CIA ALERT
03. May 2024
August 19, 20181min10590

Related Articles



કૅલિફોર્નિયામાં દુર્ગંધ મારતા ફૂલો જોવા અસંખ્ય સહેલાણીઓ ઊમટી પડ્યા

Share On :
Print Friendly, PDF & Email

સાઉથ કૅલિફોર્નિયામાં ઊગતા કૉર્પ્સ નામના ફૂલો પૂરબહારમાં ખીલ્યા હોય ત્યારે એ અતિશય દુર્ગંધ મારતા હોય છે, પરંતુ ગુરુવારે એ જ ફૂલોની ઝલક લેવા હન્ટિન્ગટન લાઇબ્રેરીમાં અસંખ્ય મુલાકાતીઓ ઊમટી પડ્યા હતા.

Visitors look at the so-called corpse flower, known for the rotten stench it releases when it blooms, at the Huntington Library Friday, Aug. 17, 2018, in San Marino, Calif. The flower, nicknamed “Stink,” began blooming unexpectedly on Thursday night, Huntington spokeswoman Lisa Blackburn said. 

આ ફૂલોનું હુલામણું નામ ‘સ્ટિન્ક’ છે જેનો અર્થ દુર્ગંધ થાય છે. ગુરુવારે રાત્રે આ ફૂલો અણધારી રીતે સોળે કળાએ ખીલ્યા હતા, એમ હન્ટિન્ગટનનાં મહિલા પ્રવક્તા લિસા બ્લૅકબર્ને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે ‘અમે તો એવું ધારીને બેઠાં હતાં કે આ ફૂલો પૂરબહારમાં ખીલવાને હજી થોડા દિવસની વાર છે, પણ આ તો તૈયાર થઈ ગયા એ જોઈને ઘણો આનંદ થઈ રહ્યો છે.’

કૉર્પ્સ ફૂલો પૂરબહારમાં ખીલતાં સામાન્ય રીતે 15 વર્ષનો સમય લાગી જતો હોય છે અને ફક્ત 24 કલાક સુધી જ ખીલેલા રહે છે. આ ફૂલો પૂરેપૂરા ન ખીલે ત્યાં સુધી એના છોડવામાંથી દુર્ગંધ બહાર આવતી નથી. ‘સ્ટિન્ક’ ઉપરાંત ‘સ્ટન્ક’ અને ‘સ્ટૅન્ક’ નામના કૉર્પ્સ ફૂલ પણ થોડા દિવસમાં ખીલવાની સંભાવના છે. આ ફૂલોની ગંધ અતિશય ખરાબ હોવા છતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ એને જોવા આવતા હોય છે જેમાં વનસ્પતિ વિજ્ઞાનમાં રુચિ ધરાવનારાઓ ખાસ હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :