BRICS સમિટ માટે Delhi પહોંચ્યા Russian રાષ્ટ્રપતિ Putin, આજે (11/09/26) PM મોદી સાથે થશે મુલાકાત

Share On :

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS Summit 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. પુતિન શુક્રવારે દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ભારત પહોંચવા પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિક વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું. તેઓ BRICS Summitમાં ભાગ લેવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે. છેલ્લા 9 મહિનામાં પુતીનનો આ બીજો ભારત પ્રવાસ છે. આની પહેલા તેઓ 5 ડિસેમ્બર 2025ના રોજ ભારત આવ્યા હતા.

પુતિનના દિલ્હી પહોંચતા પહેલા જ સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. એરપોર્ટથી હોટેલ અને ત્યારબાદ ભારત મંડપમ જવાના તેમના રસ્તાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

પુતિનના રોકાવાની શક્યતા હોય તેવી હોટેલમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ અને તેની આસપાસ અનેક સ્તરો પર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રશિયન સુરક્ષા ટીમ પણ અગાઉથી જ દિલ્હી પહોંચી ચૂકી છે. આ ટીમે હોટેલ અને આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :