CIA ALERT
September 9, 20181min12570

આજે શ્રાવણી અમાસનું વિશેષ મહત્વ, પાલ એકલિંગી મહાદેવ ખાતે શિવપાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ

Share On :

આજે રવિવારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. શ્રાવણ માસની અમાસના દિવસે શિવપાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે અને ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઊઠશે. સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના શિવલિંગનાં દર્શનથી માંડીને વિશિષ્ટ અભિષેક, પૂજન પણ કરાશે. જ્યારે આ દિવસે પીપળા, તુલસી, બીલીપત્રનું રોપણ કરવું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથોસાથ પિતૃઓની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે.

આજે સાંજે પાલ એકલિંગી મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થેશ્વર ચિંતામણી યજ્ઞની પૂર્ણાહુતિ

પાલ સ્થિત એકલિંગી મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા શિવ પાર્થેશ્વર ચિંતામણી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ આજરોજ સાંજે થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજ 4500 શિવ પાર્થેશઅવર ચિંતામણીનું નિર્માણ કરીને પૂજા વિધી થઇ હતી. મંદિરના ્ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે રવિવારે આખો દિવસ યજ્ઞ પૂજા વિધી બાદ સાંજે  5 વાગ્યે પૂર્ણાહુતિ હાથ ધરાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ કથાકાર શ્રી પંકજ વ્યાસ તેમજ શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. પાલના અન્નપૂર્ણા મંદિર પરિસરમાં આકાર પામેલા એકલિંગી મહાદેવ મંદિરમાં શિવ પાર્થેશ્વર ચિંતામણી યજ્ઞ ભાવિકો માટે અત્યંત  ફળદાયી રહ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો દર્શનાર્થે આવ્યા હતા.

(અડાજણના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે થયેલી પૂજાની તસ્વીર)

શ્રાવણી અમાસનું વિશેષ મહત્વ

શ્રાવણી અમાસનું શાસ્ત્રોમાં સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવ-પાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થાય છે. અનુભવસિદ્ધ પ્રયોગ મુજબ આ દિવસે બીલીપત્ર, તુલસી, પીપળા અને રવિવાર હોવાથી આમળાનું રોપણ કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે શિવ-પિતૃ કૃપા માટેનો ઉત્તમ દિવસ છે. આ દિવસે આરોગ્યપ્રાપ્તિ માટે કાળા તલ, દેશી ગાયનું દૂધ મિશ્રિત જળ સાથે શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ. આ દિવસે ‘મહામૃત્યુંજય’ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો કરવી જ જોઈએ. આ દિવસે રુદ્રી પાઠ અને શ્રીશિવમહિમ્ન સ્તોત્ર સહિત શિવ સ્તોત્રોનું પઠન પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને આ દિવસે પિતૃકૃપા મેળવવા માટે સૂર્યાસ્ત સમયે પીપળાની જળાભિષેક સાથે પ્રદક્ષિણા કરવી જોઈએ. સાથે જ પાણિયારે આડી વાટનો દીવો પણ કરવો ઉત્તમ ફળદાયી બની રહે.

 

 

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :