CIA ALERT

આગામી 11મી ઓગસ્ટે દિવાસો સમેત ચતુર્ગ્રહી યોગ સાથે શનૈશ્ચરી અમાસ

Share On :

દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.

અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.

તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :