CIA ALERT
27. April 2024
August 5, 20191min4520

Related Articles



ASHES : બન્ને ઇનિંગમાં સદી કરનાર સ્મિથ પાંચમો Ausi Batter

Share On :
Print Friendly, PDF & Email

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટીવન સ્મિથે બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત પુનરાગમન કર્યું છે. તેણે એશિઝ સિરિઝના પહેલા ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી ફટકારી છે. આથી ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ સુધરી છે અને જીતની તક બની છે. પહેલા દાવમાં લડાયક 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ સદી કરી હતી અને 142 રન કર્યા હતા. એશિઝ શ્રેણીમાં તે એક ટેસ્ટના બન્ને દાવમાં સદી કરનારો પાંચમો કાંગારૂ બેટધર બન્યો હતો. આ સૂચિમાં આ પહેલા મેથ્યૂ હેડને 2002માં બ્રિસ્બેન ખાતે 197 અને 103 રનની ઇનિંગ રમી હતી. સ્ટીવ વોએ માંચેસ્ટરમાં 1997માં 108 અને 116 રન કર્યાં હતા. આર્થર મોરિસે 1947માં એડિલેડમાં 122 અને 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે 1909માં વોરેન બારડસર્લીએ ઓવલના મેદાન પર 136 અને 130 રન કર્યાં હતા. સ્મિથે આ સાથે એશિઝ સિરિઝમાં 43 ઇનિંગમાં 10 સદી કરી છે. આ સૂચિમાં પહેલા નંબર પર મહાન ડોન બ્રેડમેન છે. તેમણે 63 ઇનિંગમાં 19 સદી કરી છે. ઇંગ્લેન્ડના જેક હોબ્સે એશિઝની 71 ઇનિંગમાં 12 સદી કરી છે. સ્ટીવ વોએ 72 ઇનિંગ રમીને 10 સદી કરી છે.
————-
એશિઝમાં ઓસિ. ડ્રાઇવિંગ સીટ પર: સરસાઇ 350 ઉપર
મેથ્યૂ વેડે પણ સદી ફટકારી: બીજા દાવમાં ઇંગ્લેન્ડના બોલરો ધોવાયા
બર્મિંગહામ તા.4: વાપસી સાથે બન્ને ઇનિંગમાં સદી કરનાર ‘સુપ્રિમ’ સ્ટીવન સ્મિથ અને મેથ્યૂ વેડની લડાયક સદીની મદદથી એશિઝ ટ્રોફીના પહેલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બાઉન્સ બેક થયું છે અને ડ્રાઇવિંગ સીટ પર આવી ગયું છે. સ્ટીવન સ્મિથે, મેથ્યૂ વેડ અને ટ્રેવિસ હેડે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવીને પહેલા ટેસ્ટના ચોથા દિવસે ચાના સમય બાદ તેની ટીમ ઓસ્ટ્રેલિયા માટે જીતની તક ઉભી કરી હતી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 7 વિકેટે 445 રન થયા હતા. આથી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડથી 355 રને આગળ થયું હતું. વેડે તેની બીજી ટેસ્ટ સદી કરી હતી. તે 110 રને અને સુકાની ટિમ પેન 34 રને આઉટ થયા હતા.’ પહેલા દાવમાં 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ લાજવાબ સદી કરીને 207 દડામાં 14 ચોકકાથી 142 રન કર્યાં હતા. વેડે તેની સદી 133 દડામાં 1પ ચોકકાથી બનાવી હતી. સ્મિથ અને વેડ વચ્ચે પાંચમી વિકેટમાં 126 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જયારે સ્મિથે ટ્રેવિસ હેડના સાથમાં ચોથી વિકેટમાં 130 રનનો ઉમેરો કર્યોં હતો. આજે ઉસ્માન ખ્વાઝા 40 રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોકસને બે અને બ્રોડ, વોકસ અને અલીને 1-1 વિકેટ મળી હતી. અનફિટ એન્ડરસન બોલિંગ કરી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 284 રન થયા હતા. આ સામે ઇંગ્લેન્ડે પહેલા દાવમાં 374 રન કર્યાં હતા. આથી તેને 90 રનની સરસાઇ પ્રાપ્ત થઇ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :