અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ઘટના ક્રમ તેજ, પત્થરોની ડિલિવરીના ફોટા વાઇરલ
ઇલેક્શનનો મુદ્દો બનશે અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણનો ઘટનાક્રમ રાતોરાત તેજ થઇ ગયો
- VHPએ પથ્થરોથી ભરેલા 70થી વધુ ટ્રક મંગાવ્યા અને મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાતચીત ચાલી રહી છે
- આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા
- આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા સ્વાગત
- 29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે
આર.એસ.એસ.ના સ્થાપના દિને મોહન ભાગવતે અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થવું જ જોઇએ એવું સ્ટેટમેન્ટ શું કર્યું, અયોધ્યા સાઇટ પર રામ મંદિર નિર્માણની ગતિવિધિ રાતોરાત તેજ થઇ જવા પામી છે. ભાજપ વિરોધીઓ કહે છે કે સ્ટેટ ઇલેકશન ચાલી રહ્યા છે અને લોકસભાનું ઇલેકશન માથે આવીને ઉભું છે એટલે માઇલેજ લેવા માટે અયોધ્યા રામ મંદિરના મુદ્દાને છંછેડીને પોલિટીકલ માઇલેજ લેવાની આખી ગેમ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ભાજપના સહયોગી ગણાતા વિશ્વ હિન્દુ પરિષદએ તો મંદિર નિર્માણ માટે જરૂરી પત્થરોના ઓર્ડર આપી દીધા છે અને તેની ડિલિવરી માટે ટ્રકો નીકળી ચૂકી હોવાના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.
વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.
દરમિયાન એવી પણ માહિતી જાણવા મળી છે કે રામ મંદિરના મુદ્દે આગામી તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાનારું હિયરિંગ અત્યંત મહત્વનું થઇ પડશે.
બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
