CIA ALERT

Blog - Page 176 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 23, 2021
Cia_business_news-1280x936.jpg
3min407

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બિલ્ડર્સ, ડેવલપર્સ, રિયલ એસ્ટેટ બિઝનેસમેનના ભારતવ્યાપી સંગઠન, ક્રેડાઇ Confederation of Real Estate Developer’s Associations of India ના સુરત બ્રાન્ચના નવી ટર્મના હોદ્દેદારોની વરણી તાજેતરમાં સર્વાનુમતે સંપન્ન કરવામાં આવી છે. સુરતના જાણિતા બિલ્ડર્સ ગ્રુપ, સંજય માંગુકીયા પ્રેસિડેન્ટ પદે, જાણિતા બિલ્ડર રવજીભાઇ ચેરમેન પદે તેમજ સેક્રેટરી પદે ભાવેશ સંઘવીની નિયુક્તિ કરવામાં આવી છે. ક્રેડાઇ- સુરતના અન્ય હોદ્દેદારો નીચે જણાવેલા પોસ્ટરમાં સમાવિષ્ટ છે.

May be an image of 12 people and text that says 'CREDAÎ SURAT Office Bearers 2021 2023 RAVJIBHAI PATEL Chairman SANJAY MANGUKIYA President ASODARIA Vice-President DR. JIGNESH PATEL Vice-President VIJAYHELIA VIJAY Vice-President BHAVESH SANGHAVI Secretary AMAR RAVAL Jt. Secretary TUSHAR LAKHANI Jt. Secretary UMESH PATEL Jt. Secretary DIPAN DESAI Treasurer HARESHBHAI MOTISARIYA HARSHIL DELIWALA Treasurer Chief Co-Ordinator'
CREDAI Surat was established in 1993 and since then has been operating for the promotion of Real Estate Sector and for the benefit of their members. CREDAI Surat has emerged as a leading platform for addressing problems of Real Estate Promoters and Developers of Surat. CREDAI Surat is an affiliated body to Credai Gujarat, which is an associate member of CREDAI (Confederation of Real Estate Developers Association of India).

ક્રેડાઇ સુરતની નવી ટીમ 2023 સુધી કાર્યરત રહેશે. ચાલુ સપ્તાહે અવધ યુટોપીયા ખાતે યોજાયેલી ક્રેડાઇ સુરતની 30મી વાર્ષિક સાધારણ સભામાં ક્રેડાઇ સુરતની નવી ટર્મના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

સુરતમાં જ્યારે સુરત ડાયમંડ બુર્સ, ગીફ્ટ સિટી સમેતના મેગા પ્રોજેક્ટ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે ક્રેડાઇ સુરતની ભૂમિકા આગામી બે વર્ષમાં મહત્વની થઇ પડશે.

May be an image of 5 people, people standing and text that says 'MR SANJAYBHAI MANGUKIYA (PIRAMYD GROU PR DENT CRFN URA'
May be an image of 10 people, people standing, indoor and text that says 'CREDAI SURAT Surat CREDAI SURAT CRE SU Confederation of Real E-tate Develong' Asso tions of Surat CREDAI waas Skill'
October 23, 2021
Gujarat-Police.jpg
1min339

રાજ્ય સરકારે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે શારીરિક કસોટી પાસ કરનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં રાજ્યમાં વધુમાં વધુ શિક્ષિત યુવાનોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષામાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વાર મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

તમામ ઉમેદવારોની માગણી અને લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઈન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગણા અને લોક રક્ષક સંવર્ગોમાં 8 ગણા મેરિટ મેરિટોરિયસ ઉમેદવારોને આગામી તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની પ્રવર્તમાન જોગવાઈઓને રદ કરીને શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવા સંદર્ભે પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.

એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને નવા નિયમો અંગે માહિતી આપી હતી. તેઓએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો.

આ ભરતી અંગે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

October 23, 2021
t20_world.jpg
1min630

ઓસ્ટ્રેલિયાની ટીમ આઇસીસી ટી-20 વિશ્વ કપમાં Dt.23/10/21 શનિવારે જ્યારે દ. આફ્રિકા વિરૂધ્ધ તેના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેના ટોચના ક્રમના બેટધરો પાસે ફોર્મમાં વાપસી કરીને શાનદાર દેખાવની આશા રહેશે.

ટી-20 વિશ્વ વિજેતા બનવામાં અત્યાર સુધી નિષ્ફળ રહેનાર આ બન્ને ટીમો તેમના સપનાને સાકાર કરવા માટે સુપર-12ના ગ્રુપ-વનમાં જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનું લક્ષ્યાંક રાખશે. જો કે ઓસ્ટ્રેલિયાની બાજુ ચિંતા વધુ છે. અહીં પહોંચ્યા પહેલા તેને બંગાલદેશ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, ભારત અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની દ્રિપક્ષીય ટી-20 શ્રેણીમાં હાર સહન કરવી પડી છે. આ દરમિયાન કાંગારૂ ટીમ ફકત પાંચ જીત મેળવી શકી છે અને 13માં હારનો સામનો કરવો પડયો છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ચિંતા આક્રમક ઓપનર ડેવિડ વોર્નરનું ખરાબ ફોર્મ છે. આઇપીએલમાં યૂએઇમાં તેને શૂન્ય અને બે રનની ઇનિંગ બાદ સનરાઇઝર્સની ઇલેવનની બહાર કરી દેવાયો હતો. અભ્યાસ મેચમાં પણ સર્જરી બાદ વાપસી કરનાર કેપ્ટન એરોન ફિંચની પણ ક્રિઝ પર કસોટી થશે. ઉપસુકાની પેટ કમિન્સે આઇપીએલમાં બ્રેક લીધો હતો. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ ગત વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને અહીં પહોંચી છે. ટીમે બન્ને અભ્યાસ મેચ પણ જીત્યા છે. જો કે આ વખતની આફ્રિકાની ટીમમાં કોઇ મોટા ખેલાડીઓ નથી. આથી ટૂર્નામેન્ટમાં તેને જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવતી નથી. તેના ટોચના ક્રમના બેટધરો સુકાની તેમ્બા બાવુમા, ડિ’કોક, માર્કરમ, હેંડ્રિકસ અને ડુસાન કોઇ પણ બોલિંગ લાઇનઅપને ભારે પડી શકે છે. ખાસ કરીને આફ્રિકાની બોલિંગ વધુ મજબૂત છે. જેમાં રબાડા, નોત્ઝે, એન્ડિગીની ત્રિપુટી’ છે. જયારે સ્પિન મોરચે ટી-20નો વિશ્વ નંબર વન બોલર તબરેજ શમ્શી છે. ડેવન પ્રિટોરિયસ અને વિયાન મુલડર તેના ઓલરાઉન્ડર છે.

ટી-20 વર્લ્ડ કપના Dt.23/10/21, શનિવારે રમાનારા બીજા મેચમાં વર્તમાન વન ડે ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને વર્તમાન ટી-20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ આમને-સામને હશે. ત્યારે ઇંગ્લેન્ડની નજર છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં આખરી ઓવરમાં બ્રેથવેટના ચાર છકકાથી મળેલી હારનો હિસાબ ચૂકતે કરીને વિન્ડિઝને હાર આપવાનો રહેશે. વોર્મઅપ મેચમાં ઇંગ્લેન્ડ ભારત સામે અને વિન્ડિઝને પાક સામે હાર મળી હતી. જેમાંથી બોધપાઠ લઇને બન્ને ટીમ ભૂલોથી બચવા કોશિશ કરશે.

ઇંગ્લેન્ડને તેના સ્ટાર ખેલાડીઓ બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરની ખોટ પડશે. કેપ્ટન ઇયોન મોર્ગનનું કંગાળ ફોર્મ ટીમની સૌથી મોટી ચિંતા છે. આ સામે બટલર, મોઇન અલી, બેયરસ્ટો અને મલાન જેવા ખેલાડી સારા ફોર્મમાં છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફટાફટ ક્રિકેટની સૌથી ખતરનાક ટીમ ગણાય છે. તેની પાસે ગેલ જેવા અને અનુભવી અને હેટમાયર જેવા યુવા ફટકાબાજો છે. ટીમનો કેપ્ટન પોલાર્ડ છે અને તે કેરેબિયન ટીમને ટી-20 વિશ્વ કપમાં ત્રીજીવાર ચેમ્પિયન બનાવવાનો વિશ્વાસ ધરાવે છે.

October 23, 2021
paytm.jpeg
1min390

આઇપીઓ માર્કેટમાં ફરી ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. દેશમાં સૌથી મોટી રકમની પબ્લિક ઓફર લાવીને પેટીએમ આ ક્ષેત્રમાં ડંકો વગાડવાની છે. આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ધૂમ તેજી છે. એમાં હવે પેટીએમના આઇઇપીઓથી રોનક છવાઇ જાય એમ છે કારણકે સેબીએ કંપનીના રૂ.16,600 કરોડના આઇપીઓને મંજૂરી આપી છે. અગાઉ 2010માં કોલ ઇન્ડિયાનો આઇપીઓ રૂ. 15,000 કરોડનો આવ્યો હતો.

કંપની નવેમ્બરના આરંભમાં આઇપીઓ બહાર પાડે તેવી શક્યતા છે. જોકે ઝડપથી લિસ્ટેડ થવા માટે કંપની શેર વેચાણની યોજના પ્રથમ બનાવી રહી છે.’

કંપની રૂ.1.47થી 1.78 લાખ કરોડનું મૂલ્યાંકન ઇચ્છી રહી છે. અમેરિકા સ્થિત વેલ્યૂએશન કંપનીએ એક શેરની કિંમતનું મૂલ્યાંકન રૂ. 2950 જેટલું કર્યું છે. એ રીતે આઇપીઓનો ભાવ ઘણો ઉંચો રાખવામાં આવે તેમ છે. આ આઇપીઓ સફળ રહે તો દેશનો સૌથી મોટો આઇપીઓ હશે.આઇપીઓનું સંચાલન મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ ગ્લોબલ, જેપી મોર્ગન ચેઝ છે. મોર્ગન સ્ટેનલીની દાવેદારી મોટી છે.

પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા પાછલા એક વર્ષથી કંપનીની આવક વધારીને સેવાઓને મોનેટાઇઝ કરવામાં અત્યંત વ્યસ્ત છે. સ્ટાર્ટઅપે ડિજીટલ ઉપરાંત હવે બાંકિંગ, ક્રેડિટ કાર્ડ,ફાયનાન્સિયલ સર્વિસ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજીટલ વોલેટ જેવા ક્ષેત્રોમાં પણ કારોબાર ફેલાવી દીધો છે.

કંપનીએ હવે ફોન પે, ગુગલ પે, એમેઝોન પે અને વોટ્સ એપ પે તરફથી સર્જાયેલી હરિફાઇને પણ મજબૂતીથી સહન કરી લીધી છે. મર્ચન્ટ પેમેન્ટ ક્ષેત્રમાં પેટીએમનો બજાર હિસ્સો સૌથી વધારે છે. કંપનીના 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર છે અને તેના યુઝરો મહિને 1.4 અબજ જેટલા વ્યવહારો કરે છે. પેટીએમ માટે 2021ના નાણા વર્ષના પ્રથમ ત્રણ માસ ખૂબ સારાં રહ્યા છે. એ વખતે કોવિડની બીજી લહેરમાં ડિજીટલ વ્યવહારોમાં ખૂબ જ તેજી આવી હતી.’

October 22, 2021
breaking-1280x1035.jpg
1min930
Bitcoin's 90% flash crash on Binance US, explained
Bitcoin prices plunged nearly 90 percent on the United States trading platform Binance in a flash Thursday morning. Prices dropped to as low as $8,200 from around $65,000. The cryptocurrency exchange attributed the flash price crash to a “bug” in the trading algorithm of an institutional customer.

આજે ન્યુયોર્કના બાઇનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્ષચેન્જ ખાતે ઉઘડતા બજારે જ વિશ્વની સૌથી હાઇ પ્રાઇશ ક્રિપ્ટોકરન્સી, બીટકોઇનના દરમાં 90 ટકાનું ગાબડું પડી ગયું હતું. બીટકોઇનનો દર 65,000 ડોલરથી ઘટીને 8,200 ડોલર પર આવી જતા એક તબક્કે આંતર રાષ્ટ્રીય બજારમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. આ ખેલ અમૂક મિનિટો સુધી ચાલ્યો ત્યાં સુધી કોઇને સૂઝ પડી ન હતી કે બીટકોઇનના ભાવમાં જંગી કડાકો કેવી રીતે બોલી ગયો.

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જે બિટકોઈનમાં આવેલા આ મોટા ઘટાડા માટે એક બગને જવાબદાર ઠેરવ્યો છે. આ બગ એક ઈન્સ્ટીટ્યૂશનલ કસ્ટમરના ટ્રેડિંગ અલ્ગોરિધમમાં હતો.

