સુરતના વીવર્સ સાથે હળાહળ અન્યાય : સિન્થેટિક વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના સૌથી મોટા વપરાશકાર છતાં એન્ટી સબસિડી ડ્યૂટી નાંખવા પહેલા તેમને રજૂઆતની તક સુદ્ધાં અપાઇ નથી
Jayesh Brahmbhatt 98253 44944
સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કાપડ ઉત્પાદનની સૌથી પહેલી કડી વીવીંગ કારખાનેદારો દ્વારા જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે એ વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન (60 ડેનિયર) પર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અધિરી બનેલી કેન્દ્ર સરકારની સંસ્થા ડીજીટીઆર (ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી) ને આજે ફિયાસ્વીના પ્રમુખ અને કેન્દ્રની ટેક્ષટાઇલ કમિટીમાં સભ્ય સુરતના ભરત ગાંધીએ કચકચાવીને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે સુરતના વીવીંગ કારખાનેદારો જ ભારતમાં વપરાશમાં લેવામાં આવતા ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના 95 ટકા જથ્થાના વપરાશ કર્તા છે, સુરતના વીવીંગ ઉદ્યોગ માટે ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર) કી રૉ મટિરિયલ છે, આવું જાણવા છતા પણ જો આ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ પાડવામાં આવશે તો સુરતમાં 3.50 લાખ જેટલા લૂમ્સ બંધ થઇ જશે અને લાખો લોકો બેરોજગાર બનશે.
ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી (ડીજીટીઆર)ને કચકચાવીને લખેલા પત્રમાં ફિયાસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડીયન આર્ટ સિલ્ક વીવીંગ ઇન્ડસ્ટ્રીઝ)ના પ્રેસિડેન્ટ ભરત ગાંધીએ જણાવ્યું છે કે ટેક્ષટાઇલ મંત્રાલયએ સ્પષ્ટ કર્યુ છે કે કાપડ ઉત્પાદનમાં જે ચીજવસ્તુઓ કી રૉ મટિરિયલ તરીકે વપરાશમાં લેવાતી હોય તેના પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ કરવી નહીં આમ છતાં ડીજીટીઆર કયા કારણોથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી લગાડવા માટે અંતિમ તબક્કામાં પહોંચી છે એ બાબત જ શંકાપ્રેરક છે. ડીજીટીઆર ખુદ જાણે છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સુરતના વીવીંગ કારખાનેદારો માટે કી રો મટિરિયલ છે, સૌથી વધુ ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ જ સુરતના વીવીંગ કારખાનેદારો કરી રહ્યા છે, એવું પણ નથી કે મર્યાદિત કારખાનેદારો આનો ઉપયોગ કરે છે, સુરતમાં હજારો વીવીંગ કારખાનેદારો પોતાના લૂમ્સ મશીનો પર કાપડનું ઉત્પાદન કરવા માટે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ કરે છે અને સુરતના વપરાશની માગને દેશી યાર્ન ઉત્પાદકો પહોંચી વળી શક્તા નથી અને તે જ કારણે આ યાર્ન ઇમ્પોર્ટ કરવું પડે છે. દેશી યાર્ન ઉત્પાદકો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતા યાર્નની ક્વોલિટી સુરતના હાઇસ્પીડ મશીન્સ પર ટકી શકે તેવી પણ નથી.
ફિયાસ્વીએ સ્પષ્ટ કર્યું કે ડીજીટીઆરએ કુદરતી ન્યાયની કોઇ પ્રક્રિયા પૂરી કરી નથી. સુરતના વીવીંગ વપરાશકારોને તેમણે રૂબરૂમાં સાભળવા જોઇએ તે પણ કર્યું નથી અને તેની જગ્યાએ હવે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ઠોકી બેસાડવાની પ્રક્રિયાને અંતિમ તબક્કામાં લઇ આવ્યા છે. તેમણે કહ્યું કે જો વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી નાંખવામાં આવશે તો સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થશે. હાલમાં 6 લાખ લૂમ્સ સુરતમાં કાર્યરત તે પૈકીના 3.50 લાખ લૂમ્સ મશીનો બંધ થઇ જશે અને એ બંધ થતાં લાખો લોકો રોજગારી ગુમાવશે.
ડોમેસ્ટીક યાર્ન ઉત્પાદક ગ્રાસીમને જંગી દંડ થઇ ચૂક્યો છે
ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડયૂટી લાગૂ નહીં કરવા સંદર્ભે ફિયાસ્વીએ કેન્દ્રને લખેલા પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના મુખ્ય ઉત્પાદક ગ્રાસીમ-બિરલા ગ્રુપને કેન્દ્ર સરકારની જ સંસ્થા કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડીયાએ ગઇ તા.16મી માર્ચ 2020ના રોજ રૂ.302 કરોડની જંગી રકમની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી એટલા માટે ફટકારવામાં આવી છે કે ગ્રાસીમ-બિરલા ગ્રુપે તેમને મળેલી ઇજારાશાહીનો દૂરુપયોગ કરીને ચોક્કસ કંપનીઓને જ યાર્ન સપ્લાય કર્યું અને અનેક યાર્નના દરોમાં મનસ્વી રીતે વધારા કર્યા હતા.
કેન્દ્ર સરકારની ટેક્ષટાઇલ કમિટીના સભ્ય સુરતના ભરત ગાંધીએ ડીજીટીઆરને કરેલી રજૂઆતમાં સુપ્રીમ કોર્ટનો એક ચૂકાદો પણ ટાંક્યો છે કે જેમાં ઉત્પાદન માટે જરૂરી મટિરીયલ યાર્ન પર કોઇપણ પ્રકારની વધારાની ડ્યૂટી લાદી શકાય નહીં તેવો સંદર્ભ પણ છે.
પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ડ્યૂટી લાગૂ કરવામાં આવશે તો ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર)ના ઉત્પાદક બિરલા ગ્રુપ પોતાને મળેલી ઇજારાશાહીને બેફામ ઉપયોગ કરે તે સંભવ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
