અમેરિકાના સિનસિનાટીની બેન્કમાં અંધાધૂંધ ફાયરિંગ, ભારતીય સહિત 3ના મોત
ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું




અમેરિકાના સિનસિનાટી શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુરુવારે ફાઉન્ટેન સ્ક્વેર પાસે ફિફ્થ થર્ડ બેન્કમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક 25 વર્ષીય ભારતીય યુવક પણ સામેલ છે. બાકીના બે મૃતકોની ઓળખ ફિલિપ કાલ્ડરન અને રિચર્ડ ન્યૂકમર તરીકે થઈ છે. ફાયરિંગની થોડી જ ક્ષણોમાં પોલીસે ગનમેનને ઠાર કર્યો. ગનમેનની ઓળખ 29 વર્ષીય ઓમર એનરિક સાંતા તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યુ કે ગુરુવારે ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું. બાદમાં તે બેન્કમાં દાખલ થયો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં મૃત્યુ પામનાર ભારતીય વ્યક્તિનું નામ પૃથ્વીરાજ કંદેપી છે, તે આંધ્રપ્રદેશના ગુંટૂરનો વતની હતો. ન્યૂયોર્કમાં ભારતનો દૂતાવાસ પોલીસ અને કંદેપીના પરિવારના સંપર્કમાં છે. ઉત્તર અમેરિકામાં તેલુગુ એસોસિયેશનના અધિકારીએ કહ્યું કે કંદેપી બેન્કમાં સલાહકારના પદ પર કામ કરતા હતા. કંદેપીના શબને ભારત મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


