CIA ALERT

Blog - Page 64 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 5, 2024
trump-vs-harris.png
1min347

અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. અત્યાર સુધી કરાયેલા તમામ સર્વેમાં બંને ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો થવાની સંભાવના છે. નિષ્ણાતોના મતે અમેરિકાના ઈતિહાસમાં આટલી નજીકની હરીફાઈ અગાઉ ક્યારેય થઈ નથી.

મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ કમલા હેરિસની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ, જેડી વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો કરી રહ્યા છે.
અમેરિકામાં મતદાનનો સમય શું રહેશે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન વિવિધ રાજ્યોના સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચે શરૂ થશે. આ સમય ભારતીય સમય અનુસાર સાંજે 4:30 થી 9:30 નો રહેશે. મોટાભાગના મતદાન કેન્દ્રો સાંજે 6 વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહી શકે છે. એટલે કે અમેરિકામાં મતદાન પૂરું થાય ત્યાં સુધીમાં બીજા દિવસે ભારતમાં શરૂ થઈ જશે.

અમેરિકામાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યા સુધીમાં મતદાન સમાપ્ત થઈ શકે છે. ઘણા રાજ્યોમાં આ સમય વધુ હોઈ શકે છે કારણ કે અમેરિકાના રાજ્યો ઘણા જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી શરૂ થઈ જશે. મતગણતરી પૂરી થયા પછી, પોપ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે જે ઉમેદવાર સૌથી વધુ પોપ્યુલર વોટ મેળવે તે વાસ્તવમાં રાષ્ટ્રપતિ પદનો વિજેતા હોય. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ખરેખર પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટાય છે. આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે.

તેથી, કેટલીકવાર સચોટ પરિણામો મેળવવામાં એક કે બે દિવસ લાગે છે. અમેરિકામાં યોજાયેલી મોટાભાગની રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વખતે સખત સ્પર્ધાને કારણે રાહ પણ જોવી પડી શકે છે.

November 4, 2024
chhath-puja.png
1min261

પંચાગ અનુસાર દર વર્ષે છઠ મહાપર્વની શરૂઆત કારતક સુદ ચોથની તિથિથી થાય છે, જે સપ્તમી તિથિ પર સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થાય છે. આમાં સૌથી મહત્વપૂર્ણ તિથિ છઠ માનવામાં આવે છે. આ દિવસોમાં સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. આ તહેવાર મૂળરૂપે બિહાર, પૂર્વાંચલમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી લઈને વિદેશ સુધી ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે.

છઠ પૂજાને સૌથી મુશ્કેલ વ્રતોમાંથી એક માનવામાં આવે છે, કારણ કે આ દરમિયાન કઠોર નિયમોનું પાલન કરવાની સાથે લગભગ 36 કલાક માતાઓ નિર્જળા ઉપવાસ રાખે છે. માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, સારા ભવિષ્ય, રોગમુક્ત જીવન અને સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે. આવો જાણીએ આ 4 દિવસનો તહેવાર ક્યારે શરૂ થઈ રહ્યો છે. સાથે જ દરેક દિવસનું મહત્વ.

છઠ મહાપર્વ 2024 તારીખ

છઠ પૂજાની શરૂઆત કારતક સુદ છઠથી થાય છે. તમને જણાવી દઈએ કે છઠ તિથિ 7 નવેમ્બરે બપોરે 12.41 વાગ્યે શરૂ થાય છે, જે 8 નવેમ્બરે બપોરે 12.35 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદયા તિથિના આધારે છઠ પૂજા 7 નવેમ્બરના રોજ છે. આ દિવસે સાંજે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે.

નહાય ખાય – 5 નવેમ્બર 2024

કારતક સુદ ચોથના દિવસે નહાય ખાય હોય છે. છઠ પૂજાના પ્રથમ દિવસે નદી, તળાવ કે પવિત્ર જળમાં સ્નાન કરી સાત્વિક ભોજન ગ્રહણ કરે છે.

ખરના – 6 નવેમ્બર 2024

કારતક સુદ પાંચમના દિવસે ખરના કરવામાં આવે છે, જે બીજો દિવસ છે. આ દિવસે માતાઓ આખો દિવસ વ્રત રાખે છે અને પૂજા બાદ ગોળની ખીર ખાઇને 36 કલાકના નિર્જળા ઉપવાસ શરૂ કરે છે.

સંધ્યા અર્ધ્ય- 7 નવેમ્બર 2024

કારતક સુદ છઠએ ત્રીજો દિવસ છે, જે છઠનો સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. ત્રીજા દિવસે માતાઓ સૂર્યાસ્ત સમયે નદી અથવા તળાવમાં જાય છે અને સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરે છે.

સવારમાં અર્ધ્ય – 8 નવેમ્બર 2024

છઠ પૂજાનો છેલ્લો દિવસ કારતક સુદ સાતમના દિવસે આવે છે. આ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. જે બાદ માતાઓ પોતાનો ઉપવાસ ખોલીને પ્રસાદનું વિતરણ કરે છે.

November 4, 2024
jalarambapa.jpg
1min311

રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આગામી આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને શણગારવાની તડામાર તૈયારીઓ શરુ કરી છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે.

જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો આવશે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.

આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી આઠમી નવેમ્બરના કારકત સુદ સાતમના દિવસે જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીની આખરી ઓપ આપવામાં આવી.

સ્થાનિકોએ કહ્યું કે, આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ આગામી આઠમી નવેમ્બર, કારતક સુદ સાતમના દિવસે સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવાશે.

October 28, 2024
ayushaman.jpg
1min376

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)  હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા  આરોગ્ય વીમાની શરૂઆત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648 હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે. 

દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70  કે તેથી વધારે હોય તે આ સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

October 28, 2024
nitishkumar.jpg
1min267


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે એનડીએની બેઠક બોલાવી છે. બિહારમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી વચ્ચે નીતિશ કુમાર આ બેઠક બોલાવીને ભાજપને પોતાની નારાજગીના સ્પષ્ટ સંકેતો આપવા જઇ રહ્યા છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા એનડીએની બેઠકો બોલાવાઇ હતી જેમાં નીતિશ ગેરહાજર રહ્યા હતા. હવે ખુદ નીતિશે જ બેઠક બોલાવીને આશ્ચર્ય સર્જ્યું છે. એવા અહેવાલો છે કે નીતિશ કુમાર ભાજપને ભીંસમાં લઇ શકે છે.

અરરિયાના ભાજપના સાંસદ પ્રદીપસિંહ દ્વારા અપાયેલા નિવેદનથી નીતિશ કુમાર નારાજ છે. જ્યારે ભાજપના નેતા ગિરિરાજસિંહે હિન્દુ સ્વાભિમાન યાત્રાની જાહેરાત કરી છે જેનાથી પણ નીતિશ કુમાર અને તેમનો પક્ષ ખુશ નથી જણાતા કેમ કે જદ(યુ)ને ડર છે કે ભાજપના નેતાઓના ભડકાઉ નિવેદનોથી પક્ષને નુકસાન થઇ શકે છે.

આ ઉપરાંત ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જદ(યુ)ને ભાજપે માત્ર બે જ બેઠકો આપી છે. જ્યારે નીતિશને 11 બેઠકોની આશા હતી. બેઠકોની જાહેરાત સમયે યોજાયેલી પ્રેસ કોન્ફરંસમાં જદ(યુ)ના ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ ગેરહાજર રહ્યા હતા. આવા અનેક મુદ્દે નીતિશ કુમાર ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે.

28મીએ નીતિશ કુમારે એનડીએની બેઠક બોલાવી છે જે બાદ અલગ રૂમમાં જદ(યુ)ના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવશે. નીતિશ કુમાર આ બેઠકમાં ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો આપતા અટકાવવાનો પ્રયાસ કરશે સાથે જ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. નીતિશ કુમારે જ્યારે પણ બેઠક બોલાવી છે ત્યારે કોઇ મોટી જાહેરાત થતી જોવા મળી છે. આ બેઠકમાં પણ કઇક નવા જુની થવાની શક્યતાઓ છે. નીતિશ કુમાર એનડીએમાં પોતાનુ કદ મોટુ હોવાનો અહેસાસ પણ ભાજપના નેતાઓને કરાવી શકે છે.

October 25, 2024
dana.png
1min293

15 લાખથી વધુનું સ્થળાંતર : બંગાળમાં ત્રણ હોડી ડૂબતા 16 માછીમાર લાપતા
પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડયો : ઓડિશામાં સ્કૂલ-કોલેજો, જગન્નાથ, કોણાર્ક મંદિર બંધ કરાયા
ચક્રવાતી તોફાન દાના ‘દાનવ’ બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 300થી વધુ ફ્લાઈટ્સ અને 552 ટ્રેનો રદ કરી દેવાઈ હતી. આ સિવાય ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પણ જોરદાર પડી રહ્યું છે.

વાવાઝોડું દાના ઓડિશામાં પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે ભિતરકનિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાયું હતું. આ સમયે સમુદ્રના મોજા બે મીટર ઊંચા ઉછળ્યા હતા. વાવાઝોડના કારણે ઓડિશામાં ભારે વરસાદ પડયો હતો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ક્હયું હતું કે, તેમની સરકાર ‘ઝીરો કેઝ્યુલિટી’ માટે કટિબદ્ધ છે. આ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી સતત વાવાઝોડા દાના અંગે માહિતી મેળવી રહ્યા છે.

ઓડિશામાં 14 જિલ્લામાં 10 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 3.50 લાખથી વધુ અને અન્ય રાજ્યોમાંથી પણ હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાના પગલે સર્જાનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની 19 ટીમો, ઓડિશા આરએએફની 51, ફાયર સર્વિસની 220 અને વન વિભાગની 95 ટીમો સહિત 385 રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે. આ સિવાય ઓડિશા પોલીસના જવાનોની 150 પ્લાટૂન્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રખાઈ છે.

ભુવેશ્વર એરપોર્ટ ગુરુવારે સાંજથી આગામી 16 કલાક માટે બંધ કરી દેવાયું હતું, જેને પગલે 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. ઓડિશામાં સ્કૂલ અને કોલેજો બે દિવસ માટે બંધ કરી દેવાયા છે. ભારતીય રેલવેએ પણ ઓડિશા અને બંગાળમાં ૫૫૨થી વધુ ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું. પુરી જગન્નાથ મંદિર પરિસરમાંથી બધા જ અસ્થાયી ટેન્ટ હટાવી દેવાયા છે જ્યારે વિશ્વવિખ્યાત કોણાર્ક મંદિર બે દિવસ માટે બંધ કરી દેવાયું છે.

વાવાઝોડા દાનાની અસરના પગલે માત્ર ઓડિશા જ નહીં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ સહિત પૂર્વોત્તરના રાજ્યો પર અસર જોવા મળી હતી. દાના ઓડિશામાં ત્રાટકે તે પહેલાં પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં આંધી-તોફાન જોવા મળ્યા હતા. તેની ઝપેટમાં આવતા ત્રણ હોડી ડૂબી ગઈ હતી અને 16 માછીમાર લાપતા થઈ ગયા હતા. તેમની શોધ ચાલુ છે. માછીમારો સાથે 10થી 12 વર્ષના અનેક બાળકો પણ હોડીઓમાં સવાર હતા.

ઝારખંડમાં પણ વાવાઝોડાની અસરના કારણે ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમી સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી.

October 25, 2024
pushpa2.png
1min343

અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ હવે છઠ્ઠી ડિસેમ્બરને બદલે પાંચમી ડિસેમ્બરે રીલિઝ થશે. તેના કારણે વિકી કૌશલનું ટેન્શન વધ્યું છે. વિકી કૌશલની ‘છાવા’ તા. છઠ્ઠી ડિસેમ્બરે જ ‘પુષ્પા ટૂ’ સામે ટકરાવાની હતી પરંતુ હવે આગલા દિવસથી જ ‘પુષ્પા ટૂ’ છવાઈ જશે તો ‘છાવા’ને મોટો ફટકો પડશે. ‘પુષ્પા ટૂ’ ફિલ્મની રિલીઝની તારીખમાં વાંરવાર ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આ ફિલ્મને ગત એપ્રિલ મહિનામાં રીલિઝ કરવાની યોજના હતી. આ પછી તેને ૧૫ ઓગસ્ટના રોજ રીલિઝ કરવાનું જાહેર કરાયું હતું. પરંતુ શૂટિંગ લંબાઇ જવાના કારણ તારીખ ઠેલાઈ ગઈ હતી. બંને ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે રશ્મિકા મંદાના કોમન છે.

આમ રશ્મિકાની જ એક ફિલ્મનો મુકાબલો રશ્મિકાની બીજી ફિલ્મ સામે થશે.

‘પુષ્પા ટૂ’ને તેના પહેલા ભાગની ગુડવિલનો લાભ મળી રહ્યો હોવાથી તે રેસમાં અત્યારથી આગળ છે. બીજી તરફ વિકી કૌશલ એક સારો કલાકાર હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર કમર્શિઅલ સકસેસની ગેરન્ટી મનાતો નથી.

October 25, 2024
Dwarkadhish-Temple0-1280x1917.jpg
1min278

આગામી દિવસોમાં વર્ષના સૌથી મોટાં તહેવાર દિવાળીની શરુઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન યાત્રાધામોમાં વિશેષ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પર્વની જગતમંદિર દ્વારકામાં વિશેષ ઉજવણી થવાની છે. જેને લઈને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

દ્વારકાધીશ મંદિર કચેરી દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ધનતેરસના દિવસે મંદિરમાં સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, બપોરે 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે, ત્યારબાદ સાંજે 5:00 વાગે ઉત્થાપન બાદ દર્શનનો લાભ મળશે. તેમ જ રાત્રે 9:45 કલાકે અનોસર બાદ મંદિર દર્શન બંધ થશે.

October 25, 2024
voting-early.png
1min224
  • પ્રમુખપદની ચૂંટણીને હજી બે અઠવાડિયા બાકી
  • ડોનાલ્ડ ટ્રમ્પનો વહેલા મતદાનની પદ્ધતિ સામે વિરોધ છતાં તેમના પક્ષના મતદારોએ જ આ વિકલ્પ વધુ અપનાવ્યો

5 નવેમ્બરે યોજાનાર અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને હજી બે અઠવાડિયા બાકી છે ત્યારે બે કરોડથી વધુ અમેરિકનો મતદાન કરી ચૂક્યા છે જે ઉપ-પ્રમુખ કમલા હેરિસ (ડેમોક્રેટ ઉમેદવાર) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (રિપબ્લિકીન ઉમેદવાર) વચ્ચેની સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. ફ્લોરિડાની ઈલેક્શન લેબની યુનિવર્સિટી અનુસાર ૭૮ લાખ મતદારોએ વહેલા ઈન-પર્સન વોટિંગમાં ભાગ લીધો હતો જ્યારે એક કરોડથી વધુ મતદારોએ ટપાલ બેલોટનો વિકલ્પ પસંદ કર્યો હતો.

ભારતથી વિપરીત જ્યાં મતદાન શરૂ થવા અગાઉ પ્રચાર બંધ કરવામાં આવે છે, અમેરિકામાં અનેક અઠવાડિયા સુધી બંને સમાંતર ચલાવવાની મંજૂરી છે. આ વર્ષે એરિઝોના, નેવાડા, વિસ્કોનસિન, મિશિગન, પેનીસીલવેનિયા, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયા જેવા પરિણામ પર પ્રભાવ પાડવા સક્ષમ મહત્વના સાત રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમેરિકામાં વહેલું મતદાન લોકપ્રિય પદ્ધતિ છે જેમાં મતદારોને ચૂંટણીના નિર્ધારિત દિવસ અગાઉ જ ટપાલ અથવા નક્કી કરાયેલા પોલીંગ બૂથ પર તેમના મત આપવાની છૂટ હોય છે.

નોંધનીય છે કે રિપબ્લિકન મતદારોએ વહેલા વોટિંગમાં વધુ રસ દાખવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ પદ્ધતિ સામે વિરોધને જોતા આ બાબતે ઘણાને આશ્ચર્ય થયું હતું. પ્રત્યક્ષ વોટિંગમાં ૪૧.૩ ટકા રિપબ્લિકન મતદારો હતા જ્યારે ડેમોક્રેટ્સ ૩૩.૬ ટકા હતા. બીજી તરફ ટપાલ દ્વારા વોટિંગમાં બંનેની સંખ્યા લગભગ સમાન હતી.

સેમ એલ્મી જેવા રાજકીય નિષ્ણાંતોના મતે રિપબ્લિકન મતદારોએ સગવડ અને અસરકારકતાને કારણે વહેલા મતદાનનો વિકલ્પ અપનાવ્યો હતો. જ્યોર્જિયા જેવા રાજ્યોમાં ચૂંટણીના દિવસ પહેલા ૭૦ ટકા મતદારો તેમના મત આપવાની સંભાવના હોવાથી મતદાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને રિપબ્લિકન મતદારોમાં વધુ પ્રમાણમાં મતદાન થવાની બાબત ચૂંટણીના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

October 25, 2024
supreme.jpg
1min256

સુપ્રીમ કોર્ટે ગુરુવારે Date 24/10/2024 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો. આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, મૃતકની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મતારીખનો ઉલ્લેખ કરવાને બદલે મૃતકની ઉંમર જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ ૨૦૧૫ની કલમ ૯૪ હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે નક્કી કરી શકાય છે.

આ કેસમાં મોટર એક્સિડેન્ટસ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂ. ૧૯,૩૫,૪૦૦ના વળતરને હાઈકોર્ટે ઘટાડીને રૂ. ૯,૨૨,૩૩૬ કર્યું હતું કારણકે, મૃતકના આધાર કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ પર આધાર રાખીને તેની ઉંમર ૪૭ વર્ષની ગણીને ૧૩નો ગુણાંક લાગુ કરવામાં આવ્યો હતો.

અપીલકર્તાએ હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમણે અરજીમાં કહ્યું કે, મૃતકની ઉંમરની ગણતરી કરવા માટે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈહતી. તેમની દલીલ હતી કે, મૃતકના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ તેની ઉંમર ૪૫ વર્ષની હતી અને તે મુજબ ૧૪નો ગુણાંક લાગુ થવો જોઈએ.