ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે
મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી(ડીએ) કરવા ઉપયોગમાં લેવાતા બૅઝ યર અને ઇન્ડેક્સમાં સુધારા કરવા કેન્દ્ર સરકાર સજજ છે. આ પગલાંને પરિણામે આ વર્ષે ભથ્થામાં બે ટકા વધારો મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજી વાર વધારો મળશે.
મોંઘવારી ભથ્થાની રકમ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને જીવન ખર્ચપેટે આપવામાં આવે છે. વેતનનો એક ભાગ છે અને તેની ગણતરી વ્યક્તિના બેઝિક વેતનની નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે કરવામાં આવે છે.
એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા પ્રમાણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો(સીપીઆઇ-આઇડબ્લ્યુ) માટે નવી પ્રાઇસ ઇન્ડેક્સ પર કામગીરી ચાલી રહી છે. મંત્રાલય હેઠળના લેબર બ્યૂરોએ નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ બેઝ યર 2016 તરીકે નક્કી કર્યું છે અને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચ બદલાતો રહેતો હોવાથી દર છ વર્ષે બેઝ પ્રમાણે સુધારા કરવા જોઈએ.
સીપીઆઇ-ડબ્લ્યુ માટે હાલનું બૅઝ યર 2001 હોવાથી આ પગલું મહત્ત્વનું બની રહે છે.
કિંમતમાં વધુ પારદર્શકતા લાવવા નવા ઇન્ડેક્સમાં નવા ઔદ્યોગિક સેન્ટરનો ઉમેરો કરવામાં આવશે. 78 સેન્ટર સામે 88 સેન્ટરનો સમાવેશ કરાશે. અહેવાલમાં જણાવાયા પ્રમાણે નવા સીપીઆઈ-આઈડબ્લ્યુમાં કાર અને મોબાઈલ જેવી આઈટેમનો સમાવેશ કરવામાં આવશે.
નવા ઇન્ડેક્સની ઝીણવટભરી તપાસ કરવા ટૅક્નિકલ એડવાઈઝરી કમિટીને મોકલવામાં આવ્યા પછી તેને આખરી ઓપ આપતાં પહેલાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપક્ષી સલાહ મસલત કરાશે. લેબર બ્યુરોએ દરેક સ્ટેજ પર ઈન્ડેક્સ નક્કી કરવા સ્ટેન્ડિંગ ટ્રાઈપાઈટ્રાઈટ કમિટીની મંજૂરી મેળવી છે. આ પગલાંનો 110 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારક ને લાભ થશે.
આ વર્ષે કૅબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) પાંચ ટકા પરથી વધારીને સાત ટકા કર્યું હતું. આ પગલાંથી આશરે 48.41 લાખ સરકારી કર્મચારી અને 61.17 લાખ પેન્શનધારકને લાભ થયો હતો. સાતમા વેતન પંચની ભલામણ અનુસાર ઉક્ત વધારો કરવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
