CIA ALERT

BNI ઇન્ડિયા લીડરશીપ કોન્ફરન્સમાં BNI સુરતે 4 નેશનલ એવોર્ડ્સ જીત્યા

Share On :

Jayesh Brahmbhatt   98253 44944

ઓગસ્ટ, 2018 : મુંબઈની હોટલ સહારા સ્ટાર ખાતે યોજાયેલી બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં ભારતના 65થી વધુ શહેરોના બીએનઆઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, રિજનલ ડિરેક્ટર્સ, ડિરેક્ટર કન્સલ્ટન્ટ્સ અને લીડરશીપ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોના પણ નેશનલ ડિરેક્ટર્સે આ ભવ્ય કોન્ફરન્સમાં હાજર રહીને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 

 

 

 

 

બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં 6નેશનલ રેકગ્નિશન્સમાંથી બીએનઆઇ સુરતે નીચે મૂજબની ચાર કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યાં છે.

(1) ટોપ પર્ફોર્મિંગ રિજન ટુ સ્કોર 100પોઇન્ટ્સ ઇન લાસ્ટ 12મંથ્સ,

(2)હાઇએસ્ટ વર્લ્ડ એવરેજ ચેપ્ટર સાઇઝ,

(3) ટોપ પર્ફોર્મિંગ રિજન એઝ પર 3+1 ટ્રાફિક લાઇટ્સ અને

(4)હાઇએસ્ટ રિટેન્શન.

ઉલ્લેખનીય છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં અત્યંત ઝડપી પ્રગતિ સાધીને 14ચેપ્ટર્સમાં 1,000થી વધુ સભ્યોને જોડ્યાં છે તથા તેણે બીએનઆઇમાં વિશ્વભરમાં અત્યાર સુધીના સૌથી ઝડપે વૃદ્ધિ સાધતા રિજનનું ટાઇટલ પણ મેળવ્યું છે.

આની સાથે-સાથે બીએનઆઇ સુરતે 5રિજનલ એવોર્ડ્સ પણ મેળવ્યાં છે. હવે બીએનઆઇ સુરતે પોતાના સભ્યોને કારોબારમાં વિસ્તાર કરવામાં મદદરૂપ બનવા માટે એક્ઝિમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી મહત્વપૂર્ણ પહેલ કરી છે.

-x-x-x-

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :