તમામ બાળલગ્નોને ગેરકાયદે ગણાશે, ટૂંકમાં કાયદો બનશે
ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.
જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે.
ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે. વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.
વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દર્શાવ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એમ જણાવીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
