CIA ALERT

ગુજરાત પોલીસના બાહોશ અધિકારી MG કનેેરીયાની કારકિર્દી પર આધારિત પુસ્તક, ‘ખમીરવંતી ખાખી’ નું વિમોચન

Share On :
No description available.

સુરતની ગુનાખોરીની દૂનિયામાં એમ જી કનેરિયાનો એક ખોફ હતો અને સિંઘમ ફિલ્મ આવ્યા પહેલા સુરતના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં સિંઘમની છબી ઉભી કરનારા એમ જી કનેરિયાના પોલીસ વિભાગના દિવસોની યાદ તાજી કરાવતી અનેક ઘટનાઓને આ પુસ્તકમાં સરળ ભાષામાં વર્ણવવામાં આવી છે.

માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં જે અધિકારીની ફરજ નિષ્ઠા અંગે આજે પણ દાખલા આપવામાં આવે છે. જેના નામ માત્રથી બુટલેગરો અને ગેંગસ્ટરો કે ગલીના ટપોરીઓ ધ્રુજી ઉઠતા હતા અને જેમના નોકરી કાળ દરમ્યાન ત્રીસથી વધુ વખત એટલે કે લગભગ દર વર્ષે એક વખત બદલી થતી હતી એવા નિવૃત ડીવાયએસપી મથુરદાસ ગોકળદાસ કનેરિયાએ પોલીસ વિભાગમાં સેવા બજાવી ત્યાં સુધીની ઝીણી ઝીણી વિગતો આવરી લઇને જન્મભૂમિ જૂથના સાઉથ ગુજરાતના બ્યુરો ચીફ ખ્યાતી જોષીએ ખમીરવંતી ખાખી નામે પુસ્તક લખ્યુ છે.

May be an image of 1 person, standing and indoor

ખમીરવંતી ખાખી પુસ્તકનું વિમોચન તા.૧૮મી માર્ચે સુરત શહેરના આંગણે જાણીતા ભાગવત અને રામાયણ કથાકાર રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

ગુજરાત પોલીસના નિવૃત્ત અધિકારી એમ. જી કનેરિયાએ પોલીસ સેવા સાથે સમાજની જે ઉત્તમ સેવા કરી છે તેની જાણકારી આજની પેઢીના યુવાનોને મળી રહે તે આવશ્યક છે. તેના માટે જ આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

No description available.

પોતાની કારકિર્દી પર આધારિત પુસ્તક અંગે પ્રતિસાદ આપતા એમ. જી. કનેરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકે નિયુક્ત થયા બાદ સુરતમાં પોસ્ટીંગ થયું અને સુરતમાં જે ગુનાખોરીનો વ્યાપ વધતો હતો તેના કારણે ગુનેગારોમાં એક પ્રકારે પોલીસની ધાક હોવી જોઇએ એ ધાક ઉભી કરવા માટે મેં ફ્રી હેન્ડ થી કામ કર્યું હતું. મહીધરપુરા પોલીસ સ્ટેશન હોય ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી દારૂબંધી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ હોય, તમામ બ્રાન્ચમાં નિષ્ઠા પુર્વક ફરજ બજાવીને ગુનાખોરીને કાબુમાં લેવા માટે કામ કર્યું હતું. ખાસ કરીને શહેરમાં 1992ના કોમી તોફાનો બાદ અમદાવાદથી આવેલા ફારૂક મુન્શીએ બાલક, નરેશ નિકમ જેવા લોકોને ઠાર મારીને પોતાની ધાક જમાવી હતી. ફારૂક મુન્શી ઝડપાયા બાદ તેણે પીપલોદ નજીકથી પોલીસ જાપ્તામાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેણે પોલીસ પર ફાયરીંગ કરતા પોલીસ એન્કાઉન્ટરમાં ફારૂક મુન્શી ઠાર મરાયો હતો. ત્યાર બાદ બાબુભૈયાની ટોળકીના દિલીપ મરાઠા અને આસીફ અમદાવાદીને સચિનથી આગળ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. તો ભાજપના મહિલા કોર્પોરેટર નીતાબેન સાતભાયાની હત્યા થઇ ત્યારે તેમને ખાસ ક્રાઇમ બ્રાન્ચમાં પી આઇ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ ગુનાનો ભેદ કઇ રીતે ઉકેલાયો તેની પણ રસપ્રદ વિગતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.

ખમીરવંતી ખાખીના વિમોચન સંદર્ભે લેખિકા ખ્યાતિ જોશીની ફેસબુક વૉલ પરથી તેમને પ્રતિસાદ

ખાખીના કર્મયોગીઓને માનભરી સલામ સાથે ”ખમીરવંતી ખાખી” પુસ્તક અર્પણ…..દેશને આઝાદી ખાદીએ અપાવી પણ દેશમાં શાંતિ અને સલામતી ખાખીએ સ્થાપી. ખાખી પહેર્યા બાદ અનેક એવા પોલીસ અધિકારીઓ છે જેણે અદમ્ય સાહસ અને અદભૂત પરાક્રમ થકી ખાખીની શાનને વધારી દીધી છે.

કોઇની પણ શેહશરમ રાખ્ચા વિના કાયદાનો ભંગ કરનારને કાયદાના પાઠ શીખવનાર નિવૃત્ત ડીવાય.એસ.પી. એમ. જી. કનેરિયાની ૩૫ વર્ષની પોલીસ વિભાગની કારકીર્દી દરમ્યાનની રોચક સાહસગાથાને ખમીરવંતી ખાખી પુસ્તકમાં કલમથી આલેખવાની તક મળી તે માટે હું નસીબદાર. નિવૃત્ત પોલીસ અધિકારી એમ. જી. કનેરિયાએ મારામાં વિશ્વાસ રાખીને મને પુસ્તક લખવાની તક આપી તે માટે તેની આભારી છું. ૩૫ વર્ષની પોલીસ વિભાગમાં બજાવેલી સેવા દરમ્યાન ૩૦ વખત કરતા વધુ બદલી કોઇપણ અધિકારીને અકળાવી મૂકે. પરંતુ નિવૃત્ત પોલીસ અધિકારી એમ. જી. કનેરિયાએ અડચણ ઉભી કરતા ઉપરી દબાણ નામક પથ્થરોને પડકાર ગણી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કાયદાનો ભંગ કરનારને જેલના સળિયા ગણતા કર્યા હતા.

આવું અદમ્ય સાહસ દેખાડવું એ કોઇ કાચા-પોચાનું કામ નહિ. દિલીપ મરાઠા, ફારૂક મુન્સી, આસીફ અમદાવાદી જેવા ત્રણ-ત્રણ માથાભારે ડોનનાં એન્કાઉન્ટર કરવા એ કોઇ સહેલી વાત નથી. પુસ્તકમાં એક થી એક ચઢે તેવી રોચક સાહસગાથા રૂપી સત્ય ઘટનાઓને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. વાંચકોને ચોક્કસ પસંદ આવશે. બે વર્ષની લાગ-લગાટ મહેનત બાદ પુસ્તક વાંચકો સમક્ષ મૂકી શકાયું છે. ખમીરવંતી ખાખીનું વિમોચન ભાગવત કથાકાર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થયું.

એ વેળાએ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પદ્મશ્રી કનુભાઇ ટેલર, વરાછા બેન્કના ચેરમેન અને સૌરાષ્ટ્ર ૫ટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, વીએનએસજીયુના પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ માકસણા સહિત સુરતના ટોચના ઉદ્યોગપતિઓ, નિવૃત્ત પોલીસ અધિકારીઓ, અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તે આનંદ લટકામાં. દિપકભાઇ રાજ્યગુરૂએ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું તે માટે તેમનો આભાર.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :