયો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.
આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.
ચૈત્ર નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.
સમગ્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચાસ્પદ બનેલી બોલીવુડની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ થીમની સાડીઓ પણ હવે ટેક્ષટાઇલ નગરી સુરતમાં ઉત્પાદિત થવા માંડી છે. સુરતના જ એક સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ કાશ્મીર ફાઇલ્સના પોસ્ટર્સ સાથેની કલરફૂલ સાડી તૈયાર કરી છે જેને આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં અશોકા ટાવરમાં સાડીના વિક્રેતા વિનોદ સુરાનાએ અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે મોદી યોગીના ફોટાવાળી સાડીઓ તૈયાર કરીને ઓર્ડર પ્રમાણે તેનું વેચાણ પણ કર્યું હતું. તેમણે કારગીલ યુદ્ધ થીમ પર પણ સાડીઓ બનાવીને બજારમાં મૂકી હતી. સાડીઓ પર વર્તમાન ટ્રેન્ડ અને થીમને આકાર આપતા ક્રિએટીવ સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ હવે હાલ ચાલી રહેલી કાશ્મીર ફાઇલ્સની થીમ પર એક કલરફુલ સાડી તૈયાર કરી છે. સાડી પર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના જુદા જુદા પોસ્ટર્સને આકર્ષક રીતે પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને મહિલાઓને જોઇને જ ગમી જાય તેવી સાડી તૈયાર કરી છે.આજે સુરતમાં તૈયાર થયેલી કાશ્મીર ફાઇલ્સ સાડીની પ્રિન્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી. સી.આર. પાટીલે પણ કાશ્મીર ફાઇલ્સ થીમ પર સાડીના કન્સેપ્ટને રચનાત્મક ગણાવીને ઉત્પાદકોને શુભેચ્છા પાઠવી હતી.
ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મેડીકલ, પેરામેડીકલમાં પ્રવેશ માટે જરૂરી નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષા આ વખતે તા.17મી જુલાઇ 2022ના રોજ લેવામાં આવશે એવી જાહેરાત નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ કરી છે. નીટ યુજી માટેના રજિસ્ટ્રેશન નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા તા.6 એપ્રિલથી શરૂ કરવામાં આવશે અને એક મહિના સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. નીટ યુજી પરીક્ષા દેશભરમાં કુલ 13 ભાષાઓમાં લેવામાં આવશે.
NTA એ જણાવ્યું કે ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા અને હાલમાં બોર્ડની પરીક્ષા એપ્રોચ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મેડીકલ પેરામેડીકલની સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર) ના 200 બહુવિધ (મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન) પસંદગીના પ્રશ્નો (એક સાચા જવાબ સાથે ચાર વિકલ્પો)નો સમાવેશ થશે. દરેક વિષયના 50 પ્રશ્નો બે વિભાગ (A અને B) માં વિભાજિત કરવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને એ ત્રણ કલાક 20 મિનિટ બાદ પૂર્ણ થશે અને તમામ ઉમેદવારો માટે એકસમાન રહેશે. આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે, જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે. પેન-પેપર મોડ ટેસ્ટ ભારતના અંદાજે 543 શહેરો અને ભારતની બહારના 14 શહેરોમાં લેવામાં આવશે, જેમાં અબુ ધાબી, બેંગકોક, દુબઈ અને સિંગાપોરનો સમાવેશ થાય છે.
આટલા ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપી સાથે રાખીને નીટનું ફોર્મ ભરશો તો એક જ સિટીંગમાં ફોર્મ ભરાઇ જશે
This year’s National Eligibility-cum Entrance Test (undergraduate) or NEET-UG will be held on July 17 and online registration for the exam will start on April 6. The single-day pen-paper exam for admission to medical and allied programmes will be conducted in 13 languages.
The registration period is likely to remain open till May 7 and a five-day correction window will be opened in mid-May.
કેટલાક અણસમજુ લોકોએ નેશનલ એજ્યુકેશન પોલિસીનું સાવ જ ખોટું અર્થઘટન કરીને એવી વાતો ફેલાવી કે આગામી શૈક્ષણિક વર્ષ 22-23થી ધો.10 બોર્ડની પરીક્ષાઓ નીકળી જશે. વાલીઓએ પણ ધડમાથા વગરની આ વાત મોટા પાયે માની લીધી અને એ પ્રમાણે પોતાના સંતાનોને પણ માહિતી આપીને ખુશ કરી દીધા. પરંતુ, મળતી માહિતી મુજબ આવી કોઇ જ વાત નથી. હવે તો ગુજરાત બોર્ડે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીને કારણે ધો.10ની પરીક્ષા રદ થાય કે થશે તેવી કોઇ જ શક્યતા નથી અને ધો.10ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા જ લેવામાં આવશે.
બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકલન પ્રણાલીની નુકસાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓની માળખાની પુનઃરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.
ગુજરાત બોર્ડે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં કરેલી સ્પષ્ટતા આ મુજબ છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB- ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.
દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે જ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.
પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (પેન) અને આધાર વચ્ચે ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયા દંડ થશે, તેવું આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું. ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિસે (સીબીડીટી) પેન અને આધારને લિન્ક કરવા માટેની અંતિમ તારીખ ઘણીવાર લંબાવી છે. જેમના પેન કાર્ડ આધાર સાથે લિન્ક કરવામાં આવ્યા ન હોય તેમના પેન કાર્ડ ૩૧મી માર્ચ ૨૦૨૩ પછી રદ થઇ જશે. પેન અને આધાર ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં આવશે. તેમને ૫૦૦ રૂપિયાની લેટ ફી લાગશે અને તે પછી લિન્ક કરાવનારાઓ માટે ૧૦૦૦ રૂપિયા સુધીમો દંડ થશે. સીબીડીટીએ બુધવારે એક પરિપત્ર બહાર પાડી આ બાબતમાં જાણકારી આપી હતી. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી આધાર-પેન લિન્કીંગ ઓથોરિટી સમક્ષ કરદાતા આધારની માહિતી રજુ કરી શકશે. આવા કરદાતાઓએ લેટ ફી આપવાની રહેશે. સીબીડીટીએ વધુમાં કહ્યું હતું કે ‘૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી કરદાતાઓએ આધારની માહિતી રજુ ન કરી હોય તો ઇન્કમ ટેક્સ રિર્ટન ભરવા અથવા રિફંડ પ્રક્રિયા માટે જુનો પેનકાર્ડ કાર્યરત રહેશે. ૩૧મી માર્ચ, ૨૦૨૩ પછી આવા કરદાતાઓના પેન રદ થઇ જશે અને તેમણે પેન રજુ નહીં કરવાના કાયદા હેઠળ જે હોય તે પરિણામ ભોગવવા પડશે,’ તેવું સીબીડીટીએ કહ્યું હતું.
આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.
આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.
લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.
ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.
પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો
એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.
વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર
આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.
પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.
પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ આગામી તા.૩૦ જૂનથી થશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદે મળેલા અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં ૪૩ દિવસ ચાલનારી આ યાત્રાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સામાન્ય લોકો અમરનાથ યાત્રામાં જોડાઇ શકશે. કોવીડ-19 અંગેના કેન્દ્ર સરકારના પ્રવર્તમાન તેમજ વખતોવખત કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામા આવનારા તમામ ધારાધોરણો લાગૂ કરવાની શરતે અમરનાથ યાત્રામાં સામાન્ય લોકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્વિટર પર જમ્મુ કાશ્મીરના લેફ. ગવર્નર સિન્હાએ લખ્યું કે 27 માર્ચે અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને ૪૩ દિવસ ચાલનારી યાત્રાનો પ્રારંભ તા.૩૦ જૂનથી થશે. અમે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવતાં અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી અને કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ પ્રતીકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી.
Chaired Board meeting of Shri Amarnathji Shrine Board. The 43-day holy pilgrimage will commence on 30th June with all covid protocols in place & culminate, as per the tradition,on the day of Raksha Bandhan.We had in-depth discussion on various issues also on upcoming Yatra. pic.twitter.com/TK3UiUfF54
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.