બાઈનાન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની હજુ પણ આ સમગ્ર મામલાને સમજવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ટ્રેડરે હવે બગની સમસ્યાને દૂર કરી લીધી છે અને એવું લાગે છે કે, આ મામલો ઉકેલાઈ ગયો છે. આ પહેલા ગુરુવારે બિટકોઈનની કિંમત 67,000 ડોલરના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. તેણે એપ્રિલનો રેકોર્ડ તોડ્યો હતો, તે સમયે તે 65,000 ડોલર પર પહોંચી હતી. અમેરિકામાં સૌ પહેલા બિટકોઈન ઈટીએફએ ટ્રેડિંગ કર્યા બાદ તેની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.

October 22, 2021
modi.jpg
1min806

આજે તા.22મી ઓક્ટોબર 2021ની સવારે 10 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનની શરુઆત વૈદિક વિધાનથી કરતા કહ્યું કે ‘कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः ।’ જો આપણે આને ભારતના સંદર્ભમાં જોઈએ તો તેનો સીધો અર્થ એ છે કે આપણા દેશે એક તરફ ફરજ બજાવી અને બીજી તરફ તેને મોટી સફળતા મળી છે. તેમણે આગળ કહ્યું કે ગઈકાલે 21 ઓક્ટોબરે, ભારતે 1 અબજ એટલે કે 100 કરોડ રસીના ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્યનિષ્ઠા છે. એટલે જ આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે દરેક દેશવાસીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

તેમણે વધુમાં આગળ કહ્યું કે 100 કરોડ રસી ડોઝ માત્ર એક આંકડો નથી. આ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. ઈતિહાસમાં એક નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ એક નવા ભારતનું ચિત્ર છે જે જાણે છે કે કેવી રીતે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે તેના સંકલ્પોની પરિપૂર્ણતા માટે સખત મહેનતની પરાકાષ્ઠા છે.

15 નવેમ્બર 2018ના રોજ કુમાર વિશ્વાસે આ જ વિધાન ટ્વીટ કર્યું હતું : कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः

October 22, 2021
KN_chavda-copy.jpg
1min1319

ગુજરાત રાજ્યની 31 સરકારી યુનિવર્સિટીઓ હવે અધિકારમંડળોની મિટીંગો યોજીને નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે ઠરાવો કરાવશે, આ પ્રોસિજર વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધી છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. આમ વીર નર્મદ યુનિ.ની એડવાન્સ કામગીરીનો એડવાન્ટેજ વિદ્યાર્થીઓને મળવાનો શરૂ થઇ ગયો છે

વીર નર્મદ યુનિવર્સિટીનો રેફરન્સ સરકાર કક્ષાએ સકારાત્મક લેવાયો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં dated 21/10/21 ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટેની તમામ પૂર્વતૈયારીઓ જેમાં જેતે અધિકારમંડળોમાં ઠરાવો કરાવવાથી લઇને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિઝર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઇ યુનિવર્સિટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે.

રાજ્ય સરકારે આજે એન.ઇ.પી.ના અમલ માટે જે લેસન સોંપ્યુ છે તે પૈકી 80 ટકા લેસન વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધું છે.ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાગાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો.ડિંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની એક મિટીંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ મિટીંગનો ઉદ્દેશ યુનિવર્સિટીઓને નેશનલ એજ્યુકેશન પોલિસી (એન.ઇ.પી.)ના અમલ માટે શોર્ટ ટર્મ, મિડીયમ ટર્મ અને લોંગ ટર્મના કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સિટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો આશય હતો.સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી એકમાત્ર છે જેણે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. એ બાબતની નોંધ મિટીંગમાં લેવામાં આવી કે વીર નર્મદ યુનિવર્સિટીએ એન.ઇ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકારમંડળ ખાસ સેનેટની અસાધારણ સભા યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કરાવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે તેનો અમલ વીર નર્મદ યુનિવર્સિટીએ એડવાન્સમાં કરાવી દીધો છે.

વીર નર્મદ યુનિ.એ આ કામગીરી શરૂ પણ કરી દીધી

  • ડિગ્રી કોર્સમાં મલ્ટી લેવલ એક્ઝિટ પોલિસ-
  • દરેક અભ્યાસક્રમમાં ક્રેડિટ ટ્રાન્સફર પોલિસી-
  • કોઇપણ અભ્યાસક્રમમાં મલ્ટી લેવલ એન્ટ્રી-
  • 4 વર્ષના ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ-
  • એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ શરૂ-
  • ઓન ડિમાંડ એકઝામ પોલીસી-
  • મલ્ટિ ડિસીપ્લિનરી સર્ટિફિકેશન અને ડિપ્લોમા-
  • મલ્ટિ ડિસીપ્લિનરી રેગ્યુલેટરી ઓથોરિટી-
  • ડ્યુઅલ ડિગ્રી, ડ્યુઅલ સર્ટિફિકેશન ફેસેલિટી-
  • ઓનલાઇન કોર્સ ડેવલપમેન્ટ સ્ટુડીયો

