AB ડિવિલિયર્સનું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર 360 એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમણે તેમની 17 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે IPL સહિત વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યા હતા. ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને RCB મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે RCB સાથે ક્યારે 11 વર્ષ વીતી ગયા તે ખબર નથી.
ડી વિલિયર્સે કહ્યું,’ આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, 37 વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી. ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, ‘હું જાણું છું કે મારા પરિવાર – મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.
કોહલીની ડિવિલિયર્સ માટે ભાવૂક પોસ્ટ
તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ… અને હું હંમેશા તમારો નંબર-1 ફેન રહીશ.
‘RCBથી દૂર રહેવું સારું નથી લાગતું’
RCBના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, ‘મેં RCB સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. 11 વર્ષ આમ જ વીતી ગયા અને ખેલાડીઓને છોડવાનું સારું નથી લાગતું. આ નિર્ણયમાં ઘણો સમય લાગ્યો પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે. હું RCB મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર RCB પરિવારનો આભાર માનું છું.
ડી વિલિયર્સ વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યા છે
દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એવા ડી વિલિયર્સના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ડી વિલિયર્સના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઈપીએલની રાહ જોઈ હતી. આઈપીએલ ઉપરાંત, ડી વિલિયર્સ બાર્બાડોસ, સ્પાર્ટન્સ, રંગપુર રાઈડર્સ, મિડલસેક્સ, બ્રિસ્બન હીટ અને લાહોર કલંદર માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે.
ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 114 ટેસ્ટ, 228 ODI અને 78 T20 ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 47 સદી ફટકારી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