દરેકના સહયોગથી NEPનો અમલ શક્ય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ કર્યા બાદ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે આજે વીર નર્મદ યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ કરી શકી છે તેનું કારણ યુનિવર્સિટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકારમંડળોના સભ્યો, સેનેટ, સિન્ડીકેટ, યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ ભારે મહેનત કરીને તમામ ઠરાવોનું ડ્રાફિટ્ંગથી લઇને તેમાં સુધારા વધારાઓ કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યારે આજે વીર નર્મદ યુનિવર્સિટી શ્રેય લઇ શકી છે કે એન.ઇ.પી.નો અમલ શરૂ કરી દેનાર રાજ્યની એક માત્ર યુનિવર્સિટી બની છે વીર નર્મદ યુનિવર્સિટી.  

October 21, 2021
corona_india.jpg
1min413

ભારતમાં પ્રવેશી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની સરકારે બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ૨૫ ઑક્ટોબરથી, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (હુ)એ મંજૂર કરેલી કોવિડ-૧૯ની રસી માટે જે દેશો સાથે સહમતિ સધાઇ છે, તેવા દેશમાંથી આવતા અને રસી લીધેલા પ્રવાસીઓને હવાઇમથક છોડવાની પરવાનગી આપવામાં આવશે અને એમણે હૉમ ક્વોરેન્ટાઇન થવાની કે જરૂર નથી. 

જોકે, એમણે કોવિડ-૧૯ માટેનું આરટી-પીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે. 
જો આંશિક રીતે રસી લીધી હોય અથવા તો રસી લીધી જ ન હોય એવા પ્રવાસીએ આવ્યા બાદ કોવિડ-૧૯ ટેસ્ટ માટેના સેમ્પલ્સ આપવા પડશે અને ત્યાર બાદ જ એમને હવાઇમથક છોડવાની પરવાનગી અપાશે, સાત દિવસ સુધી હૉમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે, ભારતમાં આવ્યાના આઠમા દિવસે ફરીથી ટૅસ્ટ કરાવવા પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો ત્યાર બાદના સાત દિવસ સુધી એમણે જાતે પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે. 

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આગમન મામલે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ કે ત્યાર બાદ જાહેર કરાયેલી અન્ય કોઇપણ માર્ગદર્શિકામાં આ સુધારો ઉમેરવાનો રહેશે. 
વૈશ્ર્વિકસ્તરે વધેલા રસીકરણના કાર્યક્રમ અને રોગચાળાના બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને ભારતની આંતરરાષ્ટ્રીય આગમન બાબતની માર્ગદર્શિકામાં સુધારો કરાયો હોવાની વાત મંત્રાલયે કહી હતી. 

October 21, 2021
upsc1.jpg
1min376

આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.

હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧

દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.

October 20, 2021
cia_edu-1280x925.jpg
1min810

રાજ્યના શાળાકીય શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ સરકારી, ખાનગી કર્મચારીઓ, વ્યવસાયિકોને આગામી તા.25મી ઓક્ટોબર 2021ના રોજ ખાદીના વસ્ત્ર પરિધાન કરીને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અભિયાનમાં સંમેલિત થવા માટે રાજ્યના નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર દ્વારા અપીલ કરી છે. 25મી ઓક્ટોબરે એક દિવસ પૂરતું જો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો જો ખાદી પરિધાન કરશે તો તેનાથી સ્વરોજગારી પણ વધશે અને આત્મનિર્ભર અભિયાનને પણ વેગ મળશે.

Khadi,Khadi Clothing,Indian Khadi,Cotton Khadi,Khadi Garments,Khadi Clothes, Khadi Products - Fibre2Fashion

એક પરિપત્રમાં નાયબ શિક્ષણ નિયામકે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમથી રાજ્યના વણાટ ક્ષેત્રે કાર્યરત જરૂરીયાતમંદ લોકોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિભાગ હસ્તકના ખાતાના વડાની કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા અને કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો, આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફને વ્યક્તિગત તથા સામૂહિક રીતે ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેના અભિયાનમાં સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થવા તથા આગામી તા.25મી ઓક્ટોબરના રોજ સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા માટે સૌને પ્રેરિત કરવા અપીલ કરવામાં આવે છે